________________
સુરિયાભ દેવતાને અધિકાર.
૨૦]
છે. વળી કેટલાએક કહે છે –-સુરિયા દેવતા ત્યારે નો ઉપો ત્યારે તેને તેના સામાનીક દેવતાએ આવીને કહ્યું કે, તેમણે સિદ્ધાયતન મળે જઇને એકસે ને આઠ જીન પડીમાને અને સુધર્માસભામાં જીનદાતાને પુજે. એ તુમને પહેલાં કરવા જોગ્ય એ તમને પછે કરવા જેય એ તમને
पुनि पछा हियाए सुहाए खमाए निसेसाए आणुगामियत्ताए भविस्सइ॥
શબ્દાર્થ–પુ. પુ. ૫, તથા પછે પણ હી. હીતકારી. સે. સુખતાભણ. ખ. યોગ્યતાભણી. નીશ્રેય કલ્યાકારી. આ, પરંપરાએ સુખભણુ હુ.
ભાવાર્થ-એમ કહ્યું તે જુવો એ દેવતાએ પણ પ્રતિમા પુજવી બતાવી છે એમ કેટલાએક કહે છે તેને ઉત્તર આપે છે કે, રિયાભાદિક બત્રીશ લાખ વૈમાન પ્રથમ દેવલોકે છે. તે સર્વે વૈમાનની એકજ રીત છે. વૈમાન વૈમાન પ્રત્યે પાંચ પાંચ સભા છે. એક એક સિદ્ધાયતન છે. એમ છ છ વસ્તુ સર્વ વૈમાન મળે છે. જ્યારે ત્યારે નવો દેવતા ઉપજે ત્યારે ત્યારે એકેક વાર રાજ્યાભિષેક કરતાં સર્વ પ્રતિમા પુજે છે તેમાં સમદ્રષ્ટિ, મિથ્યાષ્ટિ, ભવ્ય, અભવ્ય સર્વે ઉપજે તે સર્વે પુજે છે. સર્વેને ઉપજતી વેળાએ સર્વે દેવતાને પિત પોતાના સામાનિક દેવતા એમજ કહે છે જે પ્રતિમા અને દાઢા પુજે. છતાં કાંઈ એમ નથી કે સમુદ્રષ્ટિ હોય તેજ પુજે, અને મિથ્યાદ્રષ્ટિ હોય તે ન પુજે. જીત વ્યવહાર માટે સર્વે પુજે છે.
વળી જેમ મનુષ્ય લોક મણે સમુદ્રષ્ટિ હોય તે તે તિર્થંકર અને સાધુને વાંદે પુજે છે. અને મિથ્યાતી હોય તે. ઘોર, મસત, મીરાં, પીર, હોંકારધારા, વિષ્ણુ, મહેશ, ગણેશ, માતા, હનુમાન, ક્ષેત્રપાળાદિકને પુજે, પણ અન્યમતિ મનુષ્ય હોય તે જીન મતના દેવ ગુરૂને વાંદે, પુજે, નહીં.
વળી જેમ મનુષ્ય લોકમાંહી જૈન, સીવ, મુસલમાનના દહેરાં જુદાં જુદાં છે, તેમ દેવલોક મણે મત મતના દહેરાં જુદાં જુદાં નથી, ત્યાં તે સમુદ્રષ્ટિ અને મિથ્યાદ્રષ્ટિ બનેને પુજવાને પુજવાનો સિદ્ધાયતન એકજ છે. જે તેના દહેરાં જુદાં જુદાં કહ્યાં હોય તે સૂત્ર સામે દેખાડવાં જોઇએ!
વળી સમદ્રષ્ટિ, મિથ્યાષ્ટિના ધર્મ વ્યવહાર તે જુદાં જુદાં છે, પણ લોક વ્યવહાર તે એકજ છે. જેમ મનુષ્ય લોકમાં સ્નાન, દાતણ, ભજન, વસ્ત્ર, આભૂષણ, વાહન, સયન, ભેગ. વિલાશ, સર્વે સમદ્રષ્ટિ મિથ્યાદ્રષ્ટિના એકજ છે અને ધર્મ વ્યવહાર જુદાં જુદાં છે. તેમ દેવતા મળે પણ લોક વ્યવહાર છત્તચર સમદ્રષ્ટિ, મિથ્યાષ્ટિના એકજ છે, અને ઇનવંદન પ્રમુખ ધર્મ વ્યવહાર જુદાં જુદાં છે.
વળી સમદ્રષ્ટિ દેવતાથકી, મિથ્યાદ્રષ્ટિ દેવતા અસંખ્યાત ગુણ અધિક છે, સમદ્રષ્ટિ, મિથ્યાદ્રષ્ટિના વૈમાન મધ્યે સિદ્ધાયતન એક સરખાં છે. પણ મિથ્યાતીના વૈમાનમાં કયાઈ ઘેર, મસીદ, ઠાકરદ્વારા કહ્યાં નથી. ત્યાં તે વૈમાન વૈમાન પ્રત્યે સિદ્ધાયતન અને પ્રતિમા
27
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org