________________
[૧૦૦
ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ.
નાંખ્યા. તેથી ફરશુરામને કેધ ચડે. ત્યારે તેણે અનંતવિર્યનું મસ્તક કાપી નાખ્યું. પછી અનંતવિર્ય રાજાને પુત્ર કૃતવિર્ય રાજગાદીએ બેઠે. તેણે પોતાના બાપનું વૈર લેવાને યમદશી તાપસને માર્યો. ત્યારે ફરશુરામે ફરશીને બળે કરી કૃતવિર્યને મારી ગજપૂરનું રાજ્ય લીધું. એહવે કૃતવિર્ય રાજાની એક તારા નામે રાણી ગર્ભવંતી છે તેણે ચઉદ સ્વપ્ન દીઠાં છે તે નાસીને વનમાંહી કોઈક તાપસને શરણે આવીને રહી. તાપસને કરૂણું આવી તેથી તેણીને ભોંયરામાંથી છાની રાખી અનુક્રમે ભોંયરામાંહી તેણુએ પુત્ર પ્રસ. ભોંયરામાંહી જનો માટે સુભૂમ એવું નામ દીધું. તે બાળક ભયરામાંહી જ મેટ થવા લાગે, બહાં ફરશુરામને ક્ષત્રી ઉપર ઘણો કેધ વ્યાખ્યો. તેણે કરી સાત વાર ક્ષત્રી રહીત પૃથ્વી કરી. જ્યાં ક્ષત્રિીને દેખે ત્યાં મારે. અને તમામ ક્ષત્રીની દાઢા એકઠી કરી એક થાળ ભરી મુક્યો છે. એમ ફરતે ફરતો એકદા તે ફરશુરામ (જ્યાં સુભૂમ છે ત્યાં) તે તાપસના અડવલા આગળ આવ્યો ત્યારે ફરશીમાંથી ઝાળ નીકળવા લાગી. તેથી કરી તાપસને પુછયું હતું કોઈ ક્ષત્રિ છે? ખરું બોલે ? માહરી ફરશીમાંથી અંગારા વરસે છે માટે ઈહાં કોઈ ક્ષત્રિ છે ! ત્યારે તાપસ કહે અમે જ ગૃહસ્થાશ્રમમાં સર્વ ક્ષત્રિ હતા બીજે તો કઈ નથી. એમ સાંભળી તાપસ જાણી જીવતા મુક્યા. પછી સર્વ ક્ષત્રિને મારી ફરશુરામ ગજપુર આવી રાજ કરવા લાગ્યો. એકદા સમયે કાઈક નિમિત્તીયાને ફરશુરામે પુછયું કે મને મારનાર કોણ થાશે? ત્યારે નિમિત્ત બેલ્યો કે તમે જે ક્ષત્રિની દાઢાનો થાળ ભર્યો છે તે દાઢા જેના દેખવે કરીને ખીર થાશે, અને તે ખીર જે ખાશે તે તમારો મારનારો થાશે. એવું સાંભળીને ફરશુરામે પિતાના મારનારની શોધ કરવા સારૂ દાનશાળ મંડાવી ત્યાં ક્ષત્રિની દાતાને થાળ પણ મુક્યો. ત્યારપછી વૈતાઢય પર્વતને રહેનાર મેઘનાદ નામે વિદ્યાધર છે તેણે નિમિત્તયાને પુછયું કે મારી પુત્રીને વર કેણ થાશે? ત્યારે નિમિત્તીયાએ કહ્યું કે સુભ્રમ થાશે. ત્યારે તે વિદ્યાધરે પિતાની દીકરી સુભૂમને પરણાવી અને પિતે પણ સુભૂમની સેવામાં રહ્યો. એકદા સમયે સુભૂમે પિતાની માતાને પુછ્યું. કહો માતાજી પૃથ્વી આટલીજ છે ? એહવું પુત્રનું વચન સાંભળી આખે આંસુ નાખતી ગદ્દગદ કંઠે તારારાણીએ સર્વ પાછલી વાત કહી સંભળાવીને કહે છે અરે પુત્ર તારા બાપદાદા અને સર્વ ક્ષત્રી મારી આપણું રાજ્ય ફરશુરામે લીધું છે અને આપણે નાસીને તાપસને શરણે રહ્યા છીએ. એવી રીતની સર્વ વાત પિતાની માતાના મુખથી સાંભળીને એકદમ સુમૂમને ક્રોધ ચડે. ત્યારે ભોયરામાંથી બહાર નીકળી મેઘનાદ વિધ્યાધરને સાથે લઈને જ્યાં ગજપુર નગરે દાનશાળા છે ત્યાં આવ્યા. ત્યારે ક્ષત્રીની દાઢાનો જે થાળ હતો તે ખીર થઈ તેને સુબૂમ ખાવા લાગે, એટલે તે વાતની ફરશુરામને ખબર થઇ એટલે ફરશુરામ પણ સાવચેત થઈ જાજવ્યમાન અંગારા વરસતી ફરથી લઈને બહાર આવ્યો. ત્યારે સુભૂમની નજર ફરશી ઉપર પડવાથી તેના પુન્ય પ્રભાવે કરીને ફરી બુઝાઈ ગઈ ને ઠંડી થઈ ગઈ. ત્યારે સુભૂમે ખીર ખાઈને ફરશુરામના ઉપર ખીરનો થાળ કે કે, તે થાળ ફીટીને એકહજાર દેવતા અધિષ્ઠાયક એવું ચક્ર થયું. તે ચક્રે કરી ફરશુરામનું મસ્તક છેદયું ને ફરશુરામ આર્ત, રૂદ્રધ્યાને મરી સાતમી નરકે ગયે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org