________________
-
માનુત્તર ૫ર્વત્ત ને મનુષ્યક્ષેત્ર.
પક્ષે ઘટે છે? દીવસે દીવસે એક કૃષ્ણપક્ષ અને એક શુક્લપક્ષ તે એ કારણે ચંદ્રમાને થાય છે? ઉત્તર- હે ગૌતમ, અંજન રત્નમય કાળે રાહુનું વૈમાન છે તે નિત્ય સદાઈ ચંદ્રમા સાથે વિરહ રહીત રહે છે. તે ચાર આંગુલ નીચું ચંદ્ર વૈમાનની હેઠે ચાલે છે. ચંદ્ર વૈમાનના બાસઠ ભાગ કરીએ એહવા ચાર ચાર ભાગ દીવસે દીવસે અંજવાળીએ પખવાડે ચંદ્રમા વધે છે, અને તેજ ચાર ચાર ભાગ અંધારે પખવાડે રાહુ ચંદ્રમાને ઢાંકે, અને બે ભાગ સદાઈ અમાવાસ્યાએ પણ ઉઘાડા રહે. ચંદ્રબોંબના પંદર ભાગ કરીએ એવો એકેક ભાગ દીન દીન પ્રતે અંધારે પખવાડે રાહુ ચંદ્રમાને ઢાંકે એમ કરતાં અમાવાસ્યાઓ સમગ્રહ ચંદ્રમા ઢાંકે. તેવીજ રીતે એક ભાગ અંજવાળે પખવાડે રેહુ ચંદ્રમાને મુકે. એમ કરતાં પુનમે સમગ્ર ચંદ્રમા મુકે. એણી રીતે જ ચંદ્રમા શુકલપક્ષે વધે છે. અને એણી રીતે જ ચંદ્રમા કૃષ્ણપક્ષે ઘટે છે. તેણે કારણે ચંદ્રમાનો કૃષ્ણપક્ષ, અને શુક્લપક્ષ થાય છે.
મનુષ્યક્ષેત્ર અઢીદીપ માંહે ચારેવવન છે. તે ચાર પ્રત્યે ઉત્પન કહેતાં પામેલા એટલે ફરતા રહે છે. પાંચ પ્રકારના જ્યોતિષ દેવતા. ચંદ્રમા ૧, સૂર્ય ૨, ગૃહ ૩, નક્ષત્ર ૪, અને તારા ૫. તે અઢીદીપ ઉપરાંત જે શેષ ચંદ્રમા, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તા. જે અસંખ્યાતે દીપ, સમુદ્ર છે. તેને ગતિ નથી અને ચાર પણ નથી. એટલે તે - તિષી અવસ્થિત સ્થિર છે, હાલતા નથી.
હવે દીપ સમુદ્ર ગત ચંદ્ર, સૂર્યાદિ સંખ્યાની સંકલન જાણવા કારણું કહે છે. બે ચંદ્રમા અને બે સૂર્ય જંબુદીપે છે. તેથી બમણું લવણ સમુદ્ર છે. લવણું સમુદ્રના ચંદ્ર, સૂર્ય તે થકી ત્રીગુણા ચંદ્રમા, સૂર્ય ધાતકીખંડે છે. બે ચંદ્રમા અને બે સૂર્ય. એ જંબુદ્વીપે છે. અને ચાર ચંદ્રમાં ચાર સૂર્ય લવણ સમુદ્ર છે. અને ધાતકીખંડ દીપે બાર ચંદ્રમા બાર સૂર્ય છે. ધાતકીખંડ દીપ થકી આગળ પૂર્વલાદ્વીપ, સમુદ્રના ચંદ્ર, સૂર્ય ત્રીગુણ કરીએ અને તે પૂર્વે જે દીપ, સમુદ્રના સૂર્ય, ચંદ્ર હોય તે સહીત કરીએ ત્યારે આગળ ધપ સમુદ્ર સૂર્ય, ચંદ્રની સંખ્યા થાય. (ઉદાહરણ યથાઃ-ધાતકીખંડે બાર ચંદ્રમાને ત્રીગુણું કર્તા છત્રીસ થાય તેમાં પૂર્વલા જંબુના બે અને લવણના ચાર એ છ મેળવતાં બેંતાલીસ ચંદ્ર, સૂર્ય કાળાદિધિએ થાય. તે કાળોદધીને બેંતાલીશ ચંદ્ર, સૂર્યને ત્રીગુણું કરતાં એકસો વીસ થાય. તેમાં પૂર્વલા જંબુના બે, લવણના ચાર, ધાતકીના બાર. એ અઢાર મેળવતાં એકસ, ચાલીસ પુષ્કરવર દીપે થાય. તેમાંથી અર્ધ એટલે બહોતેર ચંદ્ર, સૂર્ય પુષ્કરવર દ્વીપ અત્યંતરાર્ધ થાય. તે આગળે તે જુદી રીતે છે તે આગળ કહેશે. નક્ષત્ર, ગ્રહ અને તારાની સંખ્યા જે દ્વીપે તથા સમુ જાણવા વાંછીએ તે દી તથા સમુદ્ર જેટલા ચંદ્રમાં હોય તેટલા ગુણ એક ચંદ્રમાને પરીવાર કરીએ ત્યારે તે દીપ તથા સમુદ્રના નક્ષત્ર, ગ્રહ, તારાની સંખ્યા થાય.) માનુષેત્તર પર્વત્ત બાહીરે ચંદ્રમાથકી સૂર્યને અને સૂર્યથકી ચંદ્રમાને પચાસ હજાર જોજન પુરાં અંતર છેટું) હોય. અને સૂર્યથકી સૂર્ય અને ચંદ્રમાથકી ચંદ્રમાને માનુષેત્તર પર્વત બાહરે એક લાખ જે જનનું અંતર છે. સૂર્યને અંતરે ચંદ્રમા છે અને ચંદ્રમાને અંતરે સૂર્ય છે. તે આપાપણી મર્યાદાએ તેજવંત છે. સુખકારી અને મંદ વેશ્યા વંત છે. એટલે ચંદ્રમા અતી સીતળ નથી અને સૂર્ય અતી તપતા નથી. હવે એક
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org