________________
[૩૮
બે પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ,
ઉત્તર-હે મૈતમ, તેને બે ઉપયોગ છે. સાકારે પગ ૧, ને અનાકારોપયોગ ૨. પ્રશ્નહે ભગવંત, તે જીવ કેટલી દિશિને આહાર લીએ છે? ઉતર–હે ગૌતમ, છ દિશિનો આહાર લીએ છે. પ્રશ્ન- હે ભગવંત, તે જીવ ક્યાંથી આવી ઉપજે છે? ઉત્તર–હે ગૌતમ, નારકી, તિર્યંચ, મનુષ્ય ને દેવતામાંહેથી આવી ઉપજે. તેમાં નારકી માંહેથી ઉપજે તે જાવત સાતમી સુધીના આવી ઉપજે, અને તિર્યંચ જેનિયા સી, પણ જુગળીયા વરને ઉપજે, તેમજ મનુષ્યમાંહેથી ઉપજે તે પણ જુગળીયા વરજીને શેષ ઉપજે, અને દેવતા તે પણ ભવનપતિ, વ્યંતર, જોતીપી અને પૈસાનીક તે આઠમા દેવલોક સુધીના મરીને ઉપજે. પ્રશ્ન–હે ભગવંત, તે જીવનું આખું કેટલા કાળનું છે? ઉત્તર– ગૌતમ, જઘન્યથી અંતર્મુહનું અને ઉત્કૃષ્ટપણે કેડ પુર્વનું છે. પ્રશન–હે ભગવંત, તે જીવ શું, સમહત મરણે મરે છે કે અસમહત મરણે મરે છે? ઊતર–હે ગતમ, સોહત મરણે પણ મરે છે, ને અસમહત મરણે પણ મરે છે. પ્રશન–હે ભગવંત, તે જીવ મરીને કયાં જઈ ઉપજે? ઉત્તર–હે ગૌતમ, નારકી, તિચ, મનુષ્ય ને દેવતા મધ્યે ઉપજે. તેમાં નરકે ઉપજે તે પ્રથમ નરકથી તે જાવત સાતમી નરક સુધી ઉપજે, ને તિર્યંચ, મનુષ્ય, સર્વ મધ્યે ઉપજે, ને દેવતામાં જાવત આઠમા દેવલેક સુધી ઉપજે. પ્રશ્ન–હે ભગવંત, તે જીવની કેટલી ગતિ, અને કેટલી આગતિ કહી છે? ઉત્તર–હે તમ, તેની ચાર ગતિ, ને ચાર આગતિ છે.
એ જીવ પ્રત્યેક શરીરના ધણી છે. અને અસંખ્યાતા છે. એટલે ગર્ભજ જળચર પચેંદ્રીય તિર્યંચને આધકાર કહ્યો. હવે થળચર ગર્ભજ પચેંદ્રી તિર્યંચન અધિકાર કહે છે. પ્રશન–હે ભગવંત, થળચર ગર્ભજ તિર્યંચ પદી જીવના કેટલા ભેદ છે? ઉતર–હે મૈતમ, તેના બે ભેદ છે. એક ચતુષ્પદ ને બીજે પરીસર્યું. તેમાં પ્રથમ ચતુષ્પદને અધિકાર કહે છે. પ્રશ્ન-હે ભગવંત, ચતુષ્પદ તિર્યંચના કેટલા ભેદ છે? ઊતર-હે મૈતમ, તેના ચાર ભેદ છે. એક ખરા. એમ પુર્વલી પરે અસંસીમાં કન્ધા તેમ જાણવા. વળી જે તથા પ્રકારના જીવ તેના સંક્ષેપ બે ભેદ છે. પર્યાપ્ત ને અપર્યાપ્તા. પ્રશન–હે ભગવંત, તે જીવને કેટલા શરીર છે? ઊતર–હે ગૌતમ, તેને ચાર શરીર છે. ઉદારીક ૧, વૈક્રીય ૨, તેજસ ૩, ને કામણ ૪. પ્રશન–હે ભગવંત, તે જીવના શરીરની અવગાહના કેવડી છે?
Jain Education Interational
For Private & Personal Use Only
www.jainelibrary.org