________________
વિજ્ય દેવતાની વિજ્ય રાજધાની અધિકાર,
૧૮૫]
ને આઠ વીજણ, એકસે ને આઠ મનહર રત્ન કરંડ, એકસો ને આઠ હયકંઠક, (ભજન) જાવત વૃષભ કંઠક, ભજન) એકસો ને આઠ પુલની ચંગેરી, એકસો ને આઠ પુંજણીની ચંગેરી, એકસને આઠ પુલના પટલ, (ઢગલા) જાવતું એકને આઠ સુગંધી તેલના દીબડા, જાવત્ એક ને આઠ ધુપના કડછા ઇત્યાદિક થાણાં થકાં રહે છે. વળી તે સીદ્ધાયતન ઉપરે ઘણું આઠ આઠ મંગળીક છે. વા છે છત્રી તી છત્ર છે. તે સીદ્ધાયતનના શીખર સોળ પ્રકારને રત્ન કરી શોભીત કહ્યાં છે, તે કહે છે. રત્ન ૧, જાવત અરીષ્ટ રત્ન ૧૬. ઇત્યાદિકે શોભિત છે.
વળી તે સિદ્ધાયતનને ઈશાન ખુણે હાં એક મોટી ઉપપાત સભા કહી છે. તે વિજય દેવતાને ઉપજવા જેગ્યને હામ છે. તે જેવી સુધર્મા સભા કહી તેહવી ઉ૫પાત સભા જાણવી. જાત માણસીકા પયંત તેમજ જાણવું. તે ઉપપાત સભાએ પણ દ્વાર મુખ માંડવા (મુખ મંડપ) ભૂમિ ભાગ પ્રમુખ સર્વ સુધર્મા સભાની પરે જાવત્ મણિના સ્પર્શ પર્યત અધિકાર જાણવો. તે સભાના સમ રમણીક ભૂમિ ભાગને વિષે મધ્ય દેશ ભાગે ઇહાં એક મોટી મણિપીઠીક કહી છે. તે એક જન લાંબી પહોળી છે. ને અર્ધ જોજન જાડાપણે સર્વ મણિમય છે. નિર્મળ છે. તે મણિપડીકા ઉપરે હાં એક મોટી દેવતાની સજ્યા ઢોલીયારૂપ) છે. તે દેવ સન્માનું વર્ણન પાછલીપરે જાણવું વળી તે ઉપપાત સભાને ઉપરે આઠ આઠ મંગળીક, ધ્વજા સહીત છત્રા તી છત્ર છે. જાવંત જ્યાં લગે ઉત્તમ આકાર છે ત્યાં લગે સર્વ કહેવું.
વળી તે ઉપપાત સભા થકી ઇશાન ખુણની દીસે દહાં એક મોટો પ્રહ કહ્યો છે. તે કહ સાડાબાર જોજન લાંબાણે છે, સવા છ જોજન પહોળપણે છે. ને દશ જોજન ઉડે ઉંડપણે છે. આ છો છે. સુકમાળ છે, તેને સર્વ વર્ણન જેમ નંદા પુષ્પકરણને કહ્યું છે તેમ કહે. જ્યાં લગે રણે ત્યાં લગે કહે.
વળી તે દ્રહ થકી ઇશાન ખુણની દીસે છતાં એક મોટી અભિષેક સભા કહી છે. તેનું વર્ણન જેમ સુધર્મા સભાનું વર્ણન પાછળ કીધું છે તેમ નિરવિશેષપણે કહેવું. જાવત્ ગો માસીકા (પીઠ વિશેષ' કહ્યાં છે. તે ભૂમિ ભાગ ઉપરે ઉલેચ છે. તેમજ સર્વ કહેવું. તે ઘણું સમ રમણિક સ્થાનકે ઘણું મધ્ય દેશ ભૂમિ ભાગે ત્યાં એક મોટી મણિપીઠીકા કહી છે. તે મણિપીઠીક એક જોજન લાંબપણે પિળપણે છે, ને અર્ધ જે જન જાડાપણે સર્વ મણિમય છે. નિર્મળ છે. તે મણિપીકાને ઉપરે ત્યાં એક મોટો સીંહાસન કહ્યા છે. તે સીંહાસનને વર્ણન પરીવાર રહીત કહેવો. ત્યાં સામાનીક પ્રમુખ દેવતાને બેસવાના ભદ્રાસન છે. તે અભિષેક સભાને વિષે વિજય દેવતાને અભિષેક કરવાના ઘણા અભિષેક ભાંડ, કળશાદિક થાણાં થકાં રહે છે. તે અભિષેક સભા ઉપરે આઠ આઠ મંગળીક છે. જાવત્ ઉત્તમ આકાર છે, ને સોળ પ્રકારના રત્ન તેણે કરી ઉપર શોભીત છે. . વળી તે અભિષેક સભા થકી ઇશાન ખુણ દીસે ત્યાં એક મેટી અલંકારની સભા કહી છે. તેની વ્યક્તવ્યતા સર્વ અભિષેક સભાની પરે સર્વ કહેવી. જાવત ગમાનસીકા
3.1.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org