________________
રિ૩૬
ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ.
- - - -
-
---
કા, યવ, કરવાં
૪,૦૦૦ જંબુ સુદર્શન અનાવૃત દેવતાને સામાનીક દેવતાનાં છે. ૮,૦૦૦ જંબુ અનાધૃત દેવતાની અત્યંતરની પરખદાના આઠ હજાર દેવતાનાં છે. ૧૦,૦૦૦ જંબુ સુદર્શન અનાધૃત દેવતાની મધ્ય પરખદાના દશ હજાર દેવતાનાં છે. ૧૨,૦૦૦ જંબુ અનાધૃત દેવતાની બહીરલી પરખદાના બાર હજાર દેવતાનાં છે. ૧૬,૦૦૦ જંબુ સુદર્શન અનાધૃત દેવતાના આત્મ રક્ષક દેવતાના ત્રીજી પરિધીએ છે. ૫૦,૧૨૦ સર્વ સળે પચાસ હજાર એકસે વીશ જખુ સુદર્શન વૃક્ષ છે.
એ વિસ્તાર કરી બતાવ્યો. વળી જંબુ સુદર્શનને સો સે જોજનનાં ત્રણ વનખંડ છે. તેણે કરીને સઘળે ચોકફેર પરીક્ષીત વેઠ્ઠીત (વીટેલ) છે તે કહે છે. પહેલું ૧,બીજું ૨, ને ત્રીજું ૩. એ પ્રત્યેક સો સો જેજનનાં જાણવાં.
વળી તે જંબુ સુદર્શનને પુર્વદીશે પહેલું વનખંડ પચાશ જોજન અવગાહીને જઇએ જહાં એક મોટું ભવન છે. તેનું વર્ણન જેમ જંબુ સુદર્શન ઉપરે પૂર્વશાખાએ ભવને કહ્યું તેમ કહેવો. જાવંત દેવસજ્યા ત્યાં લગે સર્વ કહેવું, એમ દક્ષીણે, પશ્ચિમે, ને ઉત્તર દીશે ચાર ભવન કહેવાં.
વળી તે જંબુ સુદર્શનથી ઉત્તર પૂર્વે ઇશાનખૂણે પહેલું વનખંડ પચાશ જોજન 'અવગાહી જઈએ ઈહાં ચાર નંદા પુષ્પકરણું છે તેનાં નામ કહે છે. પદ્મા ૧, પદ્મપ્રભા ૨, કુમુદા ૩, ને કુમુદભા ૪. તે એક કોશ લાંબી છે, અર્ધકેશ પહોળી છે કે પાંચસે ધનુષ ઉંડી છે. આછી સુકમાળ લટ્ટ, ધુર, મૂછ, પંક રહીત, રજ રહીત જાત પ્રતિરૂપ છે. તેનું વર્ણન પૂર્વલી પરે જાવત તેરણલગે કહેવો. વળી તે ચાર નંદા પુષ્પકરણીને ઘણું મધ્ય દેશભાગે જહાં એક પ્રાસાદાવતુંસક છે, તે એક કોશ લાંબપણે છે, અધકેશ પહે૧૫ણે છે તેનું વર્ણન પુર્વલી પરે કહે. જાવત ત્યા સિંહાસન પરીવાર રહીત કહેવું. એમ દક્ષીણ, પૂર્વે અખૂણે પણ પચાસ જોજન અવગાહી જઇએ ત્યાં વનખંડમાંહે, ચાર નંદા પુષ્પકરણી છે તે કહે છે. ઉત્પલ ગુમા ૧, નલીના ૨, ઉત્પલ ૩. ને ઉત્પલજવલા ૪. તેનું પ્રમાણ પુર્વલી પરે તેમજ પ્રાસાદાતંસક તેનું પ્રમાણ પૂર્વ રે કરવું. એમ દક્ષિણ, પશ્ચિમ ને નૈઋત્ય ખૂણે પણ વનખંડમાંહે પચાસ જોજન અવગાહી જઈએ ત્યાં પણ ચાર નંદા પુપકરણી છે તેહનાં નામ કહે છે. ભૂંગા ૧, બૅગનિભા ૨, અંજના ૭, ને કજળપ્રભા ૪. શેષ સર્વ તેમજ પૂર્વલીપરે કહેવું. વળી જંબુ સુદર્શનાથકી ઉત્તર પશ્ચિમે વાયવ્ય ખૂણે પહેલું વનખંડ પચાસ જોજન અવગાહી જઇએ ઇહાં ચાર નંદા પુષ્પકરણી છે. તેનાં નામ શ્રીકતા ૧, શ્રીમહિતા ૨, શ્રી ચંદ્રા ૩, તેમજ શ્રીનિયા ૪. તેનું પ્રમાણ પણ તેમજ જાણવું. ને તેમજ વીચે એક પ્રાસાદાવતંસક છે.
વળી તે જંબુ સુદર્શનાએ પુર્વદીશીના ભવનને ઉત્તરદશે ને ઇશાનખૂણાના પ્રાસાદાવતંસકને દક્ષિણ દિશે કહાં એક મોટો શૂટ કહ્યો છે તે આઠ જેજન ઉચે ઉંચપણે છે મૂળે બાર જોજન લાંબપણે, પહોળપણે છે, મધ્યવચે આઠ જજન લાંબપણે પહોળપણે છે ને ઉપરે ચાર જોજન લાંબપણે પહોળપણે છે, મૂળે કાંઇક ઝાઝેરા સાડત્રીશ જેજન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org