________________
[૧૨૮
ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ.
૪. દશ જાતના કલ્પવૃક્ષને અધિકાર, ૧ વળી એકરૂક દીપે ત્યાં ત્યાં ઘણાં મતંગનામે કુમ (વૃક્ષ)ના સમુહ છે. (મતગતે જેહના ફળ ખાધે ચડા થાય.) અહો સાધે આવખાવતો! જેમ તે ચંદ્રપ્રભા મદીરા ચંદ્રમાં સમાન ઉજળી, મણીલાકા મણી સમાન વર્ણ મદીરા, તથા ઉત્તમ સિંધુ, (મદીરા વિશેષ.) ઉત્તમ વારૂણી, (નામા મદીરા.) ભલે પ્રકારે ધાવડી પ્રમુખના ફળ, પત્ર, ફુલ તેહના રસ તે મધ્યે ઘણું દ્રવ્ય સંયુક્ત ક્રત મદયાદિકના તે પણ કાળ પ્રમાણે પ્રાપ્ત તેને જેવો ચડા તથા સ્વાદ, વળી મધુ તથા મરક (મદીરા વિશે .) તે પણ અરીષ્ટ રન વર્ણ જેની કાંન્તી છે. તેનો જેવો સ્વાદ તથા દુગ્ધ જાતને મદય, તથા પ્રસંન્ન નામા સૂરા, તથા નેક નામા સૂરા, તેને જે સ્વાદ, તથા ખજુર, દાખ પ્રમુખના સંજોગે કૃત મદય તેહને જેવો સ્વાદ, તથા કાપી સાયન (મદય વિશેષ.) તથા પક ઇક્ષુરસ (પાકી શેલડીને રસ) તેને જેવો મદય કૃત તથા પ્રધાન સૂરા (મદય વિશેષ) ઇત્યાદિક જેમ વર્ણ, રસ, ગંધ, સ્પર્શ કરી યુક્ત છે અને વળી બળવીર્યના પરીણામને વધારે. (મદીરા પ્રમુખની વધી ઘણું પ્રકારની છે.) તેમ તે મતંગનામે વૃક્ષના સમુહ પણ મદીરા પાનને ગુણે યુક્ત છે. સ્વભાવ થકીજ અનેક ઘણી જાતની મદીરા તેને પરીણામે પરણમીત છે. તે વૃક્ષ મદીરાને ગુણે પરણમીત છે. ફળે કરી પરીપૂર્ણ છે. તે ફળ પાકે છે ત્યારે મદીરા પ્રતે કરે છે, તે મહુડાની જાતના વૃક્ષ છે. તે વૃક્ષ ફળ્યાં પુલ્યાં છે. તે વૃક્ષના મુળ કુશ દર્ભ તૃણાદીકે રહીત નિર્મળ શુદ્ધ છે. જાવત એવી રીતે રહે છે. એ પ્રથમ મતંગનાએ કલ્પ વૃક્ષ વર્ણવ્યો. હવે બીજે ભૃગાંક નામે કલ્પ વૃક્ષ વર્ણવે છે.
૨ એકરૂક દ્વીપે તે તે ઠામે ઘણાં ભૂગરક (ભાજન-વાસણના) નામા વૃક્ષના સમુહ કહ્યાં છે. અહીં સાધે આવખાવંતે ? જેમ ઈહાં ઘડા, કરવા, કળશ, કળસલી, - પાત્ર કાચનીકા, ઉદકવર્ધની નામા ભાજન વિશેષ, સુપ્રતિષ્ટક (ભાજન વિશેષ,) વિષ્ટર નામા ભાજન, પારીવપનામા ભાજન, ભંગાર લેટા, કટીક, સરક, પ્રરકપાત્રી, (તે વાંસના પાત્ર) થાળ, પલકનામા ભાજન, ચપલકનામા ભાજન અપદનામા ભાજન, દવારકનામાં ભાજન ( વિચિત્ર ભાજન) મણીપટ્ટકનામા ભાજન, શ્રુતિકનામા ભાજન થેર પિતકા ભાજન, કચન મણી ભાજન, ઇત્યાદીક મનહર ભાજન છે. તે ભાજન સુવર્ણ મણી રત્ન કરી ભાંત્તિ વિચીત્ર છે. એવા આ ક્ષેત્રે જેમ ભાજન છે તેમ તે ભંગાર નામા વૃક્ષના પણ સમુહ અનેક પ્રકારને ભાજને કરી સહીત છે. સ્વભાવે પરણમીત છે. ફળે કરી પ્રતિ પુર્ણ છે. તે વૃક્ષ એહવાથકાં ફળ્યા મુલ્યા જાવત મહરપણે રહે છે. એ બીજે ભૃગાંરક નામા કલ્પ વૃક્ષ વર્ણવ્યું. હવે ત્રીજે દીતાંગ નામ કલ્પ વૃક્ષ વર્ણવે છે.
૩ એકરૂક નામ દીપે ત્યાં ત્યાં ઘણાં ગુટતાંગ (વાછત્ર) નામ વૃક્ષના સમુહ કહ્યા છે. અહીં સાધે આયુષ્યવંત ! જેમ તે આલીંગક નામાં મોટું વાછત્ર, લધુમાદલ, પશુવનામા વાજીંત્ર, પડહ, દદર, કરટી, ડીંડીમ, ભેરી, મોટી ભેર, કણીકા, (વણ વિશેષ) ખરમુખી, મુરજ, (વાજીંત્ર વિશેષ) સંખ, પરીલીત્ર નામા વાજીંત્ર વિશેષ, પરીવાર્થ સતતંત્રી વિણું,
Jain Education Interational
For Private & Personal Use Only
www.jainelibrary.org