________________
[૨૨૮
ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ,
કહે છે. મેરૂ પર્વતથકી પુર્વ કે પશ્ચિમે ભદ્રસાળ વનને દીર્ઘપણ બાવીશ બાવીશ હજાર
જનનો છે. તે બે પાસેનો દીર્ધપણો ભેળો કરતાં ચઉમાલીશ હજાર જેજન થાય તેમાં મેરૂ પર્વતનું પહોળપણું દશ હજાર જે જન ભેળતાં ચોપન હજાર જેજન થાય તેમાંથી માલવંત અને ગંધમાદન બે ગજદંતા વખારા પર્વત પાંચસે પાંચસે લેજનના એટલે બને મળી એક હજાર જેજન થાય તે કાઢતાં બાકી પ્રમાણ ત્રેપન હજાર જોજન રહે. એ ભાવ). તેની ધનુષપીઠ દક્ષિણ દિશે સાઠ હજાર ચારસે અઢાર જન ને એક જેજનના ઓગણીશ ભાગ કરીએ એહવા બાર ભાગની કહી છે. એટલે એટલી પરધી છે. (ગંધમાદન અને માલવંતનો જુદો જુદો પ્રમાણ કહે છે. ત્રીશ હજાર બસે નવ જન અને છ કળા એટલા લાંબપણે છે એટલે બંને મળી સાઠ હજાર ચારસે અઢાર જોજન અને બાર કળાના જાણવા.) પ્રશન–હે ભગવંત, ઉત્તર કુરુક્ષેત્રને કે આકાર ભાવ (સ્વરૂપ) કહ્યું છે? ઉત્તર-હે ગૌતમ, તેને ઘણો સમ રમણીક ભૂમિભાગ છે. તે જેમ કોઈ આલીંગનામા. (ઢાલ) વાજીંત્રનું પડું હોય. જાત જેમ એકરૂક અંતરદ્વીપની વ્યક્તવ્યતા કહી તેમ સર્વ જાણવી. જાવંત દેવલોક ગતિના જાણહાર (જાનાર) સર્વ મનુષ્યના સમુહ છે. અહે શ્રમણ આવખાવંતે ! પણ એટલે વિશેષ છે જે ઉત્તરકુરના મનુષ્ય છ હજાર ધનુષ (ત્રણ ગાઉ) કયાએ ઉંચા છે અને બસેં ને છપન પાંસળી છે. વળી તે જુગળને અઠમ ભકતે એટલે ત્રણ દિવસને અંતરે ચોથે દિવસે આહારની ઇચ્છા ઉપજે છે. તેનું આયુષ જઘન્યથી દેશઉણુ ત્રણ પલ્યોપમનું છે તે પણ પલ્યોપમને અસંખ્યાતમે ભાગે ઉણુ છે ને ઉત્કૃષ્ટપણે ત્રણ પોપમ પુરું છે. તે જુગળ પિતાના બાળકની ઓગણપચાશ દીન પ્રતિપાલણા કરે. શેષ સર્વ અધિકાર એકરૂક અંતરદ્વીપની પરે જાણવો. વળી ઉત્તર કુરૂક્ષેત્રને વિષે છ પ્રકારના મનુષ્ય ઉપજે તે કહે છે. પદ્મગંધા ૧, (પદ્મ કમળ સમાન જેના શરીરની સુગંધ તે) મૃગગંધા ૨, (કસ્તુરીના જેવી જેના શરીરની ગંધ આવે તે) અમમા ૩, (મમતા રહિત.) અસહ ૪, (ભાઈબંધના પ્રતિબંધ રહિત) તેયલી ૫, ને સનીચારી ૬. પ્રશ્ન–હે ભગવંત, ઉત્તરકુરે ક્ષેત્રને વિષે જમાનામાં બે પર્વત ક્યાં કહ્યા છે ? ઉત્તર-હે મૈતમ, નીલવંત્ત વર્ષધર પર્વતથકી દક્ષિણ દિસે આઠસે ચેત્રીસ જોજન ને એક જોજનના સાત ભાગ કરીએ એહવા ચાર ભાગ એટલી આબાધાએ (વેગળા) સીતા મહા નદીને બે પાસે (બે કાંઠે) ઈહાં ઉત્તરકુરને વિષે બે જમક નામે પર્વત કહ્યા છે તે એક પૂર્વને કાંઠે ને એક પશ્ચિમને કાંઠે છે. તે પર્વત એકેક હજાર જેજન ઉંચા ઉંચપણે છે, અઢીસે જે જન ભૂમિ માંહે ઉંડા છે, મૂળે એક હજાર જોજન લાંબપ, પહોળપણે છે, વચ્ચે સાડા સાતસે જોજન લાંબાણે, પહોળપણે છે, ને ઉપરે પાંચસો જેજન લાંબાણે, પહેળપણે છે. મૂળે ત્રણ હજાર એકસો બાસઠ જોજન કાંઈક ઝાઝેરાં પરિધીપણે છે, વચ્ચે બે હજાર ત્રણસેં બહોતેર જોજન કાંઈક ઝાઝેરાં પરિધીપણે છે, ને ઉપરે પંદરસેં એકાસી જન કાંઇક ઝાઝેરાં પરિધીપણે છે. મૂળે વિસ્તીર્ણ છે, મળે સંક્ષીપ્ત
Jain Education Interational
For Private & Personal Use Only
www.jainelibrary.org