________________
[૩૧૨
પાંચ પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ.
-
-
-
-
-
પ્રશન–હે ભગવંત, તિર્યંચને કેટલા કાળની કાયસ્થિતિ છે ? ઉત્તર-હે ગતમ, તિર્યંચ તિર્યચપણે જઘન્યથી અંતર્મુહુર્ત રહે. (તિર્યચપણે એકજ લધુ ભવ કરે ત્યારે) ને ઉત્કૃષ્ટપણે અનંત વનસ્પતિને કાળ અનંતી ઉત્સર્પિણી અવસર્પિણી અસંખ્યાતા પુગળ પરાવર્ત લગી રહે. પ્રશ્ન-હે ભગવંત, મનુષ્ય મનુષ્યપણે કેટલો કાળ રહે ? ઊતર–હે ગેમ, જઘન્યથી અંતર્મુહુર્ત રહે. (એકજ લઘુ ભવ કરે ત્યારે.) ને ઉત્કૃષ્ટપણે ત્રણ પોપમ પૂર્વ કેડી પૃથ અધીક રહે. (સાત ભાવ પૂર્વ કેડીના કરીને આઠમ ભવ ત્રણ પલ્યોપમને જુગળીયાનો કરે ત્યારે.) પ્રશ્ન–હે ભગવંત, નારકી, મનુષ્ય, દેવતાને અંતર કેટલા કાળને પડે? ઉત્તર-હે ગેમ, જઘન્યથી અંતર્મુહુર્તનો અંતર પડે (અંતર્મહુર્તિને અન્ય ભવ કરીને પાછો તેહીજ થાય ત્યારે) ને ઉત્કૃષ્ટપણે અનંત કાળ અંતર પડે. (વનસ્પતિમાં જાય ત્યારે.) પ્રશ્ન–હે ભગવંત, તિર્યંચને કેટલા કાળને અંતર પડે ? ઉત્તર–હે ગૌતમ, જઘન્યથી અંતર્મુહુર્તને અંતર પડે. (અંતર્મુહુર્તને નાહને મનુષ્યને એકજ ભવ કરીને પાછો તિર્યંચ થાય ત્યારે) ને ઉત્કૃષ્ટપણે સાગરોપમ શત પૃથર્વ ઝાઝેરાનું અંતર પડે. તિર્યંચ ટાળી બાકી ત્રણ ગતીમાંહે ઉત્કૃષ્ટ એટલેજ કાળ રહેવાય તે માટે.) પ્રશન–હે ભગવંત, નારકી ૧, તિર્યચ ૨, મનુષ્ય ૩, અને દેવતા ૪. એ માંહે કયા ક્યા થકી ડા, ઘણ, તુલ્ય, વિશેષાધિક હોય? ઉત્તર–હે મૈતમ, સર્વ થકી છેડા મનુષ્ય છે , તેથકી નારકી અસંખ્યાત ગુણ છે ૨, તે થકી દેવતા અસંખ્યાત ગુણ છે ૩, ને તે થકી તિર્યંચ અનંત ગુણ છે જ. (વનસ્પતિ અનંતા માટે.) એટલે એ અધિકાર પૂરો થયો. એ ચાર પ્રકારે સંસારી જીવ કહ્યા. એ શ્રી જીવાભીગમ સૂત્રે ચતુર્વિધ જીવની પ્રતિપતિ સંપૂર્ણ થઈ. ૧૨૮, પાંચ પ્રકારે સંસારી જીવ, તેમાં તેની ભવસ્થિતિ, કાયસ્થિતિ,
અંતર ને અ૫ બહુત્વને અધિકાર. ત્યાં જે આચાર્ય એમ કહે છે જે પાંચ પ્રકારે સંસારી જીવ કહ્યા છે. તે એવી રીતે કહે છે જે એકેદ્રિ ૧, બેઈદ્રિય ૨, તેઈદ્રિય ૩, ચરિંદ્રિય ૪, ને પચંદ્રિય પ. પ્રશન–હે ભગવંત, એપ્રિય જીવના કેટલા ભેદ છે? ઉત્તર–હે મૈતમ, તેના બે ભેદ કહ્યા છે. પર્યાપ્તા ૧, ને અપર્યાપ્તા ૨, એમ જાવત પચેંદ્રિય પણ બે ભેદે છે. પર્યાપ્તા ને અપર્યાપ્તા. પ્રશન–હે ભગવંત, એકેંદ્રિય જીવને કેટલા કાળની સ્થિતિ છે? ઊતર– હે ગીતમ, જઘન્યથી અંતર્મુહુર્ત ને ઉત્કૃષ્ટપણે બાવીસ હજાર વરસની સ્થિતિ છે (પૃથ્વીકાય આથી બાવીસ હજાર વરસની.)
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org