________________
જબુદ્વીપના દ્વારને અધિકાર ચાલુ.
૨૫
કહેતાં દેવતાને આવવા જોગ કરે એમ કહ્યું, પણ એમ નથી કહ્યું કે ભગવંતને રહેવા જેગ કરો. તે વિચારવા ગ્ય છે.
એ ચઉદ પ્રશ્નોતરે કરી રાયપ્રસેણી ૧. ઉત્તરાધ્યયન ૨. પ્રશ્નવ્યાકરણ ૩, સમવાયંગ ૪. ભગવતી ૫. જીવાભિગમ ૬. જંબુદ્વીપપન્નતિ ૭. ઠાણુગ ૮. વૃહતકલ્પ ૮. અંતગડ ૧૦. ઉવવાઈ ૧૧ ને જ્ઞાતા ૧૨. સૂત્રની સાખે કરી તથા આવશ્યક નિર્યુક્તિની વૃતિ ૧ અને સંદેહ દેલાવલી ગ્રંથોની સાખે કરી. એક રિયાભને પ્રશ્ન ક તે ધર્માભિલાષી હશે. તે વિચારી અનુભવમાં લેશે.
આ પ્રશ્નોતરમાં એક વાત બીજીવાર આવી હશે તેને પુનરપી દોષ ગણવાને નથી, માત્ર વાતને દ્રઢાવવાને વારંવાર સમજુત કરેલ છે એટલું કહી હવે મુળ ભાષાંતર આગળ શરૂ થાય છે.
૬૯ જંબુદ્વીપના દ્વારને અધિકાર ચાલુ પ્રશ્ન–હે ભગવંત, જંબુદીપનું વિજયંત નામે બીજું કાર ક્યાં કહ્યું છે? ઉત્તર–હે ગૌતમ, મધ્ય જંબુદીપના મેરૂ પર્વતથી દક્ષીણ દીસે પીસ્તાલીસ હજાર
જનની અબાધાએ (છે.) જઈએ ત્યારે જંબુદ્દીપે દક્ષીણ દીસને છેડે ને દક્ષીણ દીશીના લવણું સમુદ્રને ઉત્તર દીસે કહાં જંબુદ્વીપનામા દીપનું વિજયંતનામા દ્વાર કહ્યું છે. તે દ્વાર આઠ જે જન ઉંચું ઉંચણે છે. ને ચાર જોજન પહોળપણે છે. તેની વ્યક્તવ્યતા જેમ વિજયદ્વારની કહી. તેમજ સર્વ કહેવી. જાત નિત્ય છે. પ્રશન–હે ભગવંત, વિજ્યેતનામા દેવતાની વિજ્યેતનામાં રાજધાની ક્યાં છે? ઉત્તર–હે ગૌતમ, તેની દક્ષીણદીસે અનેરે અસંખ્યાતમે જંબુદીપે વિયંતનામા રાજધાની છે. તે વિજ્ય રાજધાની સરખી છે. તે વિયંતનામા દ્વાર અને વિયંત રાજધાનીને સ્વામી વિયંતનામા દેવતા વિજય દેવતાનીપરે વસે છે. પ્રશન–હે ભગવંત, જંબુદ્વીપનામા દ્વીપનું જયંતનામા (ત્રીજું) દ્વાર ક્યાં છે? ઊતર–હે ગતમ, જબુદ્દીપનામા દ્વીપને વિષે મેરૂ પર્વતને પશ્ચિમ દિસે પસ્તાલીસ હજાર જે જનની અબાધાએ (વેગળું) જબુદીપને પશ્ચિમ દીસીને છેડે અને પશ્ચિમ દીસીના લવણુ સમુદ્રને પુર્વની દીસે સદા મહા નદીને ઉપરે ઈહાં જ બુદ્દીપનામાં દીપનું જયંત નામા દ્વાર છે. તેનું સર્વ પ્રમાણ વિજયદ્વારનીપરે કહેવું. પ્રશ્ન–હે ભગવંત, તેની જયંતનામા રાજધાની ક્યાં કહી છે? ઉતર–હે ગૌતમ, જંબુદ્વીપથકી અનેરે અસંખ્યાતમે જંબુદીપે પશ્ચિમ દીસે જયંતનામે રાજધાની છે. જાવત ત્યાં જયંતનામા દેવતા મહર્ધિક વસે છે. પ્રશ્ન–હે ભગવંત, જબુદીપનું એથે અપરાજીતનામા દ્વાર ક્યાં છે? ઉતર-- ગેમ, જંબુદ્વીપના મેરૂપર્વતથકી ઉત્તર દીસે પીસ્તાલીસ હજાર જે જનની
29
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org