________________
બ્રહ્મદ-તની કથા.
૧૦]
આગાહી કરી રહ્યા લાખના મહેલ સુધી કરી આડી એક
લાખના મહેલ બનાવાતા બ્લેઇનેજ તે કુમારના મરણ માટે હતા. જેથી કુમારના બચાવ માટે પેાતાના મુકામની નજદીકથી તે જમીનમાં સળંગ ખાદાવી, અને તેનું બારણું તે મહેલમાં આવે તેમ શિલા (પથ્થર) મુકાવી. અને પોતાના પુત્ર વરધનુને તેને માહિતગાર કર્યાં. અને અવસરે (વખત આવે) કષ્ટ પડયે તમારે અહીંથી નીકળી ચાલ્યા જવું. વિગેરે વિગેરે સમાવ્યું, બ્રહ્મદત્ત કુમારનાં લગ્ન કરીને તરતજ આ મહેલમાં રહેવાને માતાએ તેને હુકમ કર્યા. સરળસ્વભાવી કુમાર માતાના આ દુષ્ટ ચેષ્ટિતને સમજી શક્યા નહીં.
રાત્રી શાન્ત થઇ જેથી સર્વ માણસો નિદ્રાવશ થયા ત્યારે વહાલી પણ વેરણ માતાએ કુમાર વિધ્યમાન છતાં પોતાના વિષય સુખરૂપ સ્વાર્થમાં ખામી આવતી જાણી વિષયની અધીમાં આખા મહેલને ચારે બાજુથી આગ લગાડી. અહા ! વિષયથી અંધ અનેલી માતા ! આવા ચક્રવૃત્તિ જેવા પૂત્રરત્નને પણ મારતાં પાછું વાળી વ્હેતી નથી, વિષય શું ન કરે !! આવા કારણથીજ જ્ઞાની પુરૂષો આવા વિષયાને ઝેરની ઉપમા આપે છે એટલુંજ નહીં પણ જેમ બને તેમ તેનાથી મુક્ત થવા માટે જીવાતે એધ આપે છે.
ભડભડાટ કરતી અન્નીની જાજળમાન વાળા ચારે બાજુ પ્રસરતી જોઇ કુંવર જાગ્યો. વરધનુ તે જાગતાજ હતા, આકુળવ્યાકુળ થઇ આગ લાગવાનું કારણ અને તેનાથી બચવાના ઉપાય કુમારે વરધનુને પુછ્યા. વરધનુએ માતાનું અને દિર્ધષ્ટ રાળનું અકાર્ય વિશેષ પ્રકારે સમજાવ્યું અને કહ્યું કે અત્યારે નાશી ભાગી છુટયા સિવાય બીજો એકેઇ ઉપાય રહ્યા નથી; કેમકે રાજ્ય દિર્ઘદ્ધે પોતાને સ્વાધીન કરી લીધું છે. વિગેરે કુમારને સમજાવ્યું ને નાસી છુટવા માટે આડી શિલા આપેલી શુરગ બતાવી. ત્યારે પાટુના પ્રહારથી બ્રહ્મદત્તે શિલા કાઢી નાંખી અને ત્યાંથી બંને જણ ચાલ્યા ગયાં. પાછળથી દિર્ધપૃષ્ઠને ખબર પડતાં તપાસ ઘણા કરાબ્યા, વિગેરે ઘણી ખીના તેના મોટા રાસ તથા ચરિત્ર છે તેમાં છે, અહીં તે ટુંકામાં એટલું જ કે ત્યાથી ભાગી નીકળા અન્ય રાજ્યામાં તથા જંગલામાં ક્રૂરતા અને છુપા વેશમાં રહેતા. આ બ્રહ્મદત્ત કુમારે પુર્વના સુત કર્મને લતે અનેક રાજકુમારિકાઓ અને મેટી ધિ એકઠી કરીને છેવટે દિર્ઘપૃષ્ટ રાજાને યુદ્ધમાં મારી પિતાના રાજના માલિક થયા. અનુક્રમે ૭ ખંડ સાધી ચક્રવ્રુત્તિ રાજાનું બિરૂદ ધારણ કર્યું.
જ્યારે બ્રહ્મદતને દીર્ઘત્કૃષ્ટ રાજાના ભયથી નાસી જવું પડયું હતું ત્યારે મુશ્કેલીના વખતમાં અટવી એ ગવામાં એક બ્રાહ્મણે તેને સહાય કરી હતી. જેથી બ્રહ્મદ-તે તેને કહ્યું હતું કે બ્રહ્મદત્ત ચક્રવ્રુત્તિ ગાદી ઉપર બેઠા છે એમ તું સાંભળ ત્યારે તું મારી પાસે આવજે, એટલે હું તારૂં દારિદ્ર દુર કરીશ.
હવે જ્યારે બ્રહ્મદ-તે ચક્રત્તિ રાન્ન થયાનું અિધ ધારણ કર્યું એવા ખબર એ બ્રાહ્મ ણુને પડતાં તે બ્રહ્મદત્તને મળ્યા એટલે બ્રહ્મદત્તે તેને જે માગે તે આપવાનું વચન કહ્યું ત્યારે તે બ્રાહ્મણે પોતાની સ્ત્રીની શીખવણીથી નિરંતર જુદે જુદે ઘેર ભાજન કરવું અને
14
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org