________________
[૧૮૬
ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ.
મણિપીઠીકા જેમ અભિષેક સભાએ કહી તેમ કહેવી તે મણિપીઠિકા ઉપરે સીંહાસન છે. તે પરીવાર વીના કહેવું. ત્યાં વિજય દેવતાને અલંકાર પહેરવાનાં ઘણાં ભાંડ આભૂષણે ભર્યા થાયાં થકાં રહે છે. તે અલંકાર સભા ઉપરે આઠ આઠ મંગળીક ધ્વજ છે. જાવત્ ઉત્તમ આકાર છે, ત્યાં લગે સર્વ કહેવું.
વળી અલંકાર સભા થકી ઉતર પુર્વ દીસે એટલે ઇશાન ખુણની દીસે ત્યાં એક મોટી વ્યવસાય સભા કહી છે. તેની પણ વ્યક્તવ્યતા જેમ અભિષેક સભાની કહી તેમ કહેવી. જાત સીંહાસન પરીવાર રહીત કહેવું. વળી ત્યાં વ્યવસાય સભાને મળે એક મોટું પુસ્તક રત્ન થાણું થયું રહે છે. ત્યાં તે પુસ્તક રત્ન તેહનો એહવો એહવે રૂપે વર્ણવ કહ્યો છે. તે કહે છે. રીષ્ટ રત્નમય પુઠા છે. રૂપામય તે લખવાના પાનાં છે. રીષ્ટ રત્નમય અક્ષર છે. તપનીયમ તે પાના પરોવ્યાને દોરે છે. અનેક મણિમય તે દેરાની ગાંઠ છે (જેણે કરી પાના નીકળે નહીં ત્યર્થ.) વૈર્ય રત્નમય મસી ભજન તે ખડીયો દવાત) છે. તપનીય સુવર્ણમય મસી ભાજનની સાંકળ છે. રીષ્ટ રત્નમય આછાદાન (તે દવાતનું ઢાંકણું) છે. રીંછ રત્નમય મસી (તે સાહી) છે. વજુમય લેખણ છે. રીષ્ટ રત્નમય અક્ષર છે. તેમાં કુળ આચાર કુળ ધર્મના શાસ્ત્ર લખ્યાં છે. તે વ્યવસાય સભાને ઉપરે આઠ આઠ મંગળીક, ધ્વજા સહીત છત્રા તી છત્ર છે. ઉત્તમ તેહને આકાર છે.
વળી તે વ્યવસાય સભા થકી ઇશાન ખુણની દીશે ત્યાં એક મોટી નંદા પુષ્પકરણી કહી છે. તેનું વર્ણન તે જેમ પુર્વ કહનું વર્ણન કર્યું તેમજ સર્વ કહેવું. વળી તે નંદા પુષ્પકરણથકી ઈશાન ખુણને દીશે ત્યાં એક મોટો બળીપાઠ કહ્યું છે. તે બળીપીઠ બે જોજન લાંબો, પહેળો છે ને એક જે જન જાડ૫ણે સર્વ રત્નમય સ્વછ છે. જાવત પ્રતિરૂપ છે. (ચાર વિશેષણ કહેવાં.) એ વિજય રાજ્યધાનીનું સ્વરૂપ કહ્યું. હવે જ્યારે વિજયદેવતા ન ઉપજે ત્યારે શી આચરણ કરે તે દેખાડે છે.
૬૦. વિજય દેવતાનું ઉપજવું, તે કાળે તે સમયે (ઉપજવાને સગે) વિજયનામા દેવતા વિજય રાધાનીએ, ઉપપાત સભાએ, દેવતા સંબંધી સન્યાને વિષે, દેવદુષ્ય વસ્ત્રને અંતરે, આંગુલને અસંખ્યાતમે ભાગે શરીરની અવગાહનાઓ, વિજય રાજ્યપાનીના ઇંદ્રપણે ઉપનો. ત્યારે તે વિજયદેવતા તત્કાળ ઉપને કેજ પાંચ પ્રકારની પર્યાપ્તી કરીને પર્યાપ્તી ભાવપતે તે કહે છે. આહાર પર્યાપ્તી ૧, (આહાર લીએ શરીર પર્યાપ્તી ૨, (તે શરીર બાંધે, ઇંદ્રિય પર્યાપતી ૩, (તે પાંચે ઇદ્રી બાંધે) સાસો શ્વાસ પર્યાપ્તી ૪, (તે શ્વાસે શ્વાસ લેવાની શક્તિ) ને ભાષા, મન પર્યાપ્તી ૫. (એકઠાં બાંધે તે માટે) (દેવતા, ભાષા. મન એક સમયે એકઠાં એક પર્યાપ્તીપણે બાંધે તે માટે પાંચ કહી, અન્યથા છે પર્યાપ્તી જાણવી) ત્યાર પછી તે વિજયદેવતાને પંચવિધ પર્યાપ્ત પર્યાપ્ત થયા થકાને એહો એ તદરૂપ અધ્યાત્મિક, ચિંતન, પ્રાર્થિત, મનોગત, સંકલ્પ ઉપને, જે પુર્વે પ્રથમ હમણાં મુને શું મંગળકારી છે. પછી આગળ મુઝને શું શ્રેયકારી, પુર્વ પ્રથમ મુઝને શું કરવા જોગ્ય છે, શું મુઝને પછી આગળ કરવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org