________________
[૨૫૨
ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ.
પાણી નથી. વાયરે કરી ભાતું જળ (પાણી) છે, પણ અણભાતું સ્થિર પાણી નથી. પ્રશન–હે ભગવંત, જેમ લવણ સમુદ્રનું ઉચું સીખાવંત પાણી છે, પણ સમું પ્રસ્તાવિત પાણી નથી. વાયરે કરી ભાતું પાણી છે, પણ અણભાતું સ્થિર પાણી નથી. તેમ બાહીરલા જે અસંખ્યાતા સમુદ્ર છે તેનું પાણુ શું ઉંચું સીખાવંત છે, કે પ્રસ્તારવંત સમું પાણી છે ? વાયરે કરી ભાતું પાણી છે, કે અક્ષોભાતું સ્થિર પાણી છે ? ઊત્તર–હે ગતમ, બાહરલા કાળોદધી પ્રમુખ સર્વ સમુદ્રનું સીખાવંત ઉંચું પાણી નથી, પણ પ્રસ્તાવંત સમું પાણી છે. વાયરે કરી લોભાતું પાણી નથી, પણ અણભાતું સ્થિર પાણી છે. (પાતાળા કળશાના અભાવ માટે.) જળેકરી પૂર્ણ છે. પૂર્ણ પ્રમાણુ ભર્યા છે છળતા નથી. અને ઉણું પણ નથી સમા ભર્યા ઘડાની પરે રહ્યા છે. પ્રશન–હે ભગવંત, લવણ સમુદ્રને વિષે ઘણા ઉદાર અપકાયરૂપ મેઘ ઉપજે છે? વરસે છે? ઊત્તર– હે ગૌતમ, હા, ઉપજે છે, વરસે છે. પ્રશ્ન- હે ભગવંત, જેમ લવણ સમુદ્રને વિષે ઘણા ઉદાર બાદર અપકાયરૂપ મેઘ ઉપજે છે, સમુછના પામે છે, વરસે છે તેમ બાહીરલા જે કાળોદધિ પ્રમુખ અસંખ્યાતા સમુદ્ર છે તેને વિષે ઘણું ઉદાર અપકાયરૂપ મેઘ ઉપજે છે? સમુઈના પામે છે? વરસે છે? ઉતર–હે ગૌતમ, એ અર્થ સમર્થ નહીં એટલે મેઘ વસતા નથી.) પ્રશ્ન–હે ભગવંત, બાહરલા સમુદ્ર મેઘની વૃષ્ટિવિના જળે કરી પૂર્ણ પૂર્ણ પ્રમાણે ભર્યા છે પણ મેઘ વરસતા નથી, છળતા નથી, ઉણપણ નથી, સમા ભર્યા ઘડાની પરે રહે છે. એમ યે અર્થે કહો છો? ઊત્તર–હે ગતમ, બાહલા સમુદ્રને વિષે મેઘની વૃષ્ટિ વિના ઘણુ બાદર અપકાયા ઉદક જેનીયા જીવ પુગળ પાણીપણે આશ્રય છે, ઉપજે છે, પૂર્ણ થાય છે, ઉપચય પ્રતે પામે છે. તેણે અર્થે હે ગૌતમ એમ કહીએ છીએ જે બાહરલા સમુદ્ર મેઘવષ્ટિ વિના પાણીએ ભર્યા જાવત સમ ભર્યા ઘડાની પરે રહે છે.
૭૭લવણ સમુદ્રના ડગમાળાનો અધિકાર. પ્રશ્ન–હે ભગવંત, લવણ સમુદ્ર કેટલો ઉંડપણે વૃદ્ધિ વધતો છે? ઉત્તર–હે ગૌતમ, લવણ સમુદ્રને બે પાસેથી (જબુદ્દીપની ગતીવી ને ધાતકી ખંડ તરફથી) માંહે પંચાણું પંચાણું પ્રદેશ જઈએ ત્યારે એક પ્રદેશ ઉંડપણે વધે.પંચાણું પંચાણું વાળાગ્ર જઈએ ત્યારે એકેક વાળાગ્ર ઉંડે વધે છે. એમ પંચાણું પંચાણું લીક્ષા જઈએ ત્યારે એકેક લીક્ષા પ્રમાણ ઉડે છે. એમ પંચાણું એ એક જે વધે. એમ એણે અભિપ્રાય પંચાણું એક જ. પંચાણું આંગુલે એક આંગુલ. પંચાણું વિહળે (વંતે) એક વિહથ. પંચાણું હાથે એક હાથ. પંચાણું કુક્ષીએ (છાતીના મધ્ય ભાગ સુધી એટલે બે હાથનું નામ) એક કુક્ષી. પંચાણું ધનુષે (વાબે) એક ધનુષ.પંચાણું ગાઉએ એક ગાઉ. પંચાણું જેજને એક જન. પંચાણું તે (સેંકડે) એક સત. જાવત્ પંચાણું હજાર
Jain Education Interational
For Private & Personal Use Only
www.jainelibrary.org