________________
રિઝર
ચાર પ્રકારના સંસા. જીવની પ્રતિપતિ.
-
-
-
- -
-
-
-
-
-
-
-
- -
- -
-
-
-
- -
-
ને એક એજનને ત્રીજો ભાગ એટલું જાડ૫ણે છે. (હજાર જેજનના ત્રણ ભાગ કરવા) ત્યાં જે હેઠલ ત્રીભાગ છે ત્યાં કેવળ વાયરો છે. વચલે ત્રીભાગે વાયરે ને પાણી છે. ને ઉપરલે ત્રીભાગે કેવળ પાણી છે. એમ સર્વ નાહના મેટા મળીને લવણ સમુદ્રને વિષે સાત હજાર, આઠર્સ, ચેરાશ પાતાળા કળશા હોય એમ તિર્થંકરે કહ્યું છે. હવે જ્યારે તે મોટા પાતાળ કળશા ને નાહના પાતાળ કળશાને હેઠલા ને વચલા ત્રીભાગને વિષે ઘણું ઉદાર ઉર્ધ (ઉંચા) ગમન સ્વભાવવંત વાયરા ઉપજે છે, મુર્ણના પામે છે, હાલે છે, ચાલે છે, કંપે છે, લોભાય છે, સંઘટ પામે છે માંહોમાંહે આથડે છે, તે તે ભાવપ્રત્યે પરીણમે છે. ત્યારે તે પાણી ઉંચું ઉછળે છે, ઉભરાય છે, ને જ્યારે તે નાહન પાતાળા કળશા ને મેટા પાતાળા કળશા હેઠલા ને વચલા ત્રીભાગને વિષે ઘણું ઉદાર ઉર્ધ ગમન સ્વભાવવંત વાયરા નથી હાલતા જાવત તે તે ભાવપતે ન પરીણમે ત્યારે તે ઉદક (પાણી) ઉંચું ઉછળે નહીં, ઉભરાય નહી. વળી તે પાતાળા કળશાના વાયરા અહોરાત્રી મળે બેવાર તે વાયુ પ્રેરે છે ત્યારે અહોરાત્રી મધ્યે બેવાર પાણી ઉંચું ઉછળે છે તે કારણે અહોરાત્રી મળે બેવાર વેળા ભરાય છે (ભરતી ઓટ થાય છે) ને જ્યારે તે કળશાના વાયરા અધવચાળે અનેરા વાયરાપ્રતે ઉદેશે નહીં ત્યારે અધવચાળેથકી તે પાણી ઉભરાય નહીં, ઉછળે નહીં. એમ નિચે હે ગૌતમ લવણ સમુદ્ર ચઉદસ, આઠમ, અમાવાસ્યા, પુનમને વિષે અત્યંત અધીકા વધે તથા ઘટે છે. પ્રશ્ન–હે ભગવંત, લવણ સમુદ્રનું પાણી અહોરાત્રના (દીવસ રાત્રી થઇને) ત્રીશ મુહુર્ત માંહે કેટલી વાર અત્યંત વધે, ઘટે છે ? (ભરતી ઓટ થાય છે). ઉતર–હે ગૌતમ, લવણ સમુદ્રનું પાણી ત્રીશ મુહુર્તમાંહે બેવાર અત્યંત વધે ઘટે છે. પ્રશ્ન-હે ભગવંત, શ્યામાટે એમ કહો છો જે લવણ સમુદ્રનું પાણી દિવસ રાત્રમાણે બે વાર વધે, ઘટે છે? ઉત્તર–હે ગૌતમ, લવણ સમુદ્ર ત્રીશ મુહુર્તમાં બેવાર અધવચાળેથી વાયરો ઉઠે છે. (પાતાળા કળશાની વાયરે કરીને ચઉદસ, આઠમ, પુનમ, અમાવાસ્યાએ પાણી ઉભરે છે. પાણી અધવચાળે સમુદ્રમાંહે અને વાયરા પાતાળા કળશાને વાયરે પ્રેર્યાકાં અહોરાત્રમાં બે વાર ઉઠે છે તેણે કરી અહોરાત્રમાં બેવાર વેળ ભરાય છે ઇતિભાવ.) ત્યારે અધવચાળેથીજ પાણી ઉછળે તે માટે હે મૈતમ દિવસની ત્રીશ મુહુર્તમાંહે તે વાયરાની અપેક્ષાએ કરીને બેવાર વધે, ઘટે છે. જાત વાયુ પ્રકોપે લવણ સમુદ્રને વિષે સીખા ઉડતી છે. ચક્રવાળની વિપંભ ગતિ છે. આવર્ત આકારે અથવા વૃત્તાકારે છે. પ્રશ્ન–હે ભગવંત, લવણ સમુદ્રની સીખા કેટલી ચક્રવાળે ફરતી પહોળપણે છે, ને કેટલી વધે ઘટે છે? ઉતર–હે ગૌતમ, લવણ સમુદ્રની સીખા દશ હજાર જોજન ચક્રવાળ ફરતી પિહોળપણે છે. ને કાંઈક ઉણું અર્ધ જોજન તે સીખા ઉપરે વેળ વધે, ઘટે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org