________________
લવણ સમુદ્રને આધકાર,
૨૪૭]
'-
,
,
,
,
પ્રશન હે ભગવંત, સુસ્થિતનામ લવણાધિપતિ દેવતાની સુસ્થિતનામાં રાજ્યધાની ક્યાં છે? ઉતર–હે મૈતમ, શૈતમ દ્વીપને પશ્ચિમ દિશે ત્રીછા અસંખ્યાતા દ્વીપ, સમુદ્ર મુકીને જાવત અનેરા લવણ સમુદ્રને વિષે બાર હજાર જોજન અવગાહી જઈએ ત્યાં સુસ્થિતા રાધાની છે, એણી પરે તેમજ સર્વ પુર્વવત જાણવું. જાવત સુસ્થિત દેવતા વસે છે. પ્રશન–હે ભગવંત, જંબુદ્વીપના ચંદ્રમાના ચંદ્રદીપનામાં દીપ ક્યાં છે? ઊત્તર–હે ગૌતમ, જંબુ દ્વીપના મેરૂ પર્વતને પુર્વ દિશે લવણ સમુદ્ર બાર હજાર જેજન અવગાહી જઈએ ત્યાં જંબુ દ્વીપના ચંદ્રમાના ચંદ્રદીપ નામે દીપ છે, તે દીપ જંબુ દીપની દીશે સાડી અઠ્યાસી જન ને એક જજનના પંચાણું ભાગ કરીએ એહવા ચાળીશ ભાગ એટલા જળથી ઉંચા છે, અને લવણું સમુદ્રની દીશે બે કેશ જળથકી ઉંચા છે. તે દીપ બાર હજાર જોજન લાંબાણે, પહોળપણે છે. શેપ સર્વ તેમજ જેમ ગૌતમ દીપની પરિધી કહી તેમજ કહેવી. વળી તે દીપ પ્રત્યેક પ્રત્યેક પાવર વેદિકાએ ને પ્રત્યેક પ્રત્યેક વનખંડે કરી સહીત છે. તે વેદિકા ને વનખંડને વર્ણન પુર્વલી પરે કહે. તે દીપ ઉપર ઘણું સમ રમણિક ભૂમિ ભાગ છે જાવત ત્યાં ઘણું તિથી દેવતા બેશે છે. તે ઘણું સમરમણિક ભૂમિ ભાગને મધ્ય ભાગે પ્રાસાદાવતુંસક છે. તે સાડી બાસઠ જોજન ઉંચા તેહને મધ્ય ભાગે મણિપીઠીક બે જનની છે જાવત ત્યાં સિંહાસન પરીવાર સહીત કહેવાં. પ્રશન–હે ભગવંત, ચંદ્રદીપનામા દીપ એવું નામ યે અર્થે કહીએ ? ઉતર–-હે ગૌતમ, ત્યાં ઘણી નાની મોટી વાવને વિષે ઘણાં કમળ ચંદ્રમાને વર્ણ છે. ચંદ્રમા શરખી કાન્તિવંત છે. ચંદ્રનામે ત્યાં જ્યાતિષીના ઇદ્ર દેવતા મહર્ધિક જાવત્ એક પલ્યોપમની સ્થિતિવંત વસે છે. તે તે ત્યાં ત્યાં પ્રત્યેક પ્રત્યેક ચાર હજાર સામાનીક દેવતાનું ભાવત ચંદ્રદીપનું ચંદ્ર રાજ્યધાનીનું અનેરા ઘણું જ્યોતિષી દેવતા દેવજ્ઞાનું અને ધિપતિપણું કરતાં થકાં જાવત વિચારે છે તેણે અર્થે હે મૈતમ ચંદ્રદીપ એહવું નામ કહીએ. જાવત્ એ નામ નિત્ય છે. પ્રશન–હે ભગવંત, જબુ દીપના ચંદ્રમાની ચંદ્ર નામે રાધાનીયું ક્યાં છે? ઉતર–હે ગેમ, લવણ સમુદ્રના ચંદ્રદીપને પૂર્વ દીશે ત્રીછા અસંખ્યાતા દીપ છાંડીને જાવત અનેરા જખુ દીપને વિષે બાર હજાર જોજન અવગાહી જઈએ ત્યાં ચંદા રાજ્યધાની છે તેહીજ પ્રમાણ જાવ એહવા મહધિક ચંદ્ર દેવતા છે. પ્રશન–હે ભગવંત, જંબુ દીપના સૂર્યના સૂર્યનામાં દીપ ક્યાં છે ? ઉત્તર– હે ગેમ, જંબુ દીપના મેરૂ પર્વતને પશ્ચિમ દીશે લવણ સમુદ્ર બાર હજાર
જન અવગાહી જઈએ ત્યાં સૂર્ય દીપ છે. તેમજ પુર્વલી (ચંદ્રદીપની) પરે ઉંચપણું લાંબાણું પહોળપણું, પરિધીપણું કહેવું. વળી પદ્મવર વેદિકા, વનખંડ, ભૂમિ ભાગ તેમજ કહે જાવત્ જ્યોતિષી દેવતા વસે છે. વળી પ્રાસાદાવતંસકનું પણ તેહીજ પ્રમાણ કહેવું. મણિપીડીકા સીંહાસન પરીવાર સહીત કહેવાં.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org