________________
[૧૦૨
ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ,
-
--
-
--
---
-
---
-
---
--
--
-
-
-
-
-
ચોખી કરાવી વિષ્ટાનું બુંદ પણ રહેવા દીધું નહિ, ને સઘળી જગ્યાએ કુલ પથરાવ્યા ને પિતે અંતઃપુરમાં રહ્યો. મરણના ભયથી છ દિવસ સુધી અંતઃપુરમાં ભરાઈ રહ્યું. ઉસુક્તાથી છઠ્ઠા દિવસને સાતમે દિવસ ગણી મારું મરણ થયું નહિ, માટે હવે આચાર્યને વિડંબના કરી મારી નાંખ્યું. એહવા ઇરાદાથી તે મહેલથી ઘેડા ઉપર બેસી બહાર જવા નીકળે. તે દિવસે બનાવ એવો બન્યો કે સરીયામ રરતા ઉપર થઈ પ્રાતઃકાળમાં એક બુઢ. માળી ફુલ લઇને જતો હતો. તેને રેગાદિ કારણથી ઝાડાની હાજત થઈ ગઈ. તે રહી નહીં શકતાં તેણે ત્યાંજ સરિયામ રસ્તા ઉપર હાજત પુરી કરી. તેના ઉપર કેટલાંક કુલ ઢાંકી ચાલતો થયો. હવે દત્તરાજા ત્યાંજ થઇને નીકળે. ઘોડાના પગને ડાબડો જેથી વિષ્ટ ઢાંકેલા પુલ ઉપર પડ્યો. અને તેમાંથી વિષ્ટાને છાંટો ઉડીને રાજાના મોઢામાં પડ્યો. જેવો વિષ્ટાનો છાંટો રાજાના મોઢામાં પડે તેવોજ રાજા એકદમ ચમક્યો અને પાછો ફરી ભયનો માર્યો રાજા પિતાના મહેલમાં પડે. એ ખબર સામંતાદિકને પડતાં તેના અન્યાયથી કંટાળી ગયેલા સામંતોએ પુર્વના (પહેલાના) રાજાને બંદીખાનામાંથી બહાર કાયો અને રાજ્યસન ઉપર બેસાડયો. કોપાયમાન થયેલા રાજ્યાસનપર બેઠેલા રાજાએ દતને બાંધી મંગાવ્યો અને કંભિમાં નાંખી હેઠળ તાપ કરી કાગડા કુતરાને તેનું શરીર ખવડાવ્યું. એ દત્ત મરણ પામી રોદ્ર ધ્યાનથી મારી સાતમી નરકે ગયો. એ બીજે મહાપુરૂષ. ૨.
૩ વસુરાજાની કથા, ચેદી નામે દેશના શક્તિમતી નામે શહેરમાં અભિચંદ્ર નામને રાજા રાજ્ય કરતો હતા. તેને બુદ્ધિમાન વશુ નામનો કુમાર હતો. ક્ષીરકદંબ નામના ઉપાધ્યાય ગૃહસ્થ ગુરૂ પાસે વશુકુમાર, નારદ અને તે ઊપાધ્યાયનો પર્વતક નામને પુત્ર એ ત્રણે સહાધ્યાયી પણે ભણતા હતા. એક દિવસે અગાશીમાં સૂતેલા. આ ત્રણે વિદ્યાર્થિઓને જોઈ આકાશ માર્ગે બે ચારણ, મુનીઓ વાત કરતાં ચાલ્યા જાય છે, તેમાંથી એક વિદ્યાધર મુનીએ બીજા મુનિને કહ્યું કે આ ત્રણમાંથી બે નરકગામી ને એક દેવલેક (સ્વર્ગ) ગામી છે. આ હકીકત ગૃહસ્થ ઊપાધ્યાયે સાંભળો તેની પરીક્ષા કરવા માટે જૂદા જૂદા લોટના ત્રણ કુર્કટ બનાવીને ત્રણે શિષ્યને દીધા, અને કહ્યું કે જ્યાં કોઈ દેખે નહિ ત્યાં એને મારી આવજો. આમ સાંભળી ત્રણે જંગલમાં જુદા જુદા જઈ આવ્યા, તેમાં વસુરાજ ને પર્વતક એ બે જણ તો જંગલમાં જઈ કોઈ એકાંત જગ્યાએ કુકડાને વિનાશ કરીને આવ્યા, અને નારદે તે ઘણું સ્થાનક જેમાં પણ ક્યાં કોઈ ન દેખે એવું સ્થાનક દીઠું નહિ, ત્યારે કુકડાને પાછો અ. ત્યારે ઊપાધ્યાયે પૂછયું કે કેમ પાછો લાવ્યો ત્યારે નારદે કહ્યું કે- દેવ, દાનવ, જ્ઞાની વિગેરે દેખી રહ્યા છે તેમ મારો આત્મા પણ દેખતે હતે, માટે શી રીતે આપની આજ્ઞાનો ભંગ કરી એને વિનાશ કરું? તે સાંભળી ઉપાધ્યાયે ચિંતવ્યું કે એ સ્વર્ગગામી છે. ને પેલા બે નરકગામી . તે પરિક્ષામાં પિતાના પુત્રને નરકમાં જનાર જાણી પિતાના પ્રયાસને નિર્થક ગણ સંસાર વાસનાથી વિરક્ત
Jain Education Interational
For Private & Personal Use Only
www.jainelibrary.org