________________
[૨૯૨
ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ.
દાંતના પેરિંત છેહ તણે વિચીત્રરૂપે કરી બીરાજીત છે. રક્ત સુવર્ણમય વિશાળ તીલક પ્રમુખ તેણે કરી પરીમંડીત સહીત છે. અનેક મણિરત્નમય અગ્ર ઉત્કૃષ્ટ મુકુલિત જે રૈવેયક પ્રમુખ ગળાને વિષે ભૂષણ બાંધ્યા છે. વૈર્ય રત્નમય તેહને કંડ છે. એ નિર્મળ વજીરત્નમય તીખ લષ્ટ અંકુસ કુંભથળને વિષે થાયો છે જેને. તપનીય સુવર્ણમય સુધ બાંધ્યો જે કક્ષાબંધ વિશેષ તેહને દપિ કરી બળવંત છે. જાંબુનંદ રત્નમય નિર્મળ તેહનું નિવડ મંડળ છે. વજી રત્નમય વચ્ચે લાલા (ઘંટાને વચ્ચે લટકે છે તે) તેણે કરી મનોહરે અનેક મણિ રત્નમય તીહાં ઘટાના પાસાં છે. રૂપામય દેરડીએ કરી બાંધી એવી ઘંટાનું જુગળ તેહને મધુર સ્વરે કરીને મનહર છે. લય રહીત પ્રમાણે પત વૃત્ત સુજાત ભલે લક્ષણે કરી પ્રશસ્ત એવી રક્ત સુવર્ણમય તેની જીભ છે. રાતા સૂવર્ણમય જે કરી જેતર્યા છે. ઇચ્છાએ તેહનું ગમન છે. પ્રીતિકારી તેહનું ગમન છે. મનને અનુસારે તેનું ગમન છે. મનહર છે. અણુમવી તેહની ગતિ છે. અણમવ્યું હતું બળ વીર્ય પુરુષાકાર પ્રાક્રમ છે મોહોટે ગંભીર ગુલગુલાટ શબ્દ કરીને મધુર મીઠે મનહર શબ્દ કરીને આકાશપ્રત પુરતાંઘકાં ને દશે દિશીત શોભાવતાંઘકાં એહવા ચાર હજાર દેવતા હથીના રૂપના ધરણાર દક્ષિણ દિશીની બાંહાંપ્રત વહે છે. પ્રશ્ન–હે ભગવંત ચંદ્ર વૈમાને પશ્ચિમ દિસે ચાર હજાર દેવતા ઉપાડે છે તે કેહવે રૂપે ઉપાડે છે ? ઉતર–હે ગૌતમ, ચંદ્ર વૈમાને પશ્ચિમ દિસે વૃષભ (બળદ) ને રૂપે ઉપાડે છે. તે વૃષભ કહેવા છે. તે કહે છે. સ્વેત સુભગ કાન્તિ સહીત છે. ચક્રમીત લલિત પુલિતનામ ગતી કરી હાલવું ચંચળ એવું કંકુદ તે કુટી તેણે કરી શોભતા સમ્યક પ્રકારે નમતા તેહના પાસાં છે. મીલતા પાસાં છે. સુજાત ભલાં પાસાં છે. મીતભવ્યા પ્રમાણપત પુષ્ટ રતિદાઈ પાસાં છે. ઝખમ મચ્છ તથા વિહંગ (પંખી) તેહની પરે સુજાત ભલી તેહની કુંખ છે. પ્રસસ્ત સ્નીગ્ધ મધુનીપરે ગાળી દે દીપમાન પીળી તેહની આંખ છે. વિસ્તિર્ણ પુષ્ટ તેહના ઉરૂ છે. પ્રતિપૂર્ણ વિસ્તિર્ણ તેહના સ્કંધ છે. વૃત પ્રતિપૂર્ણ વિપુળ વિસ્તિર્ણ એહવે કપોળે કરી સહીત છે. લગારેક નમતાં વૃષભના ઉષ્ટ છે. ઘણુ નિશ્ચિત સુધિ લક્ષણે કરી સહીત ચક્રમીત લલીત ચક્રવાળ એવી ચંચળ ગર્વવંત તેહની ગતી છે. પુષ્ટ વૃત આકારે સુ સંસ્થિત તેહની કેડ છે. અવલંબ મલંબ લાંબા લક્ષણે કરી પ્રસસ્ત રમણિક મનહર તેહનાં પુંછ છે. સમી ખુરીના ધરણહાર. સમ લિખીત સમા ને તીંખા એહવા તેહના શૃંગ . છે. તણુ પાતળી સુકમ સુજાત ભલી સ્નીગ્ધ એવી રોમરાયના ધરણહાર છે. ઉપચીત પુષ્ટ માંસળ વિશાળ પ્રતિ પૂર્ણ વૈર્ય રત્નમય દે દીપમાન કટાક્ષે કરી નિરીક્ષણ તેહનું જેવું છે. યુક્ત પ્રમાણે પ્રધાન ઉત્તમ સ્વસ્થ રમણિક એહવે ગળકંબલે કરી શોભીત છે. ઘૂઘરમાળે કરી સુબુધ કંઠ (ગળું) તેણે મંડીત સહીત છે અનેક મણિરત્ન ઘટિત કચ્છનામા આભૂષણ સુકૃત રચી તેહને ગળે માળા છે. વર પ્રધાન ઘંટને શબ્દ કરી શોભતા શ્રીક છે. પદ્મવર ઉત્પલ કમળ તેહની સુગંધ માળાએ કરીને વિભૂષિત છે. વજી રામય તેહની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org