________________
ગર્ભજ પદ્રિ તિઈચને અધિકાર,
૩૯ી
ઉતર–હે ગૌતમ, જઘન્યથી આંગુલને અસંખ્યાતમે ભાગે, તે ઉત્કૃષ્ટપણે છ ગાઉની છે. (જુગલ આશ્રે). પ્રશન–હે ભગવંત, તે જીવનું આયુષ્ય કેટલા કાળનું છે? ઉતર-હે ગતમ, જઘન્યથી અંતર્મુહર્તનું ને ઉત્કૃષ્ટપણે ત્રણ પપમનું છે, (જુગલઆબે).
શેષ અધિકાર પુર્વલપરે જાણો, પણ એટલે વિશેષ છે જે મરીને ચોથી નરક પંકપ્રભા સુધી જાય. શેષ સર્વ જળચર જીવની પેરે જાણો. જાવત્ ચાર ગતિમાં મરીને જાય ને ચાર ગતિથી આવી ઉપજે. એ જીવ પ્રત્યેક શરીરના ધણું છે. ને અસંખ્યાતા થળચર જીવ છે. એ ચતુષ્પદને અધિકાર કહ્યા. હવે ગર્ભજ પરીસર્ષને અધિકાર કહે છે. પ્રશન–હે ભગવંત, ગર્ભજ પરિસર્પના કેટલા ભેદ છે? ઊતર–હે ગૌતમ, તેના બે ભેદ છે. ઉરપરસર્ષ ૧ ને ભૂજપરસર્પ ૨ તેમાં પ્રથમ ઉરપર સર્પને અધિકાર કહે છે. પ્રશ્ન–હે ભગવંત, ઉપર સર્પને અધિકાર શી રીતે છે? ઉત્તર–હે ગતમ, તેને અધિકાર અશાળીયા વરજીને (કેમકે અશાળીયા ગર્ભજ હોય નહીં) પુર્વની પરે જાણે, પણ એટલે વિશેષે જે ઉર પર સર્ષની અવગાહના (શરીર) જઘન્યથી આંગુલને અસંખ્યાતમે ભાગે, ને ઉત્કૃષ્ટપણે હજાર જેજનની છે. ને તેનું આયુષ જઘન્યથી અંતર્મુહુર્તનું, ને ઉત્કૃષ્ટપણે કોડ પુર્વનું. (ઉરપર જુગળીયા હેય નહીં માટે) ને તે મરીને પાચમી નરક (ધુમ પ્રભા) સુધી જાય. તેમજ તિર્યંચ, મનુષ્ય, સર્વ મધ્યે ઉપજે. ને દેવતામાં યાવત સહસાર આઠમા દેવલોક સુધી ઉપજે. શેષ અધિકાર ગર્ભજ જળચરની પરે જાણવો. યાવત મરીને ચાર ગતિમાં જાય, ને ચાર ગતિ માંહેથી આવે.
એ જીવ પ્રત્યેક શરીરના ઘણી અસંખ્યાતા છે. એ ઉપર સર્પને અધિકાર થયો. હવે ભૂજ પર સર્પનો અધિકાર કહે છે. પ્રશ્નહે ભગવંત, ભૂજ પર સર્પનો અધિકાર શી રીતે છે? ઊતર-હે મૈતમ, તેને અધિકાર ઉપર સર્પની પેરે જાણો. જાવત ચાર શરીર છે. ને કાયમાન જઘન્યથી આંગુલને અસંખ્યાતમે ભાગે, અને ઉત્કૃષ્ટપણે પ્રથ૦ ગાઉનું છે. તેનું આયુષ્ય જઘન્યથી અંતર્મુહુર્તનું, ને ઉત્કૃષ્ટપણે કોડ પુર્વનું છે. (ભૂજારમાં પણ જુગળીયા હાય નહીં) શેષ અધિકાર સર્વ જેમ ઉપર સર્પન કો તેમજ જાણ. પણ એટલો વિશેષ જે ભૂજ પર સર્પ મરીને બીજી નરક સુધી જાય. એ ભૂજ પર સર્પને અધિકાર છે. એ પરીસર્પને અધિકાર પણ છે. એ થળચર ગર્ભજન અધિકાર પણ પુરે થશે. હવે ગર્ભજ ખેચર તિર્યંચને અધિકાર કહે છે. પ્રશન–હે ભગવંત, ગર્ભજ બેચર તિર્યંચ પચંદ્રિના કેટલા ભેદ છે?
- ઉતર–હે મૈતમ, તેના ચાર ભેદ છે. ચરમ પક્ષી યાવત વિતત પક્ષી. પુર્વની પરે જાણવા, બેચરની અવગાહના જઘન્યથી આંગુલને અસંખ્યાતમે ભાગે, ને ઉત્કૃષ્ટપણે
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org