________________
ફરશુરામને સૂભૂમની કથા.
તમારું પાપ ઘણું છે, એ વાત તપસ્વીએ સત્ય કરી માની, ને તે દેવતા પિતાના સ્થાનકે ગયા. અને મિથ્યાત્વી દેવતા હતા તે પણ સમ્યકત્વ પામી જૈની થે. હવે ઈહાં જમદશી તાપસ પંખીના મુખની વાત સાચી માની મનમાંહી વિચાર્યું જે એક સ્ત્રી પર પુત્ર ઉપજાવું તે મુજને ગતિ થાય. એમ ચીતવીને કષ્ટ નગરને વિષે છતશત્રુ રાજા છે તેની પાસે આવીને કહે છે મુજને એક કન્યા આપે. ત્યારે રાજા કહે મારે એક બેટીઓ છે તે માંહેથી જે તમને ઇચછે તેને લઈ જાવ. એમ સાંભળી તાપસ રાજાના અંતઃપુરમાં
જ્યાં કન્યાઓ બેઠી છે ત્યાં ગયો ત્યારે તેની જટા તથા મળમલીન શરીર દેખી સઘળી કન્યાઓ થુંકી. તેથી તાપસને ઘણો ક્રોધ ચડ્યો તેથી તપને બળે સઘળી કન્યાઓને કુબડી કરી રીસ ચડાવી પાછો વળ્યો. એવામાં રાજાના મહેલ પાસે એક કન્યા રમતી દીઠી. તેને બીજેર (ફળ) દેખાડયું તે લેવા તેણીએ લાંબે હાથ કર્યો. ત્યારે તાપસે રાજાને કહ્યું આ કન્યા મુજને ઇચ્છે છે એમ કહી ને કન્યાને લઈ ચાલ્યો. તે દેખી રાજા તેના શ્રાપથી બીહીને તેને એકહજાર ગાયો તથા દાસદાસી સહિત તે કન્યા પરણાવી. ત્યારે તે તાપસે પિલી સો કન્યા જે કુબડી કરી હતી તેને સારી કીધી. ત્યારપછી તે તાપસ પિતાને સઘળે તપ ગુમાવીને તે રેણુકા નામની કન્યાને લઈ વનમાંહી ગયો, ત્યાં અડવલો કરી રહ્યા. અને ત્યાંજ તે બાળકન્યાને પાળીપોષી મોટી કરી. જવન અવસ્થા પામી ત્યારે પ્રથમ ઋતુસ્તાનને અવસરે તે કન્યાને કહે સાંભળ, હું તને એક ચરૂ મંત્રીને આવું તે ખાજે તેથી કરીને તારે એક બ્રાહ્મણ પુત્ર થાશે ? ત્યારે રેણુકા બોલી સ્વામી મને બે ચરૂ મંત્રીને આપ કે જેથી કરી એક બ્રાહ્મણ પુત્ર થાય ને એક ક્ષત્રિય પુત્ર થાય. કેમકે એક ક્ષત્રીચરૂ મારી બેન અનંગસેના નામે છે તે હસ્તિનાપુરને વિષે અનંતવિર્ય રાજાને પરણાવી છે તેને આપીશ. ત્યારે ટેકાના કહ્યાથી તાપસે બે ચરૂ મંત્રી સાધીને આપ્યા. પછી રેણુકાએ વિચાયુ જે માહરે ક્ષત્રી શુરવીર પુત્ર થાય તે આ વનવાસમાંથી છુટું. માટે ક્ષત્રી ચરૂ (ઔષધ) હુંજ ખાઉં. એમ વિચારી ક્ષત્રીચરૂ પોતે ખાધે અને બ્રાહ્મણ હતા તે પિતાની બહેનને મોકલ્યો. તે અનંગસેનાએ ખાધે. હવે અનંગસેનાને પુત્ર થયો. તેનું નામ કૃતવીર્ય આપ્યું અને રેણુકાને પુત્ર થયો તેનું નામ રામ એહવું આપ્યું. અનુક્રમે વન અવસ્થા (રામ) પામ્યો. હવે એકદા સમયે તેના અડવલાને વિષે એક વિદ્યાધર અતિસાર નામના રોગથી પીડે થકે ત્યાં આવ્યો. રામે તેની સારસંભાળ કરી ધાર્દિકે સારો કર્યો. ત્યારે વિદ્યારે પ્રસન્ન થઈને રામને ફરશુ નામે વિદ્યા આપી. તે વિદ્યા રામે સાધી તેથી ફરશી (કુહાડા) પ્રગટ થઈ. તેથી ફરશુરામ નામ પ્રસિદ્ધ થયું. દેવ અધિછિત કુહાડાનું આયુદ્ધ લઇને પૃથ્વિમાંહે ફરે પણ એને કોઈ જીતી શકે નહીં. એકદા સમયે તે ફરશુરામની મા રેણુકા પિતાની બેનને મળવા સારૂ હસ્તીનાપુરે ગઈ. ત્યાં પિતાના બનેવી અનતવિર્ય રાજા સાથે તેને સંબંધ થયો તેણે રેણુકાને ભોગવી. તે થકી ઓધાન રહ્યું. અનુક્રમે પુત્ર જનમ્યો. પછી તે રેણુકાને યમદશી તાપસે પુત્ર સહિત પિતાને આશ્રમે આણી તે વાત ફરશુરામે જાણી તેથી તે પુત્ર સહિત પિતાની માને મારી નાંખી. તે વાત અનંતવિર્ય રાજાએ જાણી તેથી ત્યાં આવી તેના અડવલા ભાંગી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org