________________
દેવતાની સ્ત્રીની ભવ સ્થિતિ,
પ૩]
ઉત્તર હે ગૌતમ, જઘન્યથી એક પલ્યોપમનું ને ઉકષ્ટપણે પંચાવન પલ્યોપમનું. પ્રશ્ન–હે ભગવંત, સૌધર્મ દેવલોકે વૈમાનીક દેવજ્ઞાનું કેટલું આયુષ છે? ઉત્તર–હે ગૌતમ, જાન્યથી એક પલ્યોપમ ને ઉત્કૃષ્ટપણે પરગ્રહીતનું સાત પશે પમનું (ને અપરિગ્રહીતનું પચાસ પલ્યોપમનું) છે. પ્રશ્ન–હે ભગવંત, ઇશાન દેવલે કે વૈમાનિક દેવજ્ઞાનું કેટલું આયુષ છે? ઉત્તર–હે ગૌતમ, જઘન્યથી એક પલ્યોપમ ઝાઝેરાનું ને ઉત્કૃષ્ટપણે પરીગ્રહીત દેવીનું નવપલ્યોપમનું (ને અપરિગ્રહીતનું પંચાવન પલ્યોપમનું) જાણવું.
એ દેવતાની સ્ત્રીની ભાવસ્થિતિ કહી. એ સ્ત્રીવેદની પણ ભવસ્થિતિ કહી હવે સ્ત્રી વેદની કાયસ્થિતિને અધિકાર કહે છે. પ્રશ્ન–હે ભગવંત, સ્ત્રીવેદ સ્ત્રીવેદપણે એક જીવ કેટલા કાળ સુધી રહે? ઊતર હે ગૌતમ, એક પ્રકારે જઘન્યથી એક સમય (તે એમ જે કોઈ સ્ત્રી ઉપસમ શ્રેણી અવેદી થઈ તીહાંથી પડતાં એક સમયે સંવેદી થાતી કાળકરી દેવગતિમાં જાય. તિહાં પુરૂષદ પામે તે માટે) ને ઉત્કૃષ્ટપણે એકસો દશ પલ્યોપમ કેડપૂર્વ પ્રથકત્વ ઝાઝેરાંનું. (તે એમ જે કઈક જીવ મનુષ્યણ અથવા તિર્યચણીપણે કડપુર્વને આવખે પાંચ ભવ ભમીને બીજા ઈશાન દેવલોકે અપરગ્રહિત દેવીપણે પંચાવન ૫લ્યને આવખે ઉપજે, ત્યાંથી ચવીને મનુષ્ય અથવા તિર્યંચમાં ક્રોડપૂર્વને આવ ઉપજે, વળી ફરીને ઇશાન દેવકે અપરિગ્રહીત દેવીપણે પંચાવન પલ્યને આવખે ઉપજે, પછી નિચ્ચે સ્ત્રીવેદ છોડે તે માટે એકસો દશ પલ્યોપમ કેડપૂર્વ પ્રથક અધીક જાણવું) એ પ્રથમ પ્રકાર.
વળી એક પ્રકારે જઘન્યથી એક સમય (તે પુર્વલી પરે) ને ઉત્કૃષ્ટપણે અઢાર પોપમાં કોડપૂર્વ પ્રથકત્વ અધીકનું (તે એમ જે કોઈ એક જીવ મનુષ્ય અથવા તિર્યચપણે ક્રેડપૂર્વને આવએ પાંચ ભવ ભમીને ઇશાન દેવેલેકે પરીગ્રહીત દેવીપણે નવ પલ્યને આવને ઉપજે, વળી ફરીને મનુષ્ય અથવા તિર્યચપણે ક્રોડપૂર્વને આવખે ઉપજે ત્યાંથી ચવીને ઈશાન દેવ કે ઉપજે, તે માટે જાણવું). એ બીજો પ્રકાર.
વળી એક પ્રકારે જઘન્યથી એક સમય (તે પુર્વલી પરે જાણવું.) ને ઉત્કૃષ્ટપણે વૈદ પોપમ કોડ પૂર્વ પ્રથક અધીક જાણવું. (તે એમ જે મનુષ્ય, તિર્યંચના પાંચ ભવ કરીને બે વાર ભવાંતરે સધર્મ દેવ કે પરગ્રહીત સ્ત્રીપણે ઉપજે, પછે વળી અન્યવેદ પામે તે માટે કહ્યું, બે ભવ ઉપરાંત દેવાંના એકાંતરે ભવ ન કરે). એ ત્રીજો પ્રકાર,
વળી એક પ્રકારે જધન્યથી એક સમય (તે પુર્વલી પરે) ને ઉત્કૃષ્ટપણે એકસો પલ્યોપમ પ્રથકત્વ પૂર્વ કોડ અધિક જાણવું, તે એમ જે બે વાર સૌધર્મા દેવલોકે અપરિગ્રહીત દેવીપણે ઉપજે, ત્યાં પચાસ પચાસ પલ્યોપમના આયુષ્યના બે ભવ કરે, એક ભવને આંતરે એમ સરવાળે એકસો પલ્યોપમ કોડ પુર્વ પ્રથક અધિક પુર્વવત જાણવું). એ ચોથો પ્રકાર.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org