________________
ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ,
એણે સમે તટ (કાઠા) છે. જાવંત પ્રતિરૂપ છે. બે પાસે પુર્વ પશ્ચિમે બે પદ્મવર વેદિકાએ ને બે વનડે કરીને સઘળે ચોકફેર પરીક્ષીત (વિટ) છે. એ વેદિકા ને વનખંડનો વર્ણન પુર્વ પરે કહેવો. વળી નીલવંત પ્રહને તે તે બેસે ત્યાં ત્યાં ઘણું પગથીયાં છે તેનું વર્ણન પુર્વલી પરે કહેવો. જાત તોરણ લગે કહે.
૭૨. ૫દમ કમળનો અધિકાર વિસ્તાર સાથે. વળી નીલવંત કહને ઘણું મધ્ય દેસ ભાગે (વચ્ચે) ત્યાં એક મોટું પદ્ય (કમળ) છે. તે કમળ (કુલ) એક જોજન લાંબપણે પહોળ પણ છે. ત્રીગુણ વિશેષ એટલે ત્રણ જે જન ઝાઝેરી તેની પરધી છે. અર્ધ જન જાડ પણે છે, દશ જોજન ઊંડપણે (પાણીમાં) છે ને બે કાસ પાણીથી ઉંચું છે. સર્વ મળી સાડા દશ જન સાથે ઉંચપણે છે. તે કમળને એવો એહવે રૂપે વર્ણવાસ કહે છે. તે કહે છે. વજ રત્નમય મૂળ છે. અરીષ્ટ રત્નમય કંદ છે. વૈર્ય રત્નમય નાળ છે. વૈર્ય રત્નમય બહીરલાં હેલાં પત્ર છે. જાંબુનંદ રત્નમય માહીલાં પત્ર પાંખડી છે. રાતા સુવર્ણમય કેસમાં છે. સુવર્ણ મય કણિકા (ડોડો) છે. અનેક મણિય કમળના કણીયા (બીજ) છે. તે કણિકા અર્ધ જોજન લાંબી પહોળી છે, તેથી ત્રીગુણી ઝાઝેરી પરિધીપણે છે. એક કેસ જાડ૫ણે છે, સર્વ સુવર્ણમય છે. આછા સુકમાળ જાવત્ પ્રતિરૂપ છે. વળી તે કણિકા ઉપરે ઘણે સમ રમણિક ભૂમિ ભાગ છે. જાવંત મણિએ કરી ઉપભીત છે. તે ઘણું સમ રમણીક ભૂમિ ભાગને ધણું મધ્ય દેશ ભાગે બહાં એક મોટું ભવન છે. તે એક કેસ લાંબપણે છે, અર્ધ કોસ પહોળપણે છે કે દેશેઉણું એક કેશ ઉંચુ ઉંચાણે છે. અનેક સૈકડા ગમે સ્થંભ કરી સનિવિષ્ટ (સહીત) છે. જાવત તેનું વર્ણન પાછલીપરે કહે. તે ભવનને ત્રણ દીસે ત્રણ હાર છે. પુર્વ ૧. દક્ષિણ ૨. ઉત્તર ૩. તે દ્વાર પાંચસે ધનુષ ઉંચા ઉંચપણે છે, અઢીસે ધનુષ પહેળપણે છે, ને તેટલું જ (અઢીસે ધનુપ) પ્રવેશપણે છે. સ્વેત છે. વર પ્રધાન કનકની વૃભિક શીખર છે. જાવત વનમાળા લગે વર્ણન કહે. વળી તે ભવનની માંહે ઘણું સમો રમણિક ભૂમિ ભાગ છે તે જેમ કે માદળનું પડું હોય જાવતું મણિલગ વર્ણન કહેવો. વળી તે ઘણું સમ રમણિક ભૂમિ ભાગના ઘણું મધ્ય દેસ ભાગને વિષે અહીં એક મોટી મણિપીઠીક છે. તે પાંચસે ધનુષ લાંબપણે પહોળપણે છે. ને અઢીસે ધનુષ જાડ૫ણે છે. સર્વ મણિમય છે. તે મણિપીઠીકાને ઉપરે બહાં એક મોટી દેવસળ્યા છે તે દેવજ્યાને વર્ણન પુર્વલીપરે કહેવો.
વળી તે મુખ્ય પા કમળને અનેરાં એકસો આઠ તે મુખ્ય કમળથી અર્ધ ઉંચ પ્રમાણમા કમળ કરીને સઘળે ચેકફેર વિટયું છે. તે એકસો આઠ કમળ અર્ધ જોજન લાંબપણે પહોળપણે છે. તેથી શ્રીગુણી ઝાઝેરી પરધીપણે છે, કેસ જાડ૫ણે છે, દશ જોજન પાણી માંહે ઉંડપણે છે એક કેસ પાણી ઉપરે ઉંચા છે. સવાદશ જે જન સગે ઉંચપણે છે. તે એક આઠ કમળને એહ એહવે રૂપે વર્ણન કહ્યું છે તે કહે છે. વજુમય મૂળ છે. જાવંત અનેક મણિમય કમળ બીજ છે. તે એક આઠ કમળની કણિકા એક કેસ
Jain Education Interational
For Private & Personal Use Only
www.jainelibrary.org