Book Title: Gita ane Kuran
Author(s): Sundarlal Shastri
Publisher: Navjivan Prakashan Mandir Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/005971/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ગીતા અ૪. * નટ | | લેખક પંઠિd સુંદરલાલ અનુવાદક ગોકુળભાઈ દૌલતભાઈ ભટ્ટ પંડિત સુંદરલાલ E . સત્ય એ છે કે એક જ બ્રહ્મનાદ સકળ બ્રહ્માંડમાં ગુંજી રહ્યો છે. ગીતા હિંદુસ્તાનનું કુરાન છે અને કુરાન અરબસ્તાનની ગીતા છે. ખૂબુલ્લાહ શાહ કલંદર Page #2 -------------------------------------------------------------------------- ________________ ગીતા અને કુરાન લેખક પંડિત સુંદરલાલ અનુવાદક ગોકુળભાઈ દોલતરામ ભટ્ટ નવજીવન પ્રકાશન મંદિર ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદ-૩૮૦ ૦૧૪ Page #3 -------------------------------------------------------------------------- ________________ ત્રીસ રૂપિયા નવજીવન ટ્રસ્ટ, ૧૯૬૩ પહેલી આવૃત્તિ, પ્રત ૩,૦૦૦, જાન્યુઆરી ૧૯૬૩ ચોથું પુનર્મુદ્રણ, પ્રત ૩,૦૦૦, ઑક્ટોબર ૨૦૦૫ કુલ પ્રત : ૧૩,૦૦૦ ISBN 81-7229-124-8 (set) પ્રકાશક નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ અને ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ વતી જિતેન્દ્ર ઠાકોરભાઈ દેસાઈ વ્યવસ્થાપક ટ્રસ્ટી નવજીવન ટ્રસ્ટ, અમદાવાદ-૩૮૦ ૦૧૪ મુદ્રક જિતેન્દ્ર ઠાકોરભાઈ દેસાઈ નવજીવન મુદ્રણાલય, અમદાવાદ-૩૮૦ ૦૧૪ Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રયોજકનું નિવેદન ‘ધર્મને સમજ' પુસ્તક સંપુટ નવજીવન અને ગૂજરાત વિદ્યાપીઠ તરફથી સંયુક્ત રીતે પ્રકાશિત થાય છે. નવજીવન અને ગૂજરાત વિદ્યાપીઠ તરફથી અત્યાર સુધીમાં સર્વધર્મસમભાવને ધ્યાનમાં રાખી કરવામાં આવેલાં, સામાન્ય વાચકને રસ પડે તેવાં પ્રકાશનો આ સંપુટમાં સમાવી લીધાં છે. જગતના મુખ્ય મુખ્ય ધર્મો તથા તેના સ્થાપકોનો પરિચય વાચકને આ સંપુટમાંનાં પ્રકાશનોમાંથી મળી રહેશે. ગૂજરાત વિદ્યાપીઠના ધ્યેયોમાં બધા પ્રચલિત ધમનિ વિશે સંપૂર્ણ આદર રાખવાનું અને વિદ્યાર્થીઓના આત્મવિકાસને અર્થે ધર્મનું જ્ઞાન અહિંસા અને સત્યને દષ્ટિમાં રાખીને આપવાનું ગાંધીજીના સીધા માર્ગદર્શન હેઠળ નકકી કરવામાં આવેલું છે. તે મુજબ ગૂજરાત વિદ્યાપીઠના પૂર્વ-સ્નાતક મહાવિદ્યાલયોમાં બધા ધર્મોના શિક્ષણને અભ્યાસક્રમ આધાર પાક્યક્રમ તરીકે અનિવાર્ય છે. અન્ય યુનિવર્સિટીઓમાં પણ પ્રથમ વર્ષના અભ્યાસક્રમમાં જગતના ધર્મોને વૈકલ્પિક પાઠયક્રમ પ્રચલિત છે. નવજીવન ટ્રસ્ટના દસ્તાવેજમાં તેના ઉદ્દેશોની પૂર્તિસાર જે જે પ્રવૃત્તિઓ કરવાનું સૂચવેલું છે તેમાં હિંદમાં વસેલી બધી જુદી જુદી કોમ વચ્ચે એક્યનો પ્રચાર કરવાનું સૂચવવામાં આવ્યું છે. એ હેતુ માટે નવજીવને ગુજરાત વિદ્યાપીઠમાં પ્રસ્થાપિત કરેલા અનામત કોશમાંથી સહાય મળવાને પરિણામે આ પુસ્તક સંપુટ સામાન્ય વાચકને પરવડી શકે તેવી રાહતદરની કિંમતે આપવાનું શકય બન્યું છે. - ગાંધીજી પ્રસ્થાપિત અને સંસ્થાઓની બધા ધર્મોની સાચી સમજણ ફેલાવવાની જવાબદારી છે. વળી ઉચ્ચશિક્ષણમાં હવે મૂલ્યશિક્ષાણ તથા તુલનાત્મક ધર્મોના શિક્ષણનું મહત્ત્વ સ્વીકારાતું જાય છે. કેન્દ્ર સરકારના માનવસંસાધન મંત્રાલયે તથા યોજના પંચે તેમ જ વિશ્વવિદ્યાલય અનુદાન આયોગે આ પ્રકારના નૈતિક મૂલ્યોની કેળવણી કરતા શિક્ષણને પ્રોત્સાહન આપવાનું નક્કી કર્યું છે. આને અનુલક્ષીને આ પુસ્તક – સંપુટ ઉચ્ચશિક્ષણમાં કાર્ય કરતા સહુ કોઈને ઉપયોગી થશે એવી આશા છે. ‘ધર્મને સમજોના આ પુસ્તક -સંપુટ મારફત ગાંધીજીનો સર્વધર્મ. સમભાવનો સંદેશો સર્વત્ર વસતા ગુજરાતી કુટુંબોમાં પ્રસરશે એવી આશા છે. Page #5 -------------------------------------------------------------------------- ________________ हिन्दू कहैं राम मोहिं प्यारा, तुरुक कह रहिमाना; आपस में दोअ लरि लरि मू मरम न काहू जाना. -कबीर Page #6 -------------------------------------------------------------------------- ________________ અનુવાદ અંગે સન ૧૯૪૨ના કારાવાસ દરમ્યાન કંઈક કંઈક વાંચવાનો સમય મળતો હતો. પંડિત સુંદરલાલજીનાં હિંદુસ્તાનીમાં લખેલાં “હજરત મહંમદ અને ઇસ્લામ' તથા “ગીતા અને કુરાન' પણ જોઈ લીધાં હતાં. પુસ્તકે ગમી ગયાં હતાં. બહાર આવ્યા પછી મનમાં આવ્યું કે એકાદને તરજુ કરું. પંડિતજીની પરવાનગી મળી ગઈ. નવજીવને મારી મરજીથી “ગીતા અને કુરાન’નું કામ મને સોંપ્યું. ' વિષય પરિચિત છે પણ સાચું જ્ઞાન ન હોવાથી આપણે હાર્દને પિછાણું શક્તા નથી. હિંદુ-મુસ્લિમ ઐક્યને રાષ્ટ્રકાર્યનું એક મહત્ત્વનું અંગ આપણે સૌ માનીએ છીએ; સર્વધર્મસમન્વયમાં પણ આપણે વિશ્વાસ રાખીએ છીએ. પરંતુ સાચા અભ્યાસ અને જ્ઞાન વિનાની આપણી માન્યતાઓ ફળતી નથી. તે સારુ રાષ્ટ્રસેવકોએ તે આવા ગ્રંથનું પરિશીલન કરવું જ જોઈએ. આ કે આવાં પુસ્તક લેકશિક્ષણની દૃષ્ટિએ પણ અત્યંત ઉપયોગી છે. જનસમાજનું શીલ આવા સાહિત્યથી સુદઢ થાય છે. પંડિત સુંદરલાલજી જાણીતા વિદ્વાન છે; સંસ્કૃતિદર્શન તથા ધર્મસમન્વય જેવા એમના ખાસ વિષય છે. આ સિદ્ધહસ્ત લેખકની વિશિષ્ટ શૈલીવાળું આ પુસ્તક ગુજરાત સમક્ષ મૂકવાને આ અવસર મને મળ્યો એ મારું સદ્ભાગ્ય છે. મૂળના અર્થભાવને ક્ષતિ ન આવે તેની કાળજી તે રાખી છે છતાયે મૂળ પુસ્તક જેવી મજા આ અનુવાદ ક્યાંથી આપી શકે ?! વિષયની ચર્ચા કરવાનો અધિકાર માટે નથી. પંડિત સુંદરલાલજીએ જે પીરસ્યું છે તે પચાવીએ તે લેખકને સતેજ થશે તથા રાષ્ટ્રહિતને વધારનાર કાર્ય પૂ. ગાંધીજીની દષ્ટિએ કર્યું ગણુશે. Page #7 -------------------------------------------------------------------------- ________________ ગીતા અને કુરાન' વાચકા સમક્ષ મૂકવાના ઉદ્દેશ એ નથી કે અમે માત્ર બુદ્ધિને સંતાષવા ઇચ્છીએ છીએ, પરંતુ અમારી નેમ તા એ છે કે મનુષ્ય સત્યનું આચરણ કરવાની શક્તિ પ્રાપ્ત કરે. અમે ઈચ્છીએ છીએ કે આ બન્ને સગ્રંન્થેાનું વાચન આચરણમાં ઉતારવાની દૃષ્ટિથી થવું ોઈએ. અમારી કામના છે કે આના વાચનથી પ્રભુ આપણને એવું ખલ અર્પે કે જેથી આપણે આપણા વાડા, ન્યાતાત, દેશ, ગામ તથા કૌટુંબિક સ્વાર્થબંધને ને ઉખેડી નાખી શકીએ. આ અંતરાયેા આપણને એકબીજાને વેગળા રાખે છે, ને લડાવી મારે છે. આપણે સૌ એક છીએ એવું વિચારવું કે માની લેવું એટલું જ પૂરતું નથી; પરંતુ આવશ્યકતા એની છે કે આપણે આપણા વ્યક્તિગત તથા સામાજિક વ્યવહારમાંથી એ વાર્તા કે જે મનુષ્ય મનુષ્ય વચ્ચે ભેદ ઊભા કરે છે તેને દૂર કરીએ; ભલે પછી તે રીતરિવાજો હાય, કાયદાએ હોય કે સાંપ્રદાચિક બંધને હાય.” આ પુસ્તકના પ્રાસ્તાવિક એક છે' –ના અંતિમ ભાગમાંને વિશેષ લખવાનું પ્રયાજન નથી. એકમેકને સમજવાની તથા સમાવવાની શક્તિ ધિર આપણને આપે એ જ પ્રાર્થના સાથે આ અનુવાદ સન ૧૯૫૦ના સર્વાંદય પક્ષમાં થયા હતા તે હવે પ્રકાશને પામે છે. ગોકુળભાઈ ભટ્ટ લેખ - ઉપરના - ' દુનિયાના સર્વ ધર્માં ઉતારા માર્ગદર્શક છે. Page #8 -------------------------------------------------------------------------- ________________ ૩ વિષયસૂચિ અનુવાદ અંગે પ્રાસ્તાવિક દુનિયાના સર્વ ધર્મો એક છે ગીતા ગીતા ગીતાધમ ગીતાસાર ૧૪૩ કુરાન કુરાને ૧૫૫ કુરાન અને તેનો ઉપદેશ ૧૬૪ કઈક વળી [ સ્ત્રીઓ સંબંધી, જેહાદ (ધર્મયુદ્ધ), આકેબત, આખેરત, જન્નત અને જહન્નમ (પરલેક, કમફળ, સ્વર્ગ અને નરક)] ૨૨૦ Page #9 --------------------------------------------------------------------------  Page #10 -------------------------------------------------------------------------- ________________ ગીતા અને કુરાન પ્રાસ્તાવિક Page #11 --------------------------------------------------------------------------  Page #12 -------------------------------------------------------------------------- ________________ દુનિયાના સર્વ ધર્માં એક છે જ્યારથી આ દુનિયા અસ્તિત્વમાં આવી અથવા જ્યારથી આ ધરતી ઉપર માનવ વસવા લાગ્યા, ત્યારથી દરેક મનુષ્યનું હૃદય બે જુદી જુદી દિશામાં તણાતું રહ્યું છે. કયારેક સ્વાર્થ ભણી તા કયારેક પરાપકાર ભણી. મૂરાઈ અને ભલાઈ, પાપ તથા પુણ્ય આ બંને માર્ગોનાં ભિન્ન ભિન્ન નામે છે. કેાઈ માનવ એવા નહીં મળે કે જેના દિલ ઉપર આ બંનેની અસર ન થઈ હૈાય. આ બંને માર્ગો મનુષ્યને પાતપાતા ભણી ખેંચતા જ રહે છે; અને આ જ ખેંચતાણુ, આ જ અંદરને ઝઘડા આ દુનિયાના મોટામાં મોટા સંગ્રામ છે. આ યુદ્ધમાં સ્વાને કે પૂરાઈ ને પોતામાંથી નિર્મૂળ ન કરી શકવું એ જ મોટામાં મેટી હાર છે, અને એનાથી પેાતાની જાતને બચાવીને પવિત્ર બનવું એ જ માટામાં માટી જીત છે. આ જ રીતે બીજાંઓની ભલાઈ ને પેાતાના હૃદયમાં સ્થાપિત કરવી એ જીત છે ને તેને સ્થાન ન આપવું એ મેાટામાં માટી હાર છે. આ વિજયને એટલા માટે મહાન માનવામાં આવે છે કે આની અંદર જ દરેક માનવની તથા આખા માનવસમાજની ભલાઈ સમાયેલી છે. તથા એમાંથી સમસ્ત દુનિયાની ઉન્નતિના તથા સુખચેનના માર્ગો મળી આવે છે. અને આને મેાટામાં માટી હાર એટલા માટે માનવામાં આવે છે કે 3 Page #13 -------------------------------------------------------------------------- ________________ ગીતા અને કુરાન એથી માનવને વધારેમાં વધારે વિપત્તિઓ વેઠવી પડે છે અને આ જ માનવસમાજનાં ઘોર દુઃખનું તથા અવનતિનું કારણ છે. આ જીતમાં દુનિયાની ભલાઈ અને આ હારમાં દુનિયાનાં દુઃખોનાં તથા પતનનાં મૂળ છે. જે આપણે માનવજીવન ઉપર ઊંડી દષ્ટિ નાખીશું તે સ્પષ્ટપણે દેખાઈ આવશે કે મનુષ્ય એકબીજા સાથે એવી રીતે સંકળાયેલા છે જેવી રીતે કે આપણું શરીરના અલગ અલગ અવય હાથ, પગ, આંખ, નાક અને કાન એકમેક સાથે જોડાયેલા છે. આ જ પ્રમાણે દુનિયાની બધી વસ્તુઓ, અને ખાસ કરીને માનવીઓના સર્વ સમૂહ, પરસ્પર એવા અતૂટ અને ઘનિષ્ઠ સંબંધથી બંધાયેલા છે કે એનાં મૂળભૂત લાભ તથા હાનિને જુદા પાડી શકાતાં નથી. આપણે સૌ એક કુટુંબવત છીએ. પ્રેમ, એકબીજા પ્રત્યે સમભાવ, એકમેકની સેવા ઉપર એના પાયા સ્થિર છે, અને એનું નુકસાન એકબીજાની ઘણા કરવાથી કે લડવાથી થાય છે. માનવની અંદરની લડાઈ કે જેને ઉપર ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તેમાં જીત એટલી હદ સુધી થાય છે કે જેટલી હદ સુધી માનવ આ સત્યને પારખી લઈ શકે છે. મનુષ્ય જેટલા અંશમાં આ વાત સમજત થઈ જાય તેટલા પ્રમાણમાં એને જણાશે કે પારકાના ભલામાં પોતાનું સાચું શ્રેય છે ને બીજાની અવનતિ પિતાની પણ બરબાદી છે. આ રીતે મનુષ્યમાંથી પિતા તથા પારકાને ભેદ ઓસરતે જશે, અથવા તે એમ કહીએ કે પિતાપણાનું Page #14 -------------------------------------------------------------------------- ________________ દુનિયાના સર્વ ધર્મો એક છે વર્તુલ મોટું થતું જશે અને પારકાપણાને વિચાર ઘટતો તથા ક્ષીણ થતો જશે. એના હૃદયમાં એક એક કરતાં પિતાનું ગામ, નગર, પિતાને દેશ તથા વધતાં વધતાં સારીયે પૃથ્વીના માનવીઓ સાથે પોતાપણાની ભાવના પ્રકટવા તથા જામવા લાગે છે. એને બીજાઓની ભલાઈમાં પિતાનું ભલું, બીજાના પતનમાં પોતાને વિનાશ, બીજાઓનાં સુખોમાં પોતાનું સુખ, અને બીજાઓનાં દુઃખમાં પિતાનું દુઃખ દેખાવા લાગે છે. દુનિયાના સર્વે દેશના સર્વ માનવીઓની આ વાતની સમજણમાં જ દુનિયાભરની સાચી શાન્તિ અને શાશ્વત સુખને આધાર છે. આ સમજણ માનવામાં આવતાં ઘણી વાર લાગે છે. ખાસ કરીને પ્રજાઓમાં અને દેશમાં આ વિચાર ઉત્પન્ન થવો અને તેને વિકસાવ એ બહુ અઘરું કામ છે. આ માટે જ આ ખેંચતાણ મટવા પામતી નથી અને એના ચાલુ રહેવાથી દુનિયાને ઘણાં મોટાં નુકસાન થાય છે. જ્યારે જ્યારે આ ખેંચતાણ વધી જાય છે અને મનુષ્યોમાં અણુસમજ, સ્વાર્થ, તથા તૃષ્ણાતૃપ્તિનું જોર હોય છે ત્યારે ત્યારે અશાંતિ, અસુખ અને અવનતિ વધે છે, અને જ્યારે જ્યારે એકબીજામાં પ્રેમભાવ તથા સર્વના કલ્યાણની વૃત્તિ વધવા લાગે છે ત્યારે ત્યારે ચારે કોર શાંતિ, સુખ તથા ઉન્નતિ દેખાવા લાગે છે. દુનિયામાં પિતા પારકાને ભેદ તથા વાડાઓ જેટલે અંશે વધવા લાગે છે, તેટલા પ્રમાણમાં સમાજઆત્માના ટુકડે ટુકડા થવા લાગે છે, કજિયાઓ વધે છે, દુઃખ, ગરીબાઈ તથા બરબાદી ફાલવા લાગે છે. બીજા Page #15 -------------------------------------------------------------------------- ________________ ગીતા અને કુરાન શબ્દોમાં કહીએ તે એમ કહી શકાય કે બહારના લડાઈટંટા માનવીની આ અણસમજનું પરિણામ તથા માંહોમાંહેની ખેંચતાણનું જ પ્રતિબિંબ છે. આ અણસમજ પ્રત્યે મનુષ્યનું ધ્યાન ખેંચવાનું તથા એમને આ ખેંચતાણથી દૂર રહેવાને રસ્તો બતાવવાનું કામ ધર્મોએ વધારેમાં વધારે કર્યું છે. “ધર્મ” શબ્દ સંસ્કૃત “ઘ” ઉપરથી થયો છે. તેને અર્થ ધારણ કરવું અથવા સાંધી દેવું એવો છે, મનુષ્યને જુદા પડતાં રોકે તેનું નામ ધર્મ. સંસ્કૃત પુસ્તકોમાં ઠેર ઠેર ધર્મ શબ્દને આ જ અર્થ આપવામાં આવ્યો છે. મહાભારતમાં કહ્યું છેઃ ધર્મ શબ્દ ધારણ કરવા સાથે સંબંધ ધરાવે છે, તેને અર્થ સંભાળી રાખવું કે સાંધી દેવું એવો છે. ધર્મથી સૌ સાવધ રહે છે તથા મળતા રહે છે. જે કાર્યથી સર્વ લે કે એકમેક સાથે સંકળાયેલા રહે તે જ સાચે ધર્મ છે. સર્વના ભલા માટે ધર્મને વર્ણવવામાં આવ્યો છે. જે કાર્યથી સર્વનું કલ્યાણ થાય તે જ મૂળમાં ધર્મ છે. કોઈ પણ પ્રાણીને દુઃખ કે નુકસાન ન પહોંચે તેવું ધર્મનું વર્ણન છે. જે કાર્યથી કેઈને પણ હાનિ ન પહોંચે તે જ સાચે ધર્મ છે. જે મનુષ્ય સૌનું ભલું ચાહે છે તથા સૌને કલ્યાણનાં કામમાં કાયા, વાચા ને મનસા મંડ્યો રહે છે, તે જાજલે! તે જ ધર્મને જાણવાવાળો છે.” મજહબ” શબ્દને અર્થ છે “માર્ગ . જે રસ્તે સૌની ભલાઈને છે તે જ સાચે ધર્મ – મજહબ છે. કુરાનમાં કહ્યું છે: સાચેસાચ તમે સો મનુષ્ય એક જ પ્રજાના છે, અને એક જ પ્રભુ તમારે માર્ગદર્શક છે, તેથી તેની પૂજા Page #16 -------------------------------------------------------------------------- ________________ દુનિયાના સર્વ ધર્મો એક છે કરે. જો કે એ પોતપોતાના વાડાઓ બાંધ્યા છે. પણ સૌને એક જ પ્રભુ પાસે જવાનું છે.” (અબિયા, ૯૨–૯૩) એક વાર મહંમદ સાહેબને કેઈએ પૂછ્યું: “ધર્મ શું છે?” એમણે ઉત્તર વાળ્યો: “ધીરજથી સહન કરવું અને બીજાઓનું કલ્યાણ કરવું તે.” (અહમદ) એક બીજે સ્થળે ઇસ્લામના પયગમ્બરે કહ્યું છે જે નું મોમીન (ઈમનવાળે-ધમિક) થવા ચાહતે હેય તો તારા પાડોશીનું ભલું કર, અને જો તું મુસ્લિમ થવા ચાહતો હોય તે પિતા માટે જે સારું ગણે છે તેને જ સૌને માટે સારું લેખજે.” (તિરમિઝી) મહંમદ સાહેબની એક બીજી ઉપદેશ-કથા છેઃ “સકળ સૃષ્ટિ પ્રભુનું કુટુંબ છે. જે આખા કુટુંબનું ભલું કરે છે તે પ્રભુને વહાલો છે.” (બેહકા) પંથ, પથ, માર્ગ અને જાપાની તથા ચીની ભાષાઓમાં તો યા રો ને પણ મજહબના જેવો જ અર્થ છે. અંગ્રેજી શબ્દ “રિલીજ્યન” જે ધાતુ ઉપરથી નીકળે છે તેને અર્થ છે “બાંધવું”. જે વસ્તુ એકબીજાને બાંધી-સાંધી-સાંકળી રાખે છે તે જ છે ધર્મ (રિલીજ્યન). આ રીતે ધર્મ, મજહબ કે “રિલીયન”ની મોટામાં મોટી આવશ્યકતા તથા તેનું મોટામાં મોટું કામ એ જ છે કે તે મનુષ્યમાત્રને આપસની ફૂટથી, લડાઈઝઘડાથી તથા કંટાઓથી બચાવે, તેમને કુટુંબીજનોની પેઠે પ્રેમને દોરે બાંધી રાખે, તેમનામાં મેળ રાખે તથા પરસ્પર સાથે વ્યવહાર કરવાને, રહેણીકરણીને અને જીવન ગુજારવાને તેમને એ ઢંગ, એ પંથ, એ સિદ્ધાંત તથા એ નિયમ Page #17 -------------------------------------------------------------------------- ________________ ગીતા અને કુરાન દાખવે કે જેથી સૌનું કલ્યાણ થાય. તે નિયમ કે સિદ્ધાંત સદાચારના અથવા સદ્દગુણના માન્ય સિદ્ધાંતે છે જેને દુનિયાના સર્વ ધર્મોએ તથા તેને સ્થાપિત કરનારાઓએ તથા ચલાવનારાઓએ આરંભથી આજ સુધી એકસ આગ્રહ રાખે છે. મનુષ્યજીવનને આ સીધાસાદા મૂળભૂત સિદ્ધાંત ઉપર ચલાવવા માટે સૌ ધર્મોએ જેને આશ્રય લીધે છે તે શ્રેષ્ઠ પ્રકાર એવો છે કે જેથી એક ઈશ્વરમાં, ખુદામાં, અથવા “ગેડ”માં શ્રદ્ધા રહે. આટલા બધા મોટા આ સંસારને, બ્રહ્માંડનો ચલાવનાર કોઈ ને કોઈ જરૂર છે, કઈને કઈ એવી મહાન શક્તિ છે જેની સાથે આપણે સંબંધ છે અને જેના ભણું આપણે સૌ જઈ રહ્યાં છીએ. જે રીતે આ પૃથ્વીની તથા તેનાથીયે દૂર દૂર સુધીની બધી ગરમી તથા રેશની આ સૂર્યમાંથી નીકળે છે તેવી જ રીતે આપણા પ્રાણને, આપણી સર્વ ચેતનશક્તિઓને, આપણા આત્મામાં ભરેલી અદ્દભુત શક્તિને પણ ક્યાંક ને ક્યાંક કઈ ભંડાર છે જ્યાંથી તે સર્વ નીકળે છે. આપણા પોતાના આત્માની લઘુતા, અશક્તિ તથા પરતંત્રતા જ આપણને તે પરમ આત્માના અખૂટ સામર્થ્યની જાણ કરાવે છે. સર્વ ધર્મોએ એ સ્વીકાર્યું છે કે ઈશ્વર – અલ્લાહ માનવની ટૂંકી બુદ્ધિ તથા સમજણથી કેટલાયે ઊંચે તથા દૂર છે. સાથે સાથે દરેક ધર્મના ગીઓ, સૂફીએ, સંત, વલીઓ, ઋષિઓ તથા નબીઓ (દ્રષ્ટાઓ) વગેરેએ આ માટીની કાયા તથા ટૂંકી બુદ્ધિની હદ વટાવીને પેલા અનહદની તથા અનંતની Page #18 -------------------------------------------------------------------------- ________________ દુનિયાના સર્વ ધર્મો એક છે ડીઘણી ઝાંખી કરવાનો દાવો કર્યો છે. બૌદ્ધ ધર્મ અથવા એવા બીજા ધર્મો કે જેને વિષે એમ મનાય છે કે તેઓ આ દુનિયાને કઈ સટ્ટા છે એમ માનતા નથી તેઓ પણ સિદ્ધ, અરહંત અથવા બુદ્ધ (પ્રકાશિત) એવા કેઈ ને કેઈ રૂપમાં સર્વ મર્યાદાઓની તથા અશક્તિઓની ઉપર પૂર્ણ આત્મા, પરમ આત્મા, સર્વ આત્માને તો માને છે. પૂર્ણતાને પહોંચવાની કોશિશ કરવી તે જ મનુષ્યને ધર્મ તથા તેની ફરજ છે એમ બતાવે છે ને ત્યાં સુધી પહોંચવા માટે પાપકાર, સદાચાર અને સૌની સાથે ભાઈચારે રાખવાનું ખાસ જરૂરી ગણાવે છે. પરિણામ એ આવે છે કે આપણે એને કઈ પણ મનગમતા નામે ઓળખીએ છીએ – ભગવાન, ઈશ્વર, પરમાત્મા, ખુદા, અલ્લાહ, અથવા ગેડ, માત્ર એક પરમેશ્વરને માનવ, તેને જ સૌનો એકસરખે પાલણહાર લેખ, તેના સેવકરૂપે સૌ મનુષ્યને પિતાના ભાઈ માનવા, અને સૌની સાથે મેળ, પ્રેમ તથા પરોપકારથી વર્તવું એ જ આ દુનિયાના સર્વ ધર્મોને સાર છે. એ પણ નિઃસંદેહ છે કે દુનિયાના સર્વે મોટા મોટા ધએ આ પૃથ્વીના કડે મનુષ્યને સેંકડો તથા હજારો વર્ષો સુધી સાચે રહે વાન્યા છે. આજ સુધી કરેડો માનવીએનાં હૃદય તથા મનને, એમના આત્માને સુખ તથા શાન્તિ દેનાર ચીજ ધર્મ કરતાં બીજી નથી મળી આવી. મનુષ્ય મનુષ્યમાં પ્રેમ પેદા કરનાર ધર્મ સિવાય અન્ય કોઈ તાકાત જગતમાં મળી આવતી નથી. Page #19 -------------------------------------------------------------------------- ________________ ગીતા અને કુરાન આજે આખી દુનિયામાં નાનામોટા સંપ્રદાયેા, મજબ, ધર્મ, પંથ તથા મત પ્રચલત છે. આ સહુમાં છ ધર્માંની ખાસ ગણતરી છે. હિંદુ, યહૂદી, જરથેાસ્તી અથવા પારસી, બૌદ્ધ, ઈસાઈ અને ઇસ્લામ. જ્યાં સુધી જાણ્યામાં છે ત્યાં સુધી આમાં હિંદુ ધર્મ સૌથી જૂને તથા ઇસ્લામ સૌથી છેલ્લા — નવા છે. હિંદુ ધર્મને માનવાવાળાએ હિંદુસ્તાન સિવાયના બહારના પ્રદેશેામાં અતિ અલ્પ સંખ્યામાં છે. દુનિયાભરમાં વધુ સંખ્યા ઈસાઈ એ તથા બૌદ્ધોની છે અને સૌથી એછી યહૂદી તથા પારસીઓની છે. ઈસ્લામને અસ્તિત્વમાં આવ્યે લગભગ સાડા તેરસે વર્ષે થયાં છે. એને માનવાવાળાઓની સંખ્યા આખી દુનિયામાં લગભગ ત્રીસ કરોડની છે. આ છ મેાટા માટા ધર્માંના છ મેાટા ધર્મગ્રંથા છે. હિંદુઓના ઋગ્વેદ, યહૂદીઓની તૌરાત, પારસીઓના ઝન્દ્ર અવસ્તા, બૌદ્ધોની ત્રિપિટક, ઈસાઈ આનું ખાઈબલ અને મુસલમાનાનું કુરાન. આ છ પવિત્ર ગ્રંથેાને સાથે સાથે રાખીને જો શ્રદ્ધાપૂર્વક વાંચવામાં આવે તે એમાં દર્શાવેલ મૂળભૂત વાતો એકસરખી મળી આવશે. કયાંક કયાંક તા એમાંનાં કથાવાર્તા, પ્રસંગે અને ભાગે મળતાં આવે છે. આ સર્વને તુલનાત્મક દિએ વાંચનારને એમ લાગ્યા વિના નહીં રહે કે આ સર્વ ધર્મોનું મૂળ એક જ છે અથવા તે એમ લાગશે કે એક જ મહાવૃક્ષની વિસ્તરેલ આ સર્વે શાખાઓ છે; દરેક શાખા પાતપેાતાના સ્થળકાળમાં સત્યની શોધ કરનાર કરોડા આત્માને શાંતિ, શીતળતા તથા આશરે Page #20 -------------------------------------------------------------------------- ________________ દુનિયાના સર્વ ધર્મો એક છે દેતી રહી છે. ઉપરના છયે ગ્રંથમાં નાવેદ સૌથી જૂને ગ્રંથ છે; અને કુરાન છેવટને છે. તે પણ કુરાનના “અનૂર અધ્યાયમાં પરમાત્માની લીલા તથા સ્તુતિને વાંચતાંવેંત અશ્વેદની કેટલીક ત્રચાઓ કે જેમાં ઈશ્વરની સ્તુતિ ગવાઈ છે, તેનું સ્મરણ થાય છે. કુરાનમાં ઈશ્વરનું સૌથી મોટું નામ “અલ્લાહ” છે. શ્વેદમાં ઈશ્વરનાં નામોમાંનું એક નામ ઈલા” છે જે સંસ્કૃતમાં “ઈલ” ધાતુ ઉપરથી નીકળે છે અને જેનો અર્થ થાય છે ભજવું કે પૂજવું. ટ્વેદનું એક આખું સૂક્ત ઈલા નામે છે. આજથી ઓછામાં ઓછાં છ હજાર વર્ષ પહેલાંની સુમેરી સંસ્કૃતિ અને ત્યાંની બેલી ઈશ્વરને “ઈલ”નામે ઓળખતી. આ ઉપરથી જ પુરાણું “બાબિલ” (બાબ+ ઈલ =અલ્લાનું દ્વાર) નગરનું નામ પડ્યું છે. યહૂદીઓની તૌરાતમાં તથા પારસીઓના ઝન્દ અવસ્તામાં આ નામ ઠેર ઠેર નજરે ચડે છે. જ્યારે હજરત ઈસાને શૂળી પર ચડાવવામાં આવ્યા ત્યારે તેમના મુખમાંથી ઈલેહી! ઈલેહીં!” (હે મારા ઈશ્વર! હે મારા ઈશ્વર !) શબ્દો નિકળ્યા કહેવાય છે. “તરજુમાનુલ કુરાન” નામના પિતાના ગ્રંથમાં મૌલાના અબુલ કલામ આઝાદે બતાવ્યું છે કે કલદાની, સુરિયાની અને બીજી પ્રાચીન ભાષાઓમાં ઈશ્વરનાં નામો આને મળતાં મળી આવે છે. જેવા કે કલદાનીમાં ઇલાહિયા”, ઈબરાનીમાં “ઈલેહ” વગેરે. એક વાત સ્પષ્ટ છે કે અલ્લાહ નામ કોઈ ને કોઈ રૂપે શ્વેદના સમયથી ઘણા દેશમાં તથા ઘણી ભાષાઓમાં ચાલ્યું આવે છે. એવી જ રીતે કુરાનને “૨મ્બ” સાર્વેદને આખી Page #21 -------------------------------------------------------------------------- ________________ ગીતા અને કુરાન દુનિયાને પાળવાવાળે ?” છે. કુરાનની સૌથી પહેલી પ્રાર્થના “એ તેનèરાતરુ મુસ્લીમ” (અમને સન્માર્ગે લઈ જા) અને સર્વેદની ઋચા “મને નથ સુપથ” એ એકમેકનું ભાષાંતર છે. વેદોમાંના એકમેવાદિતીયમ્” અને ઇસ્લામમાંના “વવાર રીવા” બને સમાનાર્થ છે. એનો અર્થ એ છે કે “તે એક છે અને બીજે કઈ ભાગીદાર નથી.” આવી જ સ્થિતિ બીજા સર્વ ધર્મગ્રંથોની છે. કુરાનને “ત્રા fમાણુ મિસ્ત્રા' અથવા કલમ-એ-તૌહીદના “ઝારિયા ગિરુ' શબ્દ અને ઝબ્દ અવસ્તાના “નેત વન માર થવાન' એ બધાય એકમેકના શબ્દાનુવાદે છે. કુરાનમાં “વિમિતામિવિરહીન' એક સો ચૌદ વાર આવ્યું છે. એનો અર્થ થાય છે એ ભગવાનના નામ સાથે કે જે રહેમ કરવાવાળે છે અને દયાળુ છે.” ઈરાનના જરથોસ્તી વિદ્વાને પોતાના ગ્રંથને આરંભ “નામ ચગાન વરિારા જિરવાર' એ વાક્યથી શરૂ કરતા હતા. બંનેને ભાવાર્થ એક જ છે. - હવે આપણે એ જોઈશું કે આ મોટા મોટા ધર્મના પ્રવર્તકે પિતાની પહેલાંના અને પછીના ધર્મો વિષે શાં શાં મંતવ્ય ધરાવતા હતા. એમનાં એ મંતવ્યને વિચાર કરીએ છીએ ત્યારે આશ્ચર્ય થાય છે કે આ સર્વ મહાપુરુષોએ તથા પયગંબરોએ ભારે સ્પષ્ટતાથી અને મક્કમતાથી દરેક ધર્મની સચ્ચાઈની ને ઊંચાઈની જાહેરાત કરી છે, પણ એમને અનુસરનારાના કાન સુધી પણ એ સૂર નથી પહોંચી શકતા. નીચેનાં દૃષ્ટાંતોથી આ વાત વધારે સ્પષ્ટ થશે. કરીએ છીએ અને ચાની Page #22 -------------------------------------------------------------------------- ________________ દુનિયાના સર્વ ધર્મો એક છે "C ૧૩ શ્રીકૃષ્ણે ગીતામાં કહ્યું છે 37 “જે માણસ ફાવતે રસ્તે ચાલીને ઈશ્વરને મેળવવાની કાશિશ કરે છે તેને ઈશ્વર એ જ માર્ગે મળે છે, મનુષ્યે જુદી જુદી દિશાએથી ચાલીને પણ એ જ ઢબે ઈશ્વરનાં દર્શન કરે છે. જે રીતે એક ગેાળ ચક્ર ઉપર ચારે બાજુએ ઊભેલા માણસા જુદે જુદે ઠેકાણેથી કેંદ્ર સુધી પહોંચે છે. ” (૪–૧૧) પારસી ધર્મના પ્રસ્થાપક મહાત્મા જરથુષ્ટ્રે કહ્યું છેઃ દુનિયાના આજ પહેલાંના ધર્માંતે માનીએ છીએ. એ સર્વ ભલાઈ તરફ લઈ જનારા હતા.” (યસના, ૧૬-૩) ચીનને માટે જનસમૂહેલેથી જ ભારતવર્ષના બુદ્ધ, ચીનના મહાત્મા લાવ્યું તથા મહાત્મા ડુંગકુઝે મે ત્રણેને પેાતાના ગુરુ, પીર ને માર્ગદર્શક માને છે. કુંગફુલ્કે તથા લાઓત્ઝે એ અને ચીનના એ માટા ધર્માંના પ્રવર્તકા હતા. કુંગફુલ્ઝેએ કહ્યું છેઃ ' “ હું પહેલાંની વાતાને જ આગળ ચલાવી રહ્યો છું; હું કશીયે નવી વસ્તુ નથી બતાવી શકતા. ’’ બુદ્ધદેવે કહ્યું છે ઃ "" “ કેટલાયે મુદ્દો મારા પહેલાં આવ્યા તે કેટલાયે મારી પછી આવશે. હું પુરાણા પ્રકાશને જ પ્રસારી રહ્યો છું. બૌદ્ધ અને જૈન ધર્માંના અનુયાયીઓ માને છે કે પ્રારંભથી તે આજ સુધી યુદ્ધ અને તીર્થંકરો થતા આવ્યા છે, તેએ સંસારને એ જ સચ્ચાઈ ને તથા ઊંચાઈ ના રસ્તા દેખાડતા રહ્યા છે અને એ જ પ્રમાણે ચાલતું રહેશે. જ Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ઇજિલમાં લખ્યું છે “શું કાઈ એવી વાત છે કે જેને વિષે એમ કહી શકાય કે એ નવી છે? આ સર્વે અમારાથી પહેલાંના સમયથી ચાલતું આવ્યું છે. દુનિયામાં કાઈ ચીજ નવી નથી. ' ( તૌરાત, કિતાબ વાએજ ) પયગંબર ઈસાએ કહ્યું છેઃ ?? “ હું જૂના ધર્મને તથા પયગંબરાના ઉપદેશનો નાશ કરવા નથી આવ્યા, પરંતુ હું તેની પૂર્તિ સારું આવ્યેા હું. કુરાનમાં લખ્યું છે ગીતા અને કુરાન "" “ સાચેસાચ અમે ( અલાહે ) દરેક દેશમાં પયગંબરે જન્માવ્યા છે જેમણે માનવસમાજને ઉપદેશ કર્યો કે પ્રભુનું ધ્યાન ધરેા તથા બૂરાઇથી બચતા રહેા. ( નહલ, ૩૬ ) સાચેસાચ તમારા આ સર્વ ધમેર્યાં અથવા સંપ્રદાયે એક જ ધર્મ અને એક જ સંપ્રદાય છે અને તમારા સોતા એક જ પાલણહાર છે એનું જ લક્ષ રાખેા. પરંતુ મનુષ્યાએ પેાતાના ધર્મના આપસમાં ભાગલા કર્યા અને દરેક દલ પેાતાના ભાગલાથી ફુલાતું ફરે છે. આ જ મોટી અસમજ છે.” (મેામેનૂન ૩, ૫૧–૧૪) ઃઃ ઃ 33 સાચેસાચ જે લેકા એક ઈશ્વર તથા તેના પયગંખરેાતે નથી માનતા તથા પેાતાનાં મંતવ્યા પ્રમાણે ચાલવા ચાહે છે તે જ ખરેખર કાફિર છે. અને પ્રભુએ તેમને માટે નરકની સજા કરાવી રાખી છે. ( તેસાય, ૧૫૦–૧૫૧ ) સાચેસાચ જે લેાએ ધર્મના જેએ પેાતપેાતાના વાડા બનાવી તમારા કાઈ સંબંધ ન હોઈ શકે. > ભાગલા કર્યાં છે અને બેઠા છે તેમની સાથે (ઇનામ, ૧૬૦ ) Page #24 -------------------------------------------------------------------------- ________________ દુનિયાના સર્વ ધર્મો એક છે “આ (કુરાન) તે સચ્ચાઈ છે. આ ગ્રંથ પહેલાંના ધર્મગ્રંથનું સમર્થન કરે છે (એટલે કે એ સર્વને સત્ય સાબિત કરે છે).” (બકરહલ ). “અને તમને (મહંમદ સાહેબને) કેઈ એવી વાત નથી કહી જે પહેલાંના પયગંબરોને ન કહી હોય.” (હા–મીમ, ૪૩) પ્રભુએ સૈ માટે જુદાં જુદાં વિધિઓ તથા સાધનો બનાવ્યાં છે. જે ઈશ્વર ધારત તો સૌને માટે એકસરખા રીતરિવાજો– રસ્તાઓ બનાવત, પરંતુ પ્રભુએ જેને જે સાધન ચીંધ્યું છે તે દ્વારા જ તે પ્રભુને પરખે. આ માટે સંપ્રદાયના ઝઘડાઓમાં ન પડે અને એકમેકની ભલાઈના કામની સ્પર્ધા કરે. સર્વને પ્રભુ પાસે પાછું જવું છે. તે વેળા જે જે વાતો અંગે તમારામાં મતભેદ છે તે તે પ્રભુ તમને સમજાવી દેશે.” (માદા, ૪૮) આ ધર્મગ્રંથમાં આવી અગણિત વાત ભરેલી પડી છે. સત્ય વાત એ છે કે फकत तफावत है नाम ही का, दरअस्ल सव ओक ही है यारो! जो आबे साफीकी नोजमें है, असीका जलवा हुवावमें है। હે દોસ્ત! માત્ર નામ જ લેટ છે. મૂળમાં સર્વ એક જ છે. જે સ્વચ્છ પાણીની લહેરોમાં છે તેનો જ ઝગમગાટ પરપોટામાં દેખાય છે. દુનિયાના મુખ્ય મુખ્ય ધર્મોની એકતાને ઉલ્લેખ આપણે ઉપરના ભાગમાં કર્યો છે. આ પ્રકરણમાં હિંદુ ધર્મના તથા ઈસ્લામના બે વિખ્યાત અને પ્રચલિત ગ્રંથે – Page #25 -------------------------------------------------------------------------- ________________ ગીતા અને કુરાન ગીતા તથા કુરાનની વાત કરીશું. આપણા દેશમાં આ બે ધર્મોના જ માનવાવાળા મોટી સંખ્યામાં રહે છે. ગીતા ક્યારે ને કેવી રીતે લખાઈ તથા હિંદુ ધર્મના ગ્રંથમાં ગીતાનું સ્થાન ક્યાં છે તે ગીતાના વિવરણમાં દર્શાવીશું. તેવી જ રીતે કુરાન ક્યારે, કેવી રીતે, અને ક્યા સંજોગોમાં પ્રાપ્ત થયું તથા તેને પ્રભાવ જનતા ઉપર કે પડ્યો એ સર્વ કુરાનના વિવેચન સમયે દાખવીશું. ગીતા એ હિંદુ ધર્મને ખાસ ગ્રંથ છે તથા ધર્મને તે નિચોડ ગણાય છે એ વાત સુવિદિત છે. એ જ પ્રમાણે કુરાન પણ ઈસ્લામનો સર્વથી શ્રેષ્ઠ ગ્રંથ અને તેને આધાર છે. દુનિયાના આ બંને પવિત્ર ગ્રંને સાથે રાખીને સદ્ભાવપૂર્વક વાંચવામાં આવે તે સ્પષ્ટપણે જણાઈ આવશે કે આ બંનેના ઉપદેશ તથા મૂળભૂત સિદ્ધાંતે એકસરખાં છે. કેટલાંક દષ્ટાંત અમે આગળ જતાં ટાંકીશું. ભારતવર્ષમાં ગીતાને તથા અરબ દેશમાં કુરાનને ઉપદેશ જે સંજોગોમાં આપવામાં આવ્યું હતું તે એકબીજાને મળતા આવે છે. આર્યાવર્તમાં કૌરવો અને પાંડવો વચ્ચે મહાભારતનું યુદ્ધ થયું હતું, લડનારા એક જ કુટુંબના હતા તથા એક જ દાદાના પૌત્ર હતા. એ લડાઈમાં બંને પક્ષેમાં એકમેકના ભાઈ, મામા, કાકા, સાળા, બનેવી, સસરા વગેરે સગા હતા. એ જ પ્રમાણે કુરાનમાં મુસલમાન તથા ગેરમુસલમાન વચ્ચેની લડાઈની જે વાત આવે છે તે અરબ દેશના એક જ મોટા તથા પ્રસિદ્ધ કુરેશ કુટુંબનાં સંતાનોની છે. “કુરેશ” અને “કુરુ” એ બંનેમાં માત્ર શાબ્દિક નહીં Page #26 -------------------------------------------------------------------------- ________________ દુનિયાના સર્વ ધર્મો એક છે ૧૭ પણ ઐતિહાસિક મળતાપણું છે. કરુશ અને કુરુ એ બને નામે ઈરાનના ગ્રંમાં મળી આવે છે. ઈરાનના એક મોટા બાદશાહનું નામ કૌરુશ હતું જેનું અંગ્રેજી વિકૃત રૂપ, સાઈરસ થયું. ઈરાનીએ પિતાનાં પુસ્તકમાં તેને “કૌરુશ” તથા કુરુ” બન્ને રીતે લખે છે. કૌરના અને પાંડેના એક અગ્રજનું નામ “કુરુ” હતું. કૌરવ શબ્દ કુરુ ઉપરથી થયે છે. મહાભારતના કુરુ અને કૌરવ, ઈરાનના કૌરુશ અથવા કુરુ અને અરબસ્તાનના કુરેશ એ ત્રણે નામોનું મૂળ એક જ છે. ઈતિહાસની એ એક સત્ય ઘટના છે. જે રીતે કૌરવોએ પાંડ ઉપર જુદી જુદી જાતને કેર વર્તાવ્ય તથા એમને દુઃખ દીધાં, એમની મિલકત પડાવી લીધી, એમને ઘરથી તથા વતનથી બહાર કાઢી મૂક્યા, એમનાં ઘરોને આગ લગાડી તથા એમને ઝેર પાવાની પણ કોશિશ કરી તે જ પ્રમાણે મક્કાના કુરેશે એ મહંમદ સાહેબને તથા તેમના સર્વ સગાંસંબંધીઓ કે જેમણે મહંમદ સાહેબના ઉપદેશને કારણે જૂના ધર્મને છેડીને ઈસ્લામને સ્વીકાર કર્યો હતો એટલે કે એક અલ્લાહ સિવાયનાં બીજાં દેવદેવીઓની અથવા કાબાની જૂની મૂર્તિઓની પૂજા બંધ કરી હતી, તે સર્વને લગભગ તેવી સર્વ યાતનાઓ આપી હતી. મકકામાં કાબા એ હજારો વરસો પહેલાંનું એક પુરાણું મંદિર હતું. કુરેશ એના પૂજારી–પંડા હતા. તેર વર્ષ સુધી કુરેશએ મહંમદ સાહેબ તથા તેમનાં સાથીસંબંધીઓ ઉપર એટલા બધા જુલમ વરસાવ્યા કે તેમનું મકામાં રહેવું અશક્ય થઈ ગયું હતું. છેવટે મહંમદ સાહેબને ગી-૨ Page #27 -------------------------------------------------------------------------- ________________ ગીતા અને કુરાન પિતાને મક્કા છોડી મદીના ચાલ્યા જવું પડ્યું હતું. જે મુસલમાનો પહેલેથી મક્કા છોડી ગયા હતા તેઓ મદીનામાં પહોંચી ગયા. મદીનાના ઘણા લોકોએ ઈસ્લામ ધર્મ સ્વીકાર્યો હતે. મક્કાના કુરેશોએ અહીં પણ તેમને પીછે પકડ્યો. એક તરફથી મક્કામાં બાકી રહેલા મહંમદ સાહેબના અનુયાયીઓને તથા ભાવિકોને સતાવવામાં આવતા હતા અને બીજી તરફથી એક મોટું લશ્કર લઈને મહંમદ સાહેબને તથા તેમના મળતિયાઓને માત કરવા મદીના ઉપર ચડાઈ કરી હતી. તે કાળ સુધી ઈસ્લામમાં દુશ્મને વિરુદ્ધ પણ હથિયાર ઉગામવાની પરવાનગી ન હતી. એ તેર વર્ષોમાં કુરાનમાં જે વચન એ વિષયનાં છે તે સર્વમાં “બીજાના જુલમને ધીરજથી શાંતિથી સહન કરી લેવા ” તથા “બૂરાઈને બદલે ભલાઈથી આપ” એ જ ઉપદેશાયું છે. (હામીમ, ૩૪, ૩૬; અલમોમેનુન, ૬ વગેરે). જ્યારે કુરેશીએ પહેલી વાર મદીના ઉપર ચડાઈ કરી ત્યારે પહેલી વાર કુરાનમાં નીચેના શબ્દમાં તલવાર હાથ ધરવાનું કહેવામાં આવ્યું? લડાઈ કાજે જેના ઉપર ચડાઈ કરવામાં આવે છે તેમને લડાઈની પરવાનગી આપવામાં આવે છે, કારણ કે તેમના ઉપર આ જુલમ છે, અને આ નિઃસંદેહ છે કે અલ્લાહ તેમની મદદ માટે પૂરતો છે. આ રજા તેમને આપવામાં આવે છે કે જેમને અન્યાયી રીતે ઘરબહાર કાઢવામાં આવ્યા છે કારણ કે તેઓ માને છે કે એક અલ્લાહ જ અમારો પાલક છે. ” ( હજજ, ૩૦, ૪૦ ) Page #28 -------------------------------------------------------------------------- ________________ છે તેવા મારા પર અનેક પ્રકારે જોઈએ બીજે કશેય દુનિયાના સર્વ ધર્મો એક છે ગીતામાં કૌરવોને ધર્મભ્રષ્ટ તથા આતતાયી કહેવામાં આવ્યા છે (૧-૩૬). મનુસ્મૃતિ તથા બીજા ગ્રંથમાં આતતાયી શબ્દ એ લોકો માટે વપરાય છે કે જેઓ આગ લગાડે, ઝેર ખવડાવે, હત્યા કરે, લૂંટ ચલાવે અથવા એ રીતનાં બીજાં દુષ્ટ કૃત્ય આચરે. આ આતતાયીઓ માટે મોતની સજા ફરમાવવામાં આવી છે. મનુસ્મૃતિમાં લખવામાં આવ્યું છે: આતતાયી જે સામેથી આવતો હોય તો બીજે કશેય વિચાર કર્યા વિના તેને મારી નાખવો જોઈએ.” મુસલમાન ઉપર અનેક પ્રકારના જુલમો જેઓ કરતા હતા તેવા મક્કાના કુરેશ માટે કુરાનમાં “કાફિર શબ્દ ઠેકઠેકાણે વપરાય છે. એને શબ્દાર્થ છે “નગણે', કૃતની. મકાના આ “કાફિરો સાથે લડાઈ કરવાની પરવાનગી આપતી વેળા નીચેનાં ત્રણ કારણે આપવામાં આવ્યાં છે. (૧) મક્કાના એ ભાઈઓ કે જેઓ ઇસ્લામ પ્રત્યે ભક્તિ રાખે છે તેમને તેઓ જુદી જુદી રીતે સતાવતા હતા (નેસાય, ૭૪). (૨) એમણે ન્યાય વિરુદ્ધ મુસલમાનોને ઘરથી બહાર કાઢયા હતા કારણ કે મુસલમાને એક અલ્લાહ સિવાય બીજાં કઈ દેવદેવીની પૂજા કરવા ના પાડતા હતા (હજજ, ૪૦). (૩) એમણે કશાય કારણ વિના મદીના ઉપર ચડાઈ કરીને ત્યાંથી પણ મુસલમાનોને નિર્મૂળ કરવાનું ઈછયું હતું (હજ્જ, ૪૯). આ સંબંધમાં એક બીજી વાત ધ્યાનમાં રાખવા જેવી છે. જે વેળા મક્કાનાં તથા મદીનાનાં સૈન્ય એકબીજાની Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ગીતા અને કુરાન સામે આવી ઊભાં રહ્યાં ત્યારે તેમાં પણ કૌરવ પાંડેની સેનામાં હતું તેમ બને પક્ષે એકમેકના ભાઈ, કાકા, મામા, સસરા તથા આપાસેના સગાસંબંધીઓ લડવા તૈયાર થયેલા દેખાયા. જે રીતે ગીતામાં અર્જુનનું હૃદય પિતાના સંબંધીઓને યુદ્ધમાં ઊભેલા જોઈને દ્રવી ગયું હતું અને અર્જુને એક વાર લડવાની પણ ના પાડી એ જ પ્રમાણે કુરાનમાં લડાઈની સંમતિ મળી ગયા પછી પણ કેટલાક મુસલમાને લડાઈથી અલગ રહેવા ઈચ્છતા હતા. ગીતામાં શ્રીકૃષ્ણ અર્જુનને ઉપદેશ દીધું હતું? “તારા હૃદયની આ દુર્બળતાને છોડીને ઊભો થા તથા યુદ્ધ કર. આ દુર્બળતા તને શોભતી નથી.” (૨-૩) ઉપર પ્રમાણે જ કુરાનમાં મુસલમાનોની કમજોરી તથા સંકેચને જોઈને આદેશ આપવામાં આવ્યું હતું ? તમને યુદ્ધની પરવાનગી આપવામાં આવી છે અને તેથી આમ કરવું ઠીક નથી લાગતું. સંભવ છે કે જે વાત તમને ઠીક ન લાગતી હોય તે તમારા હિતની નીવડે; અને જે તમને ભાવતી હોય તે તમારા અહિતની હોય. . . અને એવી તે શી વાત છે કે તમે અલ્લાહને પંથે ચાલનારાં અશક્ત અસહાય સ્ત્રીપુરુષ અને બાળકોના રક્ષણ માટે નહીં લડે, જેઓ એમ કહી રહ્યાં છે કે હે પાલણહાર ! અમને આ મક્કાથી બહાર કાઢ, અહીંના માનવીઓ અમારા ઉપર કેર વર્તાવે છે; અમને બચાવનાર તથા અમારી સહાયતા કરનાર મોકલ.” (બકરહ, ૨૧૬; નેસાય, ૭૫, ૭૬) Page #30 -------------------------------------------------------------------------- ________________ દુનિયાના સર્વ ધર્મી એક છે જે પ્રમાણે શ્રીકૃષ્ણે અર્જુનને સમજાવ્યા હતા : << જો તું લડાઈમાં માર્યાં જઈશ તે સ્વર્ગને પામશે તે જો તું યુદ્ધ જીતશે તે પૃથ્વીનું રાજ્ય ભાગવશે.” (૨-૩૭) તે જ પ્રમાણે મુસલમાનાને કુરાનમાં કહેવામાં આવ્યુંઃ C “ જે ઈશ્વરને રસ્તે લડતાં લડતાં મરી જાય કે જીતે, તેને અલ્લાહુ બહુ મોટા બદલે આપશે.” ( નેસાય, છ૪ ) ગીતામાં ધર્મ અને ન્યાય માટેની લડાઈને ધર્મયુદ્ધ' કહેવામાં આવ્યું છે. કુરાનમાં ધર્મરક્ષણાર્થે અને ન્યાય માટેના યુદ્ધને કે'તાજ હો સવીલ્જાદુ' અથવા અલ્લાહને રસ્તે લડવું' એમ કહેવાયું છે. < * અને પ્રસંગેામાં છેવટે જીત તે તેની થઈ કે જેના પક્ષ ધર્મના તથા ન્યાયના હતા. અને અન્ને ઠેકાણે આ રીતે સધર્મને સ્થાપિત કરવામાં મદદ મળી. અત્યાર સુધી અમે એ દર્શાવ્યું છે કે ગીતાને અને કુરાનના ઉપદેશ સમાન સંજોગામાં થયે! હતા. હવે અમે આ અને ગ્રંથાના સિદ્ધાંતાની એકવાક્યતાનું અવલેાકન કરવા ઇચ્છીએ છીએ. આ માટે અમે ગીતા અને કુરાનમાંથી કેટલાંક ઉદાહરણેા નીચે ટાંકીએ છીએ. વળી હિંદુ ધર્મનાં તથા ઇસ્લામનાં ખીજાં પુસ્તકા તથા તે તે ધર્મના ભક્તો, સૂફીએની વાણીમાંથી એવી વાતા રજૂ કરીશું જેથી મને ધર્માંની મૂળભૂત એકતા વધુ સારી રીતે સમજાઈ જશે. સૌથી પહેલાં અમે ઈશ્વર અંગેને જ વિચાર કરીએ. ગીતામાં અને કુરાનમાં ઈશ્વરને લગભગ એકસરખા શબ્દોમાં વર્ણવવામાં આવ્યે છે. ગીતામાં ઈશ્વરને કેટલેક ઠેકાણે જ્યોતિષવિતઝ્યોતિ:’ ૧ Page #31 -------------------------------------------------------------------------- ________________ ગીતા અને કુરાન ૧ * · (૧૩-૧૭) એટલે કે ઃ પ્રકાશેામાંને પ્રકાશ ’ અને ‘ પ્રમાસ્મિ શશિસૂર્યયોઃ’ (૭-૮) એટલે કે ચંદ્ર અને સૂરજનેા પ્રકાશ ’ કહેવામાં આવ્યે છે. કુરાનમાં અલ્લાને नुरुनअलानूर' (તૂર, ૩૫) એટલે કે · પ્રકાશ પર પ્રકાશ’ અને ‘સૂર્ સમાવાતે વરુ અર્વે' (નર ૩૫) એટલે કે ધરતીને તથા આકાશના પ્રકાશ’ કહેવામાં આવ્યા છે. 6 ઈશ્વરના પરિચય કરાવતાં ગીતામાં કેટલેક સ્થળેાએ કહેવામાં આવ્યું છે કે “ જનસમાજને અંધકારમાંથી અજવાળામાં લઈ જાય છે’ (૧૦-૧૧). કુરાનમાંયે અલ્લાહના વિષયમાં કહ્યું છે કે “તે લેાકેાને અંધારામાંથી પ્રકાશ ભણી વાળે છે” (મકર૪, ૨૫૭). ઉપનિષદોમાં ઠેકઠેકાણે ઈશ્વરની પ્રાર્થના કરતાં “ અમને તિમિરમાંથી જ્યેતિ તરફ લઈ જા.” (તમસો માગ્યોતિર્ગમય) કહેવાયું છે. મહંમદ સાહેબની એક પ્રખ્યાત પ્રાર્થના છેઃ “ હું અલ્લાહ! મને પ્રકાશ આપ.” ગીતામાં ઈશ્વરને વિવતોનુલક્’ (૧૦-૩૩ તથા ૧૧-૬૧) ‘સર્વે તરફના મુખવાળા' કહ્યા છે. કુરાનમાં ઉલ્લેખ છે જે ખાજી તમે વળા ત્યાં ઈશ્વરનું મુખ છે” (બકરહ ૧૧૫). ઃઃ :: * ગીતામાં ઈશ્વરને ‘સર્વોમફેવરમ્ ' (૫-૨૯) ૮ સર્વે લેાકેાને માલિક' કહી એળખાવવામાં આવ્યે છે. એને રબ્બુજ મામીન ’ (ફાતેહા ૧ ) < કુરાનમાં પણ ૮ સર્વે લેાકેાના માલિક' કહેવાયા છે. Page #32 -------------------------------------------------------------------------- ________________ દુનિયાના સર્વ ધર્મો એક છે ગીતામાં ઈશ્વરને “સત્ય” રૂપે વર્ણવવામાં આવ્યું છે (૧૭–૨૩); કુરાનમાં ઉલ્લેખ છે કે “કોસ્ટ ' (હજજ, ૬૨) એટલે કે “અલ્લાહ હક (સત્ય) છે.” ગીતામાં ઈશ્વરનું નિરૂપણ કરતાં કહેવાયું છે કે “ એના જે અન્ય કોઈ નથી” (૧૧-૪૩); કુરાનમાં કહ્યું છે કે અને એના જેવું બીજું કોઈ નથી” (ઈખલાસ ૪). યજુર્વેદના વેતાશ્વતર ઉપનિષદમાં ઉલ્લેખ છે કે અન્ય કઈ એની તોલે આવી શકે એમ નથી અને નથી એથી કોઈ ઊંચો.” - ગીતામાં લખાયું છે કે “આ સકળ જગત ઈશ્વરથી વ્યાપ્ત છે” (૯-૪, ૧૧-૩૮) આ જ ઉલ્લેખ ઈશેપનિષદમાં છેઃ “આ દુનિયામાં જે કાંઈ છે તે ઈશ્વરથી આવરાયું છે”, એટલે કે ઈશ્વર સર્વમાં રમી રહ્યો છે. કુરાન પણ એ જ વાત કથે છે “ગિનવેલુeત્તે ર fીત” (હા મીમ, ૧૪).“અલ્લાહ સર્વ વસ્તુઓને ઘેરી રહેલે છે.” ઈશ્વર એ સર્વ પ્રાણીમાત્રને આદિ, મધ્ય અને અંત છે” એમ ગીતા ભાખે છે (૧૦-૨૦). ઈશેપનિષદ ઉચ્ચારે છેઃ તે ચાલતે છતાં ચાલતું નથી, તે દૂર છે. સમીપ છે; તે સર્વની અંદર તથા બહાર છે.” કુરાનનાં વચને છેઃ તે (અલ્લાહ) જ સર્વનો આદિ છે, તે જ સૌને અંત છે; તે જ સર્વને બાહ્ય છે, અને તે જ સૌનું અંતર છે. તે સર્વ વાતોને જાણવાવાળો છે.” (હુદેદ, ૩) Page #33 -------------------------------------------------------------------------- ________________ ર૪ ગીતા અને કુશન ઈશ્વરને “અક્ષર” એટલે કે “નાશ ન પામનાર અને બાકીની ચીજોને “ક્ષર' “નાશ પામનાર” એવું ગીતાવાક્ય છે. (૧૫-૧૬) કુરાને પણ તેવી જ વાત કહી છે. સર્વ વસ્તુઓ નાશવંત છે, રહેવાવાળી એટલે અનાશવંત જાત તો માત્ર એ પરમ તથા સનાતન અલ્લાહની જ છે.” (રહમાન, ૨૬–૨૩) ગીતામાં ઈશ્વરને “મરિન્ય” “બુદ્ધિથી પર' (૩-૪૩) અને “નિર્વનીક” એટલે કે જેનું શબ્દોમાં વર્ણન ન કરી શકાય તેવે કહ્યું છે. કુરાનનું કથન છેઃ “મનુષ્યની આંખે જેને નથી પારખી શકતી” (અનઆમ, ૧૦૪). ઈશ્વરના બીજા અનેક ગુણેનું વિવરણ ગીતામાં કરવામાં આવ્યું છે લગભગ તેવા જ ભાવવાહી શબ્દો કુરાનમાંથી મળી આવે છે. ઈશ્વરના ગુણોના સંબંધમાં હિંદુ તથા મુસલમાન વિદ્વાનોએ જે મંતવ્ય રજૂ કર્યા છે તે જોઈએ તે એકતાનું દર્શન વધારે સુભગ થશે. ગીતા કહે છે? આકાશમાં હજાર સૂર્યનું તેજ એકસાથે પ્રકાશી ઊઠે તો તે તેજ તે મહાત્માના તેજ જેવું કદાચિત થાય” (૧૧-૧૨). હે સર્વવ્યાપી વિષ્ણુ! તમારે ઉગ્ર પ્રકાશ આખા જગતને તેજ વડે ભરી મૂકે છે અને તપાવે છે”(૧૧-૩૦). Page #34 -------------------------------------------------------------------------- ________________ દુનિયાના સર્વ ધર્મો એક છે ૨૫ ઈરાનના જાણીતા સૂફી શમ્સ તબરેજ અલ્લાહને સંબોધતાં કહે છે? “હે મારાં નેત્રનું, બુદ્ધિનું તથા પ્રાણનું તેજ ! મારા હૃદયાસન પર તું જ રાજવી છે. તારે પ્રકાશ એ છે જાણે કે લાખો ચંદ્ર તથા સૂરજ વગર આકાશે ઝળહળે છે. તું જ સ્થિર છે ને તું જ ગતિમાનેની ગતિ છે; તું જ એક રસ છે ને તું જ અનેકરૂપી છે. તું જ નીચે તથા ઉપર છે. તું જ શરીર છે ને તું જ પ્રાણ છે. . . . હકે (સત્ય – અલ્લાહે) આગ લગાડી દીધી છે. અસત્ય એમાં ભસ્મ થઈ રહ્યું છે. તે અગ્નિ દિલને ખાખ કરે છે. પ્રભુ કરે, તે આગ મારા હૃદયમાં વ્યાપી જાય.” મુંડક ઉપનિષદમાં આવે છે: એના જ તેજથી આ સર્વ દુનિયા પ્રકાશવંત છે; એના જ ઝગમગાટથી આ સર્વ ઝળહળે છે.” જે પ્રમાણે ગીતા તથા કુરાન ઈશ્વરને મનુષ્યની બુદ્ધિથી પર લેખે છે તે જ ભાવ એક મુસલમાન સૂફીએ દર્શાવ્યું છેઃ खारिज अज़ अकलो क़यासो फ़हम जुमला खासो आम, दूर अज़ हद्दे कि बाशद हीत ये अज़कारे मा। તે અમારી સૌની બુદ્ધિથી, અમારી કલ્પનાથી તથા સમજશક્તિથી પર છે આપણે જે હદ સુધી વાત કરી શકીએ તેથીયે તે પર છે. સામવેદના કેનેપનિષદમાં કહેવાયું છેઃ ઈશ્વર જાયે જાય એમ નથી એવું જાણનાર જ જાણ કાર છે. એને જાણવાનો દાવો કરનાર સાચેસાચ એને જાણતો જ હેતે નથી; એને તેઓ જ જાણે છે કે જેઓ એને જાણવાને દાવો કરતા નથી.” Page #35 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ગીતા અને કુરાન “ઈશ્વર સર્વ વસ્તુઓને આવરી રહેલા છે” એ વિચારને વધારે વિશદ કરતાં એક મુસલમાન સૂફીએ કહ્યું છેઃ काबेमें कलीसामें हमने तो जहां देखा, अ हस्रे वफा! तेरी तामीर नज़र आश्री. ગીતામાં આ જ વિચારનું આવર્તન થાય છે ? ઈશ્વર સર્વ પ્રાણીઓનાં અંતરમાં વસેલે છે” (૧૮-૬૧). ક્યાંક કયાંક એ ઉલ્લેખ પણ થયે છે : ઈશ્વર ભક્તોના હૃદયમાં વસેલે છે” (૧–૧૫). જે ભક્તિપૂર્વક મારી પૂજા કરે છે તે મારામાં રહે છે અને હું એમનામાં વસું છું” (૯-૧૯). મહંમદ સાહેબે કહ્યું છેઃ “માનવનું હૃદય અલ્લાહ માટે રહેવાનું સ્થાને છે.” યજુર્વેદના શતપથબ્રાહ્મણમાં છેઃ “ઈશ્વર દિલમાં રહે છે તેથી જ દિલને “હૃદય' કહેવામાં આવ્યું છે.” મૌલાના રૂમીની મસનવી ફારસી ભાષાનું કુરાન કહેવાય છે. તે મનવીમાં મૌલાના ભાખે છેઃ મહંમદ સાહેબે કહ્યું છે કે – અલ્લાહ ભાખે છે કે હું ઉપર કે નીચે, ધરતી ઉપર કે ઊંચે આકાશમાં કયાંય સમાઈ શકતા નથી. પણ હું શ્રદ્ધાળુ ભક્તના હૃદયમાં વાસ કરું છું. જેઓ મારી ભાળ કાઢવા ચાહે તેઓ મને ત્યાં શોધી શકશે.” શિવસ્તોત્રમાં છેઃ ન હું કૈલાસમાં કે વૈકુંઠમાં વસું છું, મારું રહેઠાણ ભક્તોનું અંતર છે.” *मसनवी मौलवी मानवी, हस्त कुरान दरजबाने पहलवी. Page #36 -------------------------------------------------------------------------- ________________ દુનિયાના સર્વ ધર્માં એક છે એક મુસલમાન સૂફીએ આ જ વિચારને નીચેના સુંદર શબ્દોમાં આલેખ્યા છેઃ २७ अ दर दिले मनस्तो दिले मन बदस्ते अ, चूं आओना बदस्ते मनो मन दर आओीना . તે મારા દિલમાં છે ને મારું દિલ એના હાથમાં છે, જે રીતે દર્પણ મારા હાથમાં છે તે હું દર્પણમાં છું. એક બીજો સૂફી લખે છેઃ गाफिल तू किधर भटके है कुछ दिलकी खबर ले, शीशा जो बगलमें है अफ़ीमें तो परी है । ઈશ્વરની દિવ્ય વિભૂતિઓ તથા ઈશ્વરના ‘વિરાટ રૂપ ’નું વિવિધ પ્રકારે વર્ણન ગીતામાં થયું છે. સાતમા અધ્યાયમાં શ્રીકૃષ્ણે કહ્યું છે “ હે કૌન્તેય ! હું પાણીમાં રસ છું; સૂર્યચંદ્રમાં તેજ હું છું; સર્વ વેદોમાં ૐકાર હું છું; આકાશમાં શબ્દ હું છું; પુરુષોનું પરાક્રમ હું છું; પૃથ્વીમાં સુગંધ હું છું; અગ્નિમાં તેજ હું છું; પ્રાણીમાત્રનું જીવન હું છું; તપસ્વીનું તપ હું છું (૭, ૮-૯ ). ગીતામાં જેને વિભૂતિએ કહેવામાં આવે છે તેને સૂફી પુસ્તકામાં ઈશ્વરનું દર્શન કહેવાય છે. ફારસી ભાષાના સૂફી પુસ્તક ‘ગુલશને રાઝ'માં લખ્યું છે tr “ દુનિયાની સર્વ ચીન્ને તે એક પ્રભુનાં જુદાં જુદાં દર્શને છે. ' ગીતામાં જેને વિશ્વ કે વિરાટ રૂપ ( અધ્યાય ૧૧ મા) વર્ણવવામાં આવ્યું છે તેને ઇસ્લામી ગ્રંથામાં શકલે મુહીત Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ગીતા અને કુરાન (વ્યાપક રૂપ) કહેવાયું છે. અલ્લાહના આ પ્રકારના દર્શનને “મન અતિ ઝી” કહેવાય છે. મૌલાના રૂમીની “મસનવી”માં લખ્યું છેઃ મન થન્દ્ર જ જન્નતનું કામ રા રોજનમ્” હું જ મિષ્ટાન્નની મીઠાશ છું. હું જ બદામમાં ગર છું, ક્યારેક હું સમ્રાટોને મુકુટ બનું છું, ક્યારેક ચતુની ચતુરાઈ અને ક્યારેક ગરીબોની ગરીબી...વગેરે ગીતાનું કથન છેઃ (યજ્ઞમાં) અર્પણ એ બ્રહ્મ, હવનની વસ્તુ – હવિ એ બ્રહ્મ, બારૂપી અગ્નિમાં હવન કરનાર એ પણ બ્રહ્મ; આમ કર્મની સાથે જેણે બ્રહ્મને મેળ સાળે છે તે બ્રહ્મને જ પામે ” (૪-૨૪). એક મુસલમાન સૂફીએ ઉપરના વિચારને નીચેના શબ્દમાં મૂક્યો છેઃ खुद कूजा ओ खुद कूजा गरो खुद गिले कूजा खुद रिन्द सुबूकश, खुद बरसरे आंकूजा खरीदार बर आमद बेशिकस्तो रवां शुद. “તે પોતે જ પ્યાલું છે, પિતે જ કુંભાર, પિતે જ માટી અને પિતે જ તે પ્યાલાથી પીવાવાળો છે. તે પિતે જ આવીને પ્યાલું ખરીદે છે ને પોતે જ તેને તેડીને ચાલ્યો જાય છે.” ઈશ્વર અને સંસારને એકબીજા સાથે કે સંબંધ છે તે વિષે ગીતા ભાખે છે : Page #38 -------------------------------------------------------------------------- ________________ દુનિયાના સર્વ ધર્મો એક છે જે મને બધે જુએ છે અને બધાને મારે વિષે જુએ છે તે મારી નજર આગળથી ખસતો નથી, અને હું તેની નજર આગળથી ખસતો નથી. મારામાં લીન થયેલ જે યોગી ભૂતમાત્રને વિષે રહેલા મને ભજે છે તે ગમે તેમ વર્તતે છતાં મારે વિષે જ વર્તે છે.” (૬, ૩૦-૩૧) ઈશુની બારમી સદીના એક જાણીતા મુસ્લિમ સૂફી મહીઉદીન ઈન અરબીએ ગાયું છેઃ "फला तनजुर · सीललहक्के' फत अरीहे अनिल खल्के वलातनजुर ीलल खल्के वतक्सूहो सेयल हक्के." “ તું ઈશ્વરને દુનિયાથી ભિન્ન ન દેખ અને આ દુનિયાને ઈશ્વર સિવાયની બીજી કઈ ચીજનું રૂપ ન સમજ.” અત્યાર સુધી અમે એ પ્રતિપાદન કરવાનો પ્રયત્ન કર્યો છે કે ગીતામાં તથા કુરાનમાં ઈશ્વર ને અલ્લાહ વિષેની કલ્પના કેટલીક મળતી આવે છે. આવી જ જાતનાં બીજાં કેટલાયે ઉદાહરણે ટાંકી શકાય એમ છે પણ તેને વિસ્તાર જરૂરી નથી. ઈશ્વરની આ કલ્પનામાંથી કૈત અને અદ્વૈત વાદ (વહદતુશુહૂદ તથા વહદતુલવજૂદ) જન્મે છે. હિંદુ શાસ્ત્રમાં જેને અદ્વૈત કહેવાયું છે. મુસ્લિમ તત્ત્વજ્ઞાનમાં તેને વહદતુલવજૂદી કહેવાય છે. એવી જ રીતે દૈતના સિદ્ધાંતને ઈસ્લામી ગ્રંથમાં “વહદહુથુહૂદ' કહેવાય છે. અદ્વૈત એટલે * કોઈક વિદ્વાને “વહદતુશુહુદને ત” નહીં પણ “વિશિષ્ટાદ્વૈત' ગણે છે, Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૦ ગીતા અને કુરાન કે વહદતુલવજૂદનો અર્થ એ છે કે આ સૃષ્ટિમાં જે કાંઈ દેખાય છે અથવા અસ્તિત્વ ધરાવે છે તે મૂળ રૂપે ઈશ્વર જ છે, ઈશ્વર સિવાય અન્ય કોઈ છે નહીં. આથી ઊલટું આપણે જે કાંઈ જોઈએ છીએ તે ભ્રમ-માયા-જાળ છે. આ જ વિચારને હિન્દુ વિદ્વાને “સરું ' (હું બ્રહ્મ છું) અને “સર્વ રવિંદ્ર દ્રા' (આ સર્વ બ્રહ્મમય છે) તથા મુસ્લિમ સૂફી સન ” (હું ઈશ્વર છું) અને “ઢમાં ” (સર્વ ઈશ્વરરૂપ છે) દર્શાવે છે. આથી વિરુદ્ધ દ્વૈત(વહદતુશુહૂદ)ને અર્થ એ છે કે ઈશ્વરનું અસ્તિત્વ અલગ છે અને ઈતર સર્વ ચીજો આ સૃષ્ટિમાં જોઈએ છીએ તેની હયાતી જુદી છે. આ સર્વ સરજાયું છે પ્રભુથી પણ તે સર્વ ઈશ્વરથી ભિન્ન છે. આ વિચારને મુસલમાન પંડિતે “હૃમાં યોસ્ત” “સર્વ વસ્તુ ઈશ્વરથી ઉત્પન્ન થઈ છે એ રીતે દર્શાવે છે. હિંદુઓમાં તથા મુસલમાનોમાં આ બન્ને વિચારસરણીના પંડિત મળી આવે છે. એક ખાસ વાત એ જાણવા મળે છે કે તમત તથા અદ્વૈતમતવાદી હિંદુઓ જે રીતે ગીતાને આધાર લઈ પિતપોતાનો મત પ્રતિપાદિત કરવા મથે છે તે જ રીતે મુસલમાન પંડિતે પણ કુરાનમાંથી પોતાના દૈત-અદ્વૈત મતની પુષ્ટિ પામવા પ્રયત્ન કરતા હોય છે. અમે આની તાત્વિક ચર્ચામાં ઊતરવા માગતા નથી. અમે તે એટલું જ બતાવવા ઈચ્છીએ છીએ કે આવી સૂક્ષ્મ વાતમાં ગીતાની તથા કુરાનની સ્થિતિ એકસરખી છે, એટલે કે બંનેના વાચકો પોતાની સમજશક્તિ પ્રમાણે પિતાને ફાવત અર્થ ઘટાવી લે છે. Page #40 -------------------------------------------------------------------------- ________________ દુનિયાના સર્વ ધર્મો એક છે ગીતા કહે છે: જે એકનિષ્ઠ ભક્તિયોગ વડે મને સેવે છે તે આ આ ગુણને વટાવીને બ્રહ્મરૂપ બનવાને યોગ્ય થાય છે.” (૧૪-૨૬) સૂફીઓના શબ્દોમાં ઈશ્વરમય થવું એને “ફનાફિલ્લાહ કહેવાય છે. - ઈશ્વર વિષેના વિચાર પછી આવી રીતના પ્રશ્નો પણ ઉદ્દભવે છે? સૃષ્ટિ કેવી રીતે થઈ, આત્મા શું છે, પુનર્જન્મ થાય છે કે નહીં, અવતાર કોને કહેવાય છે, તેઓ પૃથ્વી ઉપર શા સારુ આવે છે, ધર્મ શું છે અને જુદા જુદા ધર્મો શા સારુ છે વગેરે. આવી રીતના અસંખ્ય પ્રશ્નો ઊઠે છે. એના ઉત્તરમાં ગીતામાં તથા કુરાનમાં સમાયેલી મૂળભૂત એકતા સાબિત કરી શકાય છે. અમે અહીં પૂર્વકથિત સવાલેમાંના માત્ર ચાર પાંચ સવાલે જ લઈશું. સૃષ્ટિની ઉત્પત્તિ અંગે ગીતામાં ઉલ્લેખ છેઃ ભૂતમાત્રની જન્મ પૂર્વની અને મરણ પછીની સ્થિતિ જોઈ શકાતી નથી; તે અવ્યક્ત છે, વચ્ચેની સ્થિતિ જ વ્યક્ત થાય છે. આમાં ચિંતાનું શું કારણ હોય?” (૨–૨૮) કુરાનનું જાણીતું વચન છેઃ “અમે સૌ ઈશ્વરનાં છીએ અને એમાં જ ભળી જવાનાં છીએ” (બકરહ, ૧૫૬). સૂફીઓએ આ વિચાર વધારે વિશદપણે દર્શાવ્યા છે. ઈસ્લામી ભાષામાં અવ્યક્તને અચિહઝ (એનિશાન અથવા અદમ) કહે છે. એક સૂફીની વાણું છેઃ * મુફતી સૈયદ અબ્દુલ કયમ જાલંધરીએ પોતાના ગીતા અને કુરાન” નામક પુસ્તકમાં શ્રીકૃષ્ણને પોતાને ઈશ્વર કહેવાની બાબતમાં કહ્યું છે – કૃષ્ણજી માનવજીવનથી જુદા થઈને બ્રહ્મલીન સ્થાનથી બોલી રહ્યા છે જેવી રીતે કે ઇસ્લામના કેટલાક મેટેરાઓ લીનતાની હાલતમાં એવી રીતની વાણી કે જે માન્ય વચનાથી વિરુદ્ધ હોય છે તે ઉચ્ચારે છે. Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ગીતા અને કુરાન दर अहम बूदेमाँ आखिर दर अदम खाहेम रफत, ीं तमाशा जहां रा मुफ्त मी बीनेम मा. આપણે અવ્યક્ત દશામાં હતા અને અંતે એ જ સ્થિતિને પામવાના છીએ. આની વચ્ચેનું નાટક આપણે મફતમાં જોઈ રહ્યા છીએ.” મૌલાના રૂમે કુરાનના ઉપર ટાંકેલ વચનને આધારે કવ્યું છેઃ "सूरत अझ बेसूरती आमद बिरुन् વાન્ન સુર fકન્નર્જે છે રાન ''. સર્વ આકૃતિઓ અવ્યક્તમાંથી નીકળી છે અને પાછી એ સર્વ ઈશ્વર(નિરાકાર)માં મળી જવાની છે.” છાંદેગ્ય ઉપનિષદમાં આ સઘળું જે છે તે અવ્યક્ત ઈશ્વરથી જખ્યું છે. એમાં રમી રહેનાર જ આ સર્વને ચલાવે છે અને આખરે એમાં એ સમાઈ જાય છે.” આત્મા વિષે ગીતામાં લખ્યું છેઃ ન શસ્ત્રો અને છેદી શકે છે, ન અગ્નિ એને બાળી શકે છે, ન પાણી એને પલાળી શકે છે, ને હવા એને સૂકવી શકે છે.” (૩, ૨૩-૨૪) મલાના રૂમે પિતાની “મનસવીમાં ગાયું છે ? " काबिले तधीर औसा फे तन अस्त; रूह बाकी आफताबे रोशन अस्त," " अझ मर्गअन्देशी चूं जाने बकादारी." “દેહની અદલાબદલી થતી રહે છે પણ આત્મા એક સમાન હોય છે. . . . જે આત્મા સદૈવ ટકે છે તે મનુષ્ય મતથી શા સારુ ડરવું?” Page #42 -------------------------------------------------------------------------- ________________ દુનિયાના સર્વ ધર્મો એક છે ૩૩ પુનર્જન્મ માટે ગીતામાં શ્રીકૃષ્ણ અર્જુનને કહ્યું છેઃ હે અર્જુન! મારા અને તારા જન્મે તે ઘણુયે થઈ ગયા. તે બધા હું જાણું છું, અને તું તે નથી જાણતો” કુરાનમાં પુનર્જન્મના સિદ્ધાંતની વિરુદ્ધ કઈ ઉલ્લેખ મળતું નથી. પણ ક્યાંક ક્યાંક કુરાનમાં એવાં વચનો મળી આવે છે કે જે પુનર્જન્મનું પ્રતિપાદન કરતાં દેખાય છે. એવાં જ વચનોના આધાર ઉપર મુસલમાન વિદ્વાનમાં પુનર્જન્મના વિષયમાં બે વિચારધારાઓ નીકળી છે. એક પક્ષમાં, બીજી વિપક્ષમાં. આ વચનોમાંનાં કેટલાંક નીચે પ્રમાણે છે: “અલ્લાહે જ તમને જન્મ આપે છે, તે જ તમને મૃત્યુ આપશે. વળી પાછો તે જ તમને સજીવન કરશે. સાચેસાચ મનુષ્ય નગુણો છે” (હજજ-૬૬). અલ્લાહ બીમાંથી તથા ગેટલીમાંથી અંકુર બહાર આણે છેઃ તે મૃતને જીવિત અને જીવિતને મૃત બનાવે છે. આ અલ્લાહનાં જ કર્યો છે, તે તું તેનાથી મુખ કેમ ફેરવે છે ?” (અનઆમ-૯૬) “અલ્લાહને કેમ અમાન્ય કરી શકે ? તું મરી ગયા હતા, તને પાછો જીવતો તેણે કર્યો છે; વળી પાછે તે તેને મારી નાખશે અને જીવતો કરશે અને આખરે તો તે તેની જ પાસે જશે” (બકરહ-૨૮). અને અલ્લાહે તને મરણાધીન બનાવ્યા, અને એ અશક્ય નથી કે તારા જેવા અનેકને જન્માવે અને તને એવી દશામાં જન્માવે કે જેનું તને ભાન ન હોય” (વાકે-૬૦). ગી-૩ Page #43 -------------------------------------------------------------------------- ________________ ગીતા અને કુરાન આવાં વચનને આધારે શિયા મુસલમાનનાં ચોવીસ તડામાંથી તેર તડ* પુનર્જન્મમાં માને છે. શિયાઓનાં આ તડે સિવાયના મૌલાના રૂમ, ઈનુલકુલ, ઈનખાલન, ઈમામ ગિજાલી જેવા અન્ય મુસલમાન વિદ્વાનોએ તથા સૂફીઓએ પુનર્જન્મનો સિદ્ધાંત સ્વીકાર્યો છે. આ વિષયમાં માત્ર મૌલાના રૂમની કવિતામાંથી કંઈક ઉદ્ધત કરીએ છીએ? __"हम चो सबजा बारहा रोजीदा अम, हफ्त सदहफ्ताद क़ालिब दीदार अम." હું ઘાસની પરે વારંવાર જ છું. મેં સાત સિતેર દેહ અનુભવ્યા છે.” મૌલાના રૂમ આજના વિકાસવાદમાં પણ ઘણે અંશે માનવાવાળા હતા. એમની વાણુને કંઈક અંશ નીચે ટાંકીએ છીએ. તેઓ પિતા વિષે લખે છેઃ "अज़ जमादी मुर्दमो नामी शुदम वज़ नुमा मुर्दम बहवां सर ज़दम मुर्दमज हैवानिओ आदम शुदम पस चे तरसम के ज़मुर्दम कम शवम हमलले दीगर बमीरम ओ बशर' ता बरारम अज़ मलायक बालोपर. वारे दीगर अज़ मलक कुरबां शवम झुंचे अन्दर वह्म नायद आं शवम." * રઝામિયા, કામલિયા, મરિયા, હમીરિયા, બાતિનિયા, કરમતિયા, જનાહિયા, ખિતાબિયા, મામરિયા, મૈમૂનિયા, મકનચા, ખલફિયા અને જનાબિયા (ઉર્દ “ગીતા અને કુરાન’ મુફ્તી સૈયદ અબ્દુલ કમ જાલંધરી). Page #44 -------------------------------------------------------------------------- ________________ દુનિયાના સર્વ ધર્મો એક છે ૩૫ હું પહેલાં માટી પથ્થરના રૂપમાં હતો ત્યાંથી મૃત્યુ પામી હું વનસ્પતિની નિમાં આવ્યા. એ નિ બદલાવીને હું જાનવર બન્ય; જાનવર મટીને હું મનુષ્ય થયા. આ કારણે મને મરણને શે ડર છે? મરવાથી હું કદીયે નીચે ઊતરતું નથી. આ વેળા જ્યારે હું મરી જઈશ ત્યારે હું દેવલેકને એક દેવ બનીશ અને દેવ મટી જઈશ ત્યારે હું તેથી ઊંચી કક્ષાએ પહોંચીશ જેની હું કલપના કરી શકતો નથી.” અવતારે, પયગંબર સર્વ ભાષાઓમાં, યુગમાં જનતાને ધર્મને માર્ગ બતાવવા માટે પૃથ્વી ઉપર અવતરે છે. આ જ વિચારને ગીતા તથા કુરાન પિતપોતાની રીતે પ્રકટ કરે છે. શ્રીકૃષ્ણ ગીતામાં કહે છે : “જ્યારે જ્યારે ધર્મની પડતી થાય છે, અને અધર્મની ચડતી થાય છે ત્યારે ત્યારે હું નિશ્ચિતપણે સાધુઓના રક્ષણ સારુ, દુષ્ટોના નાશ માટે તથા ધર્મની પુનઃ સ્થાપના કરાવવા કાજે જન્મ ધારણ કરતો રહું છું” (૪, ૭-૮). કુરાનમાં કહેવાયું છે : દરેક પ્રજામાં પયગંબર અને ધર્મને માર્ગ દેખાડનારા થયા કર્યા છે” (“નસ-૪૭ તથા રાદ-૭). અને જે પયગંબર જે પ્રજામાં મેકલવામાં આવે છે તેને તે પ્રજાની ભાષામાં સંદેશ આપીને મોકલવામાં આવે છે, જેથી લેકને તે સ્પષ્ટ રીતે સમજાવી શકે” (ઇબ્રાહીમ-૪). “ અને આ પણ નિઃશંક છે કે તમારી (મહંમદ) પહેલાં પણ મેં (અલ્લાહ) દુનિયામાં પયગંબરે મોકલ્યા છે. ... દરેક યુગ માટે જુદા જુદા ગ્રંથ છે. ઈશ્વર ધારે તેને રદ કરે છે Page #45 -------------------------------------------------------------------------- ________________ ગીતા અને કુરાન અને કાયમ રાખે છે. અને આ સર્વ ધર્મગ્રંથોની માતા પ્રભુ પાસે જ છે” (રાદ-૩૮-૩૯). “હે મહંમદ ! સાચેસાચ અલ્લાહ તમને સત્યને સંદેશો આપીને મોકલ્યા છે. જેથી તમે લોકોને ભલા કામને બદલે ભલે મળશે તેવો શુભ સંદેશ આપે તથા દુષ્ટ કૃત્યના પરિણામથી જનતાને સાવધાન કરે. કોઈ પણ પ્રજા એવી નથી કે જ્યાં બૂરાં કામોનાં ફળની જાણ કરાવનાર ન મોકલાયો હોય” (મલાયકા-૨૪). “ અને અલ્લાહે જે કોઈ પયગંબરે મોકલ્યા છે તે એટલા માટે છે કે ભલાં કાર્યોનું પરિણામ ભલું આવશે તેવા શુભ સમાચાર આપે તથા ખરાબ કામોનાં પરિણામોની જાણ કરાવે. આ વાત જે માન્ય રાખી ભલું કામ કરે તેને કોઈ પ્રકારને ડર નથી હોત કે નથી હેતે તેને કશોયે શેક” (અનઆમ-૪૮). હવે રહ્યો જુદા જુદા ધર્મોને પ્રશ્ન. આ વિષે ગીતા ભાખે છેઃ “જે લો કે મને જે રીતે શોધે છે તે રીતે હું તેમને મળું છું. સર્વ દિશાએથી આવીને લેકે મને જ મળે છે” (૪, ૧૧). કુરાનમાં આ જ વિષય અંગે કહેવાયું છેઃ “ અલ્લાહે સર્વ માટે નિરનિરાળા રીતરિવાજે તથા પૂજાવિધિઓ નિર્માણ કર્યા છે. અલ્લાહની ઈચછા હોત તો તમને સને એક જ ન્યાતના બનાવી દેત. પરંતુ અલ્લાહની ઈચ્છા હતી કે જેને જે માર્ગ દેખાડ્યો છે તે રસ્તે જ તે ચાલે; તેથી આ ભેદભાવોમાં ન પડે ને સત્કાર્યોની હેડ કરે. સર્વને આખરે અલ્લાહની સમીપ જવાનું છે” (માયદા-૪૮). Page #46 -------------------------------------------------------------------------- ________________ દુનિયાના સર્વ ધર્મો એક છે “ દરેકની પિતાની દિશા છે, નમાજ સમયે તે તે બાજુ મોં ફેરવે છે. તેથી વાદવિવાદમાં ન પડીને ભલાઈ કરવામાં એકબીજાની સ્પર્ધા કરે. તમે જ્યાં હશે ત્યાં તમને સૌને અલ્લાહ ભેળવી દેશે, અલ્લાહ સર્વશક્તિમાન છે” (બકરહ–૧૪૮). એક સૂફી વદે છે: "हमा कस तालिबे यारन्द चे हुशियार चे मस्त हमा जा खान) अिश्क अस्त चे मसजिद ये कुनिश्त " શું ચતુર શું મત્ત, સર્વ એ જ પ્રીતમને શોધે છે. શું મસ્જિદ શું મંદિર, સર્વ એનાં જ પ્રેમ આસન છે.” પુષ્પદન્તાચાર્યો મહિમ્નસ્તેત્રમાં કહ્યું છેઃ પોતપોતાના સ્વભાવ અનુસાર ઈશ્વરની શોધ તથા સેવા કરનારા સીધી કે આડા અનેક માર્ગે જાય છે. પરંતુ સર્વ જણ એક જ દિશામાં જઈ રહ્યા છે જે રીતે સર્વ નદીઓ જુદે જુદે રસ્તે થઈને એક જ સમુદ્રમાં મળી જાય છે.” વળી એક સૂફી કવિ કહે છેઃ ___ "कुफ्रो अिसलाम दर रहत पोयां बहदहू लाशरीक लह गोया" “કુફ્ર અને ઇસ્લામ અને એક ઈશ્વરને રસ્તે જઈ રહ્યા છે. અને એક જ વાત કહે છે કે પ્રભુ એક છે, તેને કોઈ જેટે નથી.” અત્યાર સુધી અમે જે કાંઈ લખ્યું છે તેથી ગીતાની તથા કુરાનની સમાનતા ઉપર પ્રકાશ પડયો છે. પણ તપાસ કરવામાં આવે એ પણ જણાશે કે આ બન્ને ગ્રંથોમાં કેટલીક વાતે એકબીજાથી વિરુદ્ધની પણ મળી આવે એમ Page #47 -------------------------------------------------------------------------- ________________ ક ગીતા અને કુરાન છે. આગળ ચાલતાં અમે એ બતાવવા ઈચ્છીએ છીએ કે દુનિયાના સર્વ ધર્મોમાં અથવા તો ગીતા અને કુરાનમાં કોઈ પણ પ્રકારને ભેદ દેખાડી શકાય એમ નથી. ખરી વાત એ છે કે તત્ત્વજ્ઞાનની વાત અને ધર્મની સૂક્ષ્મતા વિષે ફાવે તેટલી ચર્ચા કરી શકાય એમ છે અને ઘણી ચર્ચા થઈ પણ છે. પણ આ સંસારમાં આપણી મુખ્ય ફરજ શી છે, તે ફરજ અદા કરવા માટે શું કરવું જોઈએ, એના પાલનમાં નડતી મોટામાં મોટી મુશ્કેલીઓ કઈ આ અડચણે કઈ રીતે ટાળી શકાય, અને એનું નિવારણ થવાથી આ સંસારમાં વૃદ્ધિ પામવામાં, ભલા થવામાં, આવતા ભવને સુધારવામાં, ઈશ્વરની વધુ સમય જવામાં, મોક્ષ મેળવવામાં કઈ રીતે મદદ મળે છે, – આ મુદ્દા ઉપર દુનિયાના સર્વ ધર્મો સાધારણ રીતે, તથા ખાસ કરીને ગીતા તથા કુરાન એક જ વિચારધારા તથા એક જ માર્ગ દર્શાવે છે. હવે અમે દેખાતે દ્વારા જણાવીશું કે આ પ્રશ્નોના કેવા ઉત્તરો આ અને પુસ્તકમાંથી મળે છે. સંસારમાં આપણે પરમ ધર્મ કર્યું એવું ભાખનારાં ગીતાવાક્યો નીચે પ્રમાણે છે: “ તે જ માણસ પ્રભુ પાસે પહોંચી શકે છે જે કોઈ પ્રાણી સાથે વેર રાખતો ન હોય” (૧૧, ૫૫). મોક્ષ તેને જ મળી શકે છે, પાપ તેનાં જ દેવાય છે કે જેના મનની શંકા ટળી ગઈ હોય, જેણે ગર્વને છો હોય અને જે સદાય પરહિતકાર્યોમાં મગ્ન હેય” (૫, ૨૫). “સમજદાર આદમીએ નિઃસ્વાર્થભાવે બીજાનું હિત વાંછીને કામ કરતા રહેવું જોઈએ” (૩, ૨૫). Page #48 -------------------------------------------------------------------------- ________________ દુનિયાના સર્વ ધર્મો એક છે. “જે માણસ પોતાની પેરે સૌને પિખે છે, સર્વનાં સુખદુઃખને પોતાનાં સુખદુઃખ માને છે તે જ મહાન યોગી કહેવાય છે” (૬, ૩૨). સૃષ્ટિના આરંભમાં ઈશ્વરે યજ્ઞ દ્વારા સર્વ પ્રાણીમાત્રને ઉત્પન્ન કરીને તેમને કહ્યું કે આ યજ્ઞથી જ (એટલે કે એકમેકની ભલાઈનાં કર્મોથી જ) ફૂલજે ફળ અને આ ભલાઈનાં કર્મો જ તમને સારી સારી વસ્તુઓ અપાવનાર નીવડે ” (૩, ૧૦). જે ભલે પુરુષ બીજાને ખવડાવીને શેષ રહેલું ભજન કરે છે તે સર્વ પાપોથી છૂટી જાય છે, અને જે પાપીઓ પિતા માટે જ રાંધે છે તેઓ પાપનું ભોજન કરે છે (૩, ૧૩). બીજાઓની સેવામાં તથા પરહિતનાં કાર્યોમાં લાગ્યા રહેવું એ પરમ ધર્મ છે. આ વિષે માત્ર ગીતાએ જ નહીં પરંતુ હિંદુ ધર્મના અન્ય ગ્રંથાએ પણ ભાર મૂક્યો છે. પુરાણમાં કહ્યું છેઃ તુલસીમાળા ગળામાં રાખવી, વિશિષ્ટ પ્રકારનું તિલક કરવું, શરીરે રાખ ચળવી, તીર્થાટન કરવું, પુણ્ય ક્ષેત્રોમાં સ્નાન કરવું, હવન કરો, જપ કરો, અથવા મંદિરોમાંના ઠાકોરજીનાં દર્શન કરવાં – આમાંનું કેઈ કામ બીજાની ભલાઈ કરવામાં મંડયા રહેવા જેટલું ઊંચું નથી; ભલાઈનાં કામે જ માણસને પવિત્ર બનાવે છે.” વળી એક સ્થળે લખવામાં આવ્યું છેઃ “અઢાર પુરાણમાં વ્યાસજીએ બે જ વાત કહી છે. તે આ છે: બીજાનું ભલું કરવું એ પુણ્ય છે, બીજાને દુ:ખ દેવું એ પાપ છે.” Page #49 -------------------------------------------------------------------------- ________________ ગીતા અને કુરાન આ જ વિચારધારાને અનુસરતાં વચને હિંદીમાં એક સંતે ઉચ્ચાર્યા છે? "चार वेद छै शास्त्रमें बात लिखी है दोय । दुख दीने दुख होत है सुख दीने सुख होय ॥" તુલસીદાસજીએ પણ ગાયું છેઃ “परहित सरिस धरम नहीं भाभी परपीड़ा सम नहिं अधमानी" હે ભાઈ! બીજાનું ભલું કરવા સમાન બીજે કંઈ ધર્મ નથી અને અવરને દુઃખ દેવા સમાન બીજી કોઈ અધમતા નથી.” કુરાનમાં પણ આ જ વિચાર બોધનું આવર્તન કરવામાં આવ્યું છે. કુરાનમાં “શિક્ષા શુદ્ધિવ મુદ્દલનીન’ (એટલે કે ખરેખર પ્રભુ તેને જ ચાહે છે જે બીજાની સાથે ભલાઈથી વર્તે છે.) આ વચન વારંવાર દેખા દે છે. આ જ ભાવાર્થનાં બીજાં વચને નીચે પ્રમાણે છેઃ “લેકેને કહે કે આ હું તમને દાખવીશ કે અલ્લાહ તમને કઈ કઈ વાત ન કરવાનું કહ્યું છે. કેઈને અલ્લાહની જેડે ન બેસાડે – ગણે; માબાપની સેવા કરે; ગરીબીને કારણે પિતાનાં સંતાનોને ન મારી નાખે; અલ્લાહ તમને તથા તેમને (સંતતિને) ખાવાનું આપે છે; કુમાર્ગથી વેગળા રહે, ભલે તે છત હોય કે ગુપ્ત; ન્યાયના કારણ સિવાય કેઈની જીવહત્યા ન કરે; એણે (અલાહે) આ સર્વ કર્મો કરવાનો આદેશ આપ્યો છે તદનુસાર તમે સમજો અને વર્તે.” અને કોઈ અનાથના માલને હાથ ન લગાડે, માત્ર એક અપવાદ સિવાય જ્યારે કે તમે તેની સગીર અવસ્થા Page #50 -------------------------------------------------------------------------- ________________ દુનિયાના સર્વ ધર્મો એક છે સુધીમાં તેની માલમિલકતની દેખરેખ રાખવા માગતા હે. જે વસ્તુ ભરે તે પૂરી ભરે, ને તોલે તે બરાબર તોલે. અમે (અલ્લાહ) કોઈને એવું કામ નથી સંપતા જે તે ન કરી શકે; જ્યારે વાણું વદ ત્યારે તે સાચી બેલે, ભલેને તે પિતાનાં સગાંસંબંધીની વિરુદ્ધ જતી હોય; અલ્લાહ તમને જે કહ્યું છે તેનું પાલન કરે. એણે આ સર્વ કરવાને હુકમ આપ્યો છે; તમે તેને સારી પેઠે ધ્યાનમાં રાખે.” આ જ મારો (અલ્લાહનો માર્ગ છે; આ જ સન્માર્ગ છે; એના ઉપર ચાલે. બીજા બીજા રસ્તાઓ ઉપર ન ચાલે, કારણ કે તે તમને અલ્લાહના માર્ગેથી દૂર લઈ જશે. આ જ અલ્લાહનો આદેશ છે, કે જેથી તમે દુષ્ટતાથી બચી શકે ” (અનઆમ–૧૫ર થી ૧૫૪). હે ધર્માવલંબીઓ ! અલ્લાહને ખાતર સીધા સરળ તથા સત્ય ને ન્યાયને માટે સાક્ષી દેનારા બને. જે તમારે કોઈની સાથે દુશ્મનાવટ હોય તો તે કારણે કેઈને અન્યાય થાય તેવું કૃત્ય ન કરે; ન્યાયથી વર્તે; આ જ વસ્તુ પવિત્રતાની બહુ સમીપ છે; અલ્લાહના આદેશનું હરહમેશ ધ્યાન રાખે; ખરેખર અલ્લાહ જાણે છે કે તમે શું શું કરે છે” (માયદા-૮). - “અમે (અલ્લાહે) લોકોને બે સ્પષ્ટ માર્ગે (ભલાઈન તથા બૂરાઈના) દાખવી દીધા છે. પરંતુ માણસ ચડાણુના માર્ગથી બચવા ચાહે છે. શું તમે જાણે છે કે આ ચડાણને માર્ગ કર્યો છે? તે રસ્તે આ છે– કઈ ગુલામને બંધનમુક્ત કરવો, અને કોઈ ભૂખ્યા અનાથ સગાને અથવા તો ધૂળમાં લોટતા કઈ પણ ગરીબ માણસને ભોજન આપવું. જે આવું કર્મ કરે છે તે ધર્મનું પાલન કરનાર વર્ગને છે. જેઓ એકબીજાને ધીરજ ધરવાની, અન્ય ઉપર દયા બતાવવાની સલાહ આપે છે તે જ લેકે જમણે હાથના સીધે રસ્તે જનારા છે; Page #51 -------------------------------------------------------------------------- ________________ ગીતા અને કુરાન આથી વિપરીત વર્તનારા અને આવી વાત ન માનનારા ડાબા હાથના – ઊંધે રસ્તે જાય છે; એમના ઉપર આગ વરસે છે” (બલદ- ૧૦ થી ૨૦). પાયમાલી એની થાય છે જે તાલ વગેરેમાં ઓછું તોલે છે, તેઓ જ્યારે બીજા પાસેથી લે છે ત્યારે પૂરું તલ કરીને લે છે પણ જ્યારે બીજાને ભરીને કે તોલીને આપે છે ત્યારે છું આપે છે” (તતફફ – ૧-૩). - “અલ્લાહની પ્રાર્થના કરે. એની સાથે કેઈને ન જડે; માબાપ, સગાંસંબંધી, અનાથ, નિર્ધન, પાડોશી સગે, અજા પાડોશી, પ્રવાસને સાથી, રસ્તે ચાલનારે અને જે તમારે આશરે છે તે સૌની સાથે ભલાઈથી વર્તો. સાચેસાચ ભગવાન અહંકારીને તથા પોતાની બડાઈ હાંકનારને નથી ચાહતો” (નસાય–૩૬). શું તમે એવા મનુષ્યને દીઠે છે જે ધર્મને ખોટ ઠરાવે છે ? ધર્મને જૂઠે ઠરાવનાર તે છે કે જે અનાથને રિબાવે છે અને ગરીબોને ખવડાવવામાં માનતા નથી. નખ્ખોદ તેવાઓનું જાય છે જે પ્રાર્થનાનું ખરું રહસ્યજ્ઞાન ખોઈ બેઠા છે અને માત્ર દેખાવ કરે છે અને દાનધર્મમાં હાથ પાછો ખેંચે છે” (માઊન ૧ થી ૭). અને જો તમે કોઈ પર બદલે લેવા લાગે તો એટલે જ બદલે લે એટલે તમારી સાથે દુર્યવહાર થયો હોય, પરંતુ તમે જે ધીરજપૂર્વક તે સહન કરી લે તે વૈર્ય ધરનારને અંતે સારું જ ફળ મળશે; અને તમે બૈર્ય જ ધરે પણ ધીરજ ધરવાનું અલ્લાહની મદદથી જ થઈ શકશે. તમે બીજાની ચિતા ન કરે અને એની ફિકર ન કરે કે તેઓ શી શી યુક્તિઓ જે છે. ખરેખર અલ્લાહ તેની સાથે છે કે જે બૂરાઈથી Page #52 -------------------------------------------------------------------------- ________________ દુનિયાના સર્વ ધર્માં એક છે વેગળા છે અને ખીજાઓની સાથે ભલાઈ કરે છે (નહલ ૧૨૬ થી ૧૨૮). કુરાનમાં તેનું જ જીવન સફળ માનવામાં આવ્યું છે કે જે પોતે સંપન્ન હોય છતાં ખીજાતી જરૂરિયાતને પૂરી પાડવાની કાશિશ કરનાર છે” ( હુશ્ન-૯ ): ઃઃ દુશ્મના સાથે ભલાઈ કરવાની બાબતમાં આવાં અનેક વચનેા કુરાનમાંથી મળી આવે છે. એટલે સુધી કે સ્વધર્મના રક્ષણ માટે જેની સામે તલવાર ચલાવવાની આજ્ઞા કુરાનમાં આપવામાં આવી છે તેવાઓની સાથે પણ સાધારણ રીતે સારું વર્તન રાખવાનું આ રીતે વર્ણવાયું છે '' જો કાઈ એ તમને અલ્લાહની પાક મસ્જિદમાં જતાં રાકયા તે! તમે તે દુશ્મનીને કારણે મર્યાદા ઓળંગા નહીં. એકબીજા સાથે ભલાઈ કરવામાં તથા પવિત્રતાપૂર્વકનું જીવન ગાળવામાં સહાયભૂત થાએ. દુષ્ટ કાર્ય કરવામાં તથા ખીજાને દુ:ખ દેવામાં કાઈને મદદ ન કરે; અને અલ્લાહથી ડરીને ચાલે ” ( માયદા–ર ). જે રીતે હિંદુ સંત મહાત્માઓએ પેાતાના ધર્મગ્રંથામાંથી અને ખુદ કુરાને પરમ ધર્મ દાખવ્યેા છે તે જ રીતે મુસલમાન પંડિતાએ તથા સૂફીઓએ પણુ ખતાવ્યું છે. અમે અત્રે માત્ર બેત્રણ દષ્ટાંતે જ આપીએ છીએ. એક મુસલમાન સૂફીનું કહેવું છે 'तरीक़त बजुज ख़िदमते खल्क नेस्त बतस्बीह सज्जाद ओ दरुक़ नेस्त tr .. Page #53 -------------------------------------------------------------------------- ________________ ગીતા અને કુરાન દુનિયાની એટલે કે અન્યની સેવા કરવા સિવાયને બીજે માર્ગ પ્રભુ પામવાને નથી. માળા ફેરવીને “ અલ્લાહ અલ્લાહ” કરવાથી, ચટાઈ બિછાવી નિમાજ પઢવાથી કે ગોદડી ઓઢી લેવાથી ઈશ્વર મળતું નથી.” શેખ સાદીએ ગાયું છેઃ " चूं अज दर्द आजाद करदी कसे बेह अज़ अल्फ़ रकअत ब हर मंज़िले" જે તું કોઈ એક પણ માણસનું દર્દ દૂર કરી દે તે તે મક્કાની હજ કરવા જાય ત્યારે હર મુકામે હજાર હજાર નિમાજ ભણવા કરતાં વધારે સારું કામ છે.” વળી એક સૂફીનું વચન છે: "दिल बदस्त आवर की हज्जे अकबरस्त अज़ हजारां कावा यक दिल बेहतरस्त." કોઈના હૃદયને તેની સેવા કરી જીતી લે. આ જ હજ છે, હજાર કાબા કરતાં એક દિલ ચડિયાતું છે.” આ રીતનાં અનેક દષ્ટાંતે દરેક દેશના તથા ધર્મના સંતમહંતના ઉપદેશમાંથી ઉતારી શકાય એમ છે. હવે સવાલ એટલે જ છે કે આ પરમ ધર્મનું પાલન કેવી રીતે થઈ શકે તથા તેને સહાયક કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ. ગીતા અને કુરાન બન્નેમાં કહેવાયું છે કે દરેક કર્મ ઈશ્વરને નામે તથા તેને સમપીને કરવું જોઈએ. ગીતામાં ઠેર ઠેર સર્વ કમે “ઈશ્વરપણ” (ઈશ્વરને માટે) કરવાનું કહ્યું છે (૩-૩૦; પ-૧૦; ૯-૨૭). Page #54 -------------------------------------------------------------------------- ________________ દુનિયાના સર્વ ધર્મો એક છે કુરાનમાં પણ ઠેકઠેકાણે દરેક કર્મ “ વીgિ ” (બકરહ ૧૫૪ અને ૨૬૧; બરાઅત–૬૦) એટલે કે પ્રભુને માર્ગ અથવા ઈશ્વરને માટે કરવાનું કહ્યું છે. ગીતા ભાખે છેઃ તું જે કાંઈ કરે, જે કાંઈ ખાય, જે યજ્ઞ કરે, જે તપ કરે, તે સર્વ ઈશ્વરને માટે કર” (૯, ૨૭). કુરાન ઉપદેશે છેઃ (હે પયગંબર!) નિવેદન કરે કે મારી નિમાજ, મારાં પૂજાપાઠ, મારું જીવન અને મારું મરણ તે સર્વ તે અલ્લાહને માટે છે જે સકળ બ્રહ્માંડને પાલક છે” (અનઆમ–૧૬૩). “અલ કૌલુલ જમીલ” નામના પંકાયેલા અરબી ગ્રંથમાં ઉલ્લેખ છે : અલ્લાહના માર્ગે ચાલનારે માણસ વાંચતાં, બેલતાં, ખાતાં, પીતાં, ચાલતાં, ફરતાં સર્વ અવસ્થાઓમાં પિતાનું અંતર અલ્લાહ તરફ રાખતો રહે છે.” ગીતા અને કુરાન બનેને આદેશ છે કે મનુષ્ય હર્ષ-શોક, સુખ-દુખ, જય-પરાજય, સફળતા-નિષ્ફળતા, અને સ્વકર્મોનાં પરિણામે એ સર્વ વાતેમાં નિર્મોહ થઈને કર્મને કર્મ સમજી પ્રવૃત્ત રહે. ગીતામાં આને નિષ્કામ કર્મ અને કુરાનમાં આને “ઈખલાસ”નું નામ અપાયું છે. ગીતા પ્રબોધે છેઃ “કર્મને વિષે જ તને અધિકાર છે, તેમાંથી નીપજતાં અનેક ફળને વિષે કદી નહીં. કર્મનું ફળ તારે હેતુ ન હજો. Page #55 -------------------------------------------------------------------------- ________________ ગીતા અને કુરાન કર્મ ન કરવા વિષે પણ તને આગ્રહ ન હજો. આસક્તિ છેડી યોગસ્થ રહી એટલે કે સફળતા-નિષ્ફળતાને વિષે સમાન ભાવ રાખી તું કર્મ કર. સમતા એ જ યોગ કહેવાય છે (૨, ૪૭, ૪૮). કુરાન ભાખે છેઃ “પિતાના પાલનક્ત અલ્લાહનું નામ સ્મરે અને અન્ય સર્વ વસ્તુઓને મેહ છેડીને એનામાં જ ચિત્ત ચુંટાડે ” (મુજમ્બિલ-૮). તફસીર કબીર’ નામના કુરાનના મહાભાષ્યમાં ઈમામ રાજીએ ઉપરના સૂત્રનું વિવરણ કરતાં લખ્યું છેઃ “જે માનવી પિતાનાં રૂડાં કામને બદલે ઇચ્છે છે અથવા તો ખરાબ કર્મોની સજાથી બચવા ચાહે છે તે નિર્મોહી ન કહેવાય. અને જે પૂજાપાઠમાં મંડયો રહે અથવા તે જ્ઞાનની ઈચ્છા રાખે તે પણ કેવળ પ્રભુનું જ ધ્યાન ધરી બેઠેલે ન કહેવાય. હા પણ જેનાં પૂજાપાઠ અથવા જેનાં સર્વ કામ પિતા માટે તો નહીં જ પરંતુ પ્રભુ માટે જ છે તેને જ આ સૂત્ર અનુસાર ઈશ્વરમાં મન પરોવી રાખનાર કહી શકાય.” ગીતા કથે છેઃ કમફલને આશ્રય લીધા વિના જે મનુષ્ય વિહિત કર્મ કરે છે તે સંન્યાસી છે, તે યોગી છે; જે અગ્નિને અને ક્રિયામાત્રને ત્યાગ કરીને બેસે છે તે નહીં” (૬, ૧). મુસ્લિમ વિદ્વાન સુફિયાન સૌરીએ લખ્યું છે ? જાડાં કપડાં પહેરવાં કે લૂખે ટલે ખાવો તેને ત્યાગનું નામ ન અપાય. ત્યાગ તો તે વસ્તુ છે કે જેથી પોતાની ઈચ્છાઓને તથા કામનાઓને જીતી લેવાય” (શાહુલ મિત્રત). Page #56 -------------------------------------------------------------------------- ________________ દુનિયાના સર્વ ધર્મો એક છે tr ગીતામાં લખ્યું છે “ જે મનુષ્ય કર્માંને બ્રહ્માર્પણ કરી આસક્તિ છેડી વર્તે છે તે જેમ પાણીમાં રહેલું કમળ અલિપ્ત રહે છે તેમ પાપથી અલિપ્ત રહે છે” (૫, ૧૦). કુરાન કથે છે: “જે માણસ અલ્લાહ ઉપર સર્વ છેડી દેછે તેને માટે ઈશ્વર પર્યાપ્ત છે”( તલાક-૩ ). ગીતા કહે છેઃ સમતાવાન કર્મફળના ત્યાગ કરીને પરમ શાંતિ પામે છે. અસ્થિરચિત્ત કામનાવાળા હાઈ કૂળમાં લપટાઈને બંધનમાં રહે છે ” ( ૫, ૧૨ ). શાહ વલી અલ્લાહ દેડલવી કવે છેઃ ૪૭ 64 ' हिजाबे वस्ल मतलूबस्त दिल बस्तन ब मतलबहा कि मन गर तर्क मतलबहा नमी करदम चे मी करदम 17 “ઈશ્વર સિવાયની ખીજી કઈ વસ્તુમાં ચિત્ત પરોવવું તે પ્રભુ અને આપણી વચ્ચે અંતરપટ રાખવા ખરાબર છે. જો આપણે આ સર્વે ચીજોથી મન ન વાળી લીધું તેા કશુંયે કર્યું નથી.” અનાસક્ત થઈ ને માત્ર ઈશ્વરાર્પણ (ફી સખીલિલ્લાહ) કાં કરવામાં એટલે કે પેાતાના કર્તવ્યપાલનમાં અડચણા શાથી આવે છે અને અડચણા કયા રૂપે આવે છે, આ પ્રશ્નો થાડાક ગહન છે. મૌલાના રૂમે આના ઉત્તર એક કડીમાં આપ્યા છેઃ Page #57 -------------------------------------------------------------------------- ________________ ૮ ગીતા અને કુરાન "आफ़ते जींदर हवाओ शहवत अस्त वरना ओंजा शरबत अन्दर शरबत अस्त ॥” સારી આફત ઈચ્છામાં તથા કામવાસનામાં છે, નહીં તે આ દુનિયામાં શરબત જ શરબત ભર્યું છે.” મનુષ્યને પિતાની મરજી વિરુદ્ધ કઈ વસ્તુ પાપ કરાવે છે?” (૩,૩૬) અર્જુનના આ પ્રશ્નને ઉત્તર શ્રીકૃષ્ણ આ રીતે આપે છેઃ “રજોગુણથી ઉત્પન્ન થયેલ એ (પ્રેરક) કામ છે, ક્રોધ છે, એનું પેટ જ ભરાતું નથી. એ મહાપાપી છે. એને આ લેકમાં શત્રુરૂપ સમજ” (૩, ૩૭). કામક્રોધને કાબૂમાં લાવવાનો માર્ગ ? આ માર્ગ પણ ગીતા તથા કુરાનમાં એકસરખે જ દર્શાવવામાં આવ્યા છે. પિતાની પ્રક્રિયાને વશ કરવી એ જ માર્ગ છે. પિતાની ઈદ્રિયને વશ કરવા માટે ઠેર ઠેર ભારપૂર્વક કહેવામાં આવ્યું છે. ગીતા કહે છેઃ તેની મતિ શુદ્ધ અથવા સ્થિર રહી શકે છે જેણે પિોતાની ઈદ્રિ ઉપર કાબૂ મેળવ્યો છે” (૨, ૬૧). કુરાનમાં કહેવાયું છેઃ - “અલ્લાહ ઈચ્છે છે કે તમારા ઉપર દયા કરે પરંતુ જેઓ વાસનાઓની પાછળ પડ્યા છે તેઓ ઈચ્છે છે કે તમે પ્રભુમાર્ગથી ઊલટે રસ્તે ભમતા થાઓ” (નસાય–૭). જે વાસનામાં રપચ્યો રહેતા હોય તેના કરતાં વધારે ભૂલેલે ભટકેલે માણસ બીજો કોણ હેઈ શકે ?” (કેસસ–પ૦ ) Page #58 -------------------------------------------------------------------------- ________________ દુનિયાના સર્વ ધર્મો એક છે ૪૯ આ જ પ્રમાણે કુરાનમાં તે માનવીઓને કે જે પિતાના ક્રોધને પી જાય છે તથા માફી બક્ષે છે” તેમને ખાસ કરીને “અલ્લાના પ્યારા” કહેવામાં આવ્યા છે (આલ અમરાન–૧૩૩). ગીતામાં લખવામાં આવ્યું છે કેઃ નરકનાં ત્રણ દ્વાર છે – કામ, ધ અને લેભ. આ ત્રણેથી બચવું જોઈએ. આ ત્રણે આત્માને નાશ કરનારા છે” (૧૬–૨૧). કુરાનમાં ઈચ્છા અથવા વાસના માટે કેટલેક ઠેકાણે હવા” શબ્દ વપરાય છે અને તેથી બચવાનું વારંવાર કહેવાયું છે. કુરાનમાં “હાવિયા” એ એક નરકનું નામ છે (અલકારિયા-૯). “આ તે માણસનું ઠેકાણું ગણાય છે જેનું ભલાઈનું પલ્લું હલકું અને બૂરાઈનું ભારે હોય છે” (અલકારિયા). . . બૂ અલી શાહ કલન્દરે લખ્યું છેઃ ___ "मर्द वायद ता निहद बर नफ्स पा बगुज़रद अज़ शहवतो हिरों हवा" તે મનુષ્ય ખરો છે જે પિતાના કામ, ક્રોધ અને લોભને જીતી લે છે.” મૌલાના રૂમ કહે છેઃ “खश्मो शहवत मर्द रा अहवल कुनद શિસ્તofમત મર્દ કરું ન” ક્રોધ અને કામ મનુષ્યને અંધ બનાવે છે અને તેને તેના સાચા માર્ગથી અવળે લઈ જાય છે.” ગી.-૪ Page #59 -------------------------------------------------------------------------- ________________ ગીતા અને કુરાન ઈસ્લામમાં ક્રોધને વચ્ચે ગણો છે અને શુદ્ધ હાલતમાં કેઈ પણ ભલું કે બૂરું કામ કરવાની મનાઈ છે. આના દષ્ટાંતરૂપે હજરત અલીના જીવનમાં એક ખાસ પ્રસંગ આવે છે. એક યુદ્ધમાં તેમને શત્રુ પરાજિત થયે; તેઓ એની છાતી ઉપર ચડી બેઠા અને તલવાર કાઢીને તેને મારવાની તૈયારીમાં હતા એટલામાં પલે માણસ તેમના મોઢા ઉપર થેંકયો. તત્કાલ હજરત અલીએ તલવાર હાથમાંથી ફેંકી દીધી અને કહ્યું કે, “હવે હું તને નહીં મારું.” આટલું બોલીને તેઓ તેની છાતી ઉપરથી ઊઠી ગયા. પિલા માણસે ચકિત થઈ પૂછ્યું, “આપે મને કેમ જાતે કર્યો?” હજરત અલીએ જવાબ આપ્યો, “હું ઈશ્વરને નામે લડી રહ્યો હતે, મારે માટે નહીં. તું જ્યારે મારા મેં ઉપર થેંક્યો ત્યારે મને ક્રોધ વ્યાપ્યો હતો અને ક્રોધ એ વજર્ય છે. ગુસ્સામાં આવીને કઈ કામ કરવું પાપ છે.” પિતાની ઇન્દ્રિયને વશ કરવા માટે અનેક તપ સૂચવાયાં છે. આ તપના પ્રકાર પણ ગીતા તથા કુરાનમાં એક સરખા વર્ણવાયા છે. પરંતુ આપણે આની વિગતેમાં નહીં ઊતરીએ. ઇંદ્રિયની સાથે સાથે પોતાના વિચારો તથા બુદ્ધિ ઉપર કાબૂ મેળવે અને તેને શાંત તથા સ્થિર રાખવાનું કાર્ય એ પણ આ જ માર્ગની એક ઉચ્ચ શ્રેણી છે. ગીતામાં કહેવાયું છેઃ “બધે રાગરહિત રહીને જે પુરુષ શુભ અથવા અશુભ પામીને નથી હરખાતે કે નથી શેક કરતા તેની બુદ્ધિ સ્થિર છે. કાચબો જેમ સર્વ કારથી અંગે સમેટી લે છે તેમ જ્યારે આ Page #60 -------------------------------------------------------------------------- ________________ દુનિયાના સર્વ ધર્મો એક છે પ૧ પુરુષ ઈન્દ્રિોને તેમના વિષયમાંથી સમેટી લે છે ત્યારે તેની બુદ્ધિ સ્થિર થઈ છે એમ કહેવાય”(૨–૫૭,૫૮), ગીતામાં જેને સ્થિતપ્રજ્ઞ (સ્થિર બુદ્ધિવાળો) કહેવામાં આવે છે તેને કુરાનમાં તથા મુસલમાનના બીજા ગ્રંથમાં “સલીમ અકલરવાળે અથવા તે “સલીમ કલ્બવાળે, અથવા “કબે મુતમઈ” અથવા “નફસે મુતમઈન્ના” કહેવા છે. “સલીમનો અર્થ છે સિદ્ધ અને “મુતમઈનાને અર્થ છે સ્થિર, અકલ”નો અર્થ છે પ્રજ્ઞા કે બુદ્ધિ, “કબ ને અર્થ છે અંતર કે મન અને નક્સને અર્થ છે ઈદ્રિય. કુરાનમાં ઠેર ઠેર તે માણસની પ્રશંસા કરવામાં આવી છે કે જેનું મન (કબ) સ્થિર (સલીમ) હોય છે (રાદ – ૨૮; સાફાત – ૮૪). મહંમદ પયગંબર સાહેબે એક ઠેકાણે ઉપદેશ્ય છેઃ તે જ મનુષ્યનું શ્રેય થશે કે જેના અંતરને અલ્લાહ વિશ્વાસ માટે પવિત્ર બનાવ્યું છે, જેના મનને સ્થિર, જેની વાચાને સાચી, જેની દકિયોને ભરોસાપાત્ર, જેની નિવૃત્તિઓને અટલ, કાનને સાંભળવા એગ્ય અને આંખને જોવા લાયક બનાવ્યાં હોય” (બુલ ઈમાન). સલીમ શબ્દનું વિવરણ કરતાં એક મુસ્લિમ વિદ્વાન લખે છેઃ “મનુષ્યના અંતર ઉપર જ્યારે દુનિયાની ઈચ્છાઓની, સુખની કે દુઃખેની અસર નથી થતી ત્યારે તે સ્થિર બને છે.” Page #61 -------------------------------------------------------------------------- ________________ ગીતા અને કુરાન ગીતામાં ઉલ્લેખ છેઃ દુઃખથી જે દુઃખી ન થાય, સુખની ઇચ્છા ન રાખે અને જે રાગ, ભય અને ક્રોધથી રહિત હોય તે સ્થિર બુદ્ધિ મુનિ કહેવાય છે” (૨, ૫૬). મનુસ્મૃતિ આનું સમર્થન કરે છે; જે માણસ કાંઈ પણ સાંભળીને, સ્પર્શીને, જોઈને, ખાઈને, પીને અને સૂંઘીને ખુશી કે દુઃખી થતું નથી તેને જ જિતેંદ્રિય લેખ જોઈએ.” ગીતામાં કથાયું છેઃ જેની બુદ્ધિ સ્થિર થઈ છે, જેને મેહ નાશ પામ્યો છે, જે બ્રહ્મને જાણે છે અને બ્રામાં પરાયણ રહે છે તે પ્રિય પામી સુખ માનતા નથી, અપ્રિય પામી દુઃખ માનતે નથી” (૫, ૨૦). કુરાન ભાખે છેઃ “તમારા હાથમાંથી જે વસ્તુ ચાલી ગઈ તેને ઉઠેગ ન કરે અને અલ્લાહે જે આપ્યું છે તેથી ફુલાએ નહીં...” (અલહદીદ – ૨૩) ઇરાકના બસરા શહેરમાં રામૈયા નામે એક સૂફી બાઈ હતાં. સુલેમાનસુત જાફરે રામૈયા બંસરીને પૂછ્યું, “પ્રભુ ભક્તથી ક્યારે પ્રસન્ન થાય છે?” રામૈયાએ ઉત્તર દીધે, * મનુષ્ય જ્યારે સુખ અને દુઃખ બન્નેમાં સમાન રીતે ખુશ રહે છે ત્યારે.” ઈરાનના એક સૂફીએ આ વિષે લખ્યું છેઃ "न शादी दाद सामाने न ग़म आभुर्द नुकसाने ब पेशे हिम्मते मा हर चे आमद बूद मेहमाने." Page #62 -------------------------------------------------------------------------- ________________ ૫૩ દુનિયાના સર્વ ધર્મો એક છે “હર્ષથી વધીએ નહીં અને શોકથી ઘટીએ નહીં. અમારી હિંમત પાસે સુખ કે દુઃખ જે આવે તે મહેમાનની માફક આવતાં જતાં રહે.” મનુષ્ય જેમ જેમ પિતાની ઈદ્રિય ઉપર કાબૂ મેળવતે જાય છે, જેમ જેમ એનું મન શાંત થતું જાય છે, અને એની બુદ્ધિ સ્થિર થતી જાય છે તેમ તેમ તે પિતાને જાણવા તથા ઓળખવા લાગે છે. તેની સાથે સાથે તેનું આત્મબળ વધતું જાય છે અને તે ઈશ્વરની નિકટ પહોંચતે જાય છે. ગીતા ભાખે છેઃ જે પિતાને ઓળખે છે, જેણે કામ ક્રોધ જીત્યા છે, જેણે મનને વશ કર્યું છે, એવા યતિઓને સર્વત્ર બ્રહ્મનિર્વાણુ જ છે” (૫, ૨૬ ). મહંમદ પયગંબર સાહેબે ફરમાવ્યું છેઃ જેણે પોતાની જાતને ઓળખી લીધી તેણે અલ્લાહને નીરખી લીધા.” શતપથબ્રાહ્મણમાં યાજ્ઞવક્ય જનકને ઉપદેશતાં કહે છેઃ પોતાના આત્માને ઓળખો, એથી સર્વ વાતનું રહસ્ય સમજાશે. જીવનના કોયડાને ઉકેલવા માટે પોતાના આત્માને પારખી લેવો એ મોટામાં મોટું સાધન છે.” મૌલાના રૂમે ગાયું છેઃ "हर के नफ़्से खेश रा दीदो शनाख्त __ अन्दर अिस्तकमाले खुद दो अस्पा ताख्त." જે કોઈએ પિતાની જાતને પારખી લીધી તે ત્યાર બાદ પૂર્ણ બનવાની દિશામાં તીવ્ર ગતિએ દેડે છે.” Page #63 -------------------------------------------------------------------------- ________________ ૫૪ ગીતા અને કુરાન બરાબર આ જ વાત યોગીરાજ યાજ્ઞવયે બૃહદારણ્યક ઉપનિષદમાં કહી છે. હજરત અલીએ કહ્યું છેઃ હે માનવ ! તારી દવા તારામાં જ છે, તેની તને ખબર નથી અને તારે રોગ પણ તારામાં જ ભરાયો છે તેને તું દેખાતું નથી.” ગીતા કહે છેઃ “મનુષ્યને જીવાત્મા જ તેને મિત્ર તથા શત્રુ છે. તે માણસને જ આત્મા તેને મિત્ર થઈ શકે છે જેણે આત્માને જીતી લીધું છે. અને જેણે પિતાના આત્માને નથી જ તેને આત્મા તેનો દુશ્મન થઈ બેસે છે” (૬,પ૬). કુરાનમાં કહેવાયું છેઃ તે જ માણસ પિતાનું શ્રેય સાધી શકે છે જેણે પિતાના આત્માને પવિત્ર બનાવ્યું હોય અને તે આદમી પિતાનું ભલું નથી કરી શકતે જેણે પિતાના આત્માની અધોગતિ કરી હોય એટલે કે પિતાને અપવિત્ર બનાવ્યા હોય” (શમ્સ-૯,૧૦). મહંમદ પયગંબર સાહેબની એક પ્રખ્યાત પ્રચલિત ઉપદેશકથા છેઃ “તમારે મોટામાં મોટો શત્રુ તમારે આત્મા છે.” જુનૂન ઈજિપતના એક મોટા સૂફી થઈ ગયા છે. એમણે એક સૂફી બાઈ માટે સાંભળ્યું કે તે પ્રભુની પરમ ભક્ત છે. જુનૂને તેની પાસે જઈ ઉપદેશ માગે. ઉત્તર મળે ? Page #64 -------------------------------------------------------------------------- ________________ દુનિયાના સર્વ ધર્મો એક છે પિતાની ઈન્દ્રિયને કાબૂમાં રાખો, તથા પિતાના અંતરને દર્પણ પરે સ્વચ્છ રાખે.” જુનૂને પૂછ્યું: “બહેન! કાંઈક વિશેષ સંભળાવે.” તેને જવાબ મળે? “તમે તમારે માટે તમારા આત્માને જ પૂછે.” દુનિયાના સર્વ ધાર્મિક ગ્રંથમાં પિતાનાં દિલને, ઇંદ્રિયને તથા બુદ્ધિને કાબૂમાં લાવવાનું જેટલું આવશ્યક ને અનિવાર્ય બતાવવામાં આવ્યું છે, અને એની પ્રાપ્તિ માટે જે અન્વેષણ થયું છે તેટલું મહત્ત્વ બીજી કોઈ વસ્તુને નથી અપાયું; એટલે સુધી કે આ વસ્તુ એક નિરાળી વિદ્યા જ ગણુઈ છે. હિંદુઓ આ વિદ્યાને “ગ”ને નામે તથા મુસલમાને “સલૂકને નામે ઓળખે છે. જે મૂળભૂત સિદ્ધાંતનું અમે ઉપર વર્ણન કર્યું તેનું મંથન કરીને સાધુ, સંત, સૂફી, તથા ફકીરેએ તેમાંથી અમૃત અને મોતી કાવ્યાં છે; આ વિદ્યાના હિંદુ તથા મુસ્લિમ ગ્રંથોમાં તે ભર્યા પડ્યાં છે. આ ગ્રંથ ઉપર દષ્ટિ ફેંકતાં જે એકસરખી વાત મળી આવે છે, તે જોઈને આશ્ચર્ય થાય છે અને પ્રતીત થવા લાગે છે કે આ સર્વ એક જ અથવા એક જ જેવા સ્ત્રોતથી સીંચાઈ છે. દષ્ટાંતરૂપે અમે કેટલીક મળતી આવતી વાતે ઉદ્ધત કરીને આ ભાગ પૂરે કરીશું. આ બન્ને પ્રકારમાં ગુરુની અથવા પીરની અનિવાર્યતા ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યું છે. કુરાન અને ગીતા બનેમાં તે પ્રતિપાદિત છે. Page #65 -------------------------------------------------------------------------- ________________ ગીતા અને કુરાન ગીતા કહે છે? તે તું તત્ત્વને જાણનારા જ્ઞાનીઓની સેવા કરીને અને નમ્રતાપૂર્વક વિવેકથી ફરીફરી પ્રશ્નો કરીને જાણજે. તેઓ તારી જિજ્ઞાસા તૃપ્ત કરશે” (૪,૩૪). કુરાનમાં કહેવાયું છેઃ તે માનવીના બતાવેલ માર્ગે ચાલે કે જે મારી ભણી આવે છે” (લુકમાન-૧૫). મૌલાના રૂમે લખ્યું છેઃ "हर के स्वाहद हमनशीनी बा खुदा अ नशीनद दर हुजूरे औलिया" “જે કઈ પ્રભુની પાસે બેસવાની ઈચ્છા કરે છે તેને માટે એ જરૂરી છે કે તેણે ઈશ્વરના ભક્તોની સન્મુખ બેસવું.” સૂફી પુસ્તકમાં “ગુરુને માટે મુરશિદ અથવા રહબર શબ્દ છે. એ જ પ્રમાણે બધા ગ્રંથમાં ગુરુની આવશ્યકતા અને ગુરુને માનવાની વાત ઉપર ભાર મુકાયે છે. ઘણાંખરાં પુસ્તકમાં ગુરુનું વર્ણન કરતાં કહેવાયું છે કે તે સ્થિતપ્રજ્ઞ હોવો જોઈએ. મહંમદ સાહેબે પૂર્ણ ગુરુને પરિચય આપતાં એક સ્થળે કહ્યું છેઃ “જ્યારે તેનું દર્શન થાય છે ત્યારે પ્રભુ યાદ આવે છે.” હિંદુસ્તાનના કબીર તથા અન્ય સંત મહાત્માઓની બાનીમાં પણ સાચા ગુરુની આવશ્યકતા, એમની મહત્તા તથા એમના ઉપદેશાનુસાર વર્તન રાખવાનું ઠેર ઠેર કહેવાયું છે. Page #66 -------------------------------------------------------------------------- ________________ દુનિયાના સર્વ ધર્મો એક છે પ૭ કુરાનમાં એક સ્થળે ઉલ્લેખ છે કે હજરત મૂસા કે જેઓ પિતે પયગંબર હતા તેમને પણ એક સિદ્ધ ગુરુની જરૂર પડી હતી. ગુરુએ તેમને ત્રણ વાર કસોટીએ ચડાવ્યા હતા. ત્રણ વાર તેઓ નિષ્ફળ નીવડયા. આખરે એ જ ગુરુ પાસેથી તેમને સત્ય જ્ઞાન પ્રાપ્ત થયું (કડક–૬૫-૮૨). હિંદુ ધર્મગ્રંથે આવાં ઉદાહરણોથી ભરપૂર છે. એ સર્વમાં દાખવવામાં આવ્યું છે કે ગુરુ વિના ગમાર્ગે જવું ભયભરેલું છે. ગીતામાં કેટલેયે ઠેકાણે વેગને ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને યોગના માર્ગે – સાધનેનું વર્ણન પણ કરવામાં આવ્યું છે. ગીતા કહે છેઃ ચિત્ત સ્થિર કરીને વાસના અને સંગ્રહનો ત્યાગ કરીને, એકલો એકાંતમાં રહીને યોગી નિરંતર આત્માને પરમાત્માની સાથે જોડે” (૬, ૧૦). આ પછીના શ્લોકોમાં વર્ણવવામાં આવ્યું છે કે યોગી પવિત્ર સ્થાન ઉપર ખાસ આસન વાળીને કેવી રીતે બેસીને પિતાના મનને કેન્દ્રિત કરીને, નાકની દાંડી ઉપર દૃષ્ટિ ઠેરવીને શાંતચિત્ત થઈને ઈશ્વરમાં રમમાણ થાય છે. યોગને શબ્દાર્થ છે મિલન. પેગ એ ઈશ્વરનું મિલન કરવાનો સહુથી ચડિયાતે માર્ગ કહેવા છે. ઇસ્લામમાં વેગને “સલૂક' અને ગીને “સાલિક” કહે છે. પેગ તથા સલૂક બનેનો અર્થ એક જ છે. મહંમદ સાહેબે એક ઉપદેશ કથાનકમાં યોગીનું શબ્દચિત્ર દોર્યું છેઃ Page #67 -------------------------------------------------------------------------- ________________ ગીતા અને કુરાન “પહાડની એક ગુફામાં એલે બેસીને જે અલ્લાહનું ભજન કરે છે” (અબૂ સઈદ ખઝરી). સૂફીઓમાં સલૂક (ગ) તથા મરાકબે(સમાધિ)ના ઘણા રસ્તાઓ બતાવવામાં આવ્યા છે. આ માર્ગોને અભ્યાસ (શગલ) કહેવાય છે. આનું અનુસરણ કરનારા કુરાનના કઈને કઈ વચનને આધાર લે છે. આવી રીતના પચાસ કરતાં વધારે માર્ગો સૂફી ગ્રંથમાંથી મળી આવે છે. આ માર્ગે હિંદુ વેગમાર્ગોને મળતા આવે છે. સૂફી યોગના એક પ્રકારનું નામ છે “સુલતાન મુબીન” અથવા “સુલતાન મહમૂદ”. નાકની અણુ ઉપર દષ્ટિ સ્થિર કરીને ટટાર બેસવાનું જે વર્ણન ગીતાના લેકમાં છે, તે જ પ્રકાર આ પણ છે. કેઈક પ્રકારમાં એવું છે કે બને ભવાઓની વચ્ચે ધ્યાન રાખવું પડે છે જેને હિંદુ ગ્રંથોમાં બ્રહ્માસ્ત્ર કહે છે. એક બીજો પ્રકાર છે હૃદયચકને એટલે કે હૃદયના કેંદ્ર ઉપર ધ્યાન રાખવું. આ પ્રકાર વિષે એક આરબ સૂફીની વાણું છેઃ "अला बैज़ा कल्बका कुन कनक तायर फ़मन ज़ालि कल अहवाल फ़ीका तवल्लुद" પિતાના હૃદય ઉપર એ રીતે બેસ જે રીતે ચકલી પિતાના ઈડા ઉપર બેસે છે. આથી તારામાં ચમત્કારી અવસ્થાઓ જન્મશે.” પ્રાણાયામ એગની એક શાખાનું પરિણામ છે. આને ઉલ્લેખ ગીતામાં ઘણું વાર થયે છે (૮, ૧૨, ૪, ૨૯-૩૦). Page #68 -------------------------------------------------------------------------- ________________ દુનિયાના સર્વ ધર્મો એક છે મુસલમાન સૂફી પ્રાણાયામને “હસે દમ' કહે છે. બન્નેને અર્થ એક જ છે. ક્યાંક ક્યાંક આને “હેસે નક્સ” કહેવાય છે. શાહ વલીઉલ્લાહે પિતાના અરબી પુસ્તક “અલહુલ જમીલ”માં હસ્તે દમ પ્રાણાયામના પ્રકારનું સવિસ્તર વર્ણન કર્યું છે અને તેઓ પુરવાર કરે છે કે તે કુરાનને મળતા આવે છે. જેવી રીતે હિંદુઓ પ્રાણાયામ કરતી વેળા ક્યારેક ક્યારેક જ શબ્દનું ધ્યાન ધરે છે તેવી રીતે મુસલમાને “અલ્લાહ”ના નામ ઉપર દિલને ચૂંટાડે છે. આ પુસ્તકમાં અભ્યાસ(શગલ)ના જે પ્રકારે બતાવ્યા છે તેમાંથી એકને “શગલે બિસાત” કહેવાય છે. હઠયોગની ખેચરી મુદ્રામાં જે રીતે આંખોને બંધ રાખીને જીભના ટેરવાને તાળવે લગાડવામાં આવે છે અને શ્વાસને માથાના મૂળમાં રેકવાને પ્રયાસ કરવામાં આવે છે તેવી રીતને જ આ પ્રકાર છે. આ પ્રકારનો અમલ કરવાને તથા તેથી નીપજતાં પરિણમે ધીરે ધીરે કેવાં થાય છે તે અલકલુલ જમીલ” પુસ્તકમાં સારી પેઠે દર્શાવાયાં છે. એક બીજા સૂફી ગ્રંથ “ઝિયાઉલ કુલબ'(હૃદયપ્રકાશ)માં પ્રાણયામના (હસે દમના) ઘણા પ્રકારે સેંધાયા છે. આમાંના એક પ્રકારમાં શ્વાસ રૂંધીને દૃષ્ટિને બને ભવાંઓ વચ્ચે રાખવાની વાત છે અને બીજા પ્રકારમાં દૃષ્ટિને અંતરિક્ષમાં સ્થિર કરવાની વાત છે. ગ(સક)ની ખાસ વાત છે ચિત્તને બહારથી અંદર વાળવાની (ગસૂત્ર). Page #69 -------------------------------------------------------------------------- ________________ ગીતા અને કુરાન ગીતા કહે છે: સર્વ ઈન્દ્રિયોનાં દ્વાર બંધ કરીને મનને અંદર રોકી રાખીને મનુષ્ય ઈશ્વરમાં પ્રીતિ જેડીને પરમગતિ(નિજાત–મોક્ષ)ને પામી શકે છે” (૮, ૧૨–૧૩). મૌલાના રૂમીની મસનવીમાં છેઃ " चश्म बन्दो लब बे बन्दो गोश बन्द गर नबीनी सिरै हक़ बर मन बेखन्द" પિતાની આંખો, હેઠે તથા કાને બધાને બંધ કરી લે, પછી જે તને પ્રભુનું રહસ્ય ન સમજાય તે મારા ઉપર હસજે.” યેગ (સલુક) ઉપરના હિંદુ કે મુસ્લિમ ગ્રંથેના અવલોકનથી એવું જણાય છે કે બંનેમાં એક જ પ્રકારના અભ્યાસની વાત થઈ છે. ભાગ્યે જ કોઈ એ અભ્યાસપ્રકાર હશે કે જે એકમાં હોય અને બીજામાં કેઈક ને કેઈક રૂપે ન હોય. આપણે ઉપર બતાવી ગયા છીએ કે સર્વ ધર્મોની તથા તેની સાથે સાથે ગીતાની અને કુરાનની મૂળભૂત વાતોમાં તથા માર્ગપ્રણાલીઓમાં કેટલું બધું સામ્ય ઊંડે ઊંડે રહ્યું છે. આનો અર્થ એ નથી થતું કે સર્વ ધર્મોના અનુયાયીઓમાં અથવા તે હિંદુઓમાં અને મુસલમાનમાં કે જેઓ ગીતાને અને કુરાનને પિોતપોતાના ધર્મગ્રંથ માને છે તેમાં એકતા અને પ્રેમ છે. આથી વિપરીત સ્થિતિ વરતાય છે. આ દુનિયામાં એક કુટુંબભાવના પોષવાને બદલે ધર્મ નાના વાડામાં બાંધવામાં તથા વાડાઓમાં ઝઘડાઓ ઊભા કરવામાં Page #70 -------------------------------------------------------------------------- ________________ દુનિયાના સર્વ ધર્મો એક છે. મદદરૂપ થાય છે. આ એક આશ્ચર્ય તથા દુઃખની વાત છે. પરંતુ આજ સુધી દુનિયા આ રોગને પૂરેપૂરે ઉપચાર નથી કરી શકી. આનું કારણ શું છે? મનુષ્યની કઈ કઈવૃત્તિઓ એનું ભલું બૂરું કરનારી છે, એણે કયા ક્યા મનેભાને દાબવા અને કયા કયાને પોષવા જોઈએ, મનુષ્યસમાજની સાચી વાત શી છે, એની ખાસ આવશ્યકતા શી છે અને કઈ કઈ વાતેમાં વ્યક્તિગત મનુષ્યનું તથા સમસ્ત સમાજનું પરમ અને શાશ્વત સુખ સમાયું છે, – આ અને આવી જાતના બીજા બધા પ્રશ્નોને ઉકેલ એટલે ઊંડે જઈ કાઢવામાં આવે છે કે તેની ગહનતા સુધી સામાન્ય માણસ પહોંચી શકતે નથી. ધર્મસંસ્થાપક જેવા અવતારી પુરુષે જ આવી રીતના ઉકેલો કાઢી શકે છે. આવા સાચા અને અણુમેલ ઉકેલેને પિતાના જીવનમાં ઉતારવા માટે આ મહાન પુરુષે એટલા બધા ઊંચા અને વિકટ માર્ગે જાય છે કે જે રસ્તે સાધારણ માનવી જઈ શકતું નથી. રોગનિવારણ ન કરી શકવાનું કારણ પણ તે જ છે. સાથે સાથે આ વાત પણ એટલી જ સાચી છે કે એમણે બતાવેલ પંથ કે ઉકેલ સિવાય બીજી રીતે મનુષ્ય શ્રેયસ, સાચી શાંતિ અને શાશ્વત સુખને પામી શકતો નથી. બાકી રહી આત્માની ઉન્નતિની વાત. આ માટે તે ધર્મમાર્ગો સિવાય અન્ય કોઈ રીત દુનિયામાં મળી આવી નથી. આ ઉકેલ તે શું છે? આ ઉકેલ થડાક સીધાસાદા, સ્પષ્ટ ને સુંદર સિદ્ધાંતેમાં સમાઈ જાય છે. તેને સરળતાપૂર્વક Page #71 -------------------------------------------------------------------------- ________________ ગીતા અને કુરાન વિચારી તથા સમજી શકાય છે. આ સર્વેમાં મૂળભૂત વિચાર છે-એક ઈશ્વર હોવાને. ગીતા અને કુરાન એના અસ્તિત્વની જીવતી જાગતી છબી પોતાના પાઠકે સમક્ષ રજૂ કરે છે. જે સૃષ્ટિનો સટ્ટા તથા નિયંતા એક જ છે અને એના સિવાય બીજી કોઈ શક્તિ નથી, તે એની સૃષ્ટિનાં પ્રાણીઓમાં દ્વેષ, કોધ, લડાઈઝઘડાનાં તેફાને શા સારુ? શું આ સંઘર્ષો એવું સાબિત નથી કરતા કે એક ઈશ્વરને માનવાવાળા ખરા અંતઃકરણથી અને વિશ્વાસપૂર્વક તેવું માનતા નથી હોતા અને છતાંયે તેઓ પોતાને એક પ્રભુને માનનારા તથા એક જ ઈશ્વરને ભજનારા કહેવડાવે છે, અને પ્રભુમાર્ગ ઉપર ચાલવાને દા કરે છે? દરેક દેશમાં તથા કાળમાં જે પુરુષે ખરેખર આત્મપ્રકાશ તથા આત્મબળ ધરાવે છે અને જેઓ સાધુ, સંત, ફકીર, સૂફી કહેવાય છે તેઓ સમાજની આવી હાલત જોઈ શકતા નથી. એક ઈશ્વરમાં માનવાવાળા પોતાના જીવનવ્યવહારમાં ઈશ્વરના આદેશનું ઉલ્લંઘન કરે અને ઊલટું જ વર્તન રાખે ને દુઃખ ભેગવે તે સ્થિતિને આ મહાત્માઓ ચલાવી લઈ શકતા નથી. આ માટે જ દરેક સમાજમાં અને દરેક દેશમાં ધર્મમાં પ્રવર્તતા આ રાજરેગને દૂર કરવા માટે અવતારે, પયગંબર તથા તીર્થંકરે જેવા અને એમને મળતા આવતા મહાત્માઓ, આત્મશક્તિધારીઓ જન્મ છે કે જેઓ માનવસમાજને પ્રભુ તથા સ-ધર્મ તરફ લઈ જવાના અથાક પ્રયત્ન કરતા રહે છે. આ પ્રયાસોથી રાજરેગ દૂર થાય કે ન થાય પરંતુ આવા મહાત્માઓ જનસમાજના પ્રગતિ – ઉન્નતિકાર્યમાં નવચેતન રેડે છે. Page #72 -------------------------------------------------------------------------- ________________ દુનિયાના સર્વ ધર્મો એક છે આ મહાત્માઓ – ઉન્નત તિર્ધરો – બે મોટાં કામ પાર પાડે છે. એક બાજુથી તેઓ ઈશ્વરનું સત્યરૂપ, ઈશ્વરદર્શનના સ્વાનુભવની ઝાંખી જનતાને કરાવે છે જેથી લેકે પ્રભુના સાચા ભક્ત બને; બીજી બાજુથી તેઓ એવા જૂઠા રીતરિવાજે, પૂજાપાઠના વિધિઓ, અન્યાય અને સ્વાર્થ કે જેથી સેંકડે ગોરખધંધા પ્રચલિત થાય છે તેને પિતાની આધ્યાત્મિક જ્વાલામાં ભસ્મીભૂત કરી દેવાની કેશિશ કરે છે. તેઓ પરસ્પરનાં જુદાઈ તથા શ્રેષ કે જેને પરિણામે ક્રોધ તથા લડાઈ થાય છે તેને દૂર કરે છે જેથી માનવસમાજ એકમેકને ચાહનારે થઈ એક કુટુંબ રૂપે રહે અને આપસના નાનામોટા ટંટાઓ કે જેથી સમાજને નાશ થત રહે છે તે જડમૂળથી નષ્ટ થાય તેના પ્રયાસો કરે છે. આપણા દેશમાં પણ ઈશ્વરભક્તોની પરંપરા ચાલુ રહી છે. કબીર, દાદુ, તુકારામ, નાનક, ચૈતન્ય, મુઈનુદ્દીન ચિશ્તી, બાબા ફરીદ, મીરાં, નિઝામુદ્દીન ઓલિયા, રૈદાસ, બુલ્લેશાહ આ સર્વે ભક્તમાળાનાં અણમેલ રત્ન છે. એમણે ઈશ્વર એક હોવાના સિદ્ધાંતની ગહનતા ઉપર વધારેમાં વધારે પ્રકાશ પાડ્યો છે. ધર્મને નામે જે અન્યાય તથા અવળાઈઓ ચાલે છે તેની વિરુદ્ધ છેડેક કડકમાં કડક ભાષામાં કહ્યું છે. આ સંતની વાણીનું પાન કરવાથી મનુષ્ય માત્ર ઉરચ સિદ્ધાંતને સમજાતું નથી તે, પરંતુ સત્યજીવન તરફ, પરસેવા તરફ તથા અધ્યાત્મ જ્ઞાન તરફ તે દોરાય છે. આ સંતે માંના બેચારની વાણીમાંથી દષ્ટાંતે નીચે આપીએ છીએ જેથી મનુષ્ય અને સમાજ વચ્ચેના Page #73 -------------------------------------------------------------------------- ________________ ગીતા અને કુરાન સંબંધેનું સ્પષ્ટીકરણ થશે. આથી એક બીજી વસ્તુની પ્રતીતિ થશે કે એક ઈશ્વરમાંની સત્યનિષ્ઠા મનુષ્યને મનુષ્ય બનાવવામાં તથા સમાજને સુખ તથા શાક્તિ પ્રદાન કરવામાં કેટલી બધી સહાયક છે. માહ્ય રીતરિવાજે માનવને લેહશંખલામાં જકડી રાખે છે અને આ નાનામોટા રિવાજો અન્યાયને રસ્તે આપણને લઈ જાય છે, ફ્લેશ કરાવે છે તથા સમાજની પ્રગતિને રેલ્વે છે. હવે આપણે થોડાંક દષ્ટાંતે અવકીએ. નીચે જણાવેલ વચનોથી કબીર સાહેબે માત્ર ગીતાની અને કુરાનની જ એક્તાનું નહીં પરંતુ હિંદુ તથા મુસ્લિમ જીવનની સળંગ એક્તાનું તાદશ ચિત્ર દોર્યું છે. ખાનપાનના, ઊંચનીચના, લગ્નસગાઈના, પૂજાપાઠ આદિના જે ભેદે મનુષ્યને એકમેકથી અલગ રાખે છે તેવા ભેદ પ્રકારથી કબીર સાહેબનું હૃદય હલમલી ઊઠે છે. તેઓ આ ભેદભાવોના દુઃખને નિરનિરાળી ઢબે શર સમા શબ્દોમાં વર્ણવીને સાંભળનારને વધે છે. પોતાના સમયના હિંદુ મુસલમાનોને દૃષ્ટિ સમક્ષ રાખીને તેઓ ગાય છેઃ “भाअि रे ! दुअि जगदीश कहां ते आया, कहो कौने भरमाया, વ , રામ, માં, શો, ર ટુરત, નામ ઘરાયા, गहना अक कनक ते गहना अिनि मंह भाव न दूजा, कहन सुनन को दो कर थापिन, अिक नमाज अक पूजा. वही महादेव वही मुहम्मद, ब्रह्मा आदम कहिये, को हिन्दूको तुरुक कहावे, अक जिमीं पर रहिये वेद कतेब पढ़े वै कुतबा, वै मुलना वै पांडे, बेगर बेगर नाम धराये, अक मिटियाके भांडे. कहहिं कबीर वै दूनो भूले, रामहिं किनहु न पाया, वै खस्सी वै गाय कटावें बादहिं जनम गंवाया. Page #74 -------------------------------------------------------------------------- ________________ દુનિયાના સર્વ ધર્મો એક છે અરે ભાઈ! આ દુનિયાના બે ધણુઓ, બે ભગવાને કઈ રીતે સંભવી શકે ? કહે તને કોણે ભરમાવી દીધો? અલા અને રામ, કરીમ અને કેશવ, હરિ અને હજરત, આ સર્વ જુદાં જુદાં નામ રાખવામાં આવ્યાં છે, જેવી રીતે એક જ સેનામાંથી જુદા જુદા દાગીના ઘડવામાં આવ્યા હોય છે. વસ્તુતઃ આ બન્ને ભિન્ન નથી. કથન અને શ્રવણને એક નિમાજ કહે છે, જે પૂજાપાઠ કહે છે. જે મહાદેવ છે તે જ મહંમદ છે; જે બ્રહ્મા તે જ આદમ છે. કેણ હિન્દુ અને કેણ મુસલમાન? અને એક જ ધરતી ઉપર નિવાસ કરે છે. કોઈ વેદપાઠ કરે છે તે કોઈ ધર્મોપદેશ કરે છે. કેઈ મૌલાના કહેવાય છે તે કઈ પંડિત. નામ જુદાં જુદાં છે. અસલમાં સર્વ એક જ માટીનાં વાસણો છે. કબીર કહે છે કે આ મિથ્યા ભેદભાવમાં ફસાયેલા બને સાચે માર્ગ ભૂલેલા છે. આમાંથી કોઈને ઈશ્વર મળતો નથી. એક બકરાને વધેરે છે તે બીજે ગાયની કતલ કરે છે. આ વાદમાં બનેએ પિતાનું જીવન એળે ગાળ્યું. મંદિર અને મસ્જિદ, પર્વ અને પશ્ચિમના ભેદને વર્ણવતાં કબીર સાહેબ કહે છે: "जो खुदाय महजीद बसतु है, अवर मुलुक केहि केरा, तीरथ मृरत राम निवासी, दुअि मह किनहु न हेरा. पूरब दिसा हरीको बासा, पच्छिम अलह मुकामा, दिल मंह खोज दिलहि मंह खोजो, मिहै करीमा रामा. वेद कतेब कहा किन झूटा, झूटा जो न विचार, सब घट ओक अक कर जानै, वै दूज़ा केहि मारै. ગી–૫ Page #75 -------------------------------------------------------------------------- ________________ ગીતા અને કુરાન जेते औरत मर्द अपने सो सब रूप तुम्हारा, कबीर पोंगरा अलह रामका, सो गुरु पीर हमारा. “ જો ખુદા મસ્જિદમાં રહે છેતેા બાકીની દુનિયા કાની છે? હિંદુ માને છે કે રામ તીર્થાંમાં તથા મૂર્તિમાં રહે છે, પણ આ બન્નેમાંથી કાઈને રામ મળ્યા નહીં. જેએ માને છે કે ઈશ્વરના વાસ પૂર્વમાં છે અને અલ્લાહના પશ્ચિમમાં છે તે અને ભ્રમમાં છે. એને શેાધવા હાય તે પેાતાના અંતરમાં શેાધે, તે ત્યાં મળશે. તે જ કરીમ છે અને તે જ છે રામ. વેદ્ય અને કુરાન અસત્ય નથી, ખાટા તે છે જે એનાં નામેાનું ઉચ્ચારણ વગર સમજ્યે-વિચાર્યે કરે છે. જે મનુષ્ય સર્વેના હૃદયમાં એક જ પ્રભુને નીરખે છે અને પાતાની ભાંતિ સૌને લેખે છે તે કોઈને પણ દુઃખ દઈ શકતા નથી. દુનિયામાં જેટલાં સ્ત્રીપુરુષા છે તે સર્વ તમારાં જ રૂપ છે. કબીર કહે છે કે જે અલ્લાહ અને રામને એક માને છે તે જ અમારા પીર અને ગુરુ છે.' મનુષ્ય સર્વ એક છે એને નિરૂપતાં કબીર સાહેબે ઉપદેશ્યું છેઃ ક ,, "L असो भरम बिगुरचन भारी, वेद कतेव दीन औ दोजक को पुरुषा को नारी, माटी के घट साज बनाया नान्दे बिन्दु समाना, घट बिनसे का नाम धरहुगे अहमक खोज भुलाना. अर्कै तुचा हाड मलमूत्र ओक रुधिर अंक गूदा अक वुन्द सो सिस्टि कियो है को ब्राह्मन हो सूद्रा. रजगुण ब्रह्मा तमगुण संकर, सत्त गुना हरि तोओ, कहहिं कबीर राम रमि रहिये हिन्दू तुरुक न कोओ. ' 17 Page #76 -------------------------------------------------------------------------- ________________ દુનિયાના સર્વ ધર્મો એક છે. ૧૭ “સમસ્ત પૃથ્વી બ્રગ્રસ્ત છે અને આ ભ્રમ તેને નાશ કરે છે. કોઈ વેદનું પ્રમાણ આપે છે તે કોઈ કુરાનનું કોઈ ધર્મની વાત કરે છે તે કઈ નરકની. આ સર્વ ભિન્ન ભિન્ન માર્ગોમાં કશોયે ફરક નથી. આત્મા માટે સ્ત્રી અને પુરુષ અને સમાન છે. બધાની કાયા એક જ માટીની બનેલી છે. સૌમાં એક જ આત્મા વિલસે છે. આ દેહને વિલય થવાથી ઉપર ઉપરની આકૃતિઓને ભેદ ટળી જાય છે. અણસમજુ ખરા માર્ગને ભૂલ્યા છે. મનુષ્યમાત્ર એક છે. સર્વને એક જ પ્રકારની ચામડી છે. સર્વનાં હાડકાં એકસરખાં છે, એક જ જાતનાં મળમૂત્ર, એક જ સરખું લોહી અને એક જ જાતનું માંસ. એક જ પ્રકારના વીર્યથી સર્વ ઉત્પન્ન થયા છે. નથી કોઈ બ્રાહ્મણ કે નથી કે શ. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ ત્રણે આત્માની ત્રણ અવસ્થાઓનાં નામ છે. રજોગુણ એટલે પ્રવૃત્તિ, સત્વગુણ એટલે શાંતિ અને તમગુણ એટલે આળસ. કબીર કહે છે કે સૌએ ઈશ્વરમાં મન પરોવવું જોઈએ. નથી કોઈ હિન્દુ, નથી કોઈ મુસલમાન. આ સર્વ ભેદ ખોટા છે.” બ્રાહ્ય રીતરિવાજોની ગૌણતા દર્શાવતાં કબીર સાહેબ કહે છે? मरि हो रे तन का ले करिहो, प्राण छुटे बाहर ले डरिहो, काया बिगुरचनि अनिबनि भांति, हिन्दू जार, तुरुक लै गाउँ, यहि बिधि अन्त दुनों घर छाडॅ. ।। Page #77 -------------------------------------------------------------------------- ________________ ગીતા અને કાન “અરે ભાઈએ ! જ્યારે મનુષ્ય મરી જાય છે ત્યારે તેના દેહનું શું કરો છો? પ્રાણ નીકળી જતાં તેને બહાર કાઢે છે. કાયા નિપ્રાણ થતાં તેની સાથે મનુષ્ય નિરનિરાળી રીતે વર્તન રાખે છે. કેઈ તેને બાળે છે તે કઈ તેને દાટે છે. હિંદુ તેને બાળે છે જ્યારે મુસલમાન તેને દાટે છે. વ્યવહાર એકસરખે છે. છેવટે બને આ શરીરને છેડી ચાલ્યા જાય છે.” हिन्दु कहे मोहे राम पियारा तुरुक कहे रहिमाना, आपसमें दो लरि लरि मूओ, मरम काहु नहीं जाना. “હિંદુ કહે છે કે અમને રામનામ વહાલું છે જ્યારે મુસલમાનને રહેમાન નામ પ્યારું છે. બંને એકબીજા સાથે લડી મરે છે, કેઈએના ભેદને પામતે નથી.” ન્યાતજાત અને સ્પૃશ્યતાઅસ્પૃશ્યતાને નિસાર બતાવતાં કબીર સાહેબે કહ્યું છેઃ गुपत प्रकट अकै मूद्रा, का को कहिये बाम्हन सूद्रा, झूटे गर्व भुलो मत कोी, हिन्दू तुरुक झूठ कुल दोजी. “સર્વનાં અંદર બહાર એકસરખાં છે, શા માટે કેઈને બ્રાહ્મણ કે શૂદ્ધ કહીએ? ન્યાતજાતને આ અહંકાર મિથ્યા છે. આ વાત પણ ખોટી છે કે હિંદુ તથા મુસલમાન જુદાં જુદાં કુળો છે. મનુષ્ય સર્વ સમાન છે.” દાદુનાં વચનેમાં પણ આવા જ શબ્દચિત્રો છે. ડાંક ઉદાહરણે લઈએ. દાદુ સાહેબ કહે છેઃ Page #78 -------------------------------------------------------------------------- ________________ ૬૯ દુનિયાના સર્વ ધર્મો એક છે. अकै अलह राम है समरथ साीं सोअि, मैदे के पकवान सब खातां होअि सो होअि; दादू सिरजनहारके केते नांव अनन्त चित आवै सो लीजिये यों साधू सुमिरै सन्त.* “તે જ અલ્લાહ છે, તે જ રામ છે. તે જ સર્વશક્તિમાન છે. તે જ સર્વનો માલિક છે. મેંદામાંથી જુદાં જુદાં પકવાન બને છે તેમ અલગ અલગ નામો પણ તેવાં છે. જેને જે ભાવે તે ખાય. હે દાદુ ! તે સરજનહારનાં અસંખ્ય નામે છે, જે નામે યાદ કરવા ચાહે તે નામે તેને સંભારે. પુરુષે આ નામોમાં કાંઈ ભેદ જોતા નથી.” हिन्दू मारग कह हमारा तुरुक कह रह मेरी; कहां पन्थ है कहो अलहका तुम तो असी हेरी. दुअी दरोग लोग कं भावै साओं साच पियारा; कौन पन्ध हम चलें कहों धों साधो करो बिचारा. खंड खंड करि ब्रह्म कू पखि पखि लीया बांट; दादू पूरन ब्रह्म तजि बंधे भरमकी गांठ. “હિંદુ કહે છે કે અમારો માર્ગ ઉત્તમ છે, જ્યારે મુસલમાન પિતાને રાહ ઊંચે ગણે છે. આ બધાને પૂછે કે પ્રભુને મારગ કયે છે? આ બને સાચે માર્ગ ભૂલેલા છે. મનુષ્યને આ ભેદ તથા જુદા જુદા રસ્તાઓ પસંદ પડે છે, પરંતુ આ ભેદભાવ ઓટો છે. એ પિતાને સત્ય જ ગમે છે. હું ભલા માનવીઓ! વિચારો કે આપણે કયે રસ્તે ચાલ્યા અને જ્યાં સુધી? આ લોકોએ ઈશ્વરના પણ : “એને અલ્લા કહીને બોલાવે કે રહેમાન કહો, બધાં સારાં નામ એનાં છે” (કુરાન-ઇસરાઇલ, ૧૧૦ ). Page #79 -------------------------------------------------------------------------- ________________ ગીતા અને કુરાન ટુકડે ટુકડા કરી નાખ્યા અને આ ટુકડાઓની પરસ્પર વહેંચણી કરી. હે દાદુ ! આ બધાય તે પરિપૂર્ણ બ્રહ્મ, તે એક ઈશ્વરથી ભૂલા પડેલા, ભ્રમમાં ફસાયા છે.” दादू अकै आत्मा साहेब है सब मांह; साहेब के नाते मिले, भेख पंथ के नांह. दादू दून्यों भरम है हिन्दू तुरुक गंवार, जे दुहवाँ थे रहित है सो गहि तत्त बिचार. अपना अपना करि लिया भंजन मांहे बांह, दादू अके कूप जल मनका भरम अठाय. “હે દાદુ! એક જ આત્મા સર્વમાં છે. સૌમાં તે જ ભગવાન અસ્તિત્વ ધરાવે છે. તે એક પ્રભુના સંબંધથી જ આપણે એકમેકની સાથે હળતા મળતા રહેવું જોઈએ; અલગ અલગ વેશના તથા પંથના ભેદભામાં અટવાઈ ન જવું જોઈએ. હિંદુ અને મુસલમાન બને ભ્રમણામાં છે, અને અણસમજુ છે. વિવેકપૂર્વક વિચાર કરીને ખરો માર્ગ ગ્રહણ કરવું જોઈએ. આમ કરવાથી કઈ પરાયું નથી લાગતું. આ લેકોએ એક જ કૂવાના પાણીને પોતપોતાના જુદા જુદા ઘડાઓમાં ભરી લઈને એકમેકને અલગ પાડયા છે. દ્વતની આ જાળ મનમાંથી કાઢી નાખવી જોઈએ.” વળી પોતે ઉમેરે છે: अलह राम छूटा भ्रम भोरा हिन्दू तुरुक भेद कछु नाहीं, देखौं दरसन तोरा; सोी प्रान प्यंड पुनि सोजी, सोजी लोही मासा; सोमी नैन, नासिका सोनी, सहजै कीन तमासा; स्रवनौं सबद बाजता सुनिये, जिह्वा मीठा लागै; Page #80 -------------------------------------------------------------------------- ________________ દુનિયાના સર્વ ધર્મો એક છે सोमी भूक सबन कू व्यापै, अंक जुगति सोमी जागै; सोमी सन्ध बन्ध पुनि सोओ, सोई सुख सोी पीरा; सोी हस्त पांव पुनि सोजी, सोमी ओक सरीरा; यहु सव खेल खालिक हरि तेरा, तेहि अंक करि लीना; दादू जुगत जान कर असी, तब यहु प्रान पतीना. “અલ્લા ને રામ જુદા છે એ મારે ભ્રમ ભાંગી ગયો. હિંદુ મુસલમાનની વચ્ચે કાંઈ ભેદ નથી દેખાતે. હે ઈશ્વર! હું સર્વમાં તારાં જ દર્શન કરું છું. સૌ એકસરખો શ્વાસ લે છે, સૌનાં શરીર એકસરખાં છે, એક જ પ્રકારનાં લેહી, માંસ, આંખ નાક, છ, સૌમાં એક જ પ્રાણ રમી રહ્યો છે. સૌના કાનેથી એકસરખો અવાજ સંભળાય છે, સૌની જીભેને ગળ્યું મીઠું જ લાગે છે, સૌને એકસરખી ભૂખ લાગે છે, અને સમાન રીતે જ સૌની સુધા શાંત થાય છે, સૌનાં હાડકાંસાંધા સમાન છે, સુખદુઃખને અનુભવ સરખી રીતે જ થાય છે, પીડા પણ સમાન રીતે થાય છે, સૌનાં હાથ-પગભૂખ એકસરખાં જ છે. આ સઘળી માયા એક અષ્ટાની છે. તે જ પાલનકર્તા છે, તે જ ઈશ્વર છે. એણે જ મને સૌના ભીતરનાં અને એકતાનાં દર્શન કરાવ્યાં છે; આ રીતની સમજ બૂઝ તથા દષ્ટિ રાખવાથી દાદુને આત્મવિશ્વાસ પ્રાપ્ત થયું છે. ધર્મના અસલી નૂરને વર્ણવતાં દાદુ સાહેબે કહ્યું છેઃ आमा मेटै हरि भजै, तनमन तजै विकार; निरबैरी सब जीव सों, दादू यहु मत सार, निरबैरी सब जीवसों, सन्त जन सोजी; दादू अकै आत्मा, बैरी नहिं कोी. Page #81 -------------------------------------------------------------------------- ________________ ७२ ગીતા અને કુરાન सब हम देख्या सोधि करि, दूजा नाहीं आन; सब घट अकै आत्मा, क्या हिन्दू मुसलमान. नारि पुरुखका नांव धरि, अह संसै भरम भुलान; सब घट अकै आत्मा, क्या हिन्दू मुसलमान. दोनों भाभी हाथपग, दोनों भाभी कान; दोनों भाओ नैन हैं, हिन्दू मुसलमान. दादू संसा आरसी, देखत दूजा होअि; भरम गया दुबिधा मिटी, तब दूसर नाहीं कोअि. किससों बैरी होय रहा, दूजा कोओ नाहि; जिसके अंग थैं अपजा, सोओ है सब माहि. “ અહંકાર છાંડવા, હરભજન કરવું, તનમન વિકારરહિત કરવાં, ફાઈ પણ પ્રાણી સાથે વેરભાવ ન રાખવેા, હે દાદુ! આ જ ધર્મના સાર છે. પ્રાણીમાત્ર સાથે વેર રાખતા નથી તે જ સંતજન છે; હૈ દાદુ! સર્વેમાં એક જ આત્મા છે, કેાઈ શત્રુ નથી. અમે સર્વે ખરાખર ખેાળી જોયું છે, કોઈ પારકું જણાતું નથી. શું હિંદુ કે શું મુસલમાન, સૌમાં એક જ આત્મા રમમાણુ છે. સ્ત્રી પુરુષનાં જુદાં નામા રાખવાથી મનુષ્ય સંશય-ભ્રમમાં પડી ગયેા છે. સ્ત્રી કે પુરુષ, હિંદુ કે મુસલમમાન સૌના ઘટમાં એક જ આત્મા છે. હિંદુ મુસલમાન બન્ને એકમેકના ભાઈ ભાઈ છે; અને એક જ શરીરનાં બે હાથ, એ પગ, એ કાન, અને એ આંખા જેવા છે. શંકાના દર્પણમાં આપણને એ દેખાય છે અને તેથી જ આપણે ભ્રમત થઈએ છીએ. જ્યારે આ ભ્રમ, શંકા ટળી જાય છે ત્યારે જુદાઈ રહેતી નથી. હું દાદુ! તું કેાની સાથે વેર બાંધી રહ્યો છે! કાઈ પરાયું છે જ નહીં; જેણે તને સન્ત્યાઁ છે તે પ્રભુ સૌમાં વિરાજે છે.” Page #82 -------------------------------------------------------------------------- ________________ દુનિયાના સર્વ ધર્મો એક છે મંદિર અને મજિદ્દ અંગે દાદુ સાહેબ ઉપદેશે છેઃ हिन्दू लागे देहु रे, मुसलमान मसीत; हम लागै अक अलेख सौं, सदा निरंतर प्रीत; न तहां हिन्दू देहुरा, न तहां तुरुक मसीत; दादू आपै आप है, नहीं तहां रह रीत; यहु मसीत बहु देहुरा, सतगुरु दिया दिखाओ; भीतर सेवा बन्दगी, बाहर काहे जाअि. दून्यों हाथी रहे, मिलि रस पिया न जाअि; दादू आपा मेटिकर दून्यों रहे समाजि दादू द्वै पख दूर कर, निरपख निरमल नांव, आपा मेट हरि भजै, ताके मैं बलि जाओ. दादूपंथौं परि गये, बपुरे बारह बाट; जिनके संग न जाजिये, अलटा औघट घाट. ર << હિન્દુ મંદિરને વળગ્યા છે, મુસલમાન મસ્જિદને, અમે એક અલખ સાથે સંબંધ જોડયો છે; નિરંતરની પ્રીત એની સાથે છે. ત્યાં મંદિર કે મસ્જિદની જરૂર નથી; ત્યાં તે પાતે માદ છે. એના પૂજન અર્ચન માટે ખાસ કાઈ વિધિની આવશ્યકતા નથી. સદ્ગુરુએ દાખવ્યું છે કે મનુષ્યનું આ શરીર એ જ મંદિર મસ્જિદ છે; એ દ્વારા જ એ પ્રભુની પ્રાર્થના સેવા કરી શકે છે. એને બહાર જવાની જરૂર નથી. હિન્દુ અને મુસલમાન બન્ને એ ગાંડા હાથીએ જેવા થઈ રહ્યા છે. બન્ને મળીને પાણી પી શકતા નથી એટલે કે જીવનને આનંદ માણી શકતા નથી. પેાતાના અહંકારને તિલાંજલિ આપીને જ તેએ અને એક સ્થળે આનંદ ભાગવી શકે છે. હે દાદુ! તું આ અન્નેના ‘મારું તારું’થી Page #83 -------------------------------------------------------------------------- ________________ ૭૪ ગીતા અને કુરાન દૂર રહીને એ પવિત્ર પ્રભુનું સ્મરણ કર કે જે “મારા તારા ”થી પર છે. હું એ માનવને ચાહું છું કે જે અહંભાવને ફગાવી દઈને ઈશ્વરભજન કરે છે. હે દાદુ ! આ લોકે પિતપોતાના વાડામાં બાંધી બેઠા છે અને તેથી છિન્નભિન્ન થયા છે. એમને સંગાથ છોડી દે. તેઓ અવળે અને અવનતિને રસ્તે જઈ રહ્યા છે.” - ઈશ્વર સર્વમાં કેવી રીતે વ્યાપ્યો છે તેનું નિરૂપણ દાદુ સાહેબ નીચે પ્રમાણે કરે છેઃ Tીયે તે જીત મેં, નીચે જFધ નિ, जीयें माखन शीरमें, ओयें रब्ब रुहन्नि ; जीयें रब्ब रुहन्निमें, जीयें रूह रगन्नि, जीयें जेरो सूरमें, ठंडो चन्द्र बसति, जिन यह दिल भन्दिर किया, दिल मन्दिरमें सोअि, दिल मांहे दिलदार है, और न दूजा कोअि. જેમ તલમાં તેલ, પુષ્પમાં સુવાસ અને દૂધમાં માખણ છે તેમ સૌ જીવાત્માઓમાં ખુદા છે. નસમાં જેમ જીવ મેજૂદ છે, સૂર્યમાં પ્રકાશ અને ચંદ્રમાં શીતળતા મોજૂદ છે તેમ ખુદા સૌ જીવમાં જૂદ છે. જે ખુદાએ આપણું આ દિલ રૂપી મંદિર બનાવ્યું તે જ પિતે તે મંદિરમાં બેઠેલે છે. દરેક દિલમાં દિલદાર મેજૂદ છે, કોઈ પરાયું નથી.” અલ્લાહના નામનું વર્ણન કરતાં દાદુએ કહ્યું છેઃ बाबा नाहीं दूजा कोी अक अनेक नांव तुम्हारे, मोपै और न होमि; अलख अिलाही अिक तू, तूं ही राम रहीम; तू ही मालिक मोहना, केशो नांव करीम; Page #84 -------------------------------------------------------------------------- ________________ દુનિયાના સર્વ ધર્મો એક છે साी सिरजनहार तूं, तूं पावन तूं पाक, तूं कायम करतार तूं, तूं हरि हाज़िर आप, रमता राजिक अंक तूं, तूं सारंग सुबहान, कादिर करता अक तूं, तूं साहिब सूलतान, अविगत अल्लाह अक तूं, ग़नी गुसाीं अक, अजब अनूपम आप है, दादू नांव अनेक. આને અર્થ સ્પષ્ટ છે. આ બાબતમાં ગુરુ નાનક અને ગુરુ ગોવિંદસિંહના શબ્દો પણ ધ્યાનમાં લેવા જેવા છે. શીખ ધર્મના પ્રવર્તક ગુરુ નાનક કબીર સાહેબના અંતિમ દિવસોમાં થઈ ગયા. કબીર અને દાદુ પેઠે જ ગુરુ નાનકના શિષ્યમાં પણ હિન્દુ મુસલમાન બંને હતા. ગુરુ નાનક ખુદ કબીર સાહેબના ભારે પ્રેમી હતા. શીખોના ધર્મગ્રંથ આદિ ગ્રંથમાં શીખ ગુરુઓની વાણુ સાથે કબીર સાહેબ અને કેટલાય બીજા મુસલમાન સંત અને ફકીરોની વાણું ભરેલી છે. શીખ ધર્મ જે રીતે શરૂ થયે તે પરથી જણાય છે કે તે હિંદુ-મુસ્લિમ વચ્ચે મેળ કરવાને ધર્મ હતો. ગુરુ અર્જુનને જ્યારે અમૃતસરના ગુરુદ્વારાને પાયે નાખવાને માટે કઈ ઈશ્વરભક્તની જરૂર પડી ત્યારે તેમણે પ્રખ્યાત મુસલમાન ફકીર સાંઈ મિયાં મીરને આ કામ માટે પસંદ કર્યા. ગુરુદ્વારાને પાયે સાંઈ મિયાં મીરને હાથે નાખવામાં આવ્યું છે. ગુરુ નાનકે પિતાના જમાનાના હિન્દુ અને મુસલમાનોની મૂર્ખતા પર દુઃખી થઈને કહ્યું છેઃ न हम हिन्दू न मूसलमान, दोनों बीच बसै शैतान; तग्ग न हिन्दू पाअिया, तग न मूसलमान. दावा राम रहीम कर, लड़दे बेीमान. Page #85 -------------------------------------------------------------------------- ________________ ગીતા અને કુરાન “અમે નથી હિન્દુ કે નથી મુસલમાન. એ બંનેને પરાયાપણાના શેતાને ભુલાવ્યા છે. તેથી નથી હિન્દુને રસ્તો જડતે, નથી મુસલમાનને જડત. તેઓ બંને રામ અને રહીમને બે જુદા સમજીને લડે છે. તેમને કોઈને એક ખુદા ५२ मास्था नथी." ગુરુ ગોવિંદસિંહે કહ્યું છેઃ कोशू भयो मुंडिया संन्यासी कोअ योगी भयो, को ब्रह्मचारी, कोझू जतियन मानबो; हिन्दू तुरुक को, राफ़ज़ी, अिमाम, शाफ़ी, मानसकी जाति सबै अिक्कै पहचान बो. करता करीम सोी राज़िक़ रहीम ओमी, दूसरो न भेद कोजी भूल भ्रम मानवो. अक ही की सेव सब ही को गुरुदेव अंक, अक ही सरूप, सवै अकै जोत जानबो देहुरा मसीत सोी पूजा और नमाज़ ओली; मानस सबै अंक पै अनेक को भ्रमाव है. देवता अदेव जच्छ गंधर्व तुरुक हिन्दू, न्यारे न्यारे देसनके भेसनको प्रभाव है. अकै नैन के कान अकै देह के बानि ; खाक बाद आतिश औ आवको रलाव है. अल्लाह अभेद सोनी पुरान औ कुरान ओी, अक ही सरूप सबै अक ही बनाव है.. કઈ પિતાને મુંડક કહે છે, કેઈ સંન્યાસી, કઈ યેગી, કોઈ બ્રહ્મચારી અને કોઈ જતિ કહે છે, કઈ હિન્દુ, કેઈ મુસલમાન, કેઈ રાફેજી અને કેાઈ સુન્ની કહે છે. આ બધા ભેદ જૂઠા છે. સૌ મનુષ્યની એક જાત છે. સૌ સરખા છે. Page #86 -------------------------------------------------------------------------- ________________ દુનિયાના સર્વ ધર્માં એક છે સૌના એક જ ખુદા છે. તે જ સૌના કર્તા ( પેદા કરનારા), તે જ સૌને કરીમ ( સૌનું ભલું કરનારા ), તે જ રાજિક (સૌને રાજી આપનાર ) છે. તે જ રહીમ ( સૌ પર યા કરનાર) છે. કેાઈના કાઈ જુદા ખુદા નથી. આ બધા ભેદ ખેાટા છે, ભુલાવામાં નાખનારા છે. સૌએ તે એક જ ખુદાની સેવાપૂજા કરવી જોઈએ. તે જ સૌને ગુરુદેવ છે. બધાં માણસાની સૂરતસિકલ એક સમાન છે. સૌની અંદર એક જ ખુદાની જ્યાત જલી રહી છે. જે મંદિરમાં છે તે જ મસ્જિદમાં છે, જે પૂજા છે તે જ નમાજ છે. સૌ મનુષ્યે એક છે, આપણે અલગ અલગ સમજી બેઠા છીએ તે આપણા વહેમ છે. દેવ, દાનવ, યક્ષ, ગંધર્વ, હિન્દુ, મુસલમાન એ સૌ કેવળ જુદા જુદા દેશના જુદા જુદા રીíરવાજોનું પરિણામ છે. સૌનાં આંખ, કાન, શરીર, વાચા સૌ લગભગ એકસરખાં હાય છે. સૌના દેહ એ જ પૃથ્વી, વાયુ, અગ્નિ, પાણી વગેરે પંચતત્ત્વાના અનેલા છે. જે અલ્લાહ છે તે જ અભેદ છે. જે પુરાણમાં છે તે જ કુરાનમાં છે. સૌનું એક રૂપ અને એક ઘાટ છે. ’’ ७७ અત્યાર સુધી અમે આ સંતમહાત્માઓની વાણીમાંથી એવી ચીજો આપી છે જેમાં સર્વે ધર્માંની પાયાની એકતા, ઈશ્વરનું એકત્વ અને આખા માનવસમાજના સામાન્ય અજ્ઞાનની ચર્ચા છે. આ ઉપરાંત ખાસ કરીને કખીર અને દાદુએ ઠેકઠેકાણે જુદા જુદા ધર્મોના અનુયાયીઓની એકેએક ભૂરાઈ પણ ખાળી મૂકે એવા શબ્દોમાં મતાવી આપી છે. હવે અમે એવા કેટલાક દાખલા આપીએ છીએ. Page #87 -------------------------------------------------------------------------- ________________ ગીતા અને કુરાન હિન્દુઓના સ્પર્શાસ્પર્શને ઉલ્લેખ કરીને કબીર સાહેબ કહે છેઃ g! જૂતિ વિહુ તુજ ને ! जेहि मिटियाके घर महं बैठे, सामहं सिस्टि समानी, छपन कोटि जादव जहं भीजे, मुनि जन सहस अठासी. पैग पैग पैगम्बर गाड़े, सो सव सरिभो माटी, तेहि मिटियाके भांडे, पांडे ! बूझि पियहु तुम पानी ! मच्छ कच्छ घरियार बियाने रुधिर नीर जल भरिया, नदिया नीर नरक बहि आवे पसुमानस सब सरिया हाड़ झरि झरि गूद गरि गरि, दूध कहांते आया? सो लै पांडे ! जेवन बैठे, मटियहिं छूत लगाया. वेद कतेब छोड़ देहु पांडे ! जी सब मनके भरमा, कहहिं कबीर ! सुनहु ओ पांडे ! ओ सब तोहरे करमा. “હે પંડિત! તું માણસના હાથનું પાણી તેની જાત પૂછીને પીએ છે. જે માટીના ઘરમાં તું બેઠે છે તે જ માટીમાં આખી સૃષ્ટિ ખપી ગઈ છે. આ જ માટીમાં છપ્પન કરોડ યાદવ અને અયાસી હજાર મુનિ મળીને એક થઈ ગયા છે. પગલે પગલે પેગંબરે દટાયેલા છે. તેઓ બધા પણ ગળીને આ જ માટીમાં મળી ગયા છે. હે પંડિત! એ જ માટીમાંથી બનેલું એક પાત્ર તું પણ છે. છતાં તું બીજા માણસની જાત પૂછીને તેના હાથનું પાણી પીએ છે. જે નદીનું પાણી તું પીએ છે તેની અંદર અગણિત માછલાં, કાચબા અને મગરે વિયાયા કરે છે. તે બધાનું લેહી અને પાણી તેમાં ભળે છે. દુનિયાભરનું નરક ઘસડાઈને નદીમાં આવે છે. માણસ અને જાનવર સૌ એમાં સડયાં કરે છે. Page #88 -------------------------------------------------------------------------- ________________ ૭૯ દુનિયાના સર્વ ધર્મો એક છે જે દૂધ લઈને તું જમવા બેસે છે તે ક્યાંથી આવે છે? હાડ કરી કરીને, માંસ પીગળી પીગળીને તેમાંથી દૂધ બને છે. અને તું માટીને અભડાવે છે. હે પંડિત! વેદ અને શાના હવાલા આપવા છોડી દે. એ બધી તારા મનની કલ્પના છે. કબીર કહે છે હે પંડિત, આ બધાં તારાં કરતૂત છે.” पंडित भूले पढ़ि गुनि वेदा, आप अपन पौं जानि न भेदा, संध्या तरपन औ षटकरमा, भी बहुरूप करहिं अस धरमा, गायत्री जुग चारि पढ़ाी, पूछहु जाभी मुक्ति किन पामी, और के छिये लेत हो सींचा, तुमते कहो कौन है नीचा? भी गुन गरब करो अधिकारी, अधिके गरब न होमी भलामी, जासु नाम है गरब प्रहारी, सो कस गरबहि सकै सहारी. कुल मरजादा खोय के, खोजिनि पद निरबान, अंकुर बीज नसायके, भये विदेही थान. “હે પંડિત! તું વેદ ભણીગણને ભૂલી ગયો. તે ખુદ પિતાને ન ઓળખે. તે સંધ્યા, તર્પણ અને જાતજાતનાં કર્મકાંડ કરે છે, ગાયત્રી પણ જપે છે. એ કરતાં કરતાં યુગે વીતી ગયા પણ એ બધું કરવાથી તેને મુક્તિ ન મળી. કારણ કે બીજા આદમીના સ્પર્શથી પવિત્ર થવા માટે તું પોતાના પર પાણી છાંટે છે. કહે, તારા કરતાં વધારે નીચ કોણ છે, જેને અડવાથી તે દૂર ભાગે છે? તું પોતાને ઊંચ સમજે છે અને તેને ઘમંડ રાખે છે. એથી તારું ભલું નહીં થાય. જે ઈશ્વરનું નામ ગર્વપ્રહારી (ગર્વ ઉતારનાર) છે તે તારા આવા ઘમંડને ક્યાં સુધી સહી લેશે? મેક્ષ તેને જ મળી શકે છે જે ન્યાતજાત, કુળ, ઊંચનીચના સૌ Page #89 -------------------------------------------------------------------------- ________________ ગીતા અને કુરાન ઘમંડને, બીજ જેમ પાતાની જાતને માટીમાં મેળવીને ખતમ કરી દે છે તેમ, ખતમ કરી દે છે. ત્યારે જ તેનામાંથી મુક્તિના અંકુર ફૂટી શકે છે.” ૯૦ પેાતે માંસ ખાનાર અને ખીજાએથી દૂર ભાગનાર બ્રાહ્મણાને કખીર સાહેબ કહે છેઃ पंडित ! अचरज अक बड़ होओ, अक मरे मुबले अन्न नहि खाओ, अक मरे सिझे रसोओ, करि सनान देवनकी पूजा, नव गुनि कांध जनेअ हंडिया हाड़ हाड़ थरिया मुख अब षट करम बनेअ धरम कथं जहां जीव वधै तहां, अकरम करे मोरे भाओ, जो तोहराको ब्राह्मण कहिये, काको कहिये कसा ? कहहिं कबीर सुनहु हो सन्ती ! भरम भूरि दुनियाओ, अपरमपार पार परसोतम, या गति बिरले पाओ. હૈ પંડિત, મને ઘણી નવાઈ લાગે છે કે જ્યારે કાઈ ઘરનું કે મહાલ્લાનું માણસ મરી જાય છે ત્યારે તા તું સૂતક માનીને ભાજન કરતા નથી, અને મરેલા બકરા લઈને તેની રસેાઈ કરે છે! અને પછી નાહી ધાઈ ને, પૂજા કરીને, ખભે જનોઈ ભેરવીને તેને ખાવા બેસે છે! તારી હાંડીમાં પણ હાડકાં હોય છે અને તારી થાળીમાં પણ મુડદાનાં હાડકાં હોય છે. કહે આ ધર્મ કર્મ કેવાં છે? જ્યાં તું ધર્મની વાત કરે છે ત્યાં જ બીજાને જાન લે છે. હું ભાઈ, એ સારું કામ નથી. તને જો બ્રાહ્મણ કહીએ તે કસાઈ કાને કહીએ ? કબીર કહે છે, હું સંતા! સાંભળે, આ અધી દુનિયા ભુલાવામાં પડી છે. એક જ પરમાત્મા ઘટઘટમાં મેાબૂદ છે, એ વાત ઘણા ઘેાડા લેાકેા સમજે છે. ’’ Page #90 -------------------------------------------------------------------------- ________________ દુનિયાના સર્વ ધર્મો એક છે હિન્દુ અને મુસલમાન બંને પિતપિતાના ધર્મોને બહાને વાદવિવાદમાં પડ્યા છે, તેનું વર્ણન કરતાં કબીર સાહેબ કહે છે? સતો ! રાહ દુનો રુમ હીરા हिन्दू तुरुक हटा नहि मानें स्वाद सभनि को मीठा, हिन्दू बरत अकादसि साधे दूध सिधारा सेती, अन्नको त्याग मनको न हटकै, पारन कर सगोती, तुरुक रोजा निमाज गुजारे, बिसमिल बांग पुकारें, अिनकू भिस्त कहां ते होई, सांझे मुरगी मार, हिन्दूकी दया मेहर तुरकनकी, दोनों घटसों त्यागी, वै हलाल वै झटका मारै आगि दुनों धर लागी. हिन्दू तुरुकको अक राह है, सतगुरु अिहै बताओ, कहहिं कबीर सुनहु हो सन्तो ! राम न कहुं खुदाी . હે સંતો ! અમે આ બંને માર્ગ સારી રીતે જોઈ લીધા છે. હિન્દુ અને મુસલમાન બંને પોતપોતાની જીદમાં પડયા છે. બંને જીભના સ્વાદમાં ફસાયેલા છે. હિન્દુઓ એકાદશીનું વ્રત કરે છે અને પિતાના સૌ સગાને સાથે બેસાડી દૂધ અને શિંગોડાં ઉડાવે છે, અનાજની પરેજી રાખે છે, પણ પિતાના મનને સ્વાદિષ્ટ ચીજોના વિચારમાંથી વારતા નથી. મુસલમાને જા કરે છે, સાંજે નમાજ પઢે છે, અઝાન પિકારે છે અને તે જ સાંજે સ્વાદને માટે મરઘી મારે છે. સ્વર્ગમાં જવાને એ રસ્તે નથી. હિન્દુઓએ દયા છેડી દીધી છે, મુસલમાનોએ મહેર છેડી દીધી છે. એક હલાલ ખાય છે, બીજા ઝટકા ખાય છે. સ્વાદેન્દ્રિયની લોલુપતા બંનેમાં રહેલી છે. સાચા ગુરુએ અમને કહ્યું છે કે વાસ્તવમાં હિન્દુ અને ગી-૬ Page #91 -------------------------------------------------------------------------- ________________ ગીતા અને કુરાન મુસલમાન બંને માટે માર્ગ એક જ છે. કબીર કહે છે, સન્ત! સાંભળો, રામ અને ખુદામાં ફરક નથી પણ હિન્દુ અને મુસલમાન બંને માર્ગ ભૂલ્યા છે.” ઢોંગી ધર્મગુરુઓનું વર્ણન કરતાં કબીર સાહેબ ४ छ: सन्तो! देखते जग बौराना, सांच कहौं तो मारन धावै झूटे जग पतियाना. नेमी देखा, धरमी देखा प्रात करहिं अस्नाना, आलम मारि पखानहिं पूजै अनि मंह कछअ न ज्ञाना. बहुतक देखा पीर औलिया पढ़ें कतब कुराना, के मुरीद तदबीर बतावै अनि महं अहै जो ज्ञाना आसन मारि डिंभ धरि बैठे मन महं बहुत गुमाना, पीतर पाथर पूजन लागे तीरथ गरब भुलाना, माला पहिरै टोपी पहिरै छाप तिलक अनुमाना, साखी शब्दै गावत भूले आतम खबरि न जाना. हिन्दू कह मोहि राम पियारा तुरुक कहैं रहिमाना, आपस महं दो लरि लरि मूले मरम काहु नहिं जाना. घर घर मन्तर देत फिरत हैं महिमाके अभिमाना, गुरू सहित सीस सब बूड़े अन्तकाल पछताना, कहहिं कबीर सुनहु हो सन्तो! भी सब भरम भुलाना, केसी कहूं कहा नहिं माने सहजै सहज समाना. काजी सो जो काज बनावे नहिं अकाज से राजी, जो अकाजकी बात चलावे सो काजी नहिं पाजी. कबीर सोी पीर है जो जाने पर पीर, जो पर पीर न लानी सो काफ़िर बेपीर. Page #92 -------------------------------------------------------------------------- ________________ દુનિયાના સર્વ ધર્મો એક છે “હે સંતે, દુનિયા પાગલ થઈ પઈ છે. સાચી વાત કહીએ છીએ તે મારવા દોડે છે, મિથ્યામાં સૌ શ્રદ્ધા રાખે છે. ઘણાય નિયમત્રતવાળા જોયા; સવારના વહેલા નહાય છે, જીવતાં જાનવરની કતલ કરી ખાઈ જાય છે. તેઓ પાષાણમૂર્તિની પૂજા કરે છે. આવા લોકોને કશાનીય સૂઝ નથી. એવા પીર ને ઓલિયાઓ જોયા છે જેઓ કુરાન પઢે છે. જેમને પિતાને કશુંયે જ્ઞાન નથી તેઓ પોતાના ચેલાઓને શું દાખવી શકવાના છે?! આવી રીતના ધુતારાઓ ગુરુનું આસન માંડી બેસી જાય છે, પોતાને બહુ ઊંચા માને છે, ધાતુ તથા પથ્થરની મૂર્તિઓ પૂજે છે, તીર્થાટનના ઘમંડમાં ભૂલે ભટકે છે, માળા, ટોપી પહેરે છે; ટીલા ટપકાં કરે છે, સાખી શબ્દ ઉચ્ચારે છે, પણ તેમને પિતાના ભીતરની ખબર હોતી નથી. હિન્દુ કહે છે કે અમારે ભગવાન રામ છે, મુસલમાને કહે છે કે રહમાન છે. બન્ને પરસ્પર લડીને મરી જાય છે. મૂળની કઈનેયે જાણ નથી. પિતાની મોટાઈના ઘમંડમાં ઘરેઘર ચેલકાઓ મૂંડતા અને દીક્ષા દેતા ફરે છે. ગુરુ ને ચેલા બન્ને ડૂબશે. છેવટે બંનેએ પસ્તાવું પડશે. કબીર કહે છે હે સન્તો ! આ ભ્રમજાળ છે. કેટલું કહીએ ? લેકે માનતા નથી. તે ભગવાન સૌમાં એકસરખી રીતે વ્યાપ્ત છે. . . . ખરો કાજી તે છે જે બીજાનાં કામો સુધારી દે છે અને કઈ પણ અપકૃત્યથી તે રાજી ન થાય. જે બૂરાં કામ કરે તે કાછ નહીં પણ પાજી કહેવાય. હે કબીર, સાચો પીર તે છે કે જે સૌની પર (પીડા) જાણે છે, જે બીજાની પર(પીડાને ન સમજે તે પીર નહીં પણ કાફિર – બે-પીર છે. Page #93 -------------------------------------------------------------------------- ________________ ગીતા અને કુરાન મંદિર અને મસ્જિદ વચ્ચેના ઝઘડા અંગે દાદુસાહેબ ફરમાવે છે? आप चिणावे देहुरा तिसका करहि जतन; परतखि परमेसुर किया सो भान जीव रतम. मसीत संवारी मानसों तिसकू करै सलाम; जैन आप पैदा किया सो ढावै मूसलमान. यहु मसीत यहु देहुरा सत गुरु दिया दिखाभि; भीतर सेवा बंदगी बाहर काहे जाअि. हौद हजूरी दिल ही भीतर गुस्ल हमारा सारं; अजू साज अलह के आगे तहां निमाज गुजारं. काया मसीत करि पंच जमाती, मन ही मुला सीमाम; आप अलेख अिलाही आगे सिजदा करे सलाम. જે મંદિરને હિંદુઓ પિતાને હાથે ચણે છે તેની તે ભારે સંભાળ રાખે છે, પણ માનવીનું કે પશુનું જે શરીર ખુદ ભગવાને બનાવ્યું છે તે મંદિરને તેઓ તોડી નાખે છે, એટલે કે મારી નાખે છે. આ રીતે મુસલમાન મનુષ્યની બનાવેલ મસ્જિદને આરાધ્ય ગણે છે અને ઈશ્વરે પિતે બનાવેલ ઈમારત એટલે કે પ્રાણીનું શરીર તેઓ જમીનદેત કરે છે. સાચા ગુરુએ અમને સમજાવ્યું છે કે માનવીનું આ શરીર એ જ મંદિર અને મસ્જિદ છે. આમાં બેસીને આપણે ઈશ્વરભજન કરી શકીએ છીએ, બહાર જવાની જરૂર નથી રહેતી. હૃદયમાં જ ઈશ્વરના અસ્તિત્વને હેજ ભરેલો છે એમાં આપણે સારી પેઠે સ્નાન કરી શકીએ છીએ અને ત્યાં જ શુદ્ધ થઈને પ્રભુની પ્રાર્થના કરી શકીએ છીએ. આપણું આ શરીર મસ્જિદ છે. આપણે પાંચે ઈન્દ્રિ Page #94 -------------------------------------------------------------------------- ________________ દુનિયાના સર્વ ધર્મો એક છે સાથે સાથે પ્રાર્થના કરે છે. આપણું મન એ જ ઉપદેશક છે. એ ઉપદેશકને સન્મુખ રાખીને આપણે અલેખ પ્રભુનું યજન કરવું જોઈએ. અને તેને નમન કરવું જોઈએ.” મૂર્તિપૂજા સંબંધી દાદુ સાહેબે કહ્યું છેઃ मूरत गढ़ी पखानकी कीया सिरजनहार; दादू सांच सूझे नहीं यूं डूबा संसार. आतम मांहीं राम है पूजा ताकी होमि सेवा बन्दन आरती साध करें सब कोअि. माहें निरंजन देव है माहे सेवा होमि; माहें अतारें आरती, दादू सेवक सोअि. પથ્થર-ઘડી પ્રતિમાને લેકે ઈશ્વર માને છે. તે દાદુ ! આ લેકોને સાચા પ્રભુનાં દર્શન નથી થતાં તેથી દુનિયા ડુબી રહી છે. પિતાના આત્મામાં જ રામ છે, ત્યાં જ એની પૂજા કરવી જોઈએ. ખરા ભક્તો પિતામાં રહેલ રામની સેવા પૂજા કરે છે. હે દાદુ ! સાચો સેવક તે છે કે જે પિોતામાં બિરાજેલ નિરંજન દેવની આરતી ઉતારે છે.” બાહ્ય રીતરિવાજો, પૂજાપાઠ, કર્મકાંડ વિષે દાદુ સાહેબે ઉપદેશ્ય છે? दाद् ! बांधे वेद बिधि धरम करम झुरझाअि; मरजादा माहीं रहे सुमरिन किया न जाअि. अिसकलि केते व गले हिन्दू मूसलमान; दादू साची बन्दगी झूटा सब अभिमान; पोथी अपना पिंड करि हरि जसमाहें लेख, पंडित अपना प्रान करि दादू कथहु अलेख; काया कतेब बोलिये लिख राखौ रहमाम; मनुबां मुल्ला बोलिये सुरता है सुबहान. Page #95 -------------------------------------------------------------------------- ________________ ગીતા અને કુરાન હે દાદ! લેકોને વેદશાના કર્મકાંડે જકડી રાખ્યા છે. ભગવાનની આરાધના એ જ સાચી વાત છે. બાકી સર્વ ઘમંડ છે. ગ્રંથ તે આપણું શરીર છે. જેમાં ઈશ્વરનું નામ લખેલું છે. પિતાના પ્રાણને પંડિત સમજ અને એ પંડિત દ્વારા અવયં ઈશ્વરનું નામ દરેક શરીર-ગ્રંથમાં વાંચવું જોઈએ. આ પુસ્તકમાં રહેમાન લખીને મનને મુલા માનીને ઈશ્વરને પ્રાર્થના કરવી જોઈએ.” दादू! पाती प्रेमकी बिरला बांचे कोय; वेद पुराण पुस्तक पढ़े, प्रेम बिना का होय ? ઉપરના દેહાને અર્થ સ્પષ્ટ છે. બાહ્ય આચારવિચાર, રીતરિવાજોની નિરર્થકતા સાબિત કરતાં દાદુ સાહેબ કહે છે : सांचा राम न जाने रे, सव झूट बखाने रे; झूटे देवा झूटी सेवा झूटा करे पसारा; झूटी पूजा झूटी पाती, झूटा पूजन हारा; झूटा पाक करे रे प्राणी, झूटा भोग लगावे; झूटा आड़ा पड़दा देवे, झूटा थाल बजावे; झूटे वकता झूटे सुरता, झूटी कथा सुनावे; झूटा कलयुग सबको माने, झूटा भरम दिढ़ावे; थावर जंगम जलथल महियल, घट घट तेज समाना; दादू आतम राम हमारा आदि पुरुष पहचाना. લોક સાચા રામને ઓળખતા નથી, વ્યર્થ વાતે કરે છે. ખોટા દેવ, ખોટી સેવા, ખોટો પસારે, પૂજા જૂઠી, શણગાર ખેટા, પૂજારી જૂઠા, જૂઠા ભેગ ને ભેજન, પડદા Page #96 -------------------------------------------------------------------------- ________________ દુનિયાના સર્વ ધર્મો એક છે ૮૭ જૂઠા, ઝાલર ટી, લવાસાંભળવાવાળા જૂઠા, કથાયે જૂઠી, કલિયુગના માનવીઓ આવી જૂઠી વસ્તુઓને માને છે. સત્ય તો એ છે કે સજીવ નિજીવ બનેમાં, જલમાં કે થલમાં સર્વના અંતરમાં એક જ ઈશ્વરનું તેજ પથરાયેલું છે. હે દાદુ! જે સર્વના આત્માઓમાં બિરાજે છે તે જ આપણે રામ છે, તે જ નિરંતર એક છે ને રહેશે.” સાચો ધર્મ શું છે તેનું વર્ણન કરતાં દાદુ સાહેબ કહે છે : सोी साध सिरोमणी गोविन्द गुन गावे; राम भजे विषया तजे आपा न जनावे, मिथ्या मुख वोले नहीं, पर निन्द्या नाही; अपनुन छाड़े गुन गहे, मन हरिपद माहीं. निरवैरी सब आत्मा पर आतम जान ; मुखदाजी समिता गहै आपा नहिं आनै. आपा पर अन्तर नहीं निर्मल निज सारा; सतवादी साना कहे लैलीन बिचारा. निरल भज न्यारा रहे काहू लिपत न होभि; दादू तब संसारमें औसा जन कोअि. એ જ ભક્ત ખરી છે કે જે એક ઈશ્વરના ગુણ ગાય, એનું જ ભજન કરે, વિષયવાસનાઓને વશમાં રાખે, અભિમાન ન કરે, અસત્ય ન બોલે, પરનિંદા ન કરે, અપકૃત્યોથી બચે, સત્કર્મ કરે, જેનું અંતર ઈશ્વરમાં ચૂંટેલું રહે, કોઈ સાથે શત્રુતા ન બાંધે, સ્વ અને પરમાં ભેદ ન રાખે, બધાને સુખ પહોંચાડે, સૌને સમાન ગણે, અહંતાનો ત્યાગ કરે, પિતા પારકામાં ફરક ન જુએ, સર્વમાં અંતર્યામીનાં દર્શન Page #97 -------------------------------------------------------------------------- ________________ ગીતા અને કુરાન કરે, સદા સત્ય મેલે, પાતામાં મસ્ત રહે, નિર્ભય થઈ પ્રભુપ્રાર્થના કરે, કાઈથી માહ સંબંધ ન રાખે. હું દાદુ ! આ સંસારમાં આવા મનુષ્યેા બહુ જ થાડા છે. ’’ ૯૯ આ દુનિયામાં હજારા વરસાથી વસુધૈવ કુટુમ્બમ્ એટલે કે આ પૃથ્વીમાં રહેવાવાળા સર્વ એક કુટુંબ સમાન છે એવું ખેાલાતું રહ્યું છે. આપણે એ જોઈ ગયા કે કાઈ પણ ધર્મ એવેા નથી કે જેણે પેાતાના અનુયાયીઓ સમક્ષ આ ઉદ્દેશ ન રાખ્યા હાય; વળી આપણે એ પણ જાણી લીધું કે કેાઈ સંત કે મહાત્મા, સૂફી કે ફકીર, એવે નથી કે જેના હૃદયમાં આ ભાવના તીવ્રપણે રમતી ન હોય કે આ દુનિયામાં મનુષ્ય મનુષ્ય વચ્ચેના અંતરાયે કે જે એકમેકને અળગા રાખે છે તે કોઈ પણ પ્રકારે તૂટી જાય. પ્રકૃતિનું વલણ એ બાજુ જ છે. તે પણ માનવ સમાજને એ દિશાએ લઈ જઈ રહી છે. વેદમાં ઉક્તિ છે કે : समानी व आकूतिः, समाना हृदयानि वः, समानमस्तु वो મનો, થયા વ: મુસાસતિ, સમાની ત્રવા, સદ્ યો અન્નમાશ:, समाने योक्ते, सहवो युनज्मि, सम्यञ्चो अग्निम् सपर्यंत, अनामिमिवामितः । संव्बंगच्छ, संवदध्वं, संवो मनान्सि जानताम् । “ તમારી સૌની આવશ્યકતા એક હા, સર્વનાં દિલ હળેલાંમળેલાં હા, મન એક હા, આમાં જ સર્વનું શ્રેયસ્ છે, તમે સહુ મળીને કામ કરે, ભેગ ભાગવે, ઈશ્વરે તમને સૌને એક જ મહાન કાર્યમાં પરાવ્યા છે. Page #98 -------------------------------------------------------------------------- ________________ દુનિયાના સર્વ ધર્મો એક છે આત્મજાત તમને એ જ રીતે એક જ દિશામાં લઈ જઈ રહી છે. જે રીતે પિડાંના આરા નાભીને એક જ દિશામાં ચલાવે છે. તમે સૌ સાથે રહે, એક જ અવાજે બેલે, સૌની બુદ્ધિ એક જ દિશામાં કામે લાગે અને એક જ સત્યને પિછાણે.” જે સૃષ્ટિનું ચિત્ર આ વેદમંત્રમાં આલેખાયું છે તે દુનિયાની શુભ ઘોષણા હરેક ધર્મ કરતે રહ્યો છે. અને દરેક ધર્મે દુનિયાને તેવી બનાવવાનો પ્રયત્ન કર્યો છે. દુનિયાના સર્વ દેશોને તથા સમય સમયના પેગંબરને સમક્ષ રાખી પવિત્ર કુરાનમાં કહેવાયું છેઃ હે પયગંબરે ! સાચે જ તમારા આ સર્વ સંપ્રદાયે એક જ ધર્મ છે અને હું તમારે નિયંતા છું, તે તમે મારાથી ડરીને ચાલે. પરંતુ મનુષ્યએ પિતાના ધર્મના આપસ આપસમાં ભાગલા કરી નાખ્યા અને દરેક સંપ્રદાય પાસે જે કાંઈક છે તેમાં જ એ મસ્ત છે” (મોમેનૂન ૫૧-૫૪). બાઈબલમાં વચન છેઃ તમારી સૌની બુદ્ધિ એકસરખી ચાલે. સૌની સો પ્રત્યે સહાનુભૂતિ હેય, એકમેક સાથે પ્રીતસંબંધ જોડે, સૌના દિલમાં દયા હોય. સૌમાં નમ્રતા હોય. બૂરાઈને બદલે બૂરાઈથી કોઈ ન લે, ગાળના બદલામાં ગાળ ન દે, સૌ એકમેકનું ભલું ઈચ્છે; દિલ સૌનાં મળેલાં હોય : સૌ એકમેકની સાથે શાંતિથી રહે ” (કુરિંથીઓને પત્ર). પ્રભુ મનુષ્ય મનુષ્યમાં કાંઈ ભેદ નથી રાખતે. માનવ કોઈ પણ જાતિને હેય પણ જે તે ઈશ્વરથી ડરીને ચાલતે હોય તથા સત્કર્મો કરતો હોય તે ઈશ્વર એને અપનાવે છે” ( રસૂલ કે માલ). Page #99 -------------------------------------------------------------------------- ________________ ગીતા અને કુરાન “નથી કોઈ યહૂદી, કે નથી કોઈ યુનાની, નથી કોઈ ગુલામ કે નથી કોઈ આઝાદ નથી કોઈ પુરુષ કે નથી કોઈ સ્ત્રી, ઈશુ ખ્રિસ્તની સમક્ષ તમે સૌ એક છે” (ગિલિતિયોને પત્ર). ચીનના મહાત્મા કુંગ ફૂલ્બનું કથન છેઃ પડેશીઓ સાથે હેતપ્રેમથી રહેતાં શીખે. સે ભાઈઓ સાથે પ્રેમથી રહો(કિંગ). મહાત્મા બુદ્ધે કહ્યું છે: “અને આ સૌ હરતાફરતા મનુષ્ય શું છે? આ સઘળા એક જ શરીરના અવયવો – હાથપગ છે; તેથી દરેક અવયવે એકબીજા અવયવની કાળજી રાખવી ઘટે.” હિન્દુ ધર્મને જાણીને ઉપદેશ છે? अयं निजः परोवेति गणना लघु चेतसम् अदार चरितानां तु वसुधैव कुटुम्बकम् । આ મારે ને આ પારકો છે એ રીતે જે સમજે છે તે સંકુચિત વિચારને છે. પણ જેઓ મોટા મનના છે તેઓ આ પૃથ્વીમાં રહેવાવાળા સૌને કુટુંબી ગણે છે.” સાર એ છે કે ધર્મગ્રંમાં આ ઉપદેશ ભરેલે પડ્યો છે. પરંતુ મનુષ્ય સમાજ હજી આ આદર્શ સુધી પહોંચ્યા નથી. આનું કારણ શું છે? આનાં બે કારણે છે. પહેલું કારણ એ છે કે ઘણુ જણ આ સત્યને સમજી નથી શકતા. બીજું કારણ એ છે કે જેઓ સમજ્યા છે તેઓ તેને અમલ નથી કરી શકતા. ધ્યેયને ન પહોંચી શકવાની જવાબદારી એના ઉપર નથી કે જે સત્યને સમજી શક્યો નથી પણ તેમના ઉપર છે કે જેઓ સમજ્યા છે છતાં આચરણમાં Page #100 -------------------------------------------------------------------------- ________________ દુનિયાના સર્વ ધર્મો એક છે મૂકી શકતા નથી. દુનિયાને પલટાવનારી વસ્તુ આચરણ છે, એ ખરું રહસ્ય છે. આપણી વાતે, આપણા ઉપદેશ તથા આપણું વાદવિવાદ કરતાં આપણું કાર્યોનો પ્રભાવ બીજા ઉપર વધારે પડે છે. ગીતા અને કુરાન વાચકે સમક્ષ મૂકવાને ઉદેશ એ નથી કે અમે માત્ર બુદ્ધિને સંતોષવા ઈચ્છીએ છીએ પરંતુ અમારી નેમ તે એ છે કે મનુષ્ય સત્યનું આચરણ કરવાની શક્તિ પ્રાપ્ત કરે. અમે ઇચ્છીએ છીએ કે આ બંને સાથેનું વાચન આચરણમાં ઉતારવાની દૃષ્ટિથી થવું જોઈએ. અમારી કામના છે કે આના વાચનથી પ્રભુ આપણને એવું બળ અર્થે કે જેથી આપણે આપણું વાડા, ન્યાતજાત, દેશ, ગામ, તથા કૌટુંબિક સ્વાર્થ બંધનને ઉખેડી નાખી શકીએ. આ અંતરાયે આપણને એકબીજાથી વેગળા રાખે છે ને લડાવી મારે છે. આપણે સૌ એક છીએ એવું વિચારવું કે માની લેવું એટલું જ પૂરતું નથી, પરંતુ આવશ્યકતા એની છે કે આપણે આપણું વ્યક્તિગત તથા સામાજિક વ્યવહારમાંથી એ વાતે કે જે મનુષ્ય મનુષ્ય વચ્ચે ભેદ ઊભું કરે છે તેને દૂર કરીએ, ભલે પછી તે રીતરિવાજે હેય, કાયદા હેય કે સાંપ્રદાયિક બંધને હેય. આપણે માટે કેઈનવા સંપ્રદાયની કે ધર્મની જરૂર નથી. એ માનવધર્મ કે જેના ઉપર સર્વ ધર્મોને ને સંપ્રદાયોને આધાર છે તે આપણે સારુ પૂરતો છે. અત્યારે આવશ્યક્તા છે એક નવા સમાજની, નવી સંસ્કૃતિની કે જેમાં મારાતારાની, આ ટેળીની કે પેલી ટેળીની વાત ન હોય, પરંતુ જેમાં માનવ Page #101 -------------------------------------------------------------------------- ________________ ૯૨ ગીતા અને કુરાન ધર્મપ્રાણ ફૂંકાયેલું હોય, રહેણીકરણમાં અને રીતરિવાજોમાં દરેક માનવનું સ્થાન સરખું હોય અને જેના કાયદાકાનને વાડાબંધી તથા કુસંપને ટકાવનારાં કે અતૂટ રાખવાનાં સાધન ન બને, એવા જીવનની જરૂર છે કે જેની ઈમારત પરસ્પર પ્રેમના તથા સહાયતાના ઊંડા તથા મજબૂત પાયા ઉપર રચાયેલી હોય. આપણને એવા ધાર્મિક ચોકઠાની આવશ્યકતા છે કે જે આપણને એક જાત, એક ન્યાત, એક કુટુંબના જીવનપ્રદ બીબામાં ઢાળી દે. આપણે નવો ધર્મ એ આજકાલના સંપ્રદાયની માફક એકબીજામાં અતડાપણું, ઘેણું અને તિરસ્કાર ફેલાવનાર ન હૈ જોઈએ. આપણે સૌને ભગવાન આવા અધર્મને આપણા દિલમાંથી તથા કામોમાંથી અળગો કરે. આપણો ધર્મ માનવતાન, ત્યાગને તથા પ્રેમને હોય. આ જ ધર્મ છે કે જેને સર્વ અવતારી પુરુષોએ, સંતાએ, સાધુફકીરે એ સાચે માનવધર્મ કહ્યો છે. અમે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે ગીતા અને કુરાન પિતાના વાચકોમાં એવી શુદ્ધ સમજણ, હિંમત તથા શક્તિ ઉત્પન્ન કરે કે જેથી તેઓ આ પવિત્ર પુસ્તકોના ઉપદેશનું આચરણ કરી શકે એટલે કે આજકાલનાં સામાજિક બંધને કે જે આપણને બરબાદ કરી રહ્યાં છે તેમાંથી મુક્ત થઈ શકે અને નવી રીતનું સમન્વયકારી જીવન, સંસ્કૃતિના અને માનવધર્મના બીબામાં એવી રીતે ઢાળી દે કે જેથી એક વાર ફરીથી આ દેશમાં પ્રેમસરિતા વહેવા લાગે. આ વિના આપણે માટે માનવસેવાને અથવા આપણી મુક્તિને બીજો માર્ગ નથી. Page #102 -------------------------------------------------------------------------- ________________ ગીતા અને કુરાન પીતા Page #103 --------------------------------------------------------------------------  Page #104 -------------------------------------------------------------------------- ________________ ગીતા હિન્દુઓ જે ગ્રંથને પિતાના ધર્મગ્રંથ માને છે તેની સંખ્યા હજારની નહીં તે સેંકડોની તે સહેજે ગણવી શકાય. દુનિયાના વર્તમાન ધર્મોમાં બીજા કોઈ ધર્મોના ભાગ્યે જ આટલા બધા ધર્મગ્રંથ હશે. એ સ્વાભાવિક છે. આમ તે દુનિયાના સર્વ ધર્મો એકમેકને મળતા હોય છે અને એક જ સનાતન પરંપરાના ભાગ, એક પુરાણ સાંકળની કડીઓ, અથવા એક જ મહાવૃક્ષની ચારે તરફ પથરાયેલી શાખાએનાં ફૂલ સમાન છે. પરંતુ જુદા જુદા દેશોની પરંપરાઓ જોઈએ તે હિંદુ પરંપરા દુનિયામાં સૌથી પુરાણું છે. યહૂદી પરંપરા તે પછીની છે; ચીની પરંપરા પણ અમારી જાણ પ્રમાણે એથી જૂની નથી. એ સિવાય ચીની ધમેં બે અઢી હજાર વર્ષ પહેલાં જે ભારે પલટે ખાધે તે પલટે હિંદુ પરંપરાએ કદી નથી ખાધે અથવા તે ખાતાં ખાતાં રહી ગઈ એમ કહેવું જોઈએ. માનવ ઈતિહાસ હિંદુસ્તાન તથા ચીનથી ઘણે જૂને છે. હિંદુસ્તાન તથા ચીનની સંસ્કૃતિઓથીયે હજારો વર્ષો પહેલાં કેટલાયે વિખ્યાત સમાજો અસ્તિત્વમાં હતા અને ઉન્નતિશિખરે તેઓ પોંચ્યા હતા. પૃથ્વીના લખેલા કે અણલખ્યા ઈતિહાસથી એ સિદ્ધ થાય છે કે એક તરફ ઈરાનના પહાડેથી તે અરબી સમુદ્ર તથા હિન્દી મહાસાગર સુધી તથા બીજી બાજુ આફ્રિકાની નીલ નદીને કિનારે Page #105 -------------------------------------------------------------------------- ________________ ગીતા અને કુરાન કિનારે જૂના સમયમાં ઓછામાં ઓછા બે મોટા સમાજોએ સૃષ્ટિમાં આવીને હિન્દુસ્તાન અને ચીનથી હજારો વર્ષો પહેલાં માનવવર્ગને જીવનમાર્ગ દાખવ્યો હતે. પણ હવે તે તે સમાજોનાં ધરતીમાં દટાયેલાં રહ્યાંસહ્યાં હાડકાં ક્યાંક શોધવાથી મળે છે. ભાગ્યના અટલ ચક્રમાં પોતાનું રક્ત આવતી પેઢીને આપીને પોતાનાં સડતાં જતાં હાડમાંસનું ખાતર તૈયાર કરીને તે સમાજ તથા તેમની સંસ્કૃતિ આ દુનિયામાંથી લુપ્ત થઈ ગઈ. જેમ આ સૃષ્ટિને સરજનહાર અનંત છે તેમ એની રચના પણ અનંત છે. આપણે અહીં કે તહીં આ સૃષ્ટિનું મૂળ તથા છેડે શોધવાની હિંમત કરવી જોઈએ નહીં. આપણું અલ્પબુદ્ધિ માટે એ અશકય કામ છે પણ આ વાત નિઃશંકપણે સાચી છે કે દુનિયામાં જે ગ્રંથે ઉપલબ્ધ છે તેમાં ટ્વેદ સૌથી જૂને ગ્રંથ છે અને દુનિયામાં જે ધર્મપ્રણાલિકાઓ જીવંત છે તેમાં હિંદુપ્રણાલી સૌથી પ્રાચીન છે. સર્વેદની આજની ૧૦,૫૮૦ ઋચાઓમાંની કઈ આરંભની અને કઈ ક્યારે ક્યારે ઉમેરવામાં આવી તેની ચર્ચામાં ઊતરવાની જરૂર નથી. આજના સર્વ ધર્મો તથા તેના ગંધાનું સમગ્રપણે અવલોકન કરવાથી નિશ્ચિતપણે જણાશે કે સૌનું મૂળ એક ઈશ્વર છે, અને સર્વ ગ્રંથની જનેતા જેને કુરાનમાં ઉમ્મુલ કિતાબ” કહેવાય છે તે ઈશ્વરની પાસે છે. ધર્મોના ઘણાખરા વિધિઓ, નામરૂપ અને શબ્દો સુધાંનું મૂળ ટ્વેદ તથા ખાસ કરીને એની પ્રારંભની ઋચાઓમાં છે. આ કારણે જ યુરોપના વિદ્વાનોએ “સર્વેદને સાર્વ ધર્મોની મા’નું ઉપનામ આપ્યું છે. Page #106 -------------------------------------------------------------------------- ________________ ગીતા લ હિંદુ ધર્મગ્રંથામાં વેાને અને તેમાંયે ખાસ કરીને ઋગ્વેદને વધારે પ્રમાણભૂત માનવામાં આવે છે. પરંતુ વેદ મહાન છે, એની ભાષા પ્રાચીન તથા અટપટી છે, તેના એક એક મંત્રના અનેક અર્થો કરી શકાય એમ છે તે એટલે સુધી કે સામાન્ય માણસા માટે નહીં પણ વિદ્વાને માટે પશુ તે મંત્રા કાયડારૂપે છે અને રહેશે. ઉપિનષદોને વેદોના સાર કહેવામાં આવે છે; અને તેને વેઢ્ઢાના ભાગ માનવામાં આવે છે. ઉપનિષદોમાંયે ખાર ઉપનિષદ્દો મુખ્ય છે. તેના સર્વ મંત્રા એક પુસ્તિકામાં સમાઈ શકે તેટલા છે. આ મંત્રોમાં ભલાઈપૂરાઈના, પાપપુણ્યના ઉચ્ચ આદર્શો, દર્શનશાસ્ત્ર, બ્રહ્મ અને જીવનાં ગહન સત્ય સમાયેલાં છે તેથી તેનું સ્થાન અધ્યાત્મજ્ઞાનનાં પુસ્તકામાં ઊંચામાં ઊંચું છે. હજારા ભણેલા હિંદુઓ એવા છે કે જેમને ભૂકંપ કે પ્રલય સમયે પૂછવામાં આવે કે બીજી દુનિયામાં લઈ જવા માટે કયા ખજાને બચાવી રાખી સાથે લેવા ચાહેા છે તે તેઓ કહેશે, “ ઉપનિષદ ” હિંદુ સિવાયના હજારો વિદ્વાના પણ આ મતને મળતા થશે. પરંતુ ઉપનિષદો પણ સામાન્ય જનતાને ગમ્ય નથી થતાં. એનું આસ્વાદન કરવું પણ વિરલાઓને શકય છે. ઉપનિષદા સિવાય હિંદુઓને બીજા કાઈ પણ ગ્રંથ ઉપર આસ્થા હાય તેા તે શ્રીમભગવદ્ગીતા ઉપર. ગીતાની ભાષા તથા શૈલી એટલી સરળ છે કે તેના વાચકેાની સંખ્યા ઉપનિષદાના વાચકા કરતાં હારા ગણી વધારે છે. ગીતામાહાત્મ્યમાં સર્વ ઉપનિષદો ’ ને એક ગાયને તાલે ૮ ’ને ગી-૭ Page #107 -------------------------------------------------------------------------- ________________ ગીતા અને કુરાન મૂકવામાં આવ્યાં છે અને ગીતાને તે ગાયનું દૂધ અને મહાન અમૃત”ની ઉપમા મળી છે. આ ઉપમા ઘણે અંશે વાસ્તવિક છે. એ જ માહાભ્ય’માં કહેવાયું છે કે જેણે ગીતાને પાઠ સારી રીતે કરી લીધું છે” તેને “બીજાં શાસ્ત્રો વાંચવાની” જરૂર નથી. ખરેખર ગીતા તે સમયના સર્વ ધર્મશાસ્ત્રોને નિચોડ છે. સંસ્કૃત પુસ્તકે માં ગીતાને પ્રચાર સૌથી વધારે છે. પાછલાં હજારો વર્ષોમાં કુરાનને બાદ કરતાં કોઈ પણ ગ્રંથનાં અનેક ભાષ્ય રચાયાં હોય તે તે ગીતાનાં જ. હિંદુસ્તાની સંસ્કૃતિનું ગીતા એક ઉત્તમ કુસુમ છે એ નિર્વિવાદ વાત છે. ગીતા એ એક એવું પુસ્તક છે કે જે કાળમર્યાદાથી પર છે આ પૃથ્વીના પ્રત્યેક દેશની તે સર્વ કાળ માટેની મતા છે, એ સર્વને માટે લાભદાયી છે અને તેને માટે સૌને અભિમાન હોવું જોઈએ. ગીતા દુનિયાના ચિરજીવી ગ્રંથમાંનો એક છે. કઈ પણ દેશના મનુષ્યને દરેક સમયે એકસરખી મુસીબતે નડે છે. આ મુશ્કેલીઓનાં નામે કાળે કાળે બદલાતાં રહે છે. ક્યારેક કોઈક પ્રશ્ન આગળ આવે છે તે ક્યારેક કેઈક; પરંતુ મૂળમાં કઈ ફેરફાર નથી થતા. દરેક માનવીના તથા સમાજના અંતરાત્મામાં સ્વાર્થપરમાર્થ, અહંતા તથા ઈશ્વર સાથેનું યુદ્ધ ચાલુ જ છે. આ યુદ્ધમાં રૂપ બદલાતાં રહે છે. અહંતા નાના નાના સ્વાર્થ રૂપે આપણું આખે ઉપર પડળ ચઢાવે છે, આથી આપણે પિતા ને પારકાને ભેદ અનુભવવા લાગીએ છીએ અને આપણું શ્રેયમાર્ગને આપણે દેખી શકતા નથી. આ જ Page #108 -------------------------------------------------------------------------- ________________ ગીતા કારણે આપણે માનીએ છીએ કે આપણા મુખ્ય મુખ્ય ધર્મગ્રંથ માનવ સમાજને સન્માર્ગે વાળનાર ઉપદેશને મૂળ સ્ત્રોત છે જે કદી સુકાતું નથી. મહાભારતના ભીમપર્વના રૂપમા અધ્યાયથી કરમા અધ્યા સુધીનું નામ ગીતા છે. આ ૧૮ અધ્યાયમાં એ સંવાદ લખાયે છે કે જે મહાભારતના યુદ્ધ પહેલાં ભગવાન શ્રીકૃષ્ણ અને અર્જુન વચ્ચે થયો હતે. લડાઈને દશમે દિને સંયે આ સંવાદ ધૃતરાષ્ટ્રને સુણાવ્યું હતું. સંજય કહે છે? વ્યાસજીની કૃપા વડે યોગેશ્વર કૃષ્ણને શ્રીમુખેથી મેં આ ગુહ્ય પરમયોગ સાંભળ્યો.” (૧૮-19૫) ભીષ્મ પર્વના બીજા અધ્યાયમાં કહેવાયું છે કે વ્યાસે સંજયને “દિવ્યદષ્ટિ આપી હતી કે જેથી દૂર બેઠાં બેઠાં લડાઈ નીરખી શકાતી હતી તથા તેની વાત સાંભળી શકાતી હતી. કેટલાક આલોચકોએ એ અભિપ્રાય વ્યક્ત કર્યો છે કે રણાંગણમાં બન્ને સૈને જ્યારે યુદ્ધ માટે સજ્જ થઈ ઊભેલાં હેય તેવા કટોકટીના સમયે શ્રીકૃષ્ણ અને અર્જુન વચ્ચે લોકોમાં આટલી લાંબી વાતચીત થાય અને કેઈક કરામતથી દૂર બેઠે બેઠે સંજય તે સાંભળે અને યાદ રાખે આ ન બનવા જેવી અશક્ય ઘટના છે. આ વિવાદ એટલે સુધી પહોંચ્યું કે એક ટીકાકારે ૧૦૦, બીજાએ ૩૬, ત્રીજાએ ૨૮ અને ચોથાએ ૭ શ્લોકો મળી છે એમ શોધી કાઢયું. આ વિદ્વાનોનું કહેવું એવું છે કે મૂળ લોકોમાં જે કહેવાયું છે તે જ અસલી વાત શ્રીકૃષ્ણ અર્જુનને સમજાવી હતી, પછીથી શ્રી વ્યાસે એમાં ઉમેરો કરીને ૭૦૦ શ્લોકોની ગીતા તૈયાર Page #109 -------------------------------------------------------------------------- ________________ ગીતા અને કુરાન ૧૦૦ કરી. આ કેયડા ઉકેલવાની દૃષ્ટિએ કેટલાયે વિદ્વાના ગીતામાં આવેલા યુદ્ધવર્ણનને રૂપક અલંકાર માને છે અને તે પ્રતિપાદિત કરે છે કે મનુષ્યના આત્મામાં ભલાઈબૂરાઈ વચ્ચે ચાલતી લડાઈનું જ આ વર્ણન છે. આ વિષયમાં લેાકમાન્ય તિલક મહારાજના મત સાચા લાગે છે. << જેને ગ્રંથનું રહસ્ય જાણવું હોય તેણે બહારની પરીક્ષાના વાદવિવાદમાં પડવું જરૂરી નથી. * ( ‘ ગીતારહસ્ય ’ – વિષયપ્રવેશ ) મહાભારતની લડાઈ કયારેય થઈ હાય કે ન થઈ હાય, એ લડાઈ પહેલાં શ્રીકૃષ્ણે તથા અર્જુને આ રીતના સંવાદ કર્યો હાય કે ન કર્યો હાય, સંજયને દિવ્યષ્ટિ લાધી હાય કે ના લાધી હોય પણ એક વાત સ્પષ્ટ છે કે ગીતાના શ્લેાકેા ન તે। શ્રીકૃષ્ણના, અર્જુનના કે સંજયના રચેલા છે. આ રચના છે વ્યાસની. ગીતાના શ્લોક આ રીતે જ શ્રીકૃષ્ણના કે અર્જુનના મુખમાંથી નીકળેલા સમજવા અથવા ગીતાની ઘટનાને ઇતિહાસની કસોટી ઉપર ચઢાવવી એ ગીતાના અનાદર કર્યાં ખરાખર છે. તે - ભગવદ્દગીતા ' જે સર્વે ઉપનિષદોને ઢાહીને ’ તૈયાર કરવામાં આવી છે, તે વાંચ્યા પછી ખીજા કેાઈ શાસ્ત્રગ્રંથા વાંચવાની જરૂર નથી રહેતી. ગીતા વિશિષ્ટ રીતે તે સમયની ધાર્મિક અવસ્થાનું ચિત્ર દોરે છે; અને સ્પષ્ટરૂપે દરેક દેશ તથા કાળના સંકટગ્રસ્ત આત્માએ માટે એક ઉચ્ચ, અણુમેલ અને અમર સંદેશ આપે છે. ગીતામાં ઠેરઠેર તે સમયના ધર્માંની દશા, અલગ અલગ પંથા, સંપ્રદાયે, વાડાએ, ધર્મવિચારી, પૂજાના વિધિએ, "" Page #110 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ ગીતા રીતરિવાજો, વહેમ, દર્શનશાસ્ત્ર વગેરેનો ઉલ્લેખ કરવામાં આવ્યું છે. તેની સત્યાસત્યતાની, તેમના પરસ્પર વિરોધની ચર્ચા કરવામાં આવી છે. જુદી જુદી માન્યતાઓ અને એક જ ઈશ્વરની પૂજાના નિરનિરાળા પ્રકારોમાં મૂળભૂત સમાનતા બતાવીને સમન્વય સાધવાને પ્રયત્ન ગીતાએ કર્યો છે. આત્મસંયમ તથા સદાચારને સર્વ ધર્મોનું મૂળ તથા આ ન્નતિનું પ્રથમ પગથિયું દાખવવામાં આવ્યું છે. પિતા પારકાના ભેદ પડદાને ચીરીને પોતાની પિરે સૌને”, “પતામાં સૌને” અને “સર્વમાં સ્વને જોવાની દષ્ટિ મેક્ષ માટે આવશ્યક છે, એમ કહેવામાં આવ્યું છે. જડ, ચેતનમય સકળ સૃષ્ટિમાં તથા સર્વ પ્રાણીઓમાં એક જ ઈશ્વર છે તેને ઉપદેશ અપાવે છે. છેવટે આ સર્વ માર્ગો પાર કરીને પિતાના આત્માને સંપૂર્ણપણે શુદ્ધ કર્યા પછીનો તથા તેના ઉપર કાબૂ મેળવ્યા પછી આમેન્નતિને કેમ, પ્રકાર છે છે તેનો સંકેત કર્યો છે. આ છે શ્રીમદ્ભગવત્ગીતાનું રહસ્ય. હવે આપણે એ જોવું રહ્યું કે ઉપર દર્શાવેલ દરેક વિષય અંગે ગીતામાંથી શું મળે છે અને શે ઉપદેશ લાધે છે. પ્રથમ તો આપણે તે સમયનાં અવસ્થા, વિચારે તથા રીતરિવાજે કે જેની માહિતી ગીતામાંથી મળે છે તે સમજી લઈએ. ગીતાના આરંભમાં અર્જુને પિતાની પહેલી મિટી મુશ્કેલી શ્રીકૃષ્ણ સામે રજૂ કરી તે આ છે : Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ગીતા અને કુરાન “જે હું યુદ્ધ કરું તો કુળને નાશ થાય છે, કુલના નાશથી સનાતન કુલધર્મોને નાશ થાય છે, અને ધર્મને નાશ થાય તે અધર્મ આખા કુલને ડુબાડી દે (૧-૪૦). અધર્મની વૃદ્ધિ થવાથી કુલસ્ત્રીઓ દૂષિત થાય અને તેમના દૂષિત થવાથી વર્ણને સંકર થાય (૧-૪૧). આવા સંકરથી કુલધાતકને અને તેના આખાયે કુલનો નરકમાં વાસ થાય છે; અને પિડદકની ક્રિયાથી વંચિત રહેવાથી તેના પિતૃઓની અવગતિ થાય છે (૧-૪૨ ). કુલઘાતક લોકોના આ વર્ણસંકરને ઉત્પન્ન કરનાર દોષોથી સનાતન જાતિધર્મો અને કુલધર્મોને નાશ થાય છે (૧-૪૩). જેમના કુલને નાશ થયે હેય એવા મનુષ્યનો અવશ્ય નરકમાં વાસ થાય છે એવું આપણે સાંભળતા આવ્યા છીએ (૧-૪૪). અરે, કેવી દુઃખની વાત છે કે અમે મહાપાપ કરવાને તૈયાર થયા છીએ; એટલે કે રાજયસુખને લેભે સ્વજનને હણવા તત્પર થયા છીએ (૧-૪૫).” અને આ પહેલા અધ્યાયના ૩૬, ૩૯ તથા કપમાં લેકમાં “પાપ” શબ્દ વાપર્યો છે. જે પાપની વાત અર્જુન કરે છે તે સાધારણ હિંસા એટલે કે મનુષ્યને મારી નાંખવાની વાત નથી પરંતુ પોતાના કુલને નાશ કરવાના પાપ અંગેની છે (૧-૩૮, ૩૯). આપણે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે ગીતામાં “જાતિ' (૧-૪૩)નો અર્થ વર્ણ એટલે કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય તથા શુદ્ર નથી. વર્ણને ભેદ અને જાતિને ભેદ એ બેઉ જુદી વસ્તુઓ હતી. બંને જન્મથી અલગ ગણાયા અને બંનેનાં ‘કુલ” જુદાં હતાં. મહાભારત કાળમાં જુદી જુદી જાતિઓ અથવા જ્ઞાતિઓ” માં અને જુદા જુદા વણીમાં લગ્નો કરવાને Page #112 -------------------------------------------------------------------------- ________________ ગીતા ૧૩ રિવાજ હતા. ‘જન્મ’ એ શબ્દના અર્થ પિતૃપરંપરા સાથે સંકળાયેલા છે. ખીજા અધ્યાયમાં આપણુને તે સમયના વળી ખીજા વિચારે જાણવા મળે છે. આમાંના ખાસ વિચાર વેદોને માનવાને ’ છે. લેાકેા વેઢાની ચર્ચામાં આનંદ માનતા ( ૨-૪૨ ). તેની તેમના ઉપર ભારે અસર હતી અને ખુદ અર્જુનના હૃદય ઉપર વેઢાના ભારે પ્રભાવ હતા (૨-૫૩). વેદાની વાત કહેવા સાંભળવામાં તેમને ભારે રસ પડતા હતા (૨-૪૨). તેમની એવી માન્યતા હતી કે આથી વધારે સારી વસ્તુ દુનિયામાં નથી (૨-૪૩). પરંતુ વેદોમાંથી એમણે પેાતાના જીવનમાં જે વાતા ઉતારી હતી તે બાહ્ય આચારા હતા (૧–૪૩) જેવાં કે યજ્ઞ, હામ, જપ, તપ, પૂજા, પાઠ, દાન વગેરે (૯–૨૦, ૨૧, ૧૧-૪૮, ૫૩ ). આ બધાંનું લક્ષ્ય ભાગ ઐશ્વર્ય ', સાંસારિક કામનાએ' પ્રાપ્ત કરવાનું હતું, વધુમાં વધુ ‘સ્વર્ગલાક’મેળવીને ત્યાંના દિવ્ય ભાગા’ ભાગવવાનું હતું (૨-૪૩, ૪૪; ૯-૨૦, ૨૧). એમને મન નરક એટલે દુઃખ અને સ્વર્ગ એટલે સુખ. યજ્ઞ કેટલાયે પ્રકારના હોય છે (૪-૩૨ ). ઋક, સામ અને યન્તુર વેદે ઉપરાંત (૯–૧૭, ૨૦) ઘણા લેાકેા જુદી જુદી સ્મૃતિએને માનવાવાળા હતા અને વૈદિક યજ્ઞ ઉપરાંત સ્મૃતિ યજ્ઞ પણ થતા હતા (૯-૧૬). અને જાતના યજ્ઞામાં મંત્રપાઠ સાથે ઘીની તથા અન્ય ખાદ્ય પદાર્થાની આહુતિ અપાતી હતી (૪-૨૪, ૯–૧૬), અને સામરસનું પાન કરવામાં આવતું હતું (૯-૨૦). ગીતાના ખીજા, છઠ્ઠા તથા " Page #113 -------------------------------------------------------------------------- ________________ ગીતા અને કુરાન નવમા અધ્યાયમાં અને બીજે ઠેકાણે જ્યાં જ્યાં વેદને ઉલ્લેખ થયો છે ત્યાં ત્યાં વેદોના બાહ્ય આચારવિચારો સાથે જ સંબંધ છે, વેદના જ્ઞાનકાંડના વ્યાપક તથા સહિતકારી સિદ્ધાંતે સાથે એમને અંશમાત્ર સંબંધ રહ્યો ન હતો. એક ઈશ્વર સિવાય તેઓ અનેક દેવદેવીની પૂજા કરતા હતા. આ દેવદેવીઓ પાસેથી વરદાન માગવામાં આવતાં હતાં, અને દુન્યવી સુખની પ્રાપ્તિ માટે પ્રાર્થનાઓ થતી હતી; દેવતાઓને પ્રસન્ન રાખવાના ઉપાયે જાતા એમને નામે યજ્ઞો થતા તથા આહુતિઓ અપાતી (૩-૧૧, ૧૨; ૪-૧૨, ૨૫૬ ૭–૨૦, ૨૩). “પત્ર, પુષ્પ, ફળ, જળ વગેરે” ચઢાવવામાં આવતાં હતાં (૮–૨૬). દેવતાઓ ઉપરાંત પિતૃઓ તથા “ભૂતો”ની પૂજાનો રિવાજ પણ હતે. સૌને નામે અલગ અલગ ય થતા હતા અને સૌને જુદી જુદી વસ્તુઓ અર્પણ થતી હતી (૯-૫, ૨૬). શુકન વગેરેના વહેમો પ્રચલિત હતા (૧–૩૧). ચાર વર્ણો ઉપરાંત ચાર આશ્રમની પ્રથા હતી. એમાં પણ હૃદયની શુદ્ધિને બદલે વેશ, રંગઢંગ, બાહ્ય દેખાવ તથા ઉપર ઉપરના નિયમ પર વધારે ભાર મૂકવામાં આવતું હતે. જેમ કે સંન્યાસીઓએ અગ્નિને હાથ ન લગાડે, અમુક કામ ન કરવું વગેરે (૬–૧). જેઓ એક ઈશ્વરને માનતા હતા તેઓના માર્ગો પણ જુદા જુદા હતા (૪–૧૧). સાર એ છે કે તે વેળા Page #114 -------------------------------------------------------------------------- ________________ ગીતા ૧૦૫ દેશમાં નિરનિરાળા પંથે તથા ધર્મો” ચાલુ હતા (૧૮-૬૬). કેટલાક લોકે “સિદ્ધિઓ” ની પાછળ ભટકતા હતા, અને તેને મેળવવાના બે માર્ગો માનવામાં આવતા હતા. એક યજ્ઞ વગેરેને – કર્મકાંડને માર્ગ તથા બીજે સંસારથી દૂર રહેવાને – લુખા જ્ઞાનને માર્ગ. આવી સ્થિતિમાં સ્વાભાવિક રીતે દર્શનશાસ્ત્રની દૃષ્ટિએ બે પરસ્પર વિરોધી વિચારોનું અસ્તિત્વ હતું. બન્ને વાદોને ઉલ્લેખ ગીતામાં ઠેકઠેકાણે છે (૨-૩૯૬ ૩-૩; ૫–૨; –૧૩– ૨૪). સાંખ્ય અથવા જ્ઞાનવાળા કે જે કર્મને બદલે જ્ઞાન ઉપર ભાર દેતા હતા અને જ્ઞાનને જ મુક્તિનું સાધન માનતા હતા તેનો એક વર્ગ જે સર્વ પ્રકારનાં કર્મોને ત્યાજ્ય માનતા હતા (૧૮-૩); અને સાંસારિક જીવન ત્યાગીને સંન્યાસને મુક્તિ માટેની આવશ્યક અવસ્થા માનતા હતા. બીજો વર્ગ હતે કર્મમાર્ગીઓનો. તેઓ બાહા રીતરિવાજે, વિધિઓ તથા યજ્ઞયાગાદિ ઉપર ભાર મૂકતા હતા અને તેને મુક્તિનું સાધન માનતા હતા. ગીતામાં જ્ઞાન અને કર્મ બન્નેને “ગ” નામ અપાયું છે (૩-૨). ધ્યાન, તથા પ્રાણાયામના કેટલાયે પ્રકારો હતા (૧૩-૨૪, ૪-૨૯). ગીતામાં સ્પષ્ટ રીતે કહેવાયું છે કે તે સમયે આ દેશમાં માત્ર પાંડવો ઉપર કૌરના જુલમ જ થયા ન હતા પણ “ધર્મની ગ્લાનિ તથા અધર્મના અદ્ભુદય ને તે કાળ હતે. “ધર્મની પુનઃસંસ્થાપના કરવાને, ગીતા જેવા અમર ઉપદેશને તથા અવતારોને દુનિયામાં આવવાને તે ગ્ય સમય હતો (૪-૭,૮). Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ ગીતા અને કુરાન આવા પંથની જાળમાં ફસાયેલા ધોરી માર્ગ ન દેખનારા કર્તવ્યમૂઢ અને સીધે માર્ગે પિતાને વાળવાની શ્રીકૃષ્ણને પ્રાર્થના કરી છે. અર્જુનની આ પ્રાર્થનાને ઉત્તર તે ગીતાને ઉપદેશ છે. હવે આપણે ગીતાના પ્રત્યેક અધ્યાયનું વિહંગાવલોકન કરીશું. આ અધ્યામાં કેટલેય ઠેકાણે એક જ વાતનું આવર્તન થયેલું છે ને તે ધાર્મિક ઉપદેશગ્રંથમાં સ્વાભાવિક છે. Page #116 -------------------------------------------------------------------------- ________________ ગીતાધર્મ પહેલે અધ્યાય પહેલા અધ્યાયમાં અને પોતાની મુશ્કેલીઓ શ્રીકૃષ્ણ પાસે રજૂ કરી તેનો ઉલ્લેખ અમે આગળ કરી ચૂક્યા છીએ. અર્જુનની મુશ્કેલી આ પ્રમાણેની હતી. આ યુદ્ધથી અમારાં કુળ, જાત અને કુટુંબના જૂના રીતિરિવાજોને નાશ થશે, અમે વર્ણસંકર થઈ જઈશું, પિતઓને પિંડદાન નહીં પહોંચી શકે, આ સર્વને ધર્મ ને ક્ષય થશે અને આવા ધર્મનાશથી અમારું કુટુંબ નરકને પામશે. અને આ વાત સ્પષ્ટ રીતે કહી છે કે આ જૂના “ધર્મોના નાશથી સર્વ લેકે “નરકમાં પડશે, એ અમે અમારા પૂર્વજોથી સાંભળતા આવ્યા છીએ. બીજો અધ્યાય શ્રીકૃષ્ણને ઉત્તર બીજા અધ્યાયથી આરંભાય છે. આ સઘળી વાતને શ્રીકૃષ્ણ અર્જુનને માત્ર “મોહ” (૨-૨), તેની ઈજજતથી ઊલટું” અને તેના “દિલની કમજોરી” (૩-૩) કહીને ટાળવા ચાહી છે. આથી અર્જુનને સંતોષ ન થયા ત્યારે શ્રીકૃષ્ણ હસતાં હસતાં કહ્યું : “તું શક ન કરવા ગ્યને શેક કરે છે અને પંડિતાઈના બેલ બોલે છે, પણ પંડિત મૂઆઝવતાને શક નથી કરતા” (૨–૧૧).* * જ્યાં જ્યાં ગીતાના આખા લોકોને અનુવાદ કરવામાં આવ્યો છે ત્યાં ત્યાં પૂ. ગાંધીજીના “અનાસક્તિગ' (૧૯૪૪ની આવૃત્તિ) નો ઉપયોગ કર્યો છે. –અનુવાદક ૨૦૧૭ Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ગીતા અને કુરાન આમ “અચ્ય' કહીને અર્જુનની સર્વ શંકાઓનું સમાધાન કરવા ધાર્યું. અને “ધર્મ” શબ્દને રીતરિવાજોના અર્થમાં (૧-૪૩) અને શ્રીકૃષ્ણ તેને “કર્તવ્ય ના (૨-૩૧) અર્થમાં વાપર્યો છે. બીજા અધ્યાયના અગિયારથી ત્રીસ શ્લોક સુધી શ્રીકૃષ્ણ જન્મને મૃત્યુનું, સુખ અને દુઃખનું તત્ત્વજ્ઞાન સમજાવ્યું છે અને ઉપદેશ્ય છે કે આત્મા નિત્ય છે, અને આ દુનિયાની સર્વ ચીજો તથા અહીંનાં નામરૂપ સર્વ અનિત્ય છે. કઈ આને આશ્ચર્ય સરખો જુએ છે, બીજા તેને આશ્ચર્ય સરખે વર્ણવે છે; વળી બીજા તેને આશ્ચર્ય સરખે વર્ણવાયેલે સાંભળે છે, અને સાંભળવા છતાં કોઈ તેને જાણતા નથી” (૨-૨૯). ગીતાના આ તત્ત્વજ્ઞાનને આચરણ સાથે સંબંધ નીચેના લેકમાં કહેવાય છે. સુખ અને દુઃખ, લાભ અને હાનિ, જય અને પરાજય સરખાં માની લડવા સારુ તત્પર થા. એમ કરવાથી તેને પાપ નહીં લાગે” (૨-૩૮). એટલે કે પાપનું મૂળ પિતાના અભિમાનમાં છે. આ પછી શ્રીકૃષ્ણ અર્જુનને કહ્યું : મેં તને સાંખ્યસિદ્ધાંત (તર્કવાદ) પ્રમાણે તારા કર્તવ્યની આ સમજ પાડી. હવે તને ચોગવાદ પ્રમાણે સમજ પાડું છું તે સાંભળ. એનો આશ્રય લેવાથી તું કર્મબંધન તોડી શકીશ” (૨–૩૯). Page #118 -------------------------------------------------------------------------- ________________ ગીતાધર્મ ૧૦૯ આ સ્થળે આ અધ્યાયમાં વેદોને અને તેના તત્ત્વજ્ઞાનને વિચાર આપણે કરી ગયા તેને ઉલ્લેખ થયો છે. અને વેદે ટાંક્યા નથી, શ્રીકૃષ્ણ અર્જુનની સ્થિતિને ખ્યાલ રાખીને તથા તે જમાના અનુસાર વેદેને ઉદ્ધત કર્યા છે. અર્જુન ઉપર વેદના શિક્ષણને તે જમાના પ્રમાણેનો પ્રભાવ હતું. તેથી તેને સમજાવવામાં શ્રીકૃષ્ણને મુશ્કેલી નડી. તેમણે અર્જુનને કહ્યું: અનેક પ્રકારના સિદ્ધાંત સાંભળવાથી વ્યગ્ર થઈ ગયેલી તારી બુદ્ધિ જ્યારે સમાધિમાં સ્થિર થશે ત્યારે જ તું સમત્વને પામીશ” (૨-૫૩). અજ્ઞાની વેદિયા, “આ સિવાય બીજું કંઈ નથી.” એવું બોલનારા, કામનાવાળા, સ્વર્ગને શ્રેષ્ઠ માનનાર, જન્મમરણરૂપી કર્મનાં ફળો દેનારી, ભેગ અને ઐશ્વર્ય મેળવવાને માટે કરવાનાં કર્મોનાં વર્ણનથી ભરેલી વાણી મલાવીમલાવીને બોલે છે; ભોગ અને ઐશ્વર્ય વિષે આસક્ત થયેલા તેમની તે બુદ્ધિ મરાઈ જાય છે, તેમની બુદ્ધિ નથી નિશ્ચયવાળી હતી, અને નથી સમાધિને વિષે તે સ્થિર થઈ શકતી (૨-૪૨, ૪૩, ૪૪). ગવાદીની નિશ્ચયાત્મક બુદ્ધિ એકરૂપ હોય છે, પણ અનિશ્ચયવાળાની બુદ્ધિ બહુ શાખાવાળી અને અનંત હોય છે (૨-૪૧). જે ત્રણ ગુણે વેદને વિષે છે. તેમનાથી તું અલિપ્ત રહે. સુખદુઃખાદિ કંકોથી છૂટો થાનિત્ય સત્ય વસ્તુ વિષે સ્થિત રહે. કંઈ વસ્તુ મેળવવા સાચવવાની ભાંજગડમાંથી મુક્ત રહે. આમપરાયણ થા (૨-૪૫). જેમ જે અર્થ કૂવાથી સરે છે તે બધા બધી રીતે સરોવરમાંથી સરે છે, તેમ જે બધા વેદમાં છે તે જ્ઞાનવાન બ્રહ્મપરાયણને આત્માનુભવમાંથી મળી રહે છે. (૨-૪૬) જ્યાં જ્યાં વેદ શબ્દનો ઉપયોગ થયો છે ત્યાં ત્યાં આદ્ય વિધિઓ, યજ્ઞો, પૂજાપાઠ વગેરે સમજવાં (૯-૨૦, ૨૧). Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ ગીતા અને કુરાન આ પછી શ્રીકૃષ્ણ અર્જુનને અભિમાનથી પર, કામનારહિત થઈને, જયપરાજ્યને સમાન ગણુંને, કર્તવ્યને કર્તવ્ય સમજીને તેનું પાલન કરવાને ઉપદેશ કર્યો છે. કર્તવ્યવિમુખતાને પાપ કહ્યું છે. અને બીજા પ્રત્યેની આપણી ફરજ પૂરી કરવાને “ગ” કહ્યો છે (૨–૫૦). શ્રીકૃષ્ણના આવા ઉપદેશ છતાંયે અર્જુનની ભ્રમિત બુદ્ધિને ઠેકાણે લાવવાની જરૂર રહી છે. અને પૂછયું કે સ્થિર બુદ્ધિનાં અથવા “સ્થિતપ્રજ્ઞ’નાં લક્ષણ શાં છે? પ્રજ્ઞા” શબ્દનો અર્થ બુદ્ધિ છે. આ પ્રશ્નના ઉત્તરમાં શ્રીકૃષ્ણ બીજા અધ્યાયના છેલ્લા અઢાર લેકમાં જે કહ્યું છે તે જ ગીતાને સાર ગણાય છે. શ્રીભગવાન બોલ્યા : “હે પાર્થ! જ્યારે મનુષ્ય મનમાં ઊઠતી બધી કામનાઓને ત્યાગ કરે છે અને આત્મા વડે જ આત્મામાં સંતુષ્ટ રહે છે ત્યારે તે સ્થિતપ્રજ્ઞ કહેવાય છે. દુઃખથી જે દુ:ખી ન થાય, સુખની ઈચછા ન રાખે અને જે રાગ, ભય અને ક્રોધથી રહિત હોય તે સ્થિરબુદ્ધિ મુનિ કહેવાય છે. બધે રાગરહિત રહીને જે પુરુષ શુભ અથવા અશુભ પામીને નથી હરખાતો કે નથી શોક કરતે તેની બુદ્ધિ સ્થિર છે. કાચબો જેમ સર્વ કોરથી અંગે સમેટી લે છે તેમ જ્યારે આ પુરુષ ઇોિને તેમના વિોમાંથી સમેટી લે છે ત્યારે તેની બુદ્ધિ સ્થિર થઈ છે એમ કહેવાય. દેહધારી નિરાહારી રહે છે ત્યારે તેના વિષયો મેળ પડે છે. પરંતુ રસ નથી જતે; તે રસ તો ઈશ્વર સાક્ષાત્કાર થવાથી શમે છે. હે કૌન્તય! ડાહ્યો પુરુષ યત્ન કરતો હોય છતાં ઈન્દ્રિયો એવી મંથન કરનારી છે કે તેનું મન પણ બળાકારે હરી લે છે. એ બધી ઈન્દ્રિયોને વશમાં રાખી યોગીએ મારામાં તન્મય થઈ રહેવું જોઈએ. કેમ કે પિતાની ઈન્દ્રિ Page #120 -------------------------------------------------------------------------- ________________ ગીતાધર્મ ૧૧૧ જેના વશમાં છે તેની બુદ્ધિ સ્થિર છે. વિષયનું ચિંતવન કરનાર પુરુષને તેમને વિષે આસક્તિ ઉત્પન્ન થાય છે. અને આસક્તિમાંથી કામ થાય છે અને કામનામાંથી ક્રોધ ઉત્પન્ન થાય છે. ક્રોધમાંથી મૂઢતા પેદા થાય છે. મૂઢતામાંથી ભાન ભુલાય છે અને ભાન જવાથી જ્ઞાનને નાશ થાય છે અને જેના જ્ઞાનનો નાશ થયો તે મૂએલા સમાન છે. પણ જેનું મન પિતાના કાબૂમાં છે અને જેની ઈન્દ્રિય રાગદ્વેષરહિત હાઈ તેને વશ વર્તે છે, તે મનુષ્ય ઈન્દ્રિયોને વ્યાપાર ચલાવતે છતા ચિત્તની પ્રસન્નતા મેળવે છે. ચિત્ત પ્રસન્નતાથી આનાં બધાં દુઃખો ટળે છે અને પ્રસન્નતા પામેલાની બુદ્ધિ તરત જ સ્થિર થાય છે. જેને સમત્વ નથી તેને વિવેક નથી, તેને ભક્તિ નથી. અને જેને ભક્તિ નથી તેને શાંતિ નથી. અને જયાં શાંતિ નથી ત્યાં સુખ કયાંથી હોય ? વિષયોમાં ભટકતી ઈન્દ્રિયોની પાછળ જેનું મન દોડી જાય છે તેનું મન વાયુ જેમ નૌકાને પાણીમાં તાણું લઈ જાય છે તેમ તેની બુદ્ધિને ગમે ત્યાં તાણી લઈ જાય છે. તેથી હે મહાબાહે! જેની ઈન્દ્રિ ચોમેર વિષયોમાંથી નીકળીને પિતાના વશમાં આવી ગયેલી હોય છે તેની બુદ્ધિ સ્થિર થાય છે. જ્યારે સર્વ પ્રાણી સૂતાં હોય છે ત્યારે સંયમી જગતે હોય છે, જ્યારે લેક જાગતા હોય છે ત્યારે જ્ઞાનવાન મુનિ સૂતો હોય છે. નદીઓના પ્રવેશથી ભરાત છતાં સમુદ્ર જેમ અચળ રહે તેમ જે મનુષ્ય વિષે સંસારના ભોગે શમી જાય છે તે જ શાંતિ પામે છે, નહીં કે કામનાવાળો મનુષ્ય. બધી કામનાઓને છેડી જે પુરુષ ઈચછા, મમતા તથા અહંકારરહિત થઈ વિચારે છે તે જ શાંતિ પામે છે. હે પાર્થ ! ઈશ્વરને ઓળખનારની સ્થિતિ આવી વર્તે છે, તે પામ્યા પછી તે મોહને વશ નથી થતો, અને મરણકાળે પણ આવી જ સ્થિતિ નભે તો તે બ્રહ્મનિર્વાણ પામે છે”(૨-૫૫ થી ૭૨). Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ ગીતા અને કુરાન ત્રી અધ્યાય - અર્જુનના મનમાં ફરીથી વિચાર ઉદુભા કે ઈન્દ્રિયને વશ કરવાથી તથા અહંકારને ત્યજવાથી મુક્તિ મળે છે તે કર્મોમાં શા સારુ ફસાવું? આ શંકાનું નિવારણ ત્રીજા અધ્યાયમાં છે. કમનો આરંભ ન કરવાથી મનુષ્ય નૈકર્મે અનુભવતો નથી અને કર્મના કેવળ બાહ્ય ત્યાગથી મેલ મેળવતો નથી (૩-૪). યજ્ઞાર્થે કરેલાં કર્મ સિવાયનાં કર્મથી આ લેકમાં બંધન પેદા થાય છે. તેથી હે કૌન્તય! તું રાગરહિત થઈને યજ્ઞાર્થે કર્મ કર (૩–૯). જે મનુષ્ય માત્ર પિતા માટે જ પકાવે છે તે પાપી છે, તે પાપ” ખાય છે અને જે બીજાઓને ખ્યાલ નથી કરતો તે “ર” છે (૩–૧૨, ૧૩). યજ્ઞનો સાચો અર્થ આ છે. આથી વિરુદ્ધ જઈને ઈન્દ્રિયસુખમાં જે મચ્યો રહે છે તે પાપ આચરે છે અને તેનું જીવન વ્યર્થ છે (૩–૧૬). મનુષ્ય બીજા મારફત પિતાને સ્વાર્થ પૂરે કરાવવાની ઈચ્છા ન રાખવી જોઈએ (૩-૧૮). અસંગ રહીને જ કર્મ કરનારે પુરુષ મોક્ષ પામે છે (૩–૧૯). આવાં કર્મ કરીને જ જનકાદિ જેવા પરમસિદ્ધિને પામી ગયા. આમાં જ સૌનું કલ્યાણ છે (૩-૨૦ ). જેમ અજ્ઞાની લોકે આસક્ત થઈને કામ કરે છે તેમ જ્ઞાનીએ આસક્તિરહિત થઈને લેકકલ્યાણને ઈચ્છીને કામ કરવું જોઈએ (૩૨૫). અધ્યાત્મવૃત્તિ રાખી બધાં કર્મો “ઈશ્વરને અર્પણ કરીને આસક્તિ અને મમત્વ છેડીને રાગરહિત થઈને મનુષ્ય પોતાની ફરજ અદા કરવી (૩–૩૦). પોતપોતાના વિષયોને વિષે ઈન્દ્રિ ને રાગદેષ રહેલા જ છે. તેમને વશ મનુબે ન થવું ઘટે, કેમ કે તેઓ મનુષ્યના વાટશત્રુ છે (૩–૩૪). પરાયે ધર્મ સુલભ હોય છતાં તેના કરતાં પોતાને ધર્મ વિગુણ હોય તેયે વધારે સારે છે. સ્વધર્મમાં મેત સારું છે. પરધર્મ ભયાનક છે. (૩-૩૫) Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ વીતાધર્મ મનુષ્યને પાપ તરફ પ્રેરનાર બે ચીજો – કામ તથા ક્રોધ. એને શત્રુરૂપ સમજ. જેમ ધુમાડાથી અગ્નિ અથવા મેલથી અરીસે અથવા ઓરથી ગર્ભ ટંકાયેલો રહે છે, તેમ કામાદિરૂપ શત્રુથી આ જ્ઞાન ઢંકાયેલું રહે છે (૩-૩૭, ૩૮). તેથી પહેલાં તો ઈન્દ્રિયોને નિયમમાં રાખી જ્ઞાન અને અનુભવોને નાશ કરનારા આ પાપીને અવશ્ય ત્યાગ કર જોઈએ (૩-૪૧). ઈન્દ્રિ સૂમ છે, તેથી વધારે સૂમ મન છે, તેથી વધારે સૂક્ષ્મ બુદ્ધિ છે. જે બુદ્ધિથી પણ અત્યંત સૂમ છે તે આત્મા છે (૩-૪૨). આમ બુદ્ધિથી પર આત્માને ઓળખીને અને આત્મા વડે મનને વશ કરીને કામરૂપ દુર્જય શત્રુને સંહાર કરી આત્મા ભણું આગળ વધે (૩-૪૩). આ જ સાચે ધર્મ છે અને આ જ તે યોગ છે જે પરંપરાથી ચાલતો આવે છે, અને જેને ભૂલી જવાથી મનુષ્યો અધર્મમાં ફસાયા છે (૪–૧થી૩). એ અધ્યાય ચેથા અધ્યાયમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે જ્યારે ધર્મ મંદ પડે છે અને અધર્મ જોર કરે છે ત્યારે ત્યારે મહાન આત્માઓ જન્મ લે છે અને ધર્મમાર્ગ દાખવે છે.” (૪-૭, ૮). - રાગ, ભય, ક્રધરહિત થયેલા ઈશ્વરનું જ ધ્યાન ધરતાં તેનું શરણું લેનારાને સાચું જ્ઞાન લાધે છે તથા તેઓ છેવટે ઈશ્વરમય થઈ જાય છે (૪ -- ૧૦ ) મોક્ષ મેળવવા માટે કોઈ વિધિઓની જરૂર નથી; મેહ, ભય તથા કે મનમાંથી કાઢી નાંખીને તેને ઈશ્વર તરફ લઈ જવાની જરૂર છે. કર્મકાંડ દરેક ધર્મમાં જુદા જુદા હોય છે. ગીતા આ સર્વને સમાન દષ્ટિએ જુએ છે. ગ.-૮ Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ગીતા અને કુરાન ये यथा मां प्रपद्यन्ते तांस्तथैव भजाम्यहम् मम वर्त्मानुवर्तन्ते मनुष्याः पार्थ सर्वशः । ४ - ११ શ્રી ભગવાન કહે છે કે એ જે રસ્તેથી મારી પાસે આવે છે તે રસ્તે હું તેમને મળું છું. જે રીતે એક ચક્રની ચારે કાર ઊભા રહેનારા કેંદ્રને પહાંચવા માટે જુદે જુદે માર્ગથી ચાલીને એક જ ઠેકાણે પહોંચે છે તે જ રીતે અલગ અલગ પંથેાના અનુયાયીએ એક ઈશ્વરને પામે છે. એ માટે જ ગીતાના ઉપદેશ છેઃ જ્ઞાનીઓના ધર્મ છે કે જે અજ્ઞાનીએ ભલા કામમાં મા હોય તેમની બુદ્ધિને ડગાવવી નહીં પરંતુ તેમને તે શુભ કામેમાં લાગેલા રહેવા દેવા ( ૩–૨ ૬ થી ૨૯ ). બ્રાહ્મણુ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર આ ચાર વર્ણો માટે ગીતાનું કથન છે કે કેઈ પણ મનુષ્ય નથી આવા ભેદ કરી શકતા કે તેના જન્મ સાથે કાંઈ સંબંધ છે એમ કહી શકતા. પરમેશ્વરે ચાર ત્તિવાળા અને ચાર પ્રકારનાં કામ કરવાવાળાને જન્માવ્યા છે. આ તફાવત સ્વાભાવિક છે. મનુષ્યને તેના ગુણુ તથા કર્મી અનુસાર - મુળર્મ વિમારા : -- બ્રાહ્મણ, ક્ષત્રિય વગેરે ગણવા જોઈ એ. અઢારમા અધ્યાયમાં ચારે વર્ણાનાં ગુણકર્મ વર્ણવાયાં છે. (૧૮-૪૧ થી ૪૪ ). એટલે કે કયા ગુણવાળે! તથા કર્યું કામ કરવાવાળા બ્રાહ્મણ ગણાય, કયા ગુણવાળા ક્ષત્રિય, વૈશ્ય તથા શૂદ્ર ગણાય. વળી સ્પષ્ટ થયું છે કે મનુષ્ય પેાતાના સ્વભાવ પ્રમાણે કામ કરે કે જે એને માટે સ્વાભાવિક Page #124 -------------------------------------------------------------------------- ________________ ગીતાધર્મ હોય એટલે કે જે તરફ એની દષ્ટિ હોય અને જેને માટેની એની યોગ્યતા હોય. આ રીતે પોતપોતાના સ્વભાવ અનુસાર ખરા હૃદયથી અને ઈશ્વર નિમિત્તે કામ કરનાર પુરુષ પિતાને માર્ગે સિદ્ધિ મેળવે છે. આ જ દરેક મનુષ્યને “સ્વધર્મ” છે. (૧૮-૪૫ થી ૭) જે મનુષ્ય પોતાના સુખના ઈરાદાથી કર્મ નથી કરતો તે જ્ઞાની છે. જેનું મન પિતાને વશ છે, જે કંઠોથી પર છે, જે બીજાને દ્વેષ નથી કરતો, જે યજ્ઞ રૂપે કર્મો કરે છે તે કર્મબંધનમાં ફસાતો નથી (૪–૧૯ થી ૨૩). જે કાંઈ એ દેખી રહ્યો છે તે ઈશ્વરની લીલા છે એમ સમજીને મનુષ્ય કામ કરવું જોઈએ. ઈશ્વર નિત્ય છે અને બીજું બધું નાશવાન છે, છેવટે સૌએ ઈશ્વર તરફ જવાનું છે અને તેમાં જ લીન થવાનું છે. આ સમાજ રાખીને જે કામ કરે છે તે યજ્ઞ આદરે છે. (૪–૨૩, ૨૪) મનુબે જુદી જુદી જાતના ય કરે છે– તપ, પ્રાણાયામ વગેરે. આને ઉલ્લેખ વેદમાં છે પણ આ સર્વ કરતાં ચડિયાતે યજ્ઞ જ્ઞાન છે, જેની પ્રાપ્તિ પછી મનુષ્ય બીજામાં ફસાતો નથી. આ જ્ઞાન દ્વારા મનુષ્ય તમામ પ્રાણીઓને પિતામાં અને સૌને ઈશ્વરમાં અને સૌમાં ઈશ્વર દેખી શકે છે (૪–૨૫ થી ૩૫). સૌને પિતાના જેવા સમજવા તથા સર્વમાં ઈશ્વરદર્શન કરવાં આ જ્ઞાનની છેલ્લી દશા ગીતામાં દર્શાવાઈ છે. આ જ્ઞાનથી ચઢિયાતી બીજી કોઈ વસ્તુ આ દુનિયામાં નથી. યોગી કેમે ક્રમે એને પિતાનામાં અનુભવે છે. (૪-૩૮) Page #125 -------------------------------------------------------------------------- ________________ ગીતા અને કુરાન આ માટે શ્રદ્ધાની તથા ઈન્દ્રિયનિગ્રહની આવશ્યકતા છે (૪-૩૧). પાંચમા અધ્યાય પાંચમા અધ્યાયમાં અને ફરી એ જ પ્રશ્ન કર્યો છે કે “સાંખ્યમાર્ગ” અને “કર્મમાર્ગ” એ બેમાંથી કયે માર્ગ ચડિયાત ગણાય? એટલે કે સર્વ કર્મો છેડીને સંન્યાસ” તથા “જ્ઞાન”ને આશ્રય લે, કે દુનિયામાં રહેતાં છતાં સર્વ કર્મો કરવાની સાથે સાથે આત્માની ઉન્નતિ કરવાની કેશિશ કરવી ? આના ઉત્તરમાં ગીતાએ આ બન્ને માર્ગોમાં રહેલી એકતા બતાવીને બનેને સમન્વય કરવાને સુંદર પ્રયત્ન કર્યો છે. શ્રીકૃષ્ણ જવાબ આપ્યઃ “સાંખ્ય અને યોગ જ્ઞાન અને કર્મ એ બે નોખાં છે, એમ અજ્ઞાની કહે છે, પંડિત નથી કહેતા. એકમાં સારી રીતે સ્થિર રહેનાર પણ બનેનું ફળ મેળવે છે. જે સ્થાન સાંખ્યમાગી પામે છે તે જ વેગી પણ પામે છે. જે સાંખ્ય અને યોગને એક રૂપે જુએ છે તે જ ખરે જેનારો છે.” (પ-૪,૫) વળી કહ્યું છેઃ તે જ મનુષ્ય સાચો સંન્યાસી છે કે જે કોઈને જ નથી કરતે કે ઈચ્છા નથી કરતે; દૂધથી પર છે, પોતાના ધર્મપાલનમાં જે મંડયો રહ્યો છે, જેનું હૃદય વિશુદ્ધ છે, જેણે મન અને ઈન્દ્રિયોને જીત્યાં છે, જે ભૂતમાત્રને પિતાના જેવાં જ સમજે છે; જે મનુષ્ય કર્મોને બ્રહ્માર્પણ કરી આસક્તિ છેડી વર્તે છે તે આત્મશુદ્ધિ કરે છે” (૫-૩થી ૧૧). જેઓ સમજપૂર્વક સ્વધર્મપાલનમાં મંડયા રહે છે તેમના અજ્ઞાનને આત્મજ્ઞાન વડે નાશ થાય છે. તેમનું તે સૂર્યના Page #126 -------------------------------------------------------------------------- ________________ ગીતાધર્મ જેવું પ્રકાશમય જ્ઞાન પરમ તત્વનાં દર્શન કરાવે છે. જ્ઞાનસૂર્ય વડે જેમનાં પાપ ધોવાઈ ગયાં છે તેવા, ઈશ્વરનું ધ્યાન ધરનારા, મેક્ષને પામે છે ” (૫–૧૫ થી ૧૭). विद्याविनयसम्पन्ने प्राह्मणे गवि हस्तिनि । शुनि चैव श्वपाके च पण्डिताः समदर्शिनः ।। “ વિદ્વાન અને વિનયવાન બ્રાહ્મણને વિષે, ગાયને વિષે, હાથીને વિષે, કૂતરાને વિષે અને કૂતરાને ખાનાર માણસને વિષે જ્ઞાનીએ સમદષ્ટિ રાખે છે”(૫-૧૮). “જેમનું મન સમત્વને વિષે સ્થિર થયું છે તેમણે આ દેહે જ સંસારને છ છે, બ્રહ્મ નિષ્કલંક અને સમભાવી છે તેથી તેઓ બ્રહ્મને વિષે જ સ્થિર થાય છે” (પ-૧૯ ). “વિષયજન્ય ભાગો અવશ્ય દુઃખનું કારણ છે. સમજુ મનુષ્ય એમાં ફસાત નથી. દેહાત પહેલાં જે મનુષ્ય આ દેહે જ કામ અને ક્રોધના વેગને સહન કરવાની શક્તિ મેળવે છે તે મનુષ્ય સમત્વને પામે છે, તે સુખી છે. જેને અંતરને આનંદ છે, જેને અંતરમાં શાંતિ છે, જેને અવશ્ય અંતર્નાન થયું છે તે બ્રહ્મરૂપ થાય છે અને નિર્વાણને પામે છે. આ તેને જ મળે છે કે જે ઠંદથી પર છે, જેણે મન ઉપર કાબૂ મેળવ્યું છે અને જે પ્રાણીમાત્રના હિતમાં જ પરોવાયેલું રહે છે. આવા જ ઋષિ બ્રહ્મનિર્વાણ પામે છે” (૫-૨૨થી ૨૬). આ પછીના ત્રણ લેકમાં ભેગાભ્યાસને ઉલ્લેખ છે. બહારના વિષયોને બહિષ્કાર કરીને, દષ્ટિને ભ્રકુટિ વચ્ચે સ્થિર કરીને, નાસિકા વાટે જતા આવતા પ્રાણુ અને અપાન વાયુની ગતિ એકસરખી રાખીને, ઈન્દ્રિય, મન અને બુદ્ધિને વશ કરીને, તથા ઈચછા, ભય અને ક્રોધથી રહિત થઈને જે મુનિ મોક્ષને વિષે પરાયણ રહે છે તે સદા મુક્ત જ છે અને તે જ શાંતિ પામે છે” (પ-ર૭થીર૯). Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ ગીતા અને કુરાન છઠ્ઠો અચાય સાંખ્ય અને કર્મ અને માર્ગો એક છે એ સાબિત કરતાં કહ્યું છે: કર્મફલનો આશ્રય લીધા વિના જે મનુષ્ય વિહિત કર્મ કરે છે તે સંન્યાસી છે, તે યોગી છે. બાહ્ય નિયમોને ન અનુસરનારો એટલે કે અશ્ચિને અને ક્રિયામાત્રને ત્યાગ કરનારે, મનના સંકલ્પ ન તજનાર યોગી નથી ”(૬-૧-૨). એટલે કે સંન્યાસ એ એક અવસ્થાનું નામ છે, ઉપરી બાહ્ય નિયમનું નહીં. ગ સાધનારને કર્મ સાધન છે, જેણે તે સાથે છે તેને શાંતિ સાધન છે” (૬ - ૩). આત્મા જ આત્માનો બંધુ કે શત્રુ છે. તેને જ આત્મા બંધુ છે જેણે પિતાને બળે મનને જીત્યું છે, જેણે આત્મા છત્યે નથી તે પિતા પ્રત્યે જ શત્રુની જેમ વર્તે છે” (૬– ૫,૬). “જેણે પિતાનું મન જીત્યું છે ને જે સંપૂર્ણપણે શાન્ત થયો છે તેને આત્મા ટાઢતડકે, સુખદુઃખ, માન અપમાન વિષે એકસરખો રહે છે (૬ - ૭). હિતેચ્છુ મિત્ર, શત્રુ, નિષ્પક્ષપાતી, બન્નેનું ભલું ચાહનાર, દ્વેષી, બંધુ, વળી સાધુ અને પાપી, આ બધાને વિષે સમાન ભાવ રાખે છે તે શ્રેષ્ઠ છે” (૬–૯). આ પછી યોગની વાત આવે છે. “આવો મનુષ્ય ચિત્ત સ્થિર કરીને વાસના અને સંગ્રહને ત્યાગ કરીને, એક પવિત્ર સ્થાનમાં એકાંતમાં રહીને આત્માનું ધ્યાન ધરતો કાયા, ડોક અને મસ્તક સમરેખામાં અચલ રાખીને, સ્થિર રહીને આમતેમ ન જોતાં પોતાના નાસિકાગ્ર ઉપર નજર ટેકવીને પૂર્ણ શાંતિથી પરમાત્માનું ધ્યાન નથી તે પિતાનું મન તડકા, અબુ મિત્રો , Page #128 -------------------------------------------------------------------------- ________________ ગીતાધર્મ ૧૧: ધરે તે તે આત્માનું અનુસંધાન પરમાત્માની સાથે કરે છે, શાંતિ મેળવે છે અને પરમ દશાને પામે છે; ત્યાં રહેતા મનુષ્ય ચલાયનથી. આ અવસ્થાનું નામ છે મેાક્ષ (૬-૧૦થી માન થતુ ૧૫ તથા ૨૨). અને કહેવામાં આવ્યું છે માટે કે દુનિયાની ફરજોથી ભાગી નથી. કે માયામાં ફસાયેલાએ જનારાઓ માટે આ યાગ “આ સમત્વરૂપ યાગ નથી પ્રાપ્ત થતા અકરાંતિયાને, નથી થતા નકરા ઉપવાસીને; તેમ જ તે નથી મળતેા અતિ ઊંધનાર અથવા જાગનારને. જે મનુષ્ય આહારવિહારમાં, ખીજાં કર્મમાં, ઊંધવાજાગવામાં પ્રમાણ જાળવે છે તેને યાગ દુઃખભંજન થઈ શકે છે ( ૬–૧૬, ૧૭). અઢારથી અઠ્ઠાવીસ શ્લેાકેા સુધી આ માર્ગને વધારે સ્પષ્ટ રીતે દાખવ્યા છે; એનું પરિણામ એ આવે છે કે આત્માએ પરમાત્મામાં લીન થવું. આ દશાને સૂફીએ ‘ના ફિલ્લાહ' કહે છે. આગળ જતાં કહેવાચું છેઃ << એને બધે સમભાવ રાખનારા યાગી પોતાને ભૂતમાત્રમાં અને ભૂતમાત્રને પાતામાં જુએ છે. જે પરમેશ્વરને બધે જુએ અને બધાને પરમેશ્વરમાં જુએ છે સંબંધ ઈશ્વરથી છૂટતા નથી. ઈશ્વરમાં લીન થયેલે જે યોગી ભૂતમાત્રને વિષે રહેલા પરમેશ્વરને ભજે છે તે ગમે તેમ વર્તતા છતાં પરમેશ્વર વિષે જ વર્તે છે. જે મનુષ્ય પેાતાના જેવા બધાંને જુએ છે અને સુખ હા કે દુઃખ બન્ને સરખાં સમજે છે તે યાગી શ્રેષ્ઠ છે. અને મને પ્રિય છે. ’' (૬-૨૯ થી ૩૨ ) ચંચળ મનને વશ કરવું મુશ્કેલ છે, અર્જુનના એ પ્રશ્નના ઉત્તરમાં જવાબ મળ્યે કે Page #129 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ગીતા અને કુરાન “અભ્યાસથી અને વૈરાગ્યથી તે વશ કરી શકાય (૬–૩૫). જેનું મન પિતાને વશ નથી તેને યોગસાધના બહુ કઠિન છે (૬-૩૬); બાહ્ય નિયમો આમાં મદદરૂપ નથી નીવડતા; યોગની ઈચછા જેનામાં ઉત્પન્ન થઈ છે. તે સકામ વૈદિક કર્મ કરનારની સ્થિતિને ઓળંગી જાય છે,” (૬-૪૪). અને જે આ દિશામાં સાચો પ્રયત્ન કરે છે પછી ભલેને એનું મન ડગી જાય અથવા પૂર્ણ સફળતા એને ન મળી શકે તો પણ એને પ્રયત્ન અફળ નથી જત અને એની દુર્ગતિ નથી થતી. ભવિષ્યમાં તે પ્રગતિ જ કરે છે. તપ, જ્ઞાન અને કર્મકાંડ કરતાં આ માર્ગ ચડિયાત છે.” (૬-૩૭ થી ૪૬) સાતમે અધ્યાય જેઓ પરમેશ્વરને મેળવવા ચાહે છે તેમને માટે સાતમા અધ્યાયમાં કહેવાયું છે કે તે સર્વ સ્થળે ને સર્વ વસ્તુઓમાં વ્યાપેલે છે. એક ઈશ્વર અને અનેક દેવદેવીઓમાંનો તફાવત દર્શાવાયે છે; અને એક જ ઈશ્વરનું ધ્યાન ધરવા ઉપર ભાર મૂકવામાં આવ્યું છેઃ “પરમેશ્વરની બે પ્રકૃતિએ છે–પરા તથા અપરા. આ બંનેમાંથી આ સૃષ્ટિ ઉભવી છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને અહંભાવ આ આઠ ઈશ્વરની અપરા (સ્થલ) પ્રકૃતિ છે અને આ સર્વ જેને આધારે નભી રહ્યું છે તે ઈશ્વરની પરા પ્રકૃતિ છે, ઈશ્વર જ સૌને જન્માવનાર તથા મારનાર છે. આ સંસાર ઈશ્વરમાં પરોવાયેલું છે જેમ માળાના મણકાઓ દોરામાં. પાણીમાં રસ, સૂર્યચંદ્રમાં તેજ, વેદમાં છે, આકાશમાં શબ્દ, પુરુષોમાં પરાક્રમ, પૃથ્વીમાં સુગંધ, અગ્નિમાં તેજ, Page #130 -------------------------------------------------------------------------- ________________ ગીતાધર્મ ૧ર૧ તપસ્વીઓમાં તપ અને પ્રાણીમાત્રમાં પ્રાણ ઈશ્વર જ છે, તે જ સૌનું બીજ છે. તે જ બુદ્ધિમાનની બુદ્ધિ, તેજસ્વીનું તે જ છે. તે જ બલવાનોનું કામ અને રાગ વિનાનું બળ છે, તે જ પ્રાણીઓમાં ધર્મનો વિરોધી કામ છે, સાત્વિક, રાજસી અને તાપસી ભા ઈશ્વરથી જ પેદા થયા છે. પણ ઈશ્વર તે સર્વથી પર છે, આ ત્રિગુણું ભાવમાં ફસાયેલે ઈશ્વરને નથી જાણતે. ઈશ્વર નિત્ય અને પર છે” (૭–૪ થી ૧૩). “કેટલાક અણસમજુ લે કે પિતાની પ્રકૃતિ પ્રમાણે પિતાની કામનાઓ પૂરી કરવા બીજા દેવતાઓને ભજે છે. જે જેની પૂજા શ્રદ્ધાથી કરવા માગે છે તેને ઈશ્વર તેવી શ્રદ્ધા આપે છે. જે ફળ તેઓને મળે છે તે ઈશ્વરે ઠરાવેલાં હોય છે. પરંતુ એ અજ્ઞાનીઓને મળનારાં ફળો નાશવાન હોય છે. જુદાં જુદાં દેવ દેવીને ભજનાર તે તેને પામે છે, એક ઈશ્વરને ભજનાર એક ઈશ્વરને. અજ્ઞાનીઓ ઈશ્વરના અસલ રૂપને સમજતા નથી. તેઓ તેનું ધ્યાન બાહ્ય વિધિઓ અનુસાર કરે છે. એક રીતે કહીએ તે સૌ દેવદેવીઓનાં રૂપે તે ઈશ્વરનાં જ રૂપે છે. પણ ઈશ્વર નિર્ગુણ, અજન્મ, અવ્યય તથા અક્ષર છે. અલ્પજ્ઞાનીઓ તેને ઓળખી શકતા નથી; પણ પરમેશ્વર તો આગલીપાક્લી સર્વ વાતોને જાણે છે, જે મનુષ્ય રાગદ્વેષ-મોહમાયા રહિત થઈને પાપોથી બચતે રહીને માત્ર એક પ્રભુને ભજે છે તે જ મૂળ તત્વને અને પૂર્ણ બ્રહ્મને પામે છે” (૭–૨૦ થી ૩૦). આઠમે અધ્યાય આઠમા અધ્યાયમાં કહ્યું છે: મનુષ્ય અંતકાળે એક પરમેશ્વરનું સ્મરણ કરતાં કરતાં દેહ છોડવો જોઈએ જેથી તે પરમેશ્વરને પામી શકે છે. જેઓ બીજાં દેવદેવીઓનું કે ચીજોનું ધ્યાન ધરે છે તેઓ નાની નાની Page #131 -------------------------------------------------------------------------- ________________ ગીતા અને કુરાન વાતોમાં ફસાઈ જાય છે. દુનિયાનાં સર્વ કર્મોને કરતાં છતાં એક જ ઈશ્વરનું ધ્યાન ધરવું જોઈએ. તે પરમેશ્વર સર્વજ્ઞ, પુરાતન, નિયંતા, સૂક્ષ્મતમ, બધાંના પાલનહાર, અચિત્ય, સૂર્ય જેવા તેજસ્વી, અજ્ઞાનરૂપી અંધકારથી પર છે. જેને વેદ જાણનારા અક્ષર નામથી વર્ણવે છે, જે અનાદિ તથા અનંત છે, એને વિષે સર્વ ભૂતભાત્ર રહેલાં છે અને આ બધું તેના વડે વ્યાપ્ત છે. આ રૂપમાં સર્વની અંદર રહેલ એની પૂજા અર્ચના કરવી જોઈએ. વેદમાર્ગ એટલે કે યજ્ઞ, તપ, દાન વગેરે કરતાં આ માર્ગ સૌથી ચડિયાત છે.” (૮-૫, ૬, ૭, ૯, ૧૦, ૧૧, ૨૨, ૨૮) વચ્ચેના શ્લોકમાં એ દર્શાવવામાં આવ્યું છે કે મનુષ્ય પરમેશ્વરને કઈ રીતે ભજવે જોઈએ અને કઈ ધારણાઓ બાંધવી જોઈએ. કેટલાક લોકોમાં બતાવવામાં આવ્યું છે કે ક્યારે કઈ દશામાં મનુષ્ય મરી જતાં અંધારે રસ્તે પડીને સ્વર્ગ કે નરકમાં જાય છે અને ક્યારે કઈ અવસ્થામાં તે પ્રકાશમાર્ગે પળીને મોક્ષની તરફ જાય છે. ગીતાના આ લેકે (૨૪ થી ૨૭ સુધીના) સૌથી અઘરા લોકો મનાયા છે. ટીકાકારેએ પિતાની બુદ્ધિ આના ઉપર અજમાવી છે. લોકમાન્ય તિલક મહારાજે “ગીતારહસ્ય'માં અગાઉના ટીકાકાના મતને મળતા થઈને કહ્યું છે કે જે મનુષ્ય છેવટ સુધી બાહ્ય વિધિ અનુસાર વર્તે છે, તે મરણ પામતાં અંધકારમય માર્ગે જઈને સ્વર્ગના ને નરકના ચક્કરમાં ફસાય છે જ્યારે નિષ્કામ તથા નિઃસ્વાર્થભાવે કર્મ કરનાર મરણ પામતાં પ્રકાશમાર્ગે જાય છે તથા મુક્તિની દિશામાં પ્રગતિ કરે છે. (ગીતારહસ્ય', ૨૫ થી ર૯૮) Page #132 -------------------------------------------------------------------------- ________________ ગીતાધર્મ નવમે અધ્યાય નવમા અધ્યાયના આરંભમાં કહેવાયું છે કે બ્રહ્મજ્ઞાનનું રહસ્ય તે જ મનુષ્ય સમજી શકે છે કેઈને દ્વેષ કરતે નથી; અને આ રાગદ્વેષરહિત માનવી સાચા ધર્મનું પાલન કરી શકે છે. આ પછીના શ્લોકમાં લખ્યું છે કે “પરમેશ્વરના અવ્યક્ત સ્વરૂપથી આ આખું જગત ભર્યું છે અને સર્વ પ્રાણીમાત્ર એમાં સમાયેલાં છે. જેમ બધે ઠેકાણે વિચરતે મહાન વાયુ નિત્ય આકાશને વિષે રહેલે છે તેમ બધાં પ્રાણી ઈશ્વરને વિષે છે” (૯-૪,૬). જે લે કે સમજણપૂર્વક પરમેશ્વરની ઉપાસના કરે છે તેઓ એકમાં અનેકને અને અનેકમાં એકને જુએ છે; તેઓ જ્યાં જુઓ ત્યાં ઈશ્વરનું દર્શન કરે છે. સર્વ ધર્મોમાં, સંપ્રદાયોમાં, રીતરિવાજે તથા વિધિવિધાનમાં એ જ ઈશ્વર અસ્તિત્વ ધરાવે છે. યજ્ઞમાં યજ્ઞ તે છે, યજ્ઞની સામગ્રીરૂપ તે છે; તે જ અગ્નિ અને મંત્ર છે, તે જ અમૃત તથા મરણ છે. આ સંસારનાં માતપિતા તે છે, પાલનહાર તે છે, પિતામહ તે છે, અને તે જ ઝકાર છે. ઋવેદ, સામવેદ તથા યજુર્વેદ પણ તે છે; ગતિ, પિષક, પ્રભુ, સાક્ષી, નિવાસ, આશ્રય, હિતેચ્છ, ઉત્પાદક, સંહારક, સ્થિતિ, ભંડાર, અવ્યય, અને બીજ પણ તે જ છે. તે જ સૂર્યરૂપે તડકે આપે છે, વરસાદને રોકે છે તથા પડવા દે છે” (૯-૧ થી ૧૯). વેદને માનનારા યજ્ઞ વગેરે કર્મોથી સ્વર્ગ ભેગવવાની લાલસા રાખે છે પરંતુ તેમને મળતાં ફળ ક્ષણજીવી હોય છે” (૯-૨૦,૨૧). જેઓ સત્યનિષ્ઠાથી બીજા દેવોની ઉપાસના કરે છે તેઓ એક રીતે એક પરમેશ્વરની જ પૂજા કરે છે કારણ કે સર્વ Page #133 -------------------------------------------------------------------------- ________________ ગીતા અને કુરાન બાહ્ય નિયમોને અપનાવનાર એક પરમેશ્વર જ છે. સૌ રૂપે તેનાં જ રૂપ છે, પણ તેમને માર્ગ સાચું નથી. તે લકે પરમેશ્વરને પિછાણતા નથી એટલે નીચે પડે છે. જે જે રૂપને ભજે છે તે તે રૂપને પામે છે; દેવદેવીને માનનાર દેવદેવીને, પિતૃઓને પૂજનાર પિતાને, મનુષ્યને માનનાર મનુષ્યને અને એક ઈશ્વરને ભજનાર એક ઈશ્વરને પામે છે. ફૂલ, પત્ર, ફળ, જળ, જે ચીજ પરમેશ્વરને શ્રદ્ધાભક્તિપૂર્વક અર્પય તેને પ્રેમપૂર્વક સ્વીકાર થાય છે. તે માટે यत्करोषि यदश्नासि यज्जुहोषि ददासि यत् । यत्तपस्यसि कौन्तेय तत्कुरुष्व मदर्पणम् ।। હે તય ! જે કરે, જે ખાય, જે હવનમાં હમે, જે તું દાનમાં છે, જે તપ કરે તે બધું મને અપીને કરજે” (-૨૭). પરમેશ્વરને પામવાને આ જ રસ્તો છે. એ પરમેશ્વરને કે જે સર્વ પ્રાણીમાત્રમાં એકસરખે વ્યાપે છે, જેની કોઈની સાથે શત્રુતા નથી, ન કોઈને જેને મોહ છે. જે માનવી આવી રીતના સર્વવ્યાપી સાથે એકતા જોડે છે તે પરમેશ્વરને પામે છે. તે પરમેશ્વરમય બને છે અને તેમાં પરમેશ્વર રહે છે” (૯૨૩થી૬૯, ૩૪). આને સાર એ છે કે જુદા જુદા સંપ્રદાય, વિધિવિધાનો, રીતરિવાજે એક ઈશ્વરનાં જ રૂપ છે. મનુષ્યના ઈષ્ટદેવે પણ તેનાં જ રૂપ છે. આ દષ્ટિએ જોતાં આ સઘળા માર્ગો સાચા છે, પણ આ બધા અપૂર્ણ છે. સમજદારને ધર્મ છે કે તે આ સૌ અધર માર્ગોને છેડી દઈને એક જ પરમેશ્વરની પૂજા કરે કે જે સૌમાં છે, જે સૌને પ્રાણ છે. મનુષ્ય પોતામાંથી દૈતભાવને કાઢી નાંખીને, રાગદ્વેષરહિત Page #134 -------------------------------------------------------------------------- ________________ ગીતાધર્મ થઈને પિતાના આત્માને વિશુદ્ધ કરીને અને સૌ પ્રત્યેની પિતાની ફરજ અદા કરીને સૌના આત્મામાં પરમાત્માની આરાધના કરે. દશ અધ્યાય દશમા તથા અગિયારમા અધ્યાયમાં “સત્યરૂપી પરમેશ્વરની વાત છે. સત્યની સામે જૂઠ ટકી શકતું નથી તથા સત્ય કઈ પણ પ્રકારના જુદા વ્યક્તિત્વથી અલગ છે. ત્યાં “હું” “તું” કે “તેઓ નથી. દ્વૈતથી તે પર છે, તે કલ્પનાતીત છે, સર્વવ્યાપી છે. તે પરમેશ્વરની અનંત વિભૂતિઓને અને તેના વિશ્વરૂપને તથા સર્વવ્યાપકતાને દર્શાવવાની કોશિશ થઈ છે. કથાચું છે : તે અજન્મ, અનાદિ છે; તે સૌને નિયંતા છે, સર્વ દેવે તથા ઋષિએ તેનાથી ઊપજ્યા છે. મનુ વગેરે માનવીઓના પૂર્વજે તેના સંકલ્પથી જમ્યા છે એટલે કે તેઓ તેના માનસ પુત્રો છે. મનુષ્યના હૃદયમાં જે તરંગો ઊઠે છે તે પણ તેને લીધે. તે જ સકળ સંસારની ઉત્પત્તિનું કારણ છે. એ પરમેશ્વરમાં ચિત્ત પરેવનારા, એને જ પ્રાણાર્પણ કરનારા, એકબીજાને બંધ કરતાં, ભારું જ નિત્ય કીર્તન કરતાં, સંતોષમાં અને આનંદમાં રહે છે. मच्चित्ता मद्गतप्रागा बोधयन्तः परस्परम् ।। कथयन्तश्च मां नित्यं तुष्यन्ति च रमन्ति च ।। આવા ભક્તો જ સાચા જ્ઞાનને પામે છે અને તેઓ જ પરમેશ્વરનાં દર્શન કરે છે. તે ઈશ્વર પિતે પિતાને જાણે ને ઓળખે છે. મનુષ્ય એને માત્ર એની વિભૂતિઓથી પિછાણ શકે છે. આ ઈશ્વરી Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧ર૬ ગીતા અને કુરાન વિભૂતિઓ અગણિત છે. દાખલારૂપે થેાડીક વિભૂતિઓ નીચે પ્રમાણે છેઃ “ તે છે પ્રાણીમાત્રને પ્રાણુ, સૌને આદિ, મધ્ય અને અંત, આદિત્યામાં વિષ્ણુ, યેતિએમાં ઝગમગતા સૂર્ય, નક્ષત્રામાં ચંદ્ર, વેદોમાં સામવેદ, દેવામાં ઇન્દ્ર, ઇન્દ્રિયેામાં મન, રુદ્રોમાં શંકર, અનાર્ય લેકામાં એટલે કે યક્ષ તથા રાક્ષસેામાં ખેર, વસુએમાં અગ્નિ, પર્વતામાં મેરુ, સરાવરામાં સાગર, પુરોહિતામાં મુખ્ય બૃહસ્પતિ, સ્થાવામાં હિમાલય, વૃક્ષામાં પીપળ, દેવર્ષિઓમાં નારદ, અશ્વોમાં અમૃતમાંથી ઉત્પન્ન થયેલ ઉચ્ચ:શ્રવા, હાથીઓમાં ઐરાવત, મનુષ્યેામાં રાજા, હથિયારામાં વજ્ર, પ્રજોત્પત્તિનું કારણ કામદેવ, સાઁમાં વાસુકિ, નાગેામાં શેષનાગ, દંડ દેનારાઓમાં યમ, ગણનારાઓમાં કાલ, પશુઓમાં સિંહ, પક્ષીએમાં ગરુડ, શસ્ત્રધારીઓમાં પરશુરામ, માલાંમાં મગરમચ્છ, નદીઓમાં ગંગા, વિદ્યાઓમાં અધ્યાવિદ્યા, અક્ષરોમાં અકાર, સર્વવ્યાપી, અવિનાશી કાલ, ઉત્પત્તિકારણ, કાર્તિ, મેધા, છંદોમાં ગાયત્રી છંદ, મહિનામાં માર્ગશીર્ષ, ઋતુઓમાં વસંત, બ્લેમાં ઘૂત, પ્રતાપવાનને પ્રભાવ, જય, નિશ્ચય, સાત્ત્વિક ભાવવાળાનું સત્ત્વ, યાદવેામાં વાસુદેવ, પાંડવેમાં ધનંજય ( અર્જુન ), મુનિએમાં વ્યાસ, કવિએમ ઉશના કવિ (શુક્રાચાર્ય), રાજ્યકર્તાઓને દંડ, જય ઇચ્છનારની નીતિ, ગુહ્ય વાતે માં મૌન, જ્ઞાનવાનનું જ્ઞાન, બધાં પ્રાણીઓની ઉત્પત્તિનું કારણ. સ્થાવર જંગમમાં તેના સિવાય બીજી કોઈ વસ્તુ નથી અને તેની વિભૂતિઓના કાઈ છેડે નથી.” यद् यद् विभूति मत्सत्त्वं श्रीमदूर्जितमेव वा । तत्तदेवावगच्छत्वं मम तेजोऽशसम्भवम् ।। જે કંઈ પણ વિભૂતિમાન, લક્ષ્મીવાન, અથવા પ્રભાવશાળી છે તે તેના તેજથી પેદા થયું છે' (૧૦-૧૯ થી ૪૧) Page #136 -------------------------------------------------------------------------- ________________ ગીતાધર્મ આ દષ્ટિએ જોતાં સર્વ ધર્મોના, દેશના તથા જાતેના મહાપુરુષે, અવતારે, પયગંબરે, તીર્થંકરે વગેરે અને સૌના ઈષ્ટદેવે એક પરમેશ્વરના અંશે છે. તે પોતાના એક અંશમાત્રથી આખા જગતને ધારણ કરે છે” (૧૦-૪૨). સાર એ છે કે પરમેશ્વર અચિંત્ય તથા અવ્યક્ત છે, છતાંયે સૌમાં વ્યાપેલે છે. તેથી જ સૌમાં પિતાને અથવા પિોતાપણાને અનુભવ કરીને જ મનુષ્ય સૌમાં પરમેશ્વરને જોઈ શકે છે. આ વાતને જ અગિયારમા અધ્યાયમાં અધ્યાત્મ કહી વર્ણવી છે. અગિયારમે અધ્યાય આ પછી યોગેશ્વર શ્રીકૃષ્ણની કૃપાથી અર્જુનને જ્ઞાનચક્ષુ મળ્યાં અને તેણે દિવ્યચક્ષુથી પરમેશ્વરના “વિશ્વરૂપ”ને નિહાળ્યું. એણે જોયું “ઈશ્વરનાં સેંકડે હજારે જુદાં જુદાં રૂપો છે. સકળ સ્થાવર ને જંગમ સૃષ્ટિ એમાં સમાઈ છે. એનું મુખ સર્વ તરફ છે. હજારો સૂર્યોના પ્રકાશથી ચઢિયાતો પ્રકાશ એને છે; આર્ય અને અનાર્ય જાતિઓના શ્રેષ્ઠ પુરુષો એમાં રહેલા છે. સર્વ દેવો તથા પ્રાણુઓ એમાં છે; એને અનેક હાથે, ઉદર, મુખ, નેત્રે છે, એનાં અનેક રૂપે છે. સર્વ રૂપે એનાં જ છે. સઘળે એ વ્યાપે છે. એનો નથી આરંભ, મધ્ય કે અંત. તે વિશ્વરૂપ છે ને તે વિશ્વેશ્વર પણ છે. તેનું તેજ સઘળે પ્રસર્યું છે. સૂર્ય અને ચંદ્ર તેની આંખો છે; તેની શક્તિ અનંત છે. આકાશ, પૃથ્વી, દશે દિશાએમાં તે વ્યાપી રહ્યો છે. એનું ઉગ્ર રૂપ જોઈને ત્રણે લેક Page #137 -------------------------------------------------------------------------- ________________ ર૮ ગીતા અને કુશન થરથરે છે. સ્તુતિ કરનારા એમનું સ્તવન કરે છે. સર્વ ધર્મ, જાતિ અને દેશના લેકે એના તરફ મીટ માંડી રહે છે. તે નિત્ય છે અને ધર્મરક્ષક છે. જેમ નદીએના મેઢા ધેાધ સમુદ્રમાં મળી જાય છે તેમ સકળ સૃષ્ટિ ઈશ્વરમાં સમાઈ જાય છે. તે દેશ તથા કાળથી પર છે. તે પેતે જ કાલરૂપ છે. બાકીનું સર્વ નિમિત્તમાત્ર છે. તે અક્ષર, વ્યક્ત, અવ્યક્ત છે; તે ધંધાતીત છે; તે જ આદિ દેવ છે અને તે જાણનાર અને જાણવા ચેાગ્ય છે. તે પેાતાના અનંતરૂપે જગતમાં વ્યાપી રહ્યો છે. વાયુ, યમ, અગ્નિ, વરુણુ, ચન્દ્ર, પ્રતતિ, પિતામહ તે જ છે. તેને હજારો વાર ફરી ફરીને નમસ્કાર હજો; આગળ, પાછળ, બધી બાજુથી નમસ્કાર. તે અનંતવીર્ય છે, તેની શક્તિ અપાર છે. તે સર્વને ધારણ કરે છે અને છતાંયે તે બાકી છે. તે સૌના પિતા, પૂજ્ય તથા શ્રેષ્ઠ ગુરુ છે. તેના જેવું બીજું કાઈ નથી, તે અજોડ છે. તે મનુષ્યરૂપે માનવને મિત્ર છે. તે સર્વને પ્રિય છે” (૧૧ -- ૮થી ૪૩ ને સાર ). વેદાભ્યાસથી, યજ્ઞથી, શ્રી ં શાસ્ત્રોના અભ્યાસથી, દાનથી, ક્રિયાએથી કે ઉ તપાથી તેને જાણી શકાતા નથી. આત્મયેાગ 'થી ઇશ્વરને પામી શકાય ' છે. અનન્યભક્તિ ’ એ સાધનથી ઈશ્વરને જાણી શકાય છે અને તે સાથે એતપ્રાત થઈ શકાય છે. (૧૬ - ૪૮,૫૩,૫૪) >> ' તેનું સુંદરતમ ને પ્રિય રૂપ કે જેથી મનુષ્યને શાંતિ મળી રાકે તે તે મનુષ્યરૂપ છે.* તે સર્વ રૂપે!માં છે. આ સઘળાં તેનાં વિશ્વરૂપો છે. તેથી મનુષ્યે સર્વ કર્માં તેને સમો કરવાં જોઈ એ. ઈશ્વરમાં જે પરાયણ રહે, તેને ભક્ત બને, આક્તિ * ' r शक्ले अिन्सांमें खुदा था मुझे मालूम न था, चांद बादलमें छिपा था मुझे मालूम न था । ( સુફી ) Page #138 -------------------------------------------------------------------------- ________________ ગીતાધર્મ ૧૯ છેડે, પ્રાણીમાત્રને વિષે દ્વેષરહિત થઈ રહે છે તે ઈશ્વરને પામે છે” ( ૧૧ – ૫૫ ). આમા અધ્યાય << ભક્તિયેાગ નામે બારમા અધ્યાયમાં અર્જુને પા પ્રશ્ન કર્યો છે કે ઈશ્વરની સદ્ગુણ અને નિર્ગુણ ઉપાસના કરનારમાંના કાણુ સીધે રસ્તે જનાર છે. ગીતાજીના ઉત્તર છેઃ નિત્ય ધ્યાન ધરતે ઈશ્વરમાં મન આરોપીને જે શ્રદ્ધાપૂર્વક ઈશ્વરને ઉપાસે છે તેને ઈશ્વર ત્રેયેાગી ગણે છે. બધી ઇન્દ્રિયાને વશમાં રાખીને, બધે સમત્વ જાળવીને જેઓ દૃઢ, અચળ, ધીર, અર્ચિત્ય, સર્વવ્યાપી, અવ્યક્ત, અવર્ણનીય, અવિનાશી સ્વરૂપને ઉપાસે છે તે સર્વ પ્રાણીઓના હિતમાં પરાવાયેલ ઈશ્વરને જ પામે છે' (૧૨–૨,૩,૪). પરંતુ અવ્યક્તની ઉપાસનાના માર્ગે કહ્યુ છે (૧૨-૫ ). તેથી સર્વ કાઁ ઈશ્વરને સમર્પી ઈશ્વરનું ધ્યાન ધરીને પોતાના કાર્યમાં લીન રહેવું જોઈ એ (૧૨-૬). જે પ્રાણીમાત્ર પ્રત્યે દ્વેષરહિત, સર્વને મિત્ર, દયાવાન, મમતારહિત, અહંકારરહિત, સુખદુઃખ વિષે સરખા, ક્ષમાવાન, સદાય સંતોષી, યોગયુક્ત, ઇંદ્રિયનિગ્રહી, દૃઢ નિશ્ચયવાળા છે, અને મારે વિષે જેણે પેાતાનાં બુદ્ધિ તે મન અર્પણ કર્યાં છે. એવા ઈશ્વરના ભક્ત ઈશ્વરને પ્રિય છે (૧૨–૧૩,૧૪). જેનાથી લેાકા ઉદ્દેગ નથી પામતા, જે લેાકાથી ઉઠેગ નથી પામતા, જે હર્ષ, ક્રોધ, અદેખાઈ, ભય, ઉદ્વેગથી મુક્ત છે તે ઈશ્વરને પ્રિય છે (૧૨–૧૫). જે ઇચ્છારહિત છે, પવિત્ર છે, દક્ષ ( સાવધાન ) છે, તટસ્થ છે, ચિંતારહિત છે, સંકલ્પમાત્રને જેણે ત્યાગ કર્યાં છે તે ઈશ્વરના ભક્ત છે અને ઈશ્વરને પ્રિય છે (૧૨-૧૬). જે હર્ષ પામતા નથી, જે દ્વેષ કરતા નથી, જે ચિંતા નથી કરતા, જે આશાએ નથી બાંધતા, જે શુભાશુભને ત્યાગ કરનારા છે, તે ભક્તિપરાયણુ ગી.~~ Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ ગીતા અને કુરાન ધિરને પ્રિય છે (૧ર-૧૭). શત્રુમિત્ર, માનઅપમાન, ટાઢતડકા, સુખદુઃખ આ બધાંને વિષે જે સમતાવાન છે, જેણે આસક્તિ છેડી છે, જે નિંદા તે સ્તુતિમાં સરખા વર્તે છે તે મૌન ધારણ કરે છે, ગમે તે મળે તેથી જેને સંતેષ છે, જેને પેાતાનું એવું કાઈ સ્થાન નથી, જે સ્થિર ચિત્તવાળા છે, એવે મુનિ, ભક્ત ઈશ્વરને પ્રિય છે (૧૧-૧૮,૧૯ ). આ પવિત્ર ‘ ધર્મોંમૃત ’( અમૃતરૂપ જ્ઞાન ) જે ઈશ્વરમાં પરાયણ રહીને શ્રદ્ધાપૂર્વક સેવે છે તે ઈશ્વરના અતિશય પ્રિય ભક્ત છે ( ૧૨-૨૦ ). - તેરમા અધ્યાય તેરમા અધ્યાય બધા અધ્યાયેામાં વધારે દાનિક રૂપના છે. વેદાન્તશાસ્ત્ર – બ્રહ્મસૂત્રોના ઉલ્લેખ ગીતામાં માત્ર એક જ ઠેકાણે થયા છે અને તે આ અધ્યાયમાં. આત્મા ઉપરાંત જાણવા ચેાગ્ય ખીજું શું શું છે એટલે કે જ્ઞાનનું ક્ષેત્ર કયું છે, તથા આત્મા આ સર્વેને જાણે છે તે શું છે, સાચું જ્ઞાન પ્રાપ્ત કરવાના માર્ગે કયા, અસલ વાત શી છે, તથા ખરું જ્ઞાન અથવા સાચી દષ્ટિ કઈ કહેવાય આ સઘળી વાતા આ અધ્યાયમાં આવે છે. સામાન્ય રૂપે આ શરીર જાણવા ચેાગ્ય વસ્તુ છે અને આત્મા તેને જાણવાવાળા છે. પરંતુ શરીર તે આ સ્થૂલ છે તે જ નથી. પંચમહાભૂત (પૃથ્વી, પાણી, વાયુ, તેજ તથા આકાશ), અહંકાર, બુદ્ધિ, પ્રકૃતિ, પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય, મન તથા પાંચે જ્ઞાનેન્દ્રિયાના અલગ અલગ વિષયા, એમાં જ ઇચ્છા, દ્વેષ, સુખ, દુઃખ, સંઘાત, ચેતનશક્તિ કૃતિ આ સર્વ જાણવા લાયક છે. આ સર્વે વિકારી છે. અને Page #140 -------------------------------------------------------------------------- ________________ ગીતાધર્મ ૧૩૧ જે શુદ્ધ પુરુષ, જે આત્મા સર્વમાં રમી રહ્યો છે તે અવિકારી છે. તે જ જાણનાર છે. તે જ આ શરીરક્ષેત્રને સ્વામી છે, તે જ પરમાત્મા અને પરમ પુરુષ છે. તે નિત્ય તથા એકરસ છે (૧૩–૧, ૨, ૫, ૬, ૨૨). જાણવાવાળે તથા જાણવાની ચીજો આ બન્નેના મેળથી આ સૃષ્ટિ બની છે (૧૩-૨૬). સાચું જ્ઞાન મેળવવાને માર્ગ બતાવાય છે. અમાનિત્વ, અદંભિત્વ, અહિંસા, ક્ષમા, સરળતા, આચાર્યની સેવા, શુદ્ધતા, સ્થિરતા, આત્મસંયમ, ઈન્દ્રિયોના વિષયોને વિષે વૈરાગ્ય, અહંકારરહિતતા, જન્મ, મરણ, જરા, વ્યાધિ, દુઃખ તેમ જ દોષનું નિરંતર ભાન, પુત્ર, સ્ત્રી, ઘર, વગેરેમાં મેહ અને મમતાનો અભાવ, પ્રિય અને અપ્રિયને વિષે નિત્ય સમભાવ, પ્રભુ વિષે અનન્ય ધ્યાનપૂર્વક એકનિક ભક્તિ, એકાંત સ્થળનું સેવન, જનસમૂહમાં ભળવાને અણગમે, આધ્યાત્મિક જ્ઞાનની નિત્યતાનું ભાન, આત્મદર્શન – આ બધું તે જ્ઞાન કહેવાય; એથી ઊલટું તે અજ્ઞાન (૧૩- ૭, ૮, ૯, ૧૦, ૧૧). આ બધાં કરતાં વધારે જાણવા લાયક શું છે? તે છે પરબ્રહ્મ જે અનાદિ છે, તે ન કહેવાય સત કે ન કહેવાય અસત્. જ્યાં જુઓ ત્યાં તેને હાથ, પગ, આંખ, માથું, મોટું અને કાન છે. બધું વ્યાપીને તે આ લેકમાં રહેલ છે. બધી ઈન્દ્રિયોના ગુણોને આભાસ તેને વિષે થાય છે તે તે સ્વરૂપ ઈદ્રિય વિનાનું ને સર્વથી અલિપ્ત છે, છતાં સર્વને ધારણ કરનાર છે; તે ગુણરહિત છે પણ ગુણનું ભોક્તા છે. તે ભૂતની બહાર છે અને અંદર પણ છે; તે ગતિમાન છે અને સ્થિર પણ છે; સૂમ હોવાથી ન જણાય તેવું છે તે દૂર છે ને નજીક છે; ભૂતોને વિષે તે અવિભક્ત છે અને વિભક્તના જેવું પણ રહેલ છે; Page #141 -------------------------------------------------------------------------- ________________ ઉડર ગીતા અને કુરાન તે જાણવા યોગ્ય (બ્રહ્મ), પ્રાણીઓનું પાલક, નાશક ને કર્તા છે; જયોતિઓનું તે જોતિ છે, અંધકારથી તે પર કહેવાય છે; જ્ઞાન તે જ, જાણવા યોગ્ય તે જ, અને જ્ઞાનથી જે પમાય છે તે પણ તે જ છે. તે બધાંનાં હૃદયને વિષે રહેલ છે (૧૩–૧૨થી૧૭). ધ્યાન, જ્ઞાન અને કર્મ એ ત્રણ માર્ગો તેને પામવાના છે (૧૩–૨૪). સર્વ નાશવંત પ્રાણીઓને વિષે અવિનાશી પરમેશ્વરને સમભાવે રહેલે જે જાણે છે તે જ તેને જાણનાર છે. ઈશ્વરને સર્વત્ર સમભાવે રહેલે જે મનુષ્ય જુએ છે તે પોતે પિતાને ઘાત કરતો નથી ને તેથી પરમ ગતિને પામે છે. બધેય પ્રકૃતિ જે કર્મો કરે છે એમ જે સમજે છે ને તેથી જ આત્માને અકર્તારૂપે જાણે છે તે જ જાણે છે. જ્યારે તે જીવોની હસ્તી નોખી છતાં એકમાં જ રહેલી જુએ છે અને તેથી બધો વિસ્તાર તેમાંથી થયેલે સમજે છે ત્યારે તે બ્રહ્મને પામે છે. આ અવિનાશી પરમાત્મા અનાદિ અને નિર્ગુણ હેવાથી શરીરમાં રહે છત નથી કંઈ કરતો ને નથી કશાથી લેપાતો. જેમ સૂમ હોવાથી સર્વવ્યાપી આકાશ લેપાતું નથી, તેમ સર્વ દેહને વિષે રહેલે આત્મા લેપાત નથી. જેમ એક જ સૂરજ આ આખા જગતને પ્રકાશ આપે છે તેમ આત્મા (ક્ષેત્રી) આખા ક્ષેત્રને પ્રકાશે છે (૧૩-૨૭ થી ૩૩). ચૌદમે અધ્યાય આ અધ્યાયમાં સત્ત્વ, રજસ અને તમસનું વર્ણન કરવામાં આવ્યું છે. સત્વ, રજસ અને તમસ, પ્રકૃતિથી ઉત્પન્ન થતા ગુણે છે. તે જીવને દેહને વિષે બાંધે છે. તેમાં સત્ત્વ નિર્મળ હોઈ તે પ્રકાશક અને આરોગ્યકર છે; તે દેહીને સુખના ને જ્ઞાનના સંબંધમાં બાંધે છે. રજોગુણ રાગરૂપ હોઈ તે તૃષ્ણ અને આસક્તિનું Page #142 -------------------------------------------------------------------------- ________________ ગીતાધર્મ મૂળ છે. તે દેહધારીને કર્મપાશમાં બાંધે છે. તમોગુણ અજ્ઞાનમૂલક છે; તે દેહધારીમાત્રને મેહમાં નાખે છે અને તે અસાવધાની, આળસ અને નિદ્રાના પાશમાં દેહીને બાંધે છે. આ ત્રણે ગુણેમાં સદાય સંઘર્ષ ચાલ્યા કરે છે. મરતી વેળા જે ગુણનું જોર માણસમાં હોય છે તેવાં જ ફળને તે ભવિષ્યમાં પામે છે. આત્મા કે પરમાત્મા આ ત્રણે ગુણેથી પર છે. તેથી જે માણસ ત્રણે ગુણેના પ્રભાવથી મુક્ત થાય છે તે ગુણાતીત” થઈ જાય છે અને તે જ આ દુનિયામાંથી છુટકારો પામે છે”(૧૪–૫થી ૨૦). પ્રકાશ, પ્રવૃત્તિ અને મોહ પ્રાપ્ત થતાં જે દુઃખ નથી માનતો ને તેને પ્રાપ્ત થવાથી તેની ઈચ્છા નથી કરતે, ઉદાસીનની જેમ જે સ્થિર છે, જેને ગુણે હલાવતા નથી, ગુણે જ પિતાને ભાગ ભજવે છે એમ માની જે સ્થિર રહે છે અને હાલતે નથી, જે સુખદુઃખમાં સમતાવાન રહે છે, સ્વસ્થ રહે છે, માટીનું ઢેફુ, પથ્થર ને સોનું સરખાં ગણે છે, પ્રિય અથવા અપ્રિય વસ્તુ પ્રાપ્ત થતાં એકસરખો રહે છે, પિતાની નિંદા કે સ્તુતિ જેને સરખાં છે એવો બુદ્ધિમાન, જેને ભાન ને અપમાન સરખાં છે, અને જેણે સર્વે આરંભનો ત્યાગ કર્યો છે તે ગુણતીત કહેવાય છે. જેને ઈશ્વરની સાચી લગન લાગી હોય તે ત્રણે ગુણોથી ઉપર જઈને ઈશ્વરમાં લીન થઈ જાય છે કારણ કે ઈશ્વર જ આત્માના અમૃત તથા અખંડ સુખને ભંડાર છે (૧૪–૨,૨૨ થી ૨૭). પંદરમે અધ્યાય આ અધ્યાયમાં એવું દર્શાવવામાં આવ્યું છે કે આ સંસાર અશ્વત્થવૃક્ષ જે છે એ અશ્વત્થવૃક્ષ વિષે કહેવાયું છેઃ જેનું મૂળ ઊંચે છે, જેની શાખા નીચે છે, અને વેદ જેનાં પાંદડાં છે એવા અવિનાશી અશ્વત્થ વૃક્ષને ડાહ્યા Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ ગીતા અને કુરાન લેકાએ વર્ણવ્યું છે; આને જેઓ જાણે છે તે વેદને જાણનારા જ્ઞાની છે. ગુણાના સ્પર્શ વડે વૃદ્ધિ પામેલી અને વિષયરૂપી કૂંપળવાળી તે અશ્વત્થની ડાળીએ નીચે ઉપર પ્રસરેલી છે; કર્માનાં અંધન કરનારાં તેનાં મૂળ મનુષ્ય-લેકમાં નીચે ફેલાયેલાં છે. આનું યથાર્થ સ્વરૂપ જોવામાં આવતું નથી. તેને અંત નથી, આદિ નથી, પાયેા નથી, ખૂબ ઊંડે ગયેલા મૂળવાળા આ અશ્વત્થ વૃક્ષને અસંગરૂપી બળવાન શસ્ત્રથી છેદીને મનુષ્ય આ પ્રાર્થના કરે: “જેણે સનાતન–પ્રવૃત્તિ — માયા-પસારેલી છે તે આદિપુરુષને હું શરણુ જાઉં છું!' અને તે પદને શેાધે કે જેને પામનારાને કરી જન્મમરણના ચક્રમાં પડવું નથી પડતું (૧૫–૧ થી ૪ ). = "" “ જેણે માનમેાહને ત્યાગ કર્યાં છે, જેણે આસક્તિથી થતા દોષોને દૂર કર્યાં છે, જે આત્મામાં નિત્ય નિમય છે, જેના વિષયા શમી ગયા છે, જે સુખદુઃખરૂપી દ્વંદ્રોથી મુક્ત છે તે જ્ઞાની અવિનાશી પદને પામે છે. ત્યાં સૂર્યને, ચંદ્રને કે અગ્નિને પ્રકાશ આપવાપણું રહેતું નથી હોતું. જ્યાં જનારને ફરી જન્મવું નથી પડતું. એ પરમ ધામ છે” (૧૫–૫, ૬ ). ' ' “ ઈશ્વરના સનાતન અંશ જીવલેાકમાં જીવ થઈને પ્રકૃતિમાં રહેલ પાંચ ઈંદ્રિયા અને મનને આકર્ષે છે” (૧૫-૭). “ યત્ન કરતાં યોગીજન પેાતાને વિષે રહેલા ( આ ઈશ્વર ) તે જુએ છે. જેણે આત્મશુદ્ધિ નથી કરી એવા મૂંજન યત્ન કરતાં છતાં પણ એને એળખતા નથી. સૂર્યમાં રહેલું જે તેજ આખા જગતને પ્રકાશે છે અને જે તેજ ચન્દ્રમાં અને અગ્નિમાં રહેલું છે તે મારું છે એમ જાણુ. પૃથ્વીમાં પ્રવેશ કરીને મારી શક્તિથી હું પ્રાણીઓને ધારણ કરું છું, અને રસેા ઉત્પન્ન કરું છું. પ્રાણીએના દેહને આશ્રય લઈ જઠરાગ્નિ Page #144 -------------------------------------------------------------------------- ________________ ગીતાધર્મ ૧૩૫ થઈ પ્રાણુ અને અપાન વાયુ વડે હું ચાર પ્રકારનું અન્ન પચાવું છું. બધાંનાં હૃદયને વિષે રહેલા મારા વડે સ્મૃતિ, જ્ઞાન, અને તેને અભાવ થાય છે. બધા વેદથી જાણવા યોગ્ય તે હું જ, વેદને જાણનાર હું, વેદાન્તને પ્રગટાવનાર પણ હું જ છું” (૧૫-૧૧ થી ૧૫). “કેમ કે હું ક્ષરથી પર છું અને અક્ષરથી પણ ઉત્તમ છે, તેથી વેદોમાં અને લેકમાં પુરુષોત્તમ નામે પ્રખ્યાત છું. મોહરહિત થઈને મને–પુરુષોત્તમને આમ જે જાણે છે તે સર્વ જાણે છે કે મને પૂર્ણભાવે ભજે છે” (૧૫-૧૮,૧૯). સાળમે અધ્યાય આ અધ્યાયમાં કહેવામાં આવ્યું છેઃ આ લેકમાં બે જાતની સૃષ્ટિ છે. દેવી અને આસુરી. દૈવી સંપત મોક્ષ આપનારી અને આસુરી (સંપતો બંધનમાં નાંખનારી મનાઈ છે” (૧૬ - ૫, ૬). “અભય, અંતઃકરણની શુદ્ધિ, જ્ઞાન અને યોગને વિષે નિકા, દાન, દમ, યશ, સ્વાધ્યાય, તપ, સરળતા, અહિંસા, સત્ય, અક્રોધ, ત્યાગ, શાંતિ, અપૈથુન, ભૂતદયા, અલોલુપતા, મૃદુતા, મર્યાદા, અચંચળતા, તેજ, ક્ષમા, ધૃતિ, શૌચ, અદ્રોહ, નિરભિમાન – આટલા ગુણે દૈવી સંપતના છે” (૧૬-૧થી ૩). દંભ, દર્પ, અભિમાન, ક્રોધ, પારુષ્ય, અજ્ઞાન, આટલા ગુણે આસુરી સંપતવાળામાં હોય છે” (૧૬-૪). આ પછી તેર શ્લોકમાં આસુરી સંપતવાળાની રહેણીકરણીનું વર્ણન છે. વર્તમાન સમયના પાશ્ચાત્ય નેતાઓની અને તેમનું અનુકરણ કરનારા માણસનું તાદશ ચિત્ર નીચેના તેર શ્લોકમાં છે? Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ ગીતા અને કુરાન “ આસુર લેકા પ્રવૃત્તિ શું, નિવૃત્તિ શું એ જાણતા નથી. તેમ જ તેમને નથી શૌચનું કે આચારનું કે સત્યનું ભાન. તેઓ કહે છે~ જગત અસત્ય, આધાર વિનાનું ને ઈશ્વર વિનાનું છે; કેવળ નરમાદાના સંબંધથી થયેલું છે. તેમાં વિષયભેગ સિવાય ખીજો શે! હેતુ હેાય? ભયાનક કામેા કરવાવાળા, મંદમતિ, દુષ્ટા આવા અભિપ્રાયને પકડી રાખી જગતના શત્રુ બનીને તેના નાશને સારું ઊભરાય છે. તૃપ્ત ન થાય એવી કામનાઓથી ભરપૂર, કંબી, માની, મદાંધ, અશુભ નિશ્ચયેાવાળા માહોથી દુષ્ટ ઇચ્છાએ ગ્રહણ કરીને પ્રવર્તે છે! પ્રલય સુધી જેને અંત જ નથી એવી અમાપ ચિંતાને આશ્રય લઈને, કામેાના પરમભોગી, ‘ભાગ એ જ સર્વસ્વ છે’ એવા નિશ્ચય કરવાવાળા, સેંકડા આશાની જાળમાં ફસાયેલા, કામી, ક્રોધી, વિષયભેગને અર્થે અન્યાયપૂર્વક દ્રવ્યસંચય ઇચ્છે છે. આજ મેં આ મેળવ્યું, આ મનેારથ ( હવે ) પૂરા કરીશ; આટલું ધન મારી પાસે છે, વળી કાલે આટલું બીજું મારું થશે; આ શત્રુને તે માર્યાં, બીજાને પણ મારીશ; હું સર્વસંપન્ન છું, ભાગી છું, સિદ્ધ છું, બળવાન છું, સુખી છું; હું શ્રીમંત છું, કુલીન છું, મારા જેવા બીજે કાણુ છે? હું યજ્ઞ કરીશ, દાન દઈશ, આનંદ માણીશ; એમ અજ્ઞાનથી મૂઢ થયેલા માને છે, અને અનેક ભ્રમણામાં પડી માહજાળમાં ફસાઈ વિષયભાગમાં મસ્ત થયેલા અશુભ નરકમાં પડે છે. પેાતાને મોટા માનનાર, અક્કડ, ધન અને માનના મદમાં મસ્ત ( એવા એ ) દંભથી અને વિધિ વિનાના માત્ર નામના જ યજ્ઞ કરે છે. અહંકાર, બળ, ઘમંડ,. કામ અને ક્રોધને આશ્રય લેનારા, નિંદા કરનારા અને તેમના તે બીજાએમાં રહેલા જે હું તેને દ્વેષ કરનારા દ્વેષી, ક્રૂર, અમંગળ નરાધમેાને હું આ આસુરી યાનિમાં જ વારંવાર નાખું છું” તે છે. એ નીચ, સંસારમાંની અત્યંત (૧૬-૭ થી ૧૯ ). Page #146 -------------------------------------------------------------------------- ________________ ગીતાધર્મ ૧૩૭ જન્મોજન્મ આસુરી યોનિને પામીને અને મને ન પામવાથી એ મૂઢ લે કે એથીયે વધારે અધમ ગતિને પામે છે.” (૧૬-૨૦). त्रिविधं नरकस्येदं द्वारं नाशनमात्मनः काम क्रोधस्तथा लोभस्तस्मादेतत्त्रयं त्यजेत् । (२१) “આત્માનો નાશ કરનારું આ ત્રેવડું ઠાર છેઃ કામ, ક્રોધ અને લેભ. તેથી એ ત્રણનો માણસે ત્યાગ કરવો. આ ત્રેવડા નરકઠારથી દૂર રહેનાર મનુષ્ય આત્માનું કલ્યાણ આચરે છે ને તેથી પરમગતિને પામે છે. જે મનુષ્ય શાસ્ત્રવિધિને છોડીને સ્વેચ્છાએ ભોગોમાં રાચે છે તે નથી સિદ્ધિ મેળવતો, નથી સુખ મેળવતે, નથી પરમ ગતિ મેળવતો. તેથી કાર્ય અને અકાર્યને નિર્ણય કરવામાં તારે શાસ્ત્રને પ્રમાણ માનવું; શાસ્ત્રવિધિ શું છે તે જાણીને અહીં તારે કર્મ કરવું યોગ્ય છે” (૧૬ – ૨૧ થી ૨૪). સત્તરમે અધ્યાય આ અધ્યાયમાં અને ફરી પૂછયું : “હે કૃષ્ણ! શાસ્ત્રવિધિ એટલે શિષ્ટાચારને ન ગણકારી જે કેવળ શ્રદ્ધાથી જ પૂજાદિ કરે છે તેની ગતિ કેવી થાય ? સાત્ત્વિક, રાજસી કે તામસી ?” (૧૭–૧) શ્રીકૃષ્ણ તેને ઉત્તર આપે છેઃ માણસને સ્વભાવથી જ ત્રણ પ્રકારની શ્રદ્ધા એટલે સાત્વિક, રાજસી અને વળી તામસી હોય છે. બધાની શ્રદ્ધા પિતાના સ્વભાવને અનુસરે છે, મનુષ્યને કંઈક ને કંઈક શ્રદ્ધા તે હોય જ; જેવી જેની શ્રદ્ધા તેવો તે થાય છે ૧૭–૨,૩). fભ અને અહંકારવાળા કામ અને રાગના બળથી પ્રેરાયેલા જે લેક શાસ્ત્રીય વિધિ વિનાનું ઘોર તપ કરે છે, તે મૂઢ લકે શરીરને Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ ગીતા અને કુરાન વિષે રહેલાં પંચમહાભૂતને, વળી અંતઃકરણમાં રહેલા મને પણ કષ્ટ આપે છે. આવાને આસુરી નિશ્ચયવાળા જાણ (૧૭-૫, ૬). જે કર્મો ફળની ઈચ્છારહિત માત્ર કર્તવ્ય સમજીને નિષ્પક્ષ ભાવે પરમ શ્રદ્ધાપૂર્વક, બદલાની ભાવના વિના કરવામાં આવે તે કર્મ સાત્ત્વિક કહેવાય. (૧૭-૧૧, ૧૭ થી ૨૦; ૧૮-૨૩થી ૨૬). જે કર્મો ફળના ઉદ્દેશથી તથા દંભથી સત્કાર, પૂજા અને માન અર્થે કરવામાં આવે છે તે કર્મો રાજસી કહેવાય છે” (૧૭– ૧૨, ૧૮, ૨૧; ૧૮-૨૪, ૨૭). “જે કર્મો વિધિરહિત, શ્રદ્ધાવિહીન, પરિણામે વિચાર્યા વિના, બીજાનાં લાભહાનિને વિવેક કર્યા વિના, દુરાગ્રહથી, અથવા પારકાને નાશને અર્થે, દેશ, કાળ, પાત્રને વિચાર કર્યા વિના, માન વગર અને તિરસ્કારવૃત્તિથી કરવામાં આવે છે તે તામસી કહેવાય છે” (૧૭–૧૩, ૧૯, ૨૨; ૧૮-૨૫, ૨૮). દેવ, બ્રાહ્મણ, ગુરુ, અને જ્ઞાનીની પૂજા, પવિત્રતા, સરળતા, બ્રહ્મચર્ય, અહિંસા એ શારીરિક તપ કહેવાય છે. દુઃખ ન દે એવું, સત્ય, પ્રિય, હિતકર વચન અને ધર્મગ્રંથને અભ્યાસ એ વાચિક તપ કહેવાય છે. મનની પ્રસન્નતા, સૌમ્યતા, મૌન, આત્મસંયમ, ભાવનાશુદ્ધિ એ માનસિક તપ કહેવાય છે (૧૭– ૧૪ થી ૧૬). હે પાર્થ! જે યજ્ઞ, દાન, તપ કે બીજું કાર્ય શ્રદ્ધા વિના થાય છે તે અસત્ કહેવાય છે. તે નથી અહીંના કામનું કે નથી પરલેકના” (૧૭-૨૮). ગીતાજીના આ નાનકડા અધ્યાયમાં મનુષ્યનાં સર્વ કર્મોની તથા ભાવનાની અનુપમ કસોટી બતાવવામાં આવી છે. અઢાર અધ્યાય આ છેવટને અધ્યાય છે. તેમાં સાચા સંન્યાસની પિછાણ કરાવવામાં આવી છે. Page #148 -------------------------------------------------------------------------- ________________ ગીતાધર્મ ૧૩૯ કામ્ય (કામનાથી ઉત્પન્ન થયેલાં) કર્મોનો ત્યાગને જ્ઞાનીઓ સંન્યાસ નામે જાણે છે. બધાં કર્મોનાં ફળના ત્યાગને ડાહ્યા છે કે ત્યાગ કહે છે” (૧૮-૨). ગીતામાં જ્યાં જ્યાં “ફલના ત્યાગનો અથવા શુભાશુભ પરિણામની પરવા ન કરવાનો ઉલ્લેખ છે તેને અર્થ એટલે જ છે કે પોતાના કર્તવ્યપાલનમાં કર્તાને સુખ સાંપડે કે દુઃખ મળે, તેની નામના વધે કે ઘટે, એની લેશ પણ સ્પૃહા ન કરવી જોઈએ અને કર્તાના મન ઉપર તેની અસર પણ ન થવી જોઈએ. આનો અર્થ એમ ન કરે કે કઈ પણ કામ પરિણામને વિચાર કર્યા વિના કરવું. જે કર્મ પરિણામને, અપ્રસ્તુતતાને કે અઘટિતતાનો વિચાર કર્યા વિના” કરવામાં આવે છે તેને તામસી કર્મ કહ્યું છે એ આપણે પાછલા અધ્યાયમાં જોઈ ગયા છીએ. સ્વાર્થત્યાગને ભાવ રાખીને અને લેકકલ્યાણને ઈચ્છીને કામ કરવું જોઈએ એ “ફલત્યાગને અર્થ છે. એને જ આ અધ્યાયમાં સાચે “સંન્યાસ” અથવા “ત્યાગ’ કહ્યો છે. “યજ્ઞ, દાન, ને તપરૂપી કર્મ કરવાં જોઈએ. આ મનુષ્યને પાવન કરનારાં છે, પરંતુ આ કર્મો પણ આસક્તિ અને ફલેચછાનો ત્યાગ કરીને કરવાં જોઈએ (૧૮ – ૫,૬). આને જ સાત્ત્વિક ત્યાગ કહ્યો છે (૧૮- ૯, ૧૧). નિયત કર્મને ત્યાગ યેગ્ય નથી. મોહને વશ થઈને અથવા કાયાના કષ્ટના ભયથી કર્મને ત્યાગ થાય છે તે અહિતકર છે (૧૮ – ૭,૮). જ્ઞાન પણ ત્રણ પ્રકારનાં છે. જે વડે મનુષ્ય બધાં ભૂતોમાં એક જ અવિનાશી ભાવને અને વિવિધતામાં એકતાને જુએ છે તેને સાત્વિક જ્ઞાન જાણ. જુદા જુદા (દેખાતા) હોવાથી બધાં ભૂતોમાં Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ગીતા અને કુરાન જે વડે મનુષ્ય જુદા જુદા વહેંચાયેલા ભાવે જુએ છે તે જ્ઞાન રાજસ જાણ. જે વડે એક જ કાર્યમાં કંઈ કારણ વિના બધાં આવી જવાને ભાસ આવે છે, જે રહસ્ય વિનાનું ને તુચ્છ છે તે તામસ જ્ઞાન કહેવાય છે” (૧૮–૨૦ થી ૨૨). આ જ ધરણે સર્વ ધર્મોને તથા સર્વ જાતેને એક સમજવાં તે સાત્વિક, સૌને ભિન્ન સમજવાં તે રાજસ અને પિતાના જ ધર્મને અથવા જાતિને ઉચ્ચ માનવી અને બીજાઓને હલકાં તથા ખેટાં માનવાં તે તામસ કહેવાય. સુખના પણ ત્રણ પ્રકારે છે. જેના અભ્યાસથી મનુષ્ય રાચે છે, જેથી દુઃખને અંત પામે છે, જે આરંભમાં ઝેર જેવું લાગે છે, પરિણામે અમૃતના જેવું હોય છે, જે આત્મજ્ઞાનની પ્રસન્નતામાંથી ઉત્પન્ન થયેલું હોય છે તે સાત્વિક સુખ કહેવાય છે. વિષય અને ઈન્દ્રિયોના સંયોગથી જે આરંભમાં અમૃત જેવું લાગે છે પણ જે પરિણામે ઝેર સમાન હોય છે તે સુખ રાજસ કહેવાય છે. જે આરંભમાં અને પરિણામે આત્માને મૂછી પમાડનારું છે અને નિકા, આળસ અને પ્રમાદમાંથી ઉત્પન્ન થયેલું છે તે તામસ સુખ કહેવાય છે.” (૧૮-૩૬થી૩૯) આ જ પ્રમાણે કર્તા, કર્મ, બુદ્ધિ તથા ધીરજ પણ ત્રણ ત્રણ પ્રકારનાં છે. | સર્વ ધર્મોમાં એકતા, સદાચાર અને સર્વ ભૂતોમાં એક આત્મા નીરખવા ઉપર ભાર મૂકવા છતાં જુદા જુદા મનુષ્ય માટે ભિન્ન ભિન્ન “ધર્મો” પણ દર્શાવાયા છે. મનુષ્યમાં સ્વભાવને ભેદ છે એમ ગીતા ઉપદેશે છે. જન્મ, જાતિ, દેશ, પંથ, સંપ્રદાય વગેરેના ભેદે ગીતાને માન્ય નથી. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્વનાં કર્મોના પણ તેમના સ્વભાવજન્ય ગુણોને લીધે ભાગ પડયા છે. શમ, દમ, તપ, શૌચ, Page #150 -------------------------------------------------------------------------- ________________ ગીતાધર્મ ૧૪૧ ક્ષમા, સરળતા, જ્ઞાન, અનુભવ, આસ્તિકતા એ બ્રાહ્મણુનાં સ્વભાવજન્ય કર્યાં છે. શૌર્ય, તેજ, ધૃતિ, દક્ષતા, યુદ્ધમાં પાછા ન હઠવું, દાન, રાજ્યકર્તાપણું એ ક્ષત્રિયનાં સ્વભાવજન્ય કર્યાં છે. ખેતી, ગારક્ષા, વેપાર એ વૈશ્યનાં સ્વભાવજન્ય કર્યાં છે. વળી શૂદ્રનું સ્વભાવજન્ય કર્મ ચાકરી છે’” (૧૮-૪૧ થી ૪૪ ). ચારેયમાં ગીતાએ સ્વભાવ ઉપર ભાર મૂકયો છે. વર્ણવ્યવસ્થાના ગીતાનેા અર્થ આ છે. આમાં નાનામેાટા, ઊંચનીચના ભેદને પ્રશ્ન ઊઠતા જ નથી કારણ કે – - “ પોતે પોતાના કર્મમાં રત રહીને પુરુષ મેક્ષ પામે છે. પેાતાના કર્મમાં રત રહેલે માનવી કઈ રીતે મેક્ષ પામે છે એ સાંભળ. જેના વડે પ્રાણીઓની પ્રવૃત્તિ ચાલે છે, જેના વડે આ બધું વ્યાપ્ત છે તેને જે પુરુષ સ્વકર્મ વડે ભજે છે તે મેક્ષ પામે છે. પરધર્મ સુકર હોય તે છતાં તેના કરતાં વિગુણ એવે સ્વધર્મ વધારે સારા છે. સ્વભાવને અનુરૂપ કર્મ કરનાર મનુષ્યને પાપ લાગતું નથી ” ( ૧૮–૪૫ થી ૪૭ ). દરેક મનુષ્યનું પાતપેાતાનાં સ્વભાવ, વૃત્તિ તથા ગુણા અનુસાર ખીજા પ્રત્યેનાં કર્તવ્યનું ભાન કરાવવામાં આવ્યું છે; જન્મગત જાતપાંત, ઊંચનીચના ઉલ્લેખ નથી. મનુષ્ય પરમેશ્વરને સાક્ષાત્કાર કેવી રીતે કરી શકે તે વિષે કહેવાયું છેઃ << જેણે બધામાંથી આસક્તિ ખેંચી લીધી છે, જેણે કામનાઆ છેડી છે, જેણે મનને જીત્યું છે તે સંન્યાસ વડે નૈષ્કમ્ટે રૂપ પરસિદ્ધ પામે છે. જેની બુદ્ધિ શુદ્ધ થયેલ છે એવા યેાગી દૃઢતાપૂર્વક પેાતાને વશ કરીને, શબ્દાદિ વિષયેાને ત્યાગ કરીને, રાગદ્વેષને જીતીને, એકાંત સેવીને, અલ્પાહાર કરીને, વાચા, Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ ગીતા અને કુરાન કાયા અને મનને અંકુશમાં રાખીને, ધ્યાનયોગમાં નિત્યપરાયણ રહીને, વૈરાગ્યને આશ્રય લઈને, અહંકાર, બલ, દર્પ, કામ, ક્રોધ, અને પરિગ્રહનો ત્યાગ કરીને, મમતારહિત અને શાન્ત થઈને બ્રહ્મભાવને પામવા યોગ્ય થાય છે. બ્રહ્મભાવને પામેલે પ્રસન્નચિત્ત મનુષ્ય નથી શોક કરતો, નથી કંઈ ઈચ્છતો; ભૂતમાત્રને વિષે સમભાવ રાખીને મારી પરમ ભક્તિને પામે છે. હું કેવો અને કોણ છું એ ભક્તિ વડે એ યથાર્થ જાણે છે અને એમ મને યથાર્થ જાણુને મારામાં પ્રવેશ કરે છે” (૧૮-૪૯, ૫૦ થી ૫૫). બધાં કર્મો ઈશ્વરને અર્પણ કરવાનું વારંવાર કહેવાયું છે (૧૮-૫૭), ઈશ્વર સર્વના હૃદયમાં વાસ કરે છે (૧૮-૬૧) આ પણ કહેવાયું છે. છેવટે ગીતામાં જેને સવેમાં ગુહ્ય રહસ્ય કહેવાયું છે તે શું છે તે વિષે કહેવાયું છેઃ “માત્ર એક ઈશ્વરમાં જ મન પરોવો, એની જ ભક્તિ કરે, સર્વ કર્મો એને જ અર્પણ કરે, એનું જ શરણું લે, જુદા જુદા ધર્મો, રીતિરિવાજે, સંપ્રદાને છેડીને માત્ર એક પરમેશ્વરનો જ આશરો લે. આ જ મોક્ષપ્રાપ્તિનું સાધન છે” (૧૮-૬૪ થી ૬૬). Page #152 -------------------------------------------------------------------------- ________________ ગીતાસાર ગીતાના દરેક અધ્યાયને સાર આપણે જોઈ ગયા. આમાં અમે એ ગીતાધર્મ” બતાવવાનો પ્રયત્ન કર્યો છે કે જે દરેક દેશ, કાળ તથા જાતિ માટે અમૂલ્ય ઉપદેશરૂપ છે. અર્થનો અનર્થ ન થાય તે રીતે લેકને સાર તારવ્યું છે, કેટલેક ઠેકાણે કેનું ભાષાંતર છે. જીવ ને શિવ વચ્ચેનો સંબંધ છે ? ઈશ્વર અવ્યકત અને વ્યક્ત પણ છે? આત્મા અને સ્કૂલ શું છે? પૃથ્વી કેવી રીતે ઉત્પન્ન થઈ? આવા સર્વદાર્શનિક પ્રશ્નોની ચર્ચા પિતાની રીતે ગીતાએ કરી છે. ગીતાને ઝેક અદ્વૈતવાદ તરફ છે છતાંય ગીતા ઉપદેશ છે કે સાચું ધાર્મિક જીવન વિતાડવા માટે માત્ર એક પરમેશ્વરમાં આસ્થા રાખવી જરૂરી છે, વાદમાં પડવું જરૂરી નથી. ગીતાધર્મ આચરણ–પાલન ઉપર ભાર મૂકે છે. આ સંસારમાં જીવન કેમ ગાળવું એ જ ધર્મ છે, શું માનવું, ન માનવું એ નહીં. હવે અમે ફરીથી અઢાર અધ્યાયને સાર સંક્ષેપમાં આપીએ છીએ. તે કાળે આ દેશમાં ઘણાં જુદાં જુદાં કુળ, જાતિ તથા વર્ણ હતાં અને તે સર્વનો સંબંધ જન્મથી માનવામાં આવતે હતે; અને બહુ લાંબા સમય પહેલાંથી દરેક જાતિના ભિન્ન ૧૪૩ Page #153 -------------------------------------------------------------------------- ________________ ગીતા અને કુરાન ભિન્ન રીતરિવાજે ચાલ્યા આવતા હતા. આને “કુલધર્મો” અને “જાતિધર્મોના નામે ઓળખવામાં આવતા હતા (૧–૪૦,૪૩). આ કુળધર્મોનું પાલન અત્યંત આવશ્યક હતું. જો કેઈ કુળ પિતાના રિવાજોને છેડીને વર્તન કરતું તે તે કુળનાં સર્વ સ્ત્રીપુરુષ તથા પિતૃઓ નરકના અધિકારી થયેલા મનાતા (૧-૨), પિતૃઓને પિંડદાન દેવાને રિવાજ પણ હતે (૧–૪૨); અને આ પિંડદાન એના વંશજે જ દઈ શકતા; સ્વાભાવિક રીતે તે વેળા વર્ણસંકરતાને ભય વિશેષ હતું અને તેથી પિતાના કુળના કોઈને પણ માર ભલેને પછી તે આતતાયી” સિતમગર હોય – તે મહાપાપ ગણાતું (૧-૩૬,૪૫). આવા રીતરિવાજોને માનવાનું ગીતાની દૃષ્ટિએ સમજદારીનું કામ નથી ગણયું, આને મોહ,” “હૃદયદૌર્બલ્ય” અને “અપયશ દેનાર ” એ નામે ગીતાએ આપ્યાં છે અને તેથી તે ખોટી વસ્તુ છે એમ પુરવાર કર્યું છે (૨-૩ થી ૧૦ ). ત્રક, યજુર અને સામ્ આ ત્રણ વેદે ઉપર લેકોને ઘણે વિશ્વાસ હતો. તેમાંથી તેમણે યજ્ઞ, હમ, જપતપ વગેરે શીખી લીધું હતું, અનેક દેવદેવીઓનું પૂજન કે કરતા હતા. દેવદેવીઓને નામે યજ્ઞમાં નાના પ્રકારની આહુતિઓ અપાતી હતી, બલિદાન અપાતાં હતાં, દેવદેવીઓની આશિષ મંગાતી હતી કે જેથી આ લેકમાં તથા પરલોકમાં સુખ મળે. સ્વર્ગપ્રાતિને વિચાર ભેગ-ઐશ્વર્ય” અને “ઈદ્રિયસુખ” પૂરતું જ મર્યાદિત હતે. યજ્ઞોમાં “સમપાનને રિવાજ પણ હતે; વગેરે વગેરે (૨-૪૨,૪૩,૪૪,૫૩). Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ ગીતાસાર ગીતા આવા રિવાજેથી ઊંચે સ્તરે મનુષ્યને લઈ જાય છે. આવી રીતના વહેમને ગીતા અજ્ઞાન કહે છે (૨, ૪૨ થી ૪૪). કર્મકાંડ લોકોને ત્રણ ગુણોમાં બાંધે છે અને ગીતા આવી બંધનમુક્તિનો માર્ગ બતાવે છે. જ્ઞાની માટે વેદ નકામા છે જેવી રીતે કે એને ઠેકાણે ફે કે જેની ચારે કોર પાણી જ પાણી હોય (૨, ૪૫, ૪૬). વેદોના આવા શિક્ષણથી મનુષ્યની મતિ ફરી જાય છે (૨, પ૩). જે પુરુષ આ સંસારમાં કર્તવ્યકર્મ કરવા ચાહે છે તેને વેદોની આવશ્યકતા નથી રહેતી (૬, ૪૪).– “વેદોથી, યજ્ઞોથી, જપતપથી અને આવાં વિધિવિધાનોથી મનુષ્ય ઈશ્વરદર્શન કરી શકતું નથી” (૧૧, ૪૮, પ૩). સાચે યજ્ઞ કર્યો અને સાચું તપ કર્યું તે ગીતાએ બતાવ્યું છે. ચોથા અધ્યાયમાં જુદા જુદા યજ્ઞોનું વર્ણન કર્યા પછી કહેવામાં આવ્યું છે કે યજ્ઞની ભાવનાથી નિઃસ્વાર્થભાવે ફલેચ્છાને ત્યાગ કરીને, લોકકલ્યાણ માટે, દ્વેષરહિત થઈને ઈશ્વરને અર્પણ કરીને જે કર્મ થાય છે તે જ “યજ્ઞ” છે. સૌથી ચઢિયાતે યજ્ઞ તે “જ્ઞાનયજ્ઞ” છે કે જે વડે મનુષ્ય પોતામાં સર્વને અને સૌને ઈશ્વરમાં જુએ છે” (૪, ૩૫). આ જ્ઞાન કરતાં ચઢિયાતું આત્માને શુદ્ધ કરનારું બીજું આ સંસારમાં કાંઈ નથી (૪, ૩૮). એ જ રીતે ગીતા બ્રહ્મચર્ય, અહિંસાને શારીરિક તપ, દુખ ન દે એવાં સત્ય, પ્રિય, હિતકર વચનને વાચિક તપ, આત્મસંયમ, મનની પ્રસન્નતા તથા ભાવનાશુદ્ધિને માનસિક તપ કહે છે. આમ તપના ત્રણ પ્રકારે ગીતાએ પ્રબોધ્યા છે (૧૭, ૧૪–૧૬). ગી.-૧૦ Page #155 -------------------------------------------------------------------------- ________________ ગીતા અને કુરાન ઇંદ્રિયસુખા તથા સ્વર્ગ વગેરેની લાલસાને આત્માન્નતિમાં આધારૂપ ગણવામાં આવ્યાં છે અને તેથી ગીતાએ તેને ત્યાગ ઉપદેશ્ય છે. ૧૪૬ જુદા જુદા ધાર્મિક વિધિએ અંગે ગીતાનું મંતવ્ય નિરાળું છે. તે એ છે કે અજ્ઞાનીએ વિધવિધાનાનું પાલન કરતાં કરતાં શ્રદ્ધાપૂર્વક કેાઈક સત્કર્માને કરે છે તા જ્ઞાનીઓએ તેવાએની બુદ્ધિને ડામાડાળ ન કરવી જેથી તેએ ( અજ્ઞાનીએ ) સહાને છેડી દે (૩, ૨૬, ૨૯). દેવદેવતાઓની પૂજા અને એક ઈશ્વરની ભક્તિના ભિન્ન ભિન્ન પ્રકાશ વિષે ગીતાએ તદ્દન સ્પષ્ટરૂપે કહ્યું છે. ઈશ્વર અનાદિ તથા અનંત છે, તે સર્વવ્યાપક છે તથા અલિપ્ત છે, તે સર્વે હૃદયામાં વાસ કરે છે પણ કલ્પનાતીત છે; મનુષ્યની વાચા તેને વર્ણવી શકતી નથી અને તેથી એવા નિર્ગુણનું ધ્યાન ધરવું મનુષ્ય માટે કઠણ છે ( ૧૨, ૩, ૪, ૫). આ માટે જ મનુષ્ય તેની ઉપાસના તેના કાઈ એક ગુણ, શક્તિ કે અંશને સન્મુખ રાખી કરી શકે છે. દેવદેવતાઓનાં નામા ઈશ્વરની નિરનિરાળી શક્તિનાં કે ગુણનાં જ નામેા છે. આ રીતે સૌ દેવતાઓની અલગ અલગ કલ્પના એ ઈશ્વરની આંશિક કલ્પના છે અને દુનિયાના સર્વ ઈષ્ટદેવેશ પરમાત્માનાં રૂપો છે. આ કારણે કાઈ પણ એક દેવની પૂર્જા તે ઈશ્વરની પૂજા છે. ઇસ્લામ ધર્મ માત્ર એક નિરાકાર અલ્લાહ સિવાય ખીજા કેઈની આરાધનાને મિથ્યા માને છે અને તેવી પૂજાને અંદગીને ~~~ વર્જ્ય ગણે છે. પરંતુ ઉપરના વિચારા કેટલાક સૂફીઓનાં પુસ્તકામાં મળી આવે છે. સત્તરમી સદીમાં શેખ - -- Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૭. ગીતાસાર મુહિબુલ્લાહ ઈલાહાબાદી નામના એક પ્રખ્યાત સુફી થયા છે. એમને અને દારાશિકોહને પત્રવ્યવહાર ફારસીમાં છપાય છે જેમાં શેખ મુહિબુલ્લાહે “લાઈલાહઈલલાહ” (અલ્લાહ સિવાયનું કોઈ આરાધ્ય નથી)ને અર્થ કરતાં કહ્યું છે કે “ દુનિયામાં જેટલાં આરાધ્ય છે તે સર્વ અલ્લાહ છે. સૂફીમતના પ્રમાણભૂત ફરસી ગ્રંથ “ગુલશને રાજમાં પણ “લાઈલાહઈલલાડુનો એ જ અર્થ બતાવ્યું છે. એના અભિપ્રાય પ્રમાણે અલ્લાહ એક છે, એની સમાન અન્ય કોઈ નથી, અને દુનિયાના સર્વ દેવદેવતાઓ એ અલ્લાહનાં રૂપો છે અને તેથી કોઈ પણ દેવદેવતાની ઉપાસના તે અલ્લાહની પૂજા છે. સૂફી વિદ્વાનોને આ વિચાર ગીતાને મળતું આવે છે. પૂજાના પ્રકારો વિશે ગીતામાં કહેવાયું છે કે મનુષ્ય શ્રદ્ધાથી તથા સચ્ચાઈથી જે રીતે ઈશ્વરને ભજે છે તે રીત ઈશ્વરને માન્ય છે. ये यथा मां प्रपद्यन्ते तांस्तथैव भजाम्यहम् । મમ વર્માનુવર્તતે મનુષ્યા: પાર્થ સર્વ: || (૪, ૧૧) જેઓ જે પ્રમાણે મારો આશ્રય લે છે તે પ્રમાણે હું તેમને ફળ આપું છું. ગમે તે પ્રકારે પણ હે પાર્થ! મનુષ્ય મારા માર્ગને અનુસરે છે– મારા શાસન નીચે રહે છે” (૪, ૧૧). “જેઓ શ્રદ્ધાપૂર્વક બીજા દેવતાઓને ભજે છે તેઓ પણ ભલે વિધિ વિના છતાં મને જ ભજે છે” (૯,૨૩). Page #157 -------------------------------------------------------------------------- ________________ ગીતા અને કુરાન “દેવતાઓનું પૂજન કરનારા દેવકને પામે છે, પિતૃઓનું પૂજન કરનારા પિતૃલકને પામે છે, ભૂતપ્રેતાદિને પૂજનારા તે લોકોને પામે છે, અને મને ભજનારા મને પામે છે” (૨૫). આ માટે જ ગીતાને સ્પષ્ટ ઉપદેશ છે કે બીજા સર્વ દેવેને છોડીને માત્ર એક ઈશ્વરનું જ પૂજન કરવું જોઈએ (૯ ૨૭, ૩૪). અને “બધા ધર્મોને ત્યાગ કરીને એક મારું જ શરણ લે. હું તને બધાં પાપથી મુક્ત કરીશ. શેક મા કર” (૧૮, ૬૬). આ પ્રમાણે ગીતા તથા કુરાન બંને માત્ર એક ઈશ્વરના પૂજનને જ ઉપદેશ કરે છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય તથા શૂદ્રએ વર્ણભેદને ગીતા જન્મથી ન માનતાં મનુષ્યના ગુણ, કર્મ તથા સ્વભાવથી ઉત્પન્ન થયેલ માને છે. ગીતાના મંતવ્ય પ્રમાણે કઈ ચા કે નીચ નથી. શમ, દમ, તપ, શૌચ, ક્ષમા, સરળતા, જ્ઞાન, અનુભવ, આસ્તિકતા એ બ્રાહ્મણનાં સ્વભાવજન્ય કર્મો છે. શૌર્ય, તેજ, ધતિ, દક્ષતા, યુદ્ધમાં પાછા ન હઠવું, દાન, રાજ્યકર્તાપણું એ ક્ષત્રિયનાં સ્વભાવજન્ય કર્મો છે. ખેતી, ગેરક્ષા, વેપાર એ વૈશ્યનાં સ્વભાવજન્ય કર્મો છે. વળી શૂનું સ્વભાવજન્ય કર્મ ચાકરી છે (૧૮, ૪૨-૪૪). ન જન્મ કે કુટુંબ સાથે કે ન કોઈ ધર્મ સાથે આનો સંબંધ છે. આ ચાર પ્રકારના મનુષ્ય પ્રત્યેક દેશમાં તથા ધર્મમાં હોય છે, એટલે કે જે ગીતા પ્રમાણે આપણે માનવા લાગીએ તે હિંદુસ્તાનના લાખે નેકરી ને મજૂરી કરવાવાળા બ્રાહ્મણને ક્ષત્રિય કે શુદ્ર માનવા પડશે. મુંબઈના વહેરા Page #158 -------------------------------------------------------------------------- ________________ ગીતાસાર મુસલમાનોને વૈશ્ય અને દીનબંધુ એંડૂઝ, મૌલાના અબુલ કલામ જેવા હજારો બિનહિંદુઓને બ્રાહ્મણ કહેવા પડશે. મા તે એ કમે એ દર્શનશાસ્ત્રની માન્યતા પ્રમાણે તે સમયમાં બે વિચારધારાઓનું જોર હતું. “કર્મ ”માં માનવાવાળાએ કર્મકાંડ તથા વિધિવિધાનના પાલનમાં મુક્તિ માનતા હતા, બીજાઓ હતા “સાંખ્ય” મતવાળા, કે જેઓ સંસારથી દૂર રહી સંન્યાસ દ્વારા મુક્તિ પામવાની ઈચ્છા રાખતા હતા. ગીતાએ આ બંને મતેના બાહ્ય આચારોને વ્યર્થ ગણાવ્યા છે અને આ બંનેની વિશેષતાઓને સમન્વય સાધ્યું છે તથા બંનેની એકતા સાધી છે. (૫, ૪, ૫) ગીતામાં કહ્યું છે, “અગ્નિનો કે કિયામાત્રને ત્યાગ કરનારે સાચે સંન્યાસી નથી તેમ જ જે સ્વાર્થમાં લપટાય છે તથા બાહ્યાચારોને દાસ બની ગયે છે તે સાચા કર્મયોગી નથી. જે સ્વાર્થને વેગળ મૂકે છે, જે ઢંઢથી પર છે, જે કઈને દ્વેષ કરતો નથી, જે સંસારનાં સર્વ આવશ્યક કર્મો ફલેને આશ્રય લીધા વિના કરે છે તે સાચે સંન્યાસી છે અને તે જ કર્મયોગી છે.” (૫, ૩, ૬, ૧) ગીતા જેને સાચો ધર્મ કહે છે અને જેનું સ્મરણ વારેઘડીએ કરાવે છે તે ધર્મ આ છે – બધે સમત્વ જાળવી દઢ બનીને ઈદ્રિને વશમાં રાખીને (૧૨, ૪), નિર્કન્ધ થઈને સુખદુઃખ, લાભાલાભની પરવા ન કરીને (૨, ૩૮) સકળનું કલ્યાણ વાંછીને (૩, ૨૫), કેઈથી દ્વેષ કે વેર ન રાખીને (૧૧,૫૫), લેકકલ્યાણમાં ચિત્ત પરેવીને (૫, ૨૫, ૧૨, ) Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ ગીતા અને કુરાન બીજાઓ પ્રત્યે પિતાની ફરજેને અદા કરે છે (૧૮, ૯) તે જ ધર્માત્મા છે. ગીતા કહે છે કે નરકનાં ત્રણ દ્વારે છે – કામ, ક્રોધ અને લેભ (૧૬, ૨૧). સંસારીઓ માટે આ જ ગીતાધર્મને સાર છે. આને જ ગીતા સાચી ઈશ્વરભક્તિ માને છે (૧૨, ૧૩ થી ૨૦ ); ગીતાનું કથન છે કે, “ જેનાથી લોકો ઉગ નથી પામતા, જે લેાકેથી ઉગ નથી પામતે, જે હર્ષ, ક્રોધ, અદેખાઈ, ભય, ઉદ્વેગથી મુક્ત છે તે મને (ઈશ્વરને) પ્રિય છે” (૧૨, ૧૫). આથી વિરુદ્ધ–“સ્વાર્થ સારુ ઘમંડી થઈને જે મહેનત કરે છે, તપ કરે છે અને પરિશ્રમ વેઠે છે તેનાં સર્વ કામ આસુરી છે અને ઈશ્વર તેવા મનુષ્યને ચાહતે નથી” (૧૬, ૫, ૬). આ રીતે “સ્વાર્થને દૂર કરીને, બીજાઓ પ્રત્યેની પોતાની ફરજે અદા કરવામાં લાગે રહેનાર, સર્વની ભલાઈ કરનાર સાચા જ્ઞાનને પામી શકે છે.” સાચું જ્ઞાન એ જ છે કે મનુષ્ય પિતાની પરે સૌને” (૫, ૭, ૬, ૩૨), “પિતામાં સૌને” (૬, ૨૯), “સૌને ઈશ્વરમાં” અને “સૌમાં એક ઈશ્વરને” જુએ (૬,૩૦,૩૧). આ રીતે જ, “આત્મસંયમ” તથા પર-સેવા” મારફત મનુષ્ય “પિતાના આત્માને શુદ્ધ કરતો કરતે આત્મોન્નતિને માર્ગે જઈ શકે છે, અને ત્યાર પછી પોતામાં” અને “સૌમાં” એ પરમાત્મા કે જે સર્વ તિઓને તિ છે (૧૩, ૧૭) તથા સૌના હૃદયમાં વસે છે (૧૫, ૧૫) તેનાં દર્શન તે કરે છે તથા મેક્ષ પામી શકે છે (૩, ૧૯; ૫, ૧૬, ૧૭, ૩૦). આ છે ગીતાધર્મને સાર. Page #160 -------------------------------------------------------------------------- ________________ હિંદુઓમાં ઘણી ગીતાઓ છે જેવી કે રામગીતા, શિવગીતા, અષ્ટાવક્ર ગીતા વગેરે. જે વસ્તુ ગાઈને કે લય સાથે કહેવાઈ હોય તેનું નામ છે ગીતા. પરંતુ ગીતા નામના ઉચ્ચારણથી ભગવદ્ગીતાને જ ભાવ ઉત્પન્ન થાય છે. કુરાનને અર્થ એ છે કે જે વસ્તુ વંચાઈ કે જાહેરમાં કહેવાઈ હોય. ખુદ કુરાનમાં કુરાનના જુદા જુદા અંશેને તથા કુરાન પહેલાંના ધર્મગ્રંથને “કુરાન' નામ અપાયું છે. મૌલાના રૂમનો મશહુર મસાવી ગ્રંથ “ફારસી ભાષામાં કુરાન” કહેવા છે. ગીતામાં પણ ગીતાના જુદા જુદા અધ્યાયને ગીતાનું નામ દેવાયું છે. શ્રીકૃણે બંસરીના લચ સાથે ઉપદેશ દી છે. મૌલાના રૂમીએ બંસરીના ઉ૯લેખથી ગ્રંથને આરંભ કર્યો છે અને પોતાના ગ્રંથને અલ્લાહની બંસરીનો અવાજ કહ્યા છે. એક બ્રહ્મનાદ સકળ બ્રહ્માંડમાં ગુંજી રહ્યા છે એ સત્ય છે. ગીતા હિંદુસ્તાનનું કુરાન છે ને કુરાન અરબસ્તાનની ગીત છે. – ખૂબુલાલ શાહ કલંદર Page #161 -------------------------------------------------------------------------- ________________ राम और रहीम (१) तुम राम कहो, वह रहीम कहें, दोनोंकी गरज अल्लाहसे है, तुम दीन कहो, वह धर्म कहें, मंशा तो असीकी राहसे है. तुम अिश्क कहो, वह प्रेम कहें, मतलब तो असीकी चाहसे है, वह योगी हों, तुम सालिक हो, मकसूद दिले आगाहसे है. क्यों लड़ता है मूरख, बंदे ! यह तेरी खाम खयाली है, है पेड़की जड़ तो ओक वही, हर मजहब अक अंक डाली है. (२) बनवाओ शिवाला या मसजिद, है आँट वही, चूना है वही, मेमार वही, मजदूर वही, मिट्टी है वही गारा है वही. तकबीरका जो कुछ मतलब है, नाकूसका भी मंशा है वही, तुम जीनको नमाजें कहते हो, हिन्दुके लिये पूजा है वही. फिर लड़नेसे क्या हासिल है ? जी फहम हो तुम नादान नहीं. जो भाई पै दौड़ें गुर्रा कर वह हो सकते अिनसान नहीं. (३) क्या कत्ल व गारत खूरेजी तारीफ यही ीमानकी है ? क्या आपसमें लड़कर मरना तालीम यही कुरआनकी है ? अिन्साफ करो, तफसीर यही क्या वेदोंके फरमानकी है ? क्या सचमुच यह खूखारी ही आला खसलत अिनसानकी है ? तुम जैसे बुरे आमाल पे अपने कुछ तो खुदासे शर्म करो! पत्थर जो बना रक्खा है 'सीद' अिस दिलको जरा तो नर्म करो! Page #162 -------------------------------------------------------------------------- ________________ ગીતા અને કુરાન કુરાન Page #163 -------------------------------------------------------------------------- ________________ અલ્લાહે પતે આ ગ્રંથ (કુરાન) તમારા (મહંમદ સાહેબના) ઘટમાં ઉતાર્યો છે. એની કેટલીક આયતો (વચન) “મુહકમાત” એટલે કે આખરી હક છે તે જ આ ગ્રંથની જડ રૂપે છે; બાકીની આયતો “મુતશાબેહાત” એટલે કે દૃષ્ટાંત–રૂપક જેવી છે. જે વક્રદાષ્ટવાળા છે તેઓ કુરાનના આ (રષ્ટાંત–ઉપમાવાળા ભાગને આશરે લે છે અને લડાઈઝઘડા કરવા ચાહે છે, અને પિતાને મનફાવતે અર્થ કરે છે. પરંતુ કુરાનને સાચો અર્થ તો એક અલાહ અને જ્ઞાનીઓ સિવાય બીજા કોઈ જાણતા નથી; જ્ઞાનીઓ કહે છે કે આ ઈશ્વરી બક્ષિસ છે. દીર્ઘદ્રષ્ટિવાળા જ આની પરવા કરે છે. –-કુરાન, ૩-૬ Page #164 -------------------------------------------------------------------------- ________________ કુરાન ઇસ્લામ ધર્મના પયગંબર હજરત મહંમદ સાહેબ વિરલ મહાત્માઓમાંના એક હતા. વર્ષોનાં તપસ્યા, એકાંતવાસ, અનશન પછી અરબસ્તાનની પતિત અવસ્થાના કાળમાં ઇશ્વરે તેમને ( મહંમદ સાહેબને) સ્વદેશના તથા સમસ્ત સંસારના હિતના માર્ગ દાખવ્યેા. ઇસ્લામ ધર્મના પ્રચાર કરે તે પહેલાં તેમની ઉંમર ચાલીસ વર્ષની થઈ ચૂકી હતી. ત્રેસઠમે વરસે તેમણે પેાતાની લીલા સંકેલી લીધી. આ તેવીસ વર્ષો દરમ્યાન જ્યારે મહંમદ સાહેબને આત્મવેદના થતી અથવા તેા માર્ગ સૂઝતા નહીં ત્યારે તેઓ ભારે કંદન સાથે ઈશ્વરની પ્રાર્થના કરતા હતા. એમનું શરીર ધ્રુજી ઊઠતું; કયારેક તેઓ ચાફાળ ઓઢી સૂઈ રહેતા. ચાફાળ આંસુ તથા પરસેવામાં તરખેાળ થઈ જતા. કયારેક તેઓ અન્ન તથા પાણી વિના પડયા રહેતા; છેવટે તેઓ ઊઠતા ત્યારે જે વેણેા તેઓ ઉચ્ચારતા તેને ઈશ્વરી આદેશરૂપ તેઓ લેખવતા હતા. તેવીસ વર્ષના ગાળામાં આ રીતે પ્રસંગોપાત્ત મહંમદ સાહેબ જે ઉચ્ચારતા તેના સંગ્રહનું નામ છે ‘ કુરાન ’. > < ' ‘ કુરાન ” શખ્સ કેરા ’થી બન્યા છે. તેને અર્થ છેઃ જાહેર કરવું કે વાંચવું. સંસ્કૃત · કું', અંગ્રેજી ‘કાઈ', અરખી ‘ કેરા ’ ત્રણેનાં મૂળ એક છે. કુરાન ’ ના શાબ્દિક અર્થ છે. જાહેર થઈ શકે અથવા વાંચી શકાય તે; લક્ષ્યાર્થ " છે - ધર્મગ્રંથ. ૧૫૫ Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ ગીતા અને કુરાન ઈસ્લામ પહેલાં યહૂદીઓ પિતાના ધર્મગ્રંથને “કરાહ”ને નામે ઓળખતા હતા. યહૂદીઓની ભાષા ઈબરાની તથા અરબની અરબી એકમેક સાથે મળતી આવે છે. “કુરાન” અને “કરાહને અર્થ પણ સમાન છે. ખુદ કુરાનમાં પિતાની પહેલાંના ધર્મગ્રંથને “કુરાનનું નામ આપવામાં આવ્યું છે (૧૫-૮૦,૯૧). મહંમદ સાહેબનાં બીજાં સર્વ ઉપદેશે, વાતે તથા દંતકથાઓ “હદીસ” કહેવાય છે. તે ઈશ્વરી સંદેશ મનાતા નથી. આ પ્રમાણે તેવીસ વર્ષોમાં કુરાનના જે જે ભાગો જુદે જુદે સમયે પ્રાપ્ત થતા ગયા તે તે મહંમદ સાહેબની આજ્ઞા પ્રમાણે તાડપત્ર, ચામડાના ટુકડા કે લાકડાની પટીઓ કે પથ્થરપાર્ટી પર ઉતારી લેવામાં આવતા હતા. કેઈક એ વાંચવા લઈ જતા, કેટલાકને તે કંઠસ્થ થઈ ગયા હતા. આ તાડપત્રે કે ચર્મપટ્ટીઓ વગેરે એક પિટીમાં જેમ તેમ ખડકી દેવાયાં હતાં. સંગ્રહ વધતે જ ગયે. એમાંના કેટલાક ભાગ મહંમદ સાહેબના સમયમાં જ એમની સૂચના મુજબ જુદી જુદી સૂરાઓ(અધ્યાય)માં સાંકળી લેવાયા હતા. કુરાનમાં કહેવાયું છે – “અલ્લાહ ચાહે તે આયતને રદ કરી દે છે અથવા લોકોના સ્મરણપટ ઉપરથી ભૂંસી નાખે છે, અને એને બદલે બીજી અથવા તેથી વધારે સુંદર આયત મૂકી દે છે, કારણ કે અલ્લાહ સર્વશક્તિમાન છે.” (૨–૧૦૬) વળી એક ઠેકાણે કુરાનમાં કહેવાયું છે, “ અલ્લાહ એક Page #166 -------------------------------------------------------------------------- ________________ કુરાન ૧૫૭ આયતને બદલે ખીજી ગાઠવે છે અને અલ્લાહ જ સર્વે કરતાં વધારે સારી પેઠે સમજે છે કે તે શે સંદેશ કે આદેશ પાઠવે છે” ( ૧૬-૧૦૧). આ રીતે મહંમદ સાહેમના જીવતાં સુધીમાં સાઠ આય ર થઈ ગઈ હતી; અને બાકીની બીજી કેટલીક એમના પછી રદ્દ થયેલી મનાવા લાગી.* કુરાનની • આયત’ એ વેઢ્ઢાની ઋચા 'ના સમાન અર્થમાં છે. મહંમદ સાહેબ પછીના પહેલા ખલીફા અમુક સાહેબે પેટીમાં ભરી રાખેલ સર્વ ઉપલબ્ધ ટુકડાઓને તથા કંઠસ્થ ભાગેાને મેળવીને પહેલી વાર ૧૧૪ સૂરાઓને! સંગ્રહ તૈયાર કરાજ્યેા; અને આ સંગ્રહુ મહંમદ સાહેબનાં વિધવા હિસા પાસે રાખ્યા. પણ આ જુદા જુદા ભાગેાની કેટલીક નકલેા ખીજાએ પાસે પણ હતો. જેમને જે જે ભાગેા માઢ હતા તેઓએ તે તે લખી લીધા હતા. આનું પરિણામ એ આવ્યું કે મક્કામાં, મદીનામાં તથા ઈરાકમાં દસપંદર વરસામાં કેટલાંયે કુરાને અસ્તિત્વમાં આવ્યાં. છેવટે મહંમદ સાહેબ પછી વીસ વરસે ત્રીજા ખલીફા ઉસમાને જે આવૃત્તિ અબુબક્કે તૈયાર કરાવી હતી તેને પ્રમાણભૂત જાહેર કરી અને તેની નકલેા સર્વ પ્રાંતમાં માકલાવી અને ખીજા પ્રકારની નકલા પ્રચારમાં આવી હતી તે પાતા પાસે મંગાવી લીધી અને તેને ખાળી દીધી; * ધી વિઝ્ડમ ઑફ ધી કુરાન', લેરુ મહંમદ્દ મુહતર પાશા, પ્રસ્તાવના, પૃ. ૪૫ Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ ગીતા અને કુરાન જેથી એક જ આવૃત્તિ સાચી લેખાય, તથા તેમાં હેરફેરને અવકાશ ન રહે. કુરાનની તે જ સંકલન આજે પ્રચલિત છે. આટલું કરવા છતાયે આજે સાડાતેરસે વરસ પછી સાત જાતનાં કુરાન ઉપલબ્ધ છે. આ બધામાં ફરક એ છે કે કેઈકમાં એક આયતની બે આયત કરવામાં આવી છે, આયતની કુલ સંખ્યામાં તફાવત છે. એક કુરાનમાં ૬૦૦૦, બેમાં ૬ર૧૪, એકમાં ૬૨૧૯ એકમાં ૬ર૩૬, એકમાં ૬૨૨૬ તથા એકમાં ૬રર૫ આયતે છે. પરંતુ લખાણ સૌનું એક જ છે તથા શબ્દોની સંખ્યા પણ તેટલી જ છે. આ બધું હોવા છતાંયે એક અડચણ એ આવે છે કે જે કમમા કુરાનના ભાગે મહંમદ સાહેબ મારફત મળતા રહ્યા તે કમ જળવા નથી સૂરાઓ તેમ જ આયતે આઘાપાછાં થઈ ગયાં છે. કઈ આયત ક્યા સંજોગોમાં ક્યારે મળી તે જાણવું મુશ્કેલ થઈ પડે છે. મોટા ભાગની આયતોના સમય સંજોગ સાંધી શકાય છે પણ ઘણું આયતે અંગે વિદ્વાનોમાં મતભેદ છે. તેથી આજના ક્રમમાં કુરાન વાંચવામાં સામાન્ય પાઠકને અગવડ નડે છે. જેઓ અરબી ભાષા જાણે છે તથા તેનું આસ્વાદન કરી શકે છે અથવા તે જેઓ શ્રદ્ધાપૂર્વક વગર સમજે વિચાર્યું વાંચી જાય છે. તેમની વાત જુદી છે. પણ બીજાઓ કે જેઓ કુરાનને ગ્રહણ કરવા ચાહે છે તેમને માટે અસલ કુરાનથી કે તેના ક્રમબદ્ધ તરજુમાથી વિશેષ લાભ થતો નથી. જુદા જુદા વિષયે ઉપરની જુદી જુદી આયતોની પસંદગી તેમને કુરાનના અભ્યાસમાં વધારે સહાયક બની શકે છે. Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૫૯ કુરાન કુરાનની ભાષા અરબી ભાષાના દેશી તથા વિદેશી વિદ્વાનાને મત છે કે કુરાનની ભાષા ઉત્કૃષ્ટ, સુંદર તથા રસિક છે; તે કવિતામય ગદ્ય છે. કુરાનના સરસ તરન્નુમા કરવાવાળા અંગ્રેજ જોર્જ સેલ લેખાયા છે; એમના અભિપ્રાય છેઃ << · કુરાનની શૈલી સાધારણ રીતે સુંદર તથા નદીના પ્રવાહ જેવી છે. એક એક આયતમાં ઘણી વાતે થાડા શબ્દોમાં કહેવાઈ છે. કયાંક કયાંક તા અર્થ સ્પષ્ટ થતા નથી. વચ્ચે વચ્ચે સુંદરતા વધારવા માટે પૌરસ્ટ્સ ઉપમાઓએ તથા આકર્ષક ને તેજસ્વી વાકયોએ રચનાને વધારે પ્રાણદાયી બનાવી છે. ઘણાં સ્થળોએ ખાસ કરીને જ્યાં અલ્લાહનું કે તેમના ગુણાનું વર્ણન કરવામાં આવ્યું છે ત્યાં ભાષા ખૂબ જ ઊંચી તથા એજસ્વી ખૂની છે. * કુરાનને પાઠ કરવાની પદ્ધતિએ જુદા જુદા મુસલમાન પંડિતાએ જુદી જુદી પાડી છે જે રીતે હિંદુ વિદ્વાનાએ વેદપાઠ કરવાની. મહંમદ સાહેબ પહેલાંના અર વિષયવાર આયતેનું સંકલન આગળ ઉપર કરવામાં આવ્યું છે. આશા છે કે આ પદ્ધતિ કુરાનના અભ્યાસીએ માટે વધારે સુગમ લેખાશે. આ આયતે ઉપરાંત કેટલીક એવી આયતા છે કે જેમાં અગાઉની કામના ઉલ્લેખ છે. આ જાતિઓએ જુદા જુદા કાળમાં ધર્મને તથા સન્માર્ગને ભૂલીને કાં કાં ભ્રમણુ કર્યું. તથા તેમને શાં શાં માઠાં પ્રીલિમિનરી ડિસ્કાર્સ, લે॰ સેલ, પૃ. ૪૪ Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ ગીતા અને કુરાન પરિણામે વેઠવાં પડ્યાં તે વાતનો ઉલ્લેખ આવી કેટલીક આયતમાં છે. કેટલીક આયતો એવી છે કે જે ખાસ પ્રસંગે ખાસ માણસો માટે આદેશરૂપ હતી. કુરાન સમજવા પ્રયત્ન કરનારે તે વેળા આરબાની દશા કેવી હતી તેનું આખું દર્શન કરી લેવું જરૂરી છે. મહંમદ સાહેબના જન્મકાળમાં આરબે નાનામોટા હજારે કબીલાઓ (વાડાઓ)માં વહેંચાયેલા હતા. આ કબીલાઓમાં છાશવારે લડાઈ થતી. દરેક કબીલે પિતાને સ્વતંત્ર માનતો હતે. દરેક કબીલાને એક ઇષ્ટદેવ હતો. કેઈને દેવ પથ્થરને, કોઈને લાકડાને, તે કેઈ ને ગૂંદેલા આટાનો બનાવેલ હતું. કેઈ દેવ નર કે નારી રૂપે હતો ત્યારે કોઈક દેવની આકૃતિ જાનવરની કે ઝાડની રહેતી અથવા કોઈની સિકલ ન પરખાય એવી હતી. કેટલાક અનેક દેવદેવીઓને પૂજનારા હતા. મોટા ભાગના આરઓમાં “એક અલ્લાહની કે એક ધર્મની ભાવના ન હતી. દુશમનાવટ ધરાવતા હજારે કબીલાઓનું સંગઠન કરાવી શકાય એવી શક્તિ કેઈનામાં ન હતી. આને પરિણામે દેશના મોટા ભાગ ઉપર જુદી જુદી પ્રજાઓએ પિતાની સત્તા જમાવી રાખી હતી. ઉત્તરમાં રેમના ખ્રિસ્તી શહેનશાહનું, પૂર્વમાં ઈરાનના ખુસરનું તથા દક્ષિણમાં તથા પશ્ચિમમાં ઈથિયોપિયાના ખ્રિસ્તી બાદશાહનું રાજ્ય હતું. આ પ્રમાણે અરબસ્તાનને અરધા કરતાં વધારે ભાગ બીજાઓના હાથમાં હતું. Page #170 -------------------------------------------------------------------------- ________________ કુરાન દુરાચારની હદ ન હતી, મદિરાપાનથી ઘણાખરા આર મરણ પામતા હતા; દારૂ સાથે જુગાર પ્રચલિત હતો. જુગારમાં સ્થાવર તથા જંગમ મિલક્ત હારી જવા ઉપરાંત પિતાના દેહના સોદા થતા હતા અને આવી બાજી હારી જતાં ગુલામી સ્વીકારવી પડતી હતી. ગુલામેને જાનવર પેઠે રાખવામાં આવતા હતા; એટલે કે તેમની લેવડદેવડ બજારભાવે થતી હતી. આ વેપાર એટલી હદે થતો હતો કે ધાવણ ધાવતાં બાળકોને માથી અળગાં કરવામાં આવતાં હતાં. મા કઈકને ત્યાં વેચાઈ હોય તે ધાવણ ધાવતે દીકરે કઈકને ત્યાં. ગુલામને મારી નાખવા માટે સજા થતી નહીં. ગુલામ સ્ત્રીઓ સાથે દુર્વ્યવહાર કરવામાં પાપ મનાતું ન હતું અને ક્યારેક ક્યારેક આવી સ્ત્રીઓ પાસે વેશ્યાને બંધ કરાવી તેને શેઠ કમાણી કરતો હતો. આર પિતાના દુરાચારનાં વખાણ કરવામાં ગર્વ લેતા હતા. સ્ત્રીઓ પ્રત્યેનું આરએનું વર્તન નિંદ્ય જ હતું. સ્ત્રીએને એક અધિકાર પ્રાપ્ત ન હતે. પુરુષ ફાવે તેટલાં લગ્ન કરી શકો અને ફાવે ત્યારે છૂટાછેડા કરી શકતો હતે. અનેક પતિઓને રિવાજ પણ હતું. અઠવાડિયાના દિવસે અમુક અમુક પતિ માટે મુકરર થયેલા રહેતા. બાપના મરણ પછી એની પત્નીએ વડા દીકરાની પત્નીઓ મનાતી, જે માની કૂખે વડા દીકરાને જન્મ થયો હોય, અથવા તે તે સ્ત્રી કે જેનાં ધાવણ તે ધાવ્યો હોય તેને ગી–૧૧ Page #171 -------------------------------------------------------------------------- ________________ ગીતા અને કુરાન અપવાદ હતે. આ સિવાયના બીજા સગાઈ સંબંધે બંધનકારક મનાતા ન હતા. કેઈને પિતાને જમાઈ બનાવ એ આરએને માટે કારી ઘા મનાતે. ક્યારેક ક્યારેક તે છોકરીને જન્મતાં જ અથવા પાંચ-છ વર્ષની થતાં જીવતી દાટી દેવામાં આવતી. જેઓ વેપાર કરતા હતા તેમાં વ્યાજ લેવાને રિવાજ હતે. બહાદુરી, પરોણાગત, ટેક વગેરે કેટલાક સદ્ગણે પણ આરમાં હતાપણ અવગુણનું પ્રમાણ વધારે હતું તેથી તેમની સ્થિતિ ડામાડોળ હતી. આવા દેશમાં અને લોકોમાં હજરત મહંમદ સાહેબ તથા કુરાને જન્મ લીધે. કુરાનને સમજવા માટે તે સમયની પરિસ્થિતિ ધ્યાનમાં રાખવી જરૂરી છે. કુરાનને પ્રભાવ કુરાનના ઉપદેશોએ મદિરાપાન, જુગાર, વ્યાજખોરી છોકરીઓની હત્યા જેવા આરબના અનીતિમય રિવાજે તથા દુર્ગણોને સમૂળ દૂર કર્યા હજારે દેવદેવતાઓને પૂજવાવાળાઓને એક નિરાકાર ઈશ્વર તરફ વાળ્યા; શત્રુતા રાખનાર હજારે કબીલાઓમાં એક પ્રજાની ભાવના પેદા કરી, આરબના જીવનવ્યવહારમાં શુદ્ધતા આણી તથા તેમનામાં જ્ઞાનને શોખ જગાડ્યો તથા અરબસ્તાનના જે જે ભાગો પરાધીન હતા તેને તેને સ્વતંત્ર ર્યા તથા આરબનું પિતાનું રાજ્ય સર્વત્ર અરબસ્તાનમાં કાયમ કરાવ્યું. આ સર્વ કામે તેવીસ વર્ષમાં પૂરાં થયાં. Page #172 -------------------------------------------------------------------------- ________________ કુરાન ૧૬૩ મહંમદ સાહેબે લીલા સંકેલી ત્યા પછીનાં સેા વર્ષોની અંદર અંદર આ નવા ધર્મ ચીનની સરહદથી આટલાંટિક મહાસાગર સુધી એશિયા, આફ્રિકા તથા યુરોપ આ ત્રણે ખંડામાં પ્રસરી ગયા. આ આખાયે પશ્ચિમ એશિયામાં, ઉત્તર આફ્રિકામાં તથા અરધા યુરોપમાં આરએાની સત્તા સ્થપાઈ ગઈ, તથા જુદા જુદા હુન્નરઉદ્યોગામાં તથા વિજ્ઞાનામાં પાશ્ચાત્ય દુનિયામાં અરબસ્તાન મૈાખરે મનાવા લાગ્યું. આજે દુનિયાના ત્રીસ કરોડથી વધારે માનવીએ કુરાનને માનવાવાળા છે તથા દુનિયાના કોઈ ભાગ એવા નથી કે જ્યાં આ પુનિત પુસ્તકથી જીવન પવિત્ર કરનાર કાઈ ન હાય. કુરાનના પ્રભાવનું તથા તેના નિર્ણયાનું વર્ણન કરતાં એક યુરેપિયન વિદ્વાન લખે છે : “ જો કાઈ પણ પુસ્તકનું મૂલ્ય તેનાં એકંદર પરિણામાથી તથા મનુષ્ય જીવન ઉપર તેને શે! પ્રભાવ પડયો તેનાથી આંકવું હોય તેા દુનિયાના મહાન ગ્રંથામાં કુરાનનું સ્થાન છે.” યુરેપના એક માસિક પત્રે પાશ્ચાત્ય વિદ્યાપીઠાના પ્રાધ્યાપકને તથા પંડિતાને કેટલાંક વર્ષોં પહેલાં પ્રાર્થના કરી હતી કે, તેઓ દુનિયાના સા મહાન ગ્રંથેાની યાદી તંત્રીને મેાકલાવે. સેંકડા ઉત્તરી આવ્યા; અને તે પરથી જાણવા મળ્યું કે હજરત ઈશુ પહેલાંના હજાર વર્ષ જૂના ઈલિયડ ’ને પ્રથમ સ્થાન મળ્યું; અને ખીજું સ્થાન · કુરાન ’ ને લાધ્યું. ! અભિપ્રાય આપનારાઓએ ૬ કુરાન ’ને અસલ રૂપે આ એટલે કે અરખી ભાષામાં વાંચ્યું ન હતું. : * • ઇસ્લામ’, લે॰ મેજર આર્થર ગ્લીન લીએનાર્ડ, પૃ. ૧૦૫-૧૦૬ Page #173 -------------------------------------------------------------------------- ________________ કુરાન અને તેને ઉપદેશ અલ-કતિહા કુરાનની પહેલી સૂરા (અધ્યાય) નું નામ છે અલ-ફતેહા. આ સૂરાને “કુરાનલ અઝીમ' (૧૫-૮૭) એટલે કે મોટું કુરાન' પણ કહેવાય છે. જે રીતે આખા ગ્રંથને “કુરાન'નું નામ અપાય છે તેવી જ રીતે દરેક સૂરાને પણ “કુરાન” કહેવાય છે. ખુદ મહંમદ સાહેબ આ સૂરાને ઉમ્મુલ કુરાન” (કુરાનની મા) કહેતા હતા. આ સૂરા કુરાનના સારરૂપે મનાય છે, અને દરેક મુસલમાન પિતાની પ્રાર્થનાઓમાં આ સૂરા વારંવાર ઉચ્ચારે છે. અલ-ફતેહાને અર્થ “ઊઘડવું” અથવા “શરૂ” થવું એમ છે. “અલ્લાહ! તારા નામથી આરંભું છું. તું દયાસાગર તથા કૃપાળુ છે. અલ્લાહ ! તારી સ્તુતિ કરું છું. તું સઘળાને પાલન• હાર છે. “તું દયાવંત તથા કૃપાળુ છે. તું તે દિવસને સ્વામી છે કે જ્યારે સૌને પોતપોતાનાં ફળ ભોગવવાં પડશે. “હે અલ્લાહ! અમે તારી જ પ્રાર્થના કરીએ છીએ ને તારું જ શરણું શોધીએ છીએ. * બુખારી Page #174 -------------------------------------------------------------------------- ________________ કુરાન અને તેને ઉપદેશ “તું અમને સન્માર્ગે લઈ જા.” તે રસ્તો કે જે તારાં પાપાને છે; તે રસ્તે નહીં કે જેમનાથી તું નારાજ છે અને જેઓ ભૂલ્યાં ભટકે છે” (૧-૧ થી ૭). ઈસ્લામના મૂળભૂત સિદ્ધાંત કહી દે કે અલ્લા એક છે, અન્ય સૌ એના આધારે ટકે છે; તે નથી જન્મ ધારણ કરતે કે નથી કોઈને જન્માવતી; તે અજોડ છે” (૧૧૨–૧ થી ૪). આ ગ્રંથ (કુરાન) તે નિ:સંદેહ તે લે કો માટે છે કે જેઓ બૂરાઈથી બચવા માગે છે; આ ભોમિયારૂપ છે. જેઓ પરલેકમાં માને છે, જેમાં પ્રભુની પ્રાર્થના કરતા રહે છે અને ઈશ્વરે આપેલમાંથી માગનારાઓને દાન દેતા રહે છે; અને જેઓ તે જ્ઞાન અને ઉપદેશ ઉપર શ્રદ્ધા રાખે છે કે જે ઈશ્વરે તમને બક્ષેલ છે અને જેઓ મહંમદ સાહેબ પહેલાં અલ્લાહે બીજા અવતારી પુરુષને બક્ષેલ હતું તેના ઉપર પણ શ્રદ્ધા રાખે છે કે જેઓ મરણ પછીના જીવનમાં વિશ્વાસ રાખે છે; આવા લોકો જ પિતાના પાલનહારની ભણી સન્માર્ગે જઈ રહ્યા છે અને આવા લોકો જ કલ્યાણને પામશે” (૨–૨ થી ૫). ઈશ્વર અને તેને મહિમા શું તમે નથી જતા કે આકાશમાં તથા પૃથ્વી પર રહેનારાં ચકલી ચકલા જેવાં પણ ઈશ્વરનો મહિમા ગાય છે? એ તેથી તે કારમાં બા ની પર * મને નય સુuથા – વૃંદ Page #175 -------------------------------------------------------------------------- ________________ ગીતા અને કુરાન પ્રભુ સૌની અર્ચના-પ્રાર્થના - સ્તુતિ સાંભળે છે ને તેઓ જે કાંઈ કરે છે તે તે જાણે છે. “અલ્લાહ જ આકાશનો તથા ધરતીને સ્વામી છે અને છેવટે સૌએ ઈશ્વરમાં જ લીન થવાનું છે. “શું તમે નથી જાણતા કે ઈશ્વર વાદળોને ખેંચી લઈ જાય છે, તેને ભેગાં કરે છે અને તેમાંથી મેહ વરસાવે છે? તે પર્વત જેવાં મોટાં વાદળાંઓ મોકલે છે ને તેમાંથી કરા વરસાવે છે. એની ઈચછાનુસાર એ કરાના વરસાદથી કઈકને નુકસાન પહોંચે છે તથા કઈક બચી જાય છે. એણે મોકલેલ વીજળીને ચમકાર આંખને આંજી દે છે. અલ્લાહ જ રાતમાંથી દહાડે ને દિવસમાંથી રાત કરે છે. જેઓ આ સઘળું જોઈ સમજી શકે છે તેમને આમાંથી જ્ઞાન મળી જાય છે. “અલ્લાહે પાણીમાંથી પ્રાણીઓ પેદા કર્યા આ પ્રાણીઓમાંનાં કઈક પેટે ચાલે છે, કેઈક બે પગ પર ને કાઈક ચાર પગો પર ચાલે છે. ઈશ્વર જે ચાહે તે બનાવે છે. તે સર્વશક્તિમાન છે” (૨૪-૪૧ થી ૪૫). તેણે આકાશ ને જમીન બનાવ્યાં છે; . . . તેણે સર્વ ચીજો સરજાવી છે, તે સૌને ઓળખે છે. તે અલ્લાહ જ સૌને પાલનહાર છે, તેના સિવાય બીજે કોઈ અલ્લાહ નથી.* તે સર્વ સૃષ્ટિનો સરજનહાર છે, તેથી તેનું જ પૂજન કરે, સૌ એને વશ છે. (આપણ) આંખે એને દેખી શકતી નથી પણ તે સૌ આંખોને જુએ છે. તે સૂકમમાં સૂક્ષ્મ વસ્તુને જાણે છે, તે સર્વજ્ઞ છે” (૬-૧૦૨ થી ૧૦૪). * વાદિતી –તે એક જ છે, બીજો નહીં– ઉપનિષદ Page #176 -------------------------------------------------------------------------- ________________ કુરાન અને તેને ઉપદેશ ૧૬૭ તે જ અલ્લાહ છે, તેના વિના બીજો કોઈ ઈશ્વર નથી; તે અનાદિ, અનન્ત તથા સ્વયંભૂ છે, તે સર્વવ્યાપી છે તથા સદા જાગ્રત છે; આકાશ ને જમીન ઉપર જે કાંઈ છે તે સર્વ તેનું છે. જ્યાં સુધી એનો આદેશ ન થાય ત્યાં સુધી કોઈ એના કામમાં માથું ન મારી શકે; તે અમારી ભૂતકાળની તથા ભવિષ્યની વાતો જાણનારે છે (તે ત્રિકાળજ્ઞાની છે). અમે તેના જ્ઞાનભંડારમાંથી એની ઈચ્છા પ્રમાણેનું જ પામી શકીએ છીએ; આકાશ ને જમીન એનાં કાર્યક્ષેત્ર છે. તે આ સૌનું રક્ષણ કરે છે, તેને કદી થાક લાગતું નથી, તે સૌથી ઊંચે ને મોટે છે” (૨-૨૫૫). “જ્યારે મારા ભક્તો મારે વિષે તમને પૂછે તે કહી દેજે કે ખરેખર તે તેમની સમીપમાં છે, જ્યારે કોઈ મારી પ્રાર્થના કરે છે ત્યારે હું તેને ઉત્તર આપી દઉં છું તેથી મનુષ્યોએ અલ્લાહ ઉપર વિશ્વાસ રાખવો જોઈએ; ઈશ્વરને આદેશ માનવો જોઈએ જેથી સન્માર્ગે જઈ શકાય” (૨ – ૧૮૬). સાચે જ અલ્લાહે મનુષ્ય પેદા કર્યા છે. માનવીના હૃદયમાં જે સ્કુરે છે તે ઈશ્વર જાણે છે તથા મનુષ્યની નસો કરતાં પણ ઈશ્વર મનુષ્યની વધારે નિકટ છે” (૫૦ – ૧૬ ). “મનુષ્યને જે દુઃખ નડે છે તે તેમની પોતાની કરણીનાં ફળ છે; છતાંય ઈશ્વર તે ઘણા દોષે માફ કરી દે છે.” (૪૨ – ૩૦). કહી દે હે ઈશ્વરભક્તો ! જેમણે પિતાના આત્માને છળે છે, તેમણે નિરાશ ન થવું; સાચે જ ઈશ્વર સર્વ ગુનાએ માફ કરી દે છે. ઈશ્વર ક્ષમા આપનાર દયાળુ છે” ( ૩૯ – ૫૩). ઈશ્વર સૌ દયાવતને દયાવંત છે” (૧૨–૯૨). " Page #177 -------------------------------------------------------------------------- ________________ s ગીતા અને કુરાન જેઓ અણસમજ ભૂલથી બૂરાં કર્મો કરે છે ને તેને પશ્ચાત્તાપ કરે છે તથા પિતાને સુધારે છે તેને ઈશ્વર ક્ષમા આપે છે અને તેમના ઉપર દયા દાખવે છે” (૧૬ – ૧૧૯). જે પાપ કરે છે અથવા તે પિતાના આત્માને છેતરે છે પરંતુ પાછળથી પરમાત્માની ક્ષમા માગે છે તે ક્ષમાગ્ય તથા દયાપાત્ર લેખાય છે. જે પાપ કરે છે, પોતાના આત્માની વિરુદ્ધ વર્તે છે; ઈશ્વર આ સર્વ જાણે છે. “જે કોઈ પિતે દુષ્કર્મો કરે છે ને ગુનેગાર બને છે, પરંતુ પિતાને દોષ બીજા ઉપર ઓઢાડે છે, તે પિતા ઉપર ભારે તહેમત વહેરી લે છે, તે મહાપાપી બને છે” (૪ - ૧૧૦ થી ૧૧૨). પાપ કર્યા પછી જે પસ્તાય છે તથા પિતાને સુધારે છે તેના ઉપર ઈશ્વર દયા વરસાવે છે; કારણ કે ઈશ્વર માફી બક્ષનાર તથા દયાળુ છે” (૫-૩૯). “આ નિઃસંદેહ વાત છે કે જે પિતાનાં પૂર્વ કાળનાં દુષ્કર્મોનું પ્રાયશ્ચિત કરે છે, હવે પછી સીધે રસ્તે ચાલવા લાગે છે તથા સત્કર્મો કરે છે તેને ઈશ્વર ક્ષમા આપે છે” (૨૦–૮૨). “જનસાધારણ એમ કહે છે કે મનુષ્યની સાથે ભલાઈ કરતાં પહેલાં તેને તેનાં પાપોને બદલે મળવો જોઈએ અને એમાં શક નથી કે પાપીઓને પિતાનાં પાપની સજા ભોગવવી પડે છે જેથી બીજાઓ ચેતતા રહે; પણ એક વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે તમારે અલ્લાહ ઇન્સાનેને માફી બક્ષનાર ઈશ્વર છે. જેઓ દેષ કરીને પોતાના આત્માની વિડંબના કરે છે તેને પણ ઈશ્વર માફી આપે છે અને આ વાત પણ સાચી છે કે ઈશ્વર બદલો લેવામાં પણ રેપૂરે છે (૧૩-૬).” Page #178 -------------------------------------------------------------------------- ________________ કુરાન અને તેને ઉપદેશ “ઈશ્વર ક્ષમાવાન તથા માયાળુ છે” (૮૫–૧૫ ). “ઈશ્વર સત્ય રૂપ છે” (૨૨–૬૨). “ઈશ્વર આકાશ તથા પૃથ્વીને પ્રકાશ છે. જાણે કે એક થાંભલા ઉપર દીવો બળી રહ્યો છે, દીવો કાચમાં છે, આ કાચ ઝગમગતા એક તેજસ્વી તારા રૂપે છે, તે જેતૂન (લિવ)ના તેલથી બળી રહ્યો છે; આ નથી પૂર્વનો કે નથી પશ્ચિમનો, જેનું તેલ વગર આંચે પ્રકાશ આપે છે; ઈશ્વર જાતિઓને જ્યોતિ છે. ઈશ્વર ધારે તેને પ્રકાશની તરફ લઈ જાય છે; ઈશ્વર મનુષ્યને દષ્ટાંતો દ્વારા ઉપદેશે છે; ઈશ્વર સર્વજ્ઞ છે” (૨૪-૩૫). “જયાં તમે મોં ફેરવે ત્યાં અલ્લાહનું મુખ છે.(૨–૧૧૫) “પૃથ્વીનાં સર્વ વૃક્ષની લેખિની બનાવી લેવામાં આવે, સાત સમુદ્રો મળીને શાહી બને, અને જે લખવામાં આવે તે પણ ઈશ્વરની વાત પૂરી થઈ શકતી નથી. ઈશ્વર સૌથી મટે ને સર્વજ્ઞ છે” (૩૧-ર૭). નમ્રતાપૂર્વક ડર રાખીને ધીમા સ્વરે સવારે ને સાંજે પિતામાં રહેલ ઈશ્વરને યાદ કરે. અસાવધ થશે નહીં.” (–૨૦૫). દિવસના બને સંધિકાળે (સવારે તથા સાંજે) અને રાત્રિના આરંભના કલાકમાં ઈશ્વરની પ્રાર્થના કરે. સત્કર્મોથી દુષ્કર્મોનું છેદન થાય છે. જે આને વિચાર કરે છે તેને યાદ દેવડાવવા માટે છે. ૧. જ્યોતિષામત્તિક તિઃ-તે પ્રકાશનો પ્રકાશ છે. ગીતા ૨. વિશ્વતોમુવમ-એનું મોઢું ચોમેર છે.—ગીતા ૩. સરખા મહિમ્નસ્તોત્રમાંને શ્લેક : “સુરતવરસાણ જેલિની પત્રકુ . . . --અનુવાદક Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ ગીતા અને કુરાન, ધીરજ રાખે કારણ કે જેઓ બીજાની સાથે ભલાઈ કરે છે તેની ભલાઈનાં ફળ ઈશ્વર કદીયે એળે જવા દેતો નથી” (૧૧–૧૧૪,૧૧૫). સો મનુષ્ય એક કેમ છે “સૌ મનુષ્યો એક જ “વાહિદ ઉમ્મત ૧ એટલે કે એક કેમના છે”(૨–૨૧૩). અને મનુષ્ય આ સિવાય બીજું કાંઈ નથી, સૌ એક કેમ છે” (૧૦–૧૯). સાચે જ તમે સૌ મનુષ્યો એક કામના છે અને એક જ ઈશ્વર સૌને પાલક છે. તેથી સૌ એની જ પ્રાર્થના કરે. લકોએ અલગ અલગ થઈને પિતાના વાડાઓ બનાવ્યા છે પણ સૌને એક જ પ્રભુ પાસે જવું છે” (૨૧-૯૨,૯૩). પૃથ્વી પર ચાલનારાં જાનવર તથા આકાશમાં ઊડનારાં પક્ષીઓ સૌ મનુષ્યની માફક એક એક કોમનાં છે. અમે આ ગ્રંથમાં કોઈને ભૂલ્યા નથી, છેવટે સૌએ એક ઈશ્વર પાસે જવું છે” (૬-૩૮). સૌ ધર્મો એક છે મુસલમાન, યહૂદી, ઈસાઈ કે સાબીર ભલે ગમે તે હેય, જેઓ ઈશ્વરને માને છે, કર્મફલના સિદ્ધાંતમાં વિશ્વાસ રાખે છે, તથા ભલાં કર્મો કરે છે તે સૌને પિતાના પાલક તરફથી સારાં ફળ મળશે એ નિઃસંદેહ છે; એમને કઈ વાતને ભય કે શક નથી” (૨-૬૨; ૫-૬૯). ૧. અરબી “હમત' શબ્દનો અર્થ કામ તથા ધર્મ અને થાય છે. અહીં તે બને અર્થમાં વપરાય છે. ૨. એ કાળને એક ધર્મ જેને માનનારા ઈશ્વરમાં માનવાવાળા હતા જેઓ ઈશ્વરનાં પ્રતીક સૂર્ય ને ચંદ્રને પૂજતા હતા. Page #180 -------------------------------------------------------------------------- ________________ કુરાન અને તેને ઉપદેશ ૧૭૧ “યહૂદીઓ કહે છે કે યહૂદીઓ સિવાય બીજા કઈ સ્વર્ગમાં જઈ શકતા નથી, ઈસાઈએ પણ તેમ જ કહે છે; પણ આ સર્વ મંતવ્ય ખોટાં છે. આ લેકોને કહે કે જો તમે સાચા છે તે તમે તમારાં ધર્મપુસ્તકે વડે સાબિત કરે. ના, જે કઈ પિતાને ઈશ્વરાધીન માને છે અને જે બીજાની સાથે ભલાઈ કરે છે, તેને ઈશ્વર સારું ફળ આપશે જ. તેને ન કોઈ વાતને ભય છે કે શેક” (૨–૧૧૧, ૧૧૨). અને આ પણ નિર્વિવાદ વાત છે કે તમારા (મહંમદ સાહેબ) પહેલાં પણ અમે આ પૃથ્વી પર પયગંબરે પાઠવ્યા છે . . . જુદા યુગ માટેના જુદા ધર્મગ્રંથો છે; ઈશ્વર ધારે તેને રદ કરે છે ને ધારે તેને ચાલવા દે છે. અને આ સર્વ ધર્મપુસ્તકની અસલી ભા–“ઉમ્મુલ કિતાબ'–તો ઈશ્વરની જ પાસે છે” (૧૩-૩૮, ૩૯). દરેક યુગપુરુષ (પયગંબર) જે સંદેશ આપે છે તેની એક કાળમર્યાદા છે, જેની જાણ તમને થઈ જશે”(૬-૬૭). “હે મનુષ્યો ! જે તમારામાં કોઈ યુગપુરુષ આવે અને પ્રભુને સંદેશ સંભળાવે તે તમે સુરક્ષિત છે. જે દુષ્કર્મોથી બચશે અને સત્કર્મો કરશે તેને કઈ પણ વાતને ભય કે શોક નથી” (૭–૩૫). “દરેક કામમાં યુગપુરુષો જમ્યા છે” (૧૦-૪૭). “દરેક કામમાં ધર્મમાર્ગ બતાવનાર જમ્યા છે” (૧૩–૭). “હે મહંમદ ! સાચે જ ઈશ્વરે તમને સત્યનું ભાથું બાંધી મોકલ્યા છે જેથી તમે મનુષ્યોને તેમનાં ભલાં કામ માટે શુભ સંદેશ સુણ ને બૂરાં કામ કરનારને ચેતવણું આપે. કોઈ પણ એવી કામ નથી કે જેમાં દુષ્કર્મો કરનારને ચેતવણી આપનાર ન અવતર્યા હોય” (૩૫–૨૪). Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ ગીતા અને કુરાન “ અને સાચેસાચ અમે તમારા પહેલાંની સર્વ કામેમાં યુગપુરુષા પાઠવ્યા છે” ( ૧૫–૧૦ ). “ અને ખરેખર અમે દરેક કામમાં યુગપુરુષો માકલ્યા છે કે જેથી તેઓ લેકાને ઉપદેશ આપે કે ઈશ્વરને ભજો તથા દૈત્યથી ( બૂરાઈથી ) બચતા રહેા” (૧૩ – ૩૬ ). “ એ નિર્વિવાદ છે કે તમારા પહેલાં ઈશ્વરે સર્વ કામેામાં યુગપુરુષ પ્રકટાવ્યા છે' (૧૬-૬૩). “ અને જે કામમાં પયગંબર મેાકલવામાં આવ્યા તેમને તે જાતિની ભાષામાં સંદેશ આપી મેકલવામાં આવ્યા હતા જેથી લેાકાને તેઓ સ્પષ્ટ રીતે સમજાવી શકે ” ( ૧૪–૪ ). *. કહી દે કે અમે ઈશ્વરને માનીએ છીએ; અને જે જ્ઞાન ઈશ્વરે અમને આપ્યું છે તેને ( કુરાનને ) માનીએ છીએ. વળી તે સર્વે જ્ઞાન કે ધર્મગ્રંથા ઈશ્વરે ઇબ્રાહીમ, ઇસ્માઇલ, ઈસહાક, યાકૂબ, મૂસા, ઈસા, વગેરે યુગપુરુષો તથા તેમની કામેાની મારફત મળ્યા છે તેમાં વિશ્વાસ રાખીએ છીએ. આ સર્વ પયગંબરેમાં અમે કશે। તકાવત જોતા નથી અને અમે અમારી જાત ઈશ્વરને અર્પિત કરી દીધી છે ’ (૨-૧૩૬ ). “ રસૂલ ( મહંમદ સાહેબ) તે જ્ઞાનને માને છે કે જે અલ્લાહે આપેલ છે. જેએ રલમાં વિશ્વાસ રાખે છે તેઓ તે જ્ઞાનને સ્વીકારે છે. તે સૌ એક ઈશ્વરને માને છે, તેના કિરસ્તાઓને ( તેની જુદી જુદી શક્તિઓને ) માને છે, સૌ ઇશ્વરી ગ્રંથાને માન્ય રાખે છે અને ઈશ્વરે પાઠવેલ સર્વ પયગંબરાને પણ માને છે. આ સર્વે પયગંબરામાં અમે કાઈની સાથે કાઈ પણ પ્રકારના ભેદ નથી રાખતા હું પ્રભા ! અમે સૌ તારી ક્ષમા ચાહીએ છીએ, છેવટે સૌએ તારું જ શરણું લેવાનું છે” (૨-૨૮૫ ). Page #182 -------------------------------------------------------------------------- ________________ કુરાન અને તેને ઉપદેશ ૧૭૩ હે મહંમદ! તમને ઈશ્વરે પૂર્ણ જ્ઞાનમાંથી જે કાંઈ આપ્યું છે તેનું મનન કરે અને પ્રાર્થના કરતા રહે. ખરેખર પ્રાર્થના માણસને દુષ્ટતાથી દૂર રાખે છે; ઈશ્વરનું સ્મરણ કરવું એ સારી વસ્તુ છે જે કાંઈ તમે કરે છે તેની જાણ પ્રભુને છે. “અને જેની પાસે બીજા ધર્મગ્રંથે છે તેમની સાથે વાદવિવાદ ન કરે; જે ચર્ચા કરે તે મીઠાશથી કરે; એ લોકોને ત્યજી દે જે જુલમ કરે છે, તેમને કહે કે અમે એ ધર્મગ્રંથને માનીએ છીએ જે અમને આપવામાં આવ્યા છે તથા બીજા ધર્મગ્રંથોમાં પણ વિશ્વાસ રાખીએ છીએ કે જે તમારી પાસે છે; આપણે બંનેને ઈશ્વર એક જ છે અને તેના જ અમે “મુસલિમ ? છીએ એટલે કે તેની ઈચ્છાને અનુસરીએ છીએ” (૨૯-૪૫, ૪૬). દુનિયાભરના આગલા પાછલા સર્વ પયગંબરને દૃષ્ટિ સમક્ષ રાખીને અલ્લાહે કહ્યું છેઃ * “મુસલિમ” અને “ઇસલામ” આ બન્ને શબ્દો જુદી જુદી રીતે વારંવાર કુરાનમાં વપરાયા છે. ઇસલામ” શબ્દ “સલમ ”માંથી નીકળ્યો છે જેને અર્થ છે “ગરદન ઝુકાવવી ' (માથું નમાવવું) એટલે કે પિતાને બીજાની મરજી ઉપર છાડ. “ઇસલામ અને અર્થ છે – પિતાને સર્વસ્વ રીતે ઈશ્વરની ઇચ્છા ઉપર છોડો. મુસલમાન” કે–મુસલિમ ” નો અર્થ છે જેણે પોતાની જાતને ઈશ્વરની ઇચ્છા ઉપર છોડી દીધી હોય. આ અર્થોમાં “ઇસલામ” તથા “મુસલિમ’ શદે કુરાનમાં અવારનવાર વપરાયા છે (૩-૧૯ વગેરે). આ અર્થમાં જ મહંમદ સાહેબ પહેલાંના સર્વ પયગંબરોના ધર્મોને “ઇસલામ’ તથા તેના અનુયાયીઓને કુરાનમાં “મુસલિમ ” ચા મુસલમાન” એમ કહેવામાં આવ્યા છે.(૨૨–૭૮ વગેરે.) કોઈક “ઇસલામ” ને “સલામ’ સાથે જોડે છે. “સલામ” નો અર્થ “શાંતિ' થાય છે. કુરાનમાં એક જ જગ્યાએ આ અર્થમાં એ શબ્દ વપરાય છે (૧૦-૨૫). પરંતુ ઇસલામ ધર્મનો અર્થ કુરાનના ઉપદેશ પ્રમાણે ઈશ્વરાર્પણ કરવું એ છે. Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૭ ગીતા અને કુરાન હે રસૂલે ! પવિત્ર ખોરાક ખાઓ, ભલાં કામ કરે, જે તમે કરે છે તે પ્રભુની જાણ બહાર નથી. તમારા આ અલગ અલગ ધર્મો તથા કામે એક જ ધર્મ તથા કેમ છે અને તમારે સૌને પ્રભુ એક જ છે તેથી એક પરમાત્માનું ધ્યાન ધરે. પરંતુ લેકએ પિતાના ધર્મના ભાગલા કરી નાખ્યા અને દરેક સંપ્રદાય પોતાની પાસે છે તેમાં જ મસ્ત રહે છે. આ સર્વ અજ્ઞાન છે . . . ” (૨૩–૫૧ થી ૫૪). “જેઓ અલ્લાહ અને તેના પયગંબરોને નથી માનતા, અને જેઓ અલ્લાહ અને તેના પયગંબરમાં ભેદ જુએ છે અને કહે છે કે અમે અમુક રસૂલોને માનીએ છીએ અને અમુકને માનતા નથી અને આમાંથી પોતાનો જુદો રસ્તે કાઢવા ઈચ્છે છે ખરેખર તે લેકે જ પાકા “ કાફિર' (કતશ્રી – નગુણું ઈશ્વરને આભાર ન માનનારા) છે, પરમામાએ તેમને માટે અપકીતિ ને પતનની સજા ઠરાવી રાખી છે” (૪–૧૫૦,૧૫૧ ). હે મહંમદ ! સાચે જ ઈશ્વરે તમને એ રીતે પ્રેરણું (વહી) આપીને જ્ઞાન આપ્યું. છે જે રીતે નૂહ અને તે પછીના ધર્મપ્રવર્તકોને. તે જ રીતે ઈશ્વરે ઇબ્રાહીમ, ઇસ્માઈલ, ઈસાક, યાકૂબ તથા તેમની કેમે, ઈસા અયૂબ, યુનુસ, હારૂન તથા સુલેમાનને જ્ઞાન બન્યું હતું અને તે જ રીતે દાઉદને “ઝબૂર” ધર્મગ્રંથ આપ્યું હતું. ઈશ્વરે દુનિયામાં જે જે ધર્મપ્રવર્તકે મોકલ્યા તેમાંના કેટલાકની હકીકત કહી છે અને કેટલાકની કહી નથી” (૪–૧૬ ૩,૧૬૪). અને એમાં કાંઈ શક નથી કે ઈશ્વરે મહંમદ સાહેબ પહેલાં સર્વે કેમમાં પયગંબરો પાઠવ્યા છે” (૬–૪૨ ), Page #184 -------------------------------------------------------------------------- ________________ કુરાન અને તેને ઉપદેશ ૧૭૫ અને ઈશ્વરે પયગંબરે એટલા માટે દુનિયામાં પાઠવ્યા કે તેઓ ભલા કામનાં ફળ મીઠાં મળશે તે શુભ સંદેશ જગતને સુણાવે તથા બૂરાં કામનાં ફળ મીઠાં મળશે તેની ચેતવણી આપે. આને કારણે જે સાચી વાત સમજી લે અને સકર્મો કરે તેને નથી રહેતે ભય કે શોક” (૬–૪૮). “અને ખરેખર તમારા પહેલાં પણ ઈશ્વરે પયગંબરે પાઠવ્યા છે; આમાંના કેટલાકે ઉલ્લેખ તમારી પાસે કર્યો અને કેટલાકેન નથી કર્યો” (૪૦–૭૮). “જેમણે ધર્મને પીંખી નાખ્યો છે અને જેઓ પિતપિતાના સંપ્રદાયે તથા વાડાઓ બનાવી બેસી ગયા છે તેમની સાથે તમારે કઈ સંબંધ નથી; ઈશ્વર જ તેને નિકાલ કરશે, તે જ તેમને દાખવશે કે તેમણે શું કર્યું છે” (૬-૧૬૦). આ કુરાન સત્ય છે, પિતાની પહેલાના ધર્મગ્રંથને એ સાચા ઠરાવે છે” (૨–૯૭). “ઈશ્વરે પિતાની પાસેના જ્ઞાનમાંથી જે કાંઈ તમને (મહંમદ સાહેબને) આપ્યું તે ઈશ્વરી પ્રેરણું દ્વારા આપ્યું. તે જ સાચું જ્ઞાન છે જે પહેલાંના ધર્મગ્રંથેના જ્ઞાનને પુરવાર કરે છે ”*(૩૫-૩૧). “મહંમદ સત્ય લઈને આવ્યા છે અને તેમણે પિતાની પહેલાંને પયગંબરોની સાખ પૂરી છે” (૩૭-૩૭). “અને તમને (મહંમદ સાહેબને) એવી કઈ વાત નથી કહેવાઈ કે જે તમારા પહેલાંના ધર્મપ્રવર્તકને ન કહેવાઈ હોય” (૪૧-૪૩). * જે રીતે કુરાનમાં કુરાન પહેલાંના ધર્મોને “ઇસલામ” અને તેના અનુયાયીઓને “મુસલમાન” કહેવાયા છે તે રીતે કુરાનમાં કુરાનની પહેલાંના ધર્મગ્રંથને “કુરાન' નામ અપાયું છે, અને જેઓએ આ ઈશ્વરી જ્ઞાનથી ભરેલ ચંને જુદા જુદા કરી ઈશ્વરી જ્ઞાનના ભાગલા પાડ્યા તેમને “મુક્ત સેમીન” એટલે કે “ભેદ પાડનાર ” કહેવાયા છે. (૧૫-૯૦, ૯૧) Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૭ ગીતા અને કુરાન “અને આ ગ્રંથ (કુરાન) જે પોતાની પહેલાંના ગ્રંથને સાચા પુરવાર કરે છે તે અરબી ભાષામાં છે કારણ કે આ આરબો કે જેઓ સિતમ ગુજારે છે તેઓ બૂરાં પરિણામેથી સાવધ થઈ જાય અને જેઓ ભલાં કર્મો કરે છે તેઓ સારાં પરિણામેની ખુશખબર મેળવે. જેઓ એમ કહે છે કે ઈશ્વર અમારે પાલક છે, તથા જેઓ ભલાઈ પર કાયમ છે તેમને નથી કશો ભય કે શેક” (૪૬–૧૨, ૧૩). અને જે અમે કુરાન બીજી કઈ ભાષામાં આપ્યું હેત તે આ લે કે કહેત કે એની આયતો સ્પષ્ટ નથી કરવામાં આવી તેનું કારણ શું છે? અમે અરબી જાણવાવાળા અને ભાષા બીજા દેશની ? જાહેર કરી દો કે આને માનવાવાળા માટે આ ગ્રંથ સન્માર્ગ દેખાડનાર તથા રોગોનો ઈલાજ ચીંધનાર છે” (૪૨. – ૭). સાચે જ અમે આ કુરાન અરબીમાં એટલા માટે મે કહ્યું છે જેથી તમે આરબે એને સારી રીતે સમજી શકો”(૪૩૩). “ઈશ્વરે તમારી ભાષામાં એને સહેલું બનાવી દીધું છે જેથી આરબે તેને ધ્યાનમાં રાખે” (૪૪ – ૫૮). સાચેસાચ આ કુરાન “રસૂલ-એ-કરીમ” (એક શાણું પયગંબર)થી ઉચ્ચારાયું છે. “આ કોઈ કવિની કવિતા નથી; તમે નથી માનતા ! “નથી આ કાઈ જાદુગરના શબ્દ, તમે તેની પરવાહ નથી કરતા ! આ જ્ઞાન તે ઈશ્વરનું મેકલેલ છે કે જે સર્વ સુષ્ટિને સ્વામી છે” (૬૯-૪૦થી ૪૩). એમાં સંદેહ નથી કે આ કુરાન તે રસૂલ-એ-કરીમનાં વચન છે. Page #186 -------------------------------------------------------------------------- ________________ કુરાન અને તેને ઉપદેશ ૧૩૭ જે શક્તિશાળી છે, જેને માટે અલ્લાહના દરબારમાં અગ્રસ્થાન છે. “જેનું કહેવું માનવું જોઈએ, જે અમીન” (ભરોસાપાત્ર) છે. “અને હે માનવીઓ ! તમારે સાથી (રસૂલલ્લાહ) પાગલ નથી” ( ૮૧-૧૯ થી ૨૨). એ માટે હે મહંમદ ! ધીરજ ધરે. ઈશ્વરનો વાયદે સાચે ઠરશે એ નિઃસંદેહ છે. પિતાની ભૂલની માફી ઈશ્વર પાસે માગો તથા સવારસાંજ ઈશ્વરની પ્રાર્થના કરતા રહો”(૪૦-૫૫). એ માટે હે મહંમદ ! એના સિવાય બીજો કોઈ ઈશ્વર નથી એ માનો. પિતાની ભૂલ માટે, તથા તમારે આધારે ચાલનાર અનુયાયીઓની ભૂલે માટે તેની (ઈશ્વરની) માફ માગે. તમે જ્યાં રહે છે તથા કયાં જાઓ છો તે સર્વ પરમાત્મા જાણે છે” (૪–૧૯ ). ખરેખર ઈશ્વરે તનને (મહંમદ સાહેબને) પૂરો વિજય અપાવ્યું છે જેથી પરમાત્મા તમારી આગલી અને પાછલી ભૂલે માફ કરે અને તમારા ઉપર કૃપા વરસાવે, તમને સન્માર્ગે વાળે તથા સર્વ પ્રકારની સહાયતા આપે”(૪૮–૧ થી ૩). “હે ધર્માવલંબીઓ ! ઉપવાસ કરવાનું તમારું કર્તવ્ય છે, તમારા પૂર્વજોને પણ આ કહેવામાં આવ્યું હતું. આનું કારણ એ છે કે તમે બૂરાઈથી બચતા રહે. “કેટલાક નિશ્ચિત દિવસના ઉપવાસ કરે, પરંતુ જે કોઈ માં હોય કે પ્રવાસમાં હોય તે પડેલા દિવસેના અવેજીના બીજા દિવસે માં ઉપવાસ રાખે. કોઈ ઉપવાસ કરવાને બદલે ગરીબને જમાડે તે તેને ઉપવાસ કરવાની જરૂર રહેતી નથી. તેથી જે પિતાની મેળે બીજાની ભલાઈનું કામ કરે તો તે ગી–૧૨ Page #187 -------------------------------------------------------------------------- ________________ ગીતા અને કુરાન કત માટે શ્રેયસ્કર છે અને જે તમે ઠીક સમજે તે ઉપવાસ તમારે માટે લાભકારક છે” (૨-૧૮૩, ૧૮૪). ઈશ્વરે આ પુસ્તક (કુરાન) તમને (મહંમદ સાહેબને) આપ્યું છે, તે સત્યથી ભરેલું છે. આ પુસ્તક તેની પહેલાંનાં ધર્મપુસ્તકને સાચાં ઠરાવે છે. કુરાન પોતાની પહેલાંના ધર્મગ્રંથોની રક્ષા કરે છે તેથી ઈશ્વરે જે જ્ઞાન તમને આપ્યું છે તેને આધારે ન્યાય તેળો; લેકમાં ચાલતા તર્કવિતર્કોમાં ન ફસાતાં સત્ય કે જે પ્રભુએ તમને દાખવ્યું છે તેના ઉપર દઢ રહો. ઈશ્વરે તમારે દરેકને માટે જુદાં જુદાં વિધિવિધાન નિર્માણ કર્યા છે, એમની ઈચ્છા હતી તે તમને સૌને એક સંપ્રદાયના બનાવી દેત; પણ તમને બતાવેલ પ્રણાલી અનુસાર ઈશ્વર તમારી પરીક્ષા લેવા માગે છે. તેથી ભેદમાં ન પડતાં ભલાઈનાં કામોની સ્પર્ધા કરતા રહો. છેવટે સૌને ઈશ્વર પાસે જ જવું છે ત્યારે તમારી વચ્ચે તફાવત છે તે પ્રભુ સમજાવી દેશે” (૫–૪૮). - “અને પ્રભુ એવું નથી કરતા કે જેઓ સત્કર્મો કરતા રહે તેમને તેમની ખોટી માન્યતાઓને કારણે નુકસાન પહોંચાડે. જે ઈશ્વર ઈચછત તો સૌને એક જ માન્યતા તથા સંપ્રદાયવાળા બનાવી દેત, પરંતુ આવી વાત અંગે લેકમાં મતભેદ રહેશે”(૧૧-૧૧૭, ૧૧૮). ધર્મમાં અજબરીની મના ધર્મના મામલામાં બળજબરીને સ્થાન નથી” (૨-૨૫૬). તમારા અલ્લાહની ઇચ્છા હતી તે સમસ્ત માનવસમુદાય તમારી જ વાત માની લેત. તો શું તમે લેકે ઉપર બળજબરી કરશે કે તેઓ તમારું માની જાય ? ” (૧૦–૦૯) Page #188 -------------------------------------------------------------------------- ________________ કુરાન અને તેના ઉપદેશ ૧૭૯ “ હે મહંમદ ! અલ્લાહે તમને જે જ્ઞાન આપ્યું છે તેનું જ અનુસરણ કરા એટલે કે એકશ્વર સિવાય અન્ય ઈશ્વર નથી અને જે ઇતર દેવતાઓને પૂજે છે તેને છેડી દે. જો ઈશ્વરની ઇચ્છા હોત તે! તે પણ એક ઈશ્વર સિવાય બીજાને ન પૂજત, ઈશ્વરે તમને તેના ચેાકીદાર બનાવીને નથી માલ્યા. "" “ અને ઈશ્વર સિવાયના અન્ય દેવ-દેવતાઓની જેએ પૂજા કરે છે તેમની નિંદા કરશે નહીં કારણ કે તે અજ્ઞાનવશ ક્રોધમાં આવીને ઈશ્વરની નિંદા ન કરવા લાગી જાય. શ્વિરે એવી પ્રણાલિકા બાંધી દીધી છે કે જેથી સૌને પાતપેાતાનાં કામેા સારાં લાગે છે; આખરે સૌ પેાતાના એ સ્વામી પાસે જ જવાના છે ત્યારે ઈશ્વર તેમને તેમનાં મેદ વિષે કહી દેશે' ( -૧૦૭ થી ૧૦૯ ). .. “ એ ઈશ્વરના નામ પર કે જે દયાળુ તથા કૃપાળુ છે. • હે મહંમદ !કારા *તે ( જેએ તમારી વાતમાં વિશ્વાસ નથી રાખતા તેમને ) કહી દો કે “હું તેને નથી પૂજતા જેને તમે પૂજો છે. ન તમે એને ભજો છે જેને હું ભજું છું. << < કાફિર શબ્દ અરખી કું* '; • થી બન્યા છે. જેનો અર્થ છે (૧) ઢાંકવું, (૨) ખાટું સમજવું અથવા માનવું, અને (૩) કૃતી થવું. કાફિર એટલે (૧) તે માસ જે કાઈની વાત ન માને, (૨) તે માણસ જે ઈશ્વરની દયા અને દીધેલ ચીજો માટે આભાર ન માનતા હોય, અને (૩) કાફર અરખીમાં ખેડૂતને કહેવામાં આવે છે કારણ કે કૃષિકાર ખીજને માટીમાં ઢાંકી દે છે. ( ગરીબુલ કુરાન ’—મિરઝા અબુલ ફ્લ; · લુગાતુલ કુરાન ’મૌલવી મહંમદ ખલીલ ) " * કુરાનમાં આ શબ્દ કચાંક કચાંક આ બધા અર્થાંમાં વપરાયેા છે. સાધારણ રીતે આ શબ્દ તે લેાકા માટે વપરાય છે કે જેએ મહંમદ સાહેબની વાત માનતા ન હતા. Page #189 -------------------------------------------------------------------------- ________________ ગીતા અને કુરાન . ન હું એની પૂજા કરીશ જેની તમે કરે છે. “ ન તમે એની પૂજા કરશે! જેતી હું કરું છું. “ તેથી તમારા ધર્મ તમારે માટે અને મારે ધર્મ મારે માટે ” ( ૧૦૯-૧ થી ૬ ). ( નીચેની એ આયતા તે સમયની છે કે જ્યારે અમ સ્તાનમાં મુસલમાન અને ગેરમુસલમાને વચ્ચે શત્રુતા હદ વટાવી ગઈ હતી અને લડાઈ એ થતી જ રહેતી હતી. ૮૦ એક સ્થળે કુરાનમાં સકળ માનવ સમાજને સંકેત કરતાં કહેવાયું છે: ઈશ્વરે આસમાને તથા પૃથ્વી ખનાવ્યાં, વાદળાંથી પાણી વરસાવ્યું, તેથી તમારા ખારાક માટે જમીનમાંથી ફ્ળ ઉપાખ્યાં, વહાણ આપ્યાં કે જે ઈશ્વરના હુકમથી પાણી પર ચાલે છે, નદીએને ખ્ય માટે ઉપયેાગી બનાવી, સૂર્ય ચંદ્ર જેએ પેાતાતાને માર્ગે ગતિ કરતા રહે છે તેમને, રાત દિવસને, આ સૌને તમારા લાભ માટે સરાવ્યાં છે. તમે જે માગે તે ઈશ્વર આપે છે; તમે પ્રભુકૃપાનું લેખું રાખવા ધારા તો તે અશકય છે; પણ એક વાત નિવિવાદ છે કે મનુષ્ય મહાન્નુલમી ( અન્યાય કરવાવાળા) તથા મહુા કૃતધ્રો (ખડા કાફેિર) છે.” ( ૧૪-૩૩, ૬૩, ૩૪ ) આ અને આવી બીજી આયતામાં ( ૧૭-૬૭) તમામ મનુષ્યને કાફિર’ કહેવાયા છે. કાફિર 'ના અર્થ અહીં કૃતશ્રી છે. 6 . માટે કાફિર કચાંક કયાંક યહૂદી શબ્દ વપરાયા છે, એ એક ઈશ્વરને તથા પેાતાના ધર્મગ્રંથ · તત'ને માનતા હતા પણ જેઓ મૂળ માર્ગ સૂલી અવળે રસ્તે ભટકતા હતા, ( ( ૧૭૮ ) < એક સ્થળે ખુદ ઈશ્વર પાતા માંડે છે. " “ જે કાઈ ભલાં કામે કરશે તથા શ્રદ્ધા રાખશે તેમના પ્રયત્નાને અમે ઢાંકીશું ” નહીં અને ભૂલીશું નહીં; અને ખરેખર જેટલા પ્રયત્નો < તે કરશે તેનું લેખું તેનાં ભલાં કામેાની યાદીમાં રહેશે.” (૨૧-૯૪ ) આ જ અર્થમાં ગીતા કહે છે કે “આ ધર્મનું યત્કિંચિત્ પાલન પણ્ મહાલયમાંથી ઉગારી લે છે.” (૨-૪૦ ) કુરાનમાં ખીજે સ્થળે કહ્યું છે - Page #190 -------------------------------------------------------------------------- ________________ કુરાન અને તેને ઉપદે ઈશ્વર એમ નથી કહેતા કે જેઓ ગેરમુસલમાન તમારા ધર્મને કારણે તમારી સાથે લડાઈ નથી કરતા તથા જેમાં તમને તમારા ઘરમાંથી બહાર નથી હાંકી કાઢ્યા તેમની સાથે તમે પ્રેમભર્યું વર્તન ન રાખે. ખરેખર ઈશ્વર તેને ચાહે છે કે જે સૌની સાથે ન્યાયથી વર્તે છે. ઈશ્વરની આજ્ઞા એટલી જ છે કે જે લે એ તમારા ધર્મને કારણે તમારી સાથે લડાઈ શરૂ કરી છે તથા તમને બળજબરીથી તમારા ઘરમાંથી બહાર હાંકી મેલ્યા છે અથવા તમને બહાર કરવામાં બીજાઓને મદદ કરી છે તેમની સાથે મળી ન જાશે અને જે આવા સાથે મળી જાય છે તે જુલમ કરે છે.” (૬૦–૮, ૯) “જે લોકોએ તમારી (મહંમદ સાહેબની) વાત માની લીધી છે તેમને કહે કે તેઓ એ લેકને માફ કરે જેમને છે અને જે લોકો વિશ્વાસ રાખશે તથા ધર્મકાર્ય કરશે તો અમે તેનાં પાછલાં ખરાબ કર્મોને “ઢાંકી દઈશું” એટલે કે માફ કરીશું”...(૨૯૭) અહીં પણ “”અર્થ ઢાંકી દેવું, ભૂલી જવું કે માફ કરવું છે. આ શબ્દ ઈશ્વરને માટે વપરાયે છે. કયાંક કયાંક એવા મનુષ્યોના મોઢામાં આ શબ્દ મુકાયો છે કે જેઓ મહંમદ સાહેબ કે બીજા રસૂલની વાત માનતા ન હતા. જે કાંઈ તમે (રસૂલે) કહે છે. તેને અમે માનતા નથી” (૩૪-૩૪). એક ઠેકાણે એવાઓને માટે એ શબ્દ વપરાય છે કે જેઓ અમુક રસૂલને માનતા હતા ને અમુકને માનતા ન હતા. (૪–૧૫૦,૫૧). એક ઠેકાણે કુરાનમાં “કાફિર” શબ્દ ખેડૂતના અર્થમાં વપરાયે છે (૫૭-૨૦). સામાન્ય રીતે કાફિર” રાખ કુરાનમાં એ આરબ માટે વપરાય છે કે જેઓ મહંમદ સાહેબને માનતા ન હતા અથવા જે ઈશ્વરની ઉપાવસ્તુઓની અવલના કરતા હતા. Page #191 -------------------------------------------------------------------------- ________________ ૨ ગીતા અને કુરાન અંતિમ દિનના ડર નથી, જ્યારે પશ્વિરના દરબારમાં હાજર થવું પડશે. ઈશ્વર સૌને પોતપોતાનાં કર્માંનાં ફળ ચખાડશે. જે ભલાઈ કરશે તે પણ પાતા માટે, અને જે બૂરાઈ કરશે તે પણ પાતા માટે, છેવટે તા તમારે સૌએ પોતાના માલિક તે જવું જ પડશે ” ( ૪૫ – ૧૪,૧૫ ). સર્વ દિશામાં ઈશ્વર છે << પૂર્વ અને પશ્ચિમ બન્ને ઈશ્વરનાં છે; જે તરફ તમે કરા તે દિશામાં ઈશ્વરનું મુખ છે. ખરેર્ ઈશ્વર મહા દાતા છે ને સર્વ જાણવાવાળા છે ” ( ૨–૧૧૫ ). પયગંબર થયા પછી મહંમદ સાહેમ તેર વર્ષોં સુધી મક્કામાં રહ્યા અને ઉપદેશ આપતા રહ્યા. જ્યાં સુધી મક્કામાં હતા ત્યાં સુધી નમાજ વેળાએ મારું કઈ દિશામાં રાખવું તે નિશ્ચિત ન હતું. મદ્દીને ગયા પછી ઘણા દિવસે સુધી યહૂદીઓ તથા ઈસાઈઓનું પવિત્ર શહેર યરુસેલમ જ્યાં હતું તે ઉત્તર દિશા તરફ્ માં રાખી પ્રાર્થના કરતા. લગભગ સાળ મહિના પછી દિશા બદલી. દક્ષિણમાં જ્યાં મક્કા અને કાખા હતા તે દિશામાં માં કરી નમાજ કરવા લાગ્યા. કેટલાકએ આના વિરોધ કર્યાં તે પરથી કુરાનની આ આયત નીકળી. “ અણુસમજીએ પૂછશે કે પહેલાં જે દિશા તરફ માટું કરી પ્રાર્થના થતી તે કેમ બદલી નાખી. એમને કહી દે કે પૂર્વ અને પશ્ચિમ બન્ને ઈશ્વરનાં છે. એ ઇચ્છે તેને સીધે રસ્તે ચલાવે છે” (૨-૧૪૨ ). “પ્રાર્થના સમયે મેઢું પૂર્વ કે પશ્ચિમમાં રાખ્યું તેમાં ધર્મ કે સત્કર્મ નથી સમાયાં. ઈશ્વરને માનવામાં ધર્મે છે; Page #192 -------------------------------------------------------------------------- ________________ કુરાન અને તેને ઉપદેશ ૧૯૩ કર્મે કલને માને, દેવતાને (ફિરસ્તાઓને ) માને, સર્વે ધર્મગ્રંથાને, ધર્મપ્રવર્તકાને માને, ઈશ્વરને નામે પેાતાની કમાઈમાંથી પાતાનાં સગાંઓને, અનાથાને, ગરીમાને, અતિથિઓને ને ભિખારીઓને દાન દે, ગુલામાને મુક્તિ અપાવવામાં ધનખર્ચે, ઈશ્વરના આશીર્વાદ માગતા રહે, જકાત ( પેાતાની વાર્ષિક આવકને મલક ફિસ્તા તથા " એટલે શેતાન - આ બન્નેના ઉલ્લેખ કુરાનમાં કેટલેયે ઠેકાણે થયા છે. ધણા લેાકાની માન્યતા છે કે ફિરસ્તા’ અને શેતાન’નીચેાનિએ જુદી જુદી છે. કેટલેક સ્થળે કુરાનમાં શેતાન ” શબ્દ નઠારા મનુષ્ય માટે વપરાયા છે. (૨૧-૮૨; ૨૨–૭). કુરાનના વિદ્વાન મુસલમાન ટીકાકારોના મત કે ફિરસ્તા ના અર્થે મનુષ્યહૃદયમાં ઊઠતી સદ્દવૃત્તિઓ છે અને શેતાન દુવૃત્તિઓના સૂચક છે; દાખલા તરીકે વિખ્યાત તુર્ક વિદ્વાન મહંમદ હુતાર પાશા લખે છે કેઃ • › · . “કુરાનમાં ફિરસ્તાના અર્થ માનવહૃદયમાં ઊઠતા ઉચ્ચ ભાવાના તથા દૈવી સંપત્તિના છે. આ વૃત્તિએ ખરું પૂછતાં તે। ઈશ્વરી દેન છે. કારણ કે કુરાનના મત પ્રમાણે દરેક શક્તિ ઈશ્વરની છે ને તેણે જ તે જન્માવી છે. કહેવાયું છે કે જ્યારે મનુષ્યમાં આત્મરાક્તિ ગ્રત થાય છે તથા કામ કરવા લાગે છે ત્યારે ફિરસ્તાએ (દેવદૂતા) પણ તે મનુષ્યને પ્રણામ કરવા લાગી જાય છે, એટલે કે એની આત્મશક્તિ સામે આ સર્વ સવ્રુત્તિએ નતમસ્તક થાય છે અને એવે મનુષ્ય જે રીતે વૃત્તિએને ચલાવવા માગે તે રીતે તે વર્તે છે. શેતાન માટે કુરાનમાં કહેવાયું છે કે તે વગર ધુમાડાની આગમાંથી જન્મ્યા છે. • જીલ માં તેને સર્પ સાથે સરખાવ્યા છે. એટલે શેતાન દુનિયાની એ પાર્થિવ તૃષ્ણાનું નામ છે કે જે સ્વચ્છંદી રીતે વર્તે છે. મનુષ્યના દિલમાં ઈન્દ્રિયસુખાની એ આગ છે. જે માનવ શ્રદ્ધાની તથા વિશ્વાસની સહાયતાથી તેના પૅનમાંથી છૂટી ન ચ તે આ આગ તેને ભસ્મીભૂત કરી દેશે. જે ફળ ખાવાનેા મનુષ્યને નિષેધ હતા તે હતા મહંતાને બલ્ક દ્વૈતભાવના વિચાર, મનુષ્યેાના દોષાનું મૂળ આ દ્વૈતભાવમાં છે, જે કારણે તે એકબીજાથી દૂર ને દૂર થતા જાય છે. આ રીતે ફિરસ્તા અને ‘શેતાન · મનુષ્યની અંદરની બે શક્તિઓ છે જેમાંની એક મિત્ર તથા ખીજી શત્રુ છે. આ બન્નેમાંથી એક ઉપર વિશ્વાસ રાખવા જોઈએ અને ખીજાથી ખચતા રહેવા માટે ઈશ્વરનું શરણ શેાધવું જોઈએ. ” ( કુરાન સૂરા ૧૧૪)— શ્રી વિઝડમ આફ્ ધી કુરાન', લે॰ મહંમદ્રે મહુતાર પાશા, પ્રસ્તાવના, પૃ. ૩૯--૪૧. < ... r . " Page #193 -------------------------------------------------------------------------- ________________ જ ગીતા અને કુરાન ચાલીસમો ભાગ ગરીબોને દાનમાં આપતા રહે) આપે, વાયદો પાળે, આપત્તિકાળે પૈર્ય ધરે–જેઓ આવા કર્મો કરે છે તેઓ જ સાચા શ્રદ્ધાળુ તથા ધર્માત્મા છે” (૨–૧૭૭). મદીના પાસે કુબા નામે એક ડુંગરાળ પ્રદેશ છે. મક્કાથી મદીના જતાં મહંમદ સાહેબ પોતાના સાથીઓ સહિત ત્યાં કેટલાક દિવસ સુધી રહ્યા હતા. કુબામાં ડાક દિવસ પછી એક મસ્જિદ બંધાઈ. ડાંક વર્ષો પછી કેટલાક મુસલમાનેએ એક બીજી મસ્જિદ ચણવી. આ નવી મસ્જિદ બંધાવનારાઓએ મહંમદ સાહેબને વિનંતી કરી કે તેઓ એક વેળા કુબા પધારી નવી મસ્જિદમાં નમાજ ભણાવવાની તેમના ઉપર કૃપા કરે. આ બે જુદી જુદી મસ્જિદને કારણે ત્યાંના મુસલમાનમાં તડ પડવાનો સંભવ હતું. આ ઉપરથી કુરાનની આયત નીકળી. -- “જે મસ્જિદથી ફૂટફાટ પડતી હોય ત્યાં ન જવું જોઈએ.” (૯ – ૧૦૭–૧૦૮) મહંમદ સાહેબ તે મસ્જિદમાં ન ગયા અને તેમની આજ્ઞાથી તે મસ્જિદ પાડી નંખાવવામાં આવી. “ દરેકને પિતપોતાની દિશા છે જે તરફ પ્રાર્થના સમયે તે પોતાનું મોટું ફેરવે છે. તેથી આવા વાદમાં ન પડતાં ભલાં કામ કરવામાં એકબીજાની સ્પર્ધા કરવાને પ્રયત્ન કરે. તમે જયાં હશે ત્યાં ઈધર તમને સૌને ભેગા કરી દેશે. ખરેખર ઈશ્વર સર્વશક્તિમાન છે.” (૨-૧૪૮) મહંમદ સાહેબ અને ચમત્કારે કહી દે કે હું (મહંમદ) કેઈ અનોખો પયગંબર નથી. એટલે કે હું કોઈએ ઉપદેશ નથી આપતો કે જે મારા • બહદુલમુહીત—ઈમામ અસીરુદ્દીન અબુ હસ્યાન. Page #194 -------------------------------------------------------------------------- ________________ જનતાને ઉ કુરાન અને તેને ઉપદેરા પહેલાંના રસૂલેએ ન આપ્યો હોય તેને જ હું નથી કોઈ એવું કામ કરી શકતે જે તેમણે ને કર્યું હોવ, ન કોઈ ચમત્કાર હું બતાવી શકું છું. – અલબૈજાવી ] મને ખબર નથી કે મારું શું થવાનું છે અથવા તમારું શું થવાનું છે. હું તેને માત્ર ઈશ્વરની આજ્ઞાનું પાલન કરનારે છું. મનુષ્યને દુષ્કર્મોનાં પરિણામોથી સાવધ કરવા સિવાય મારું બીજું કશુંય કાર્ય નથી.” (૪૬-૯) “અને મહંમદ માત્ર સ્કૂલ હોવા ઉપરાંત બીજું કાંઈ નથી; એમના પહેલાંના પયગંબરે પણ ભરતા આવ્યા છે તેથી જે મહંમદ મરી જાય અથવા તેમને મારી નાખવામાં આવે તો શું તમે તમારા ધર્મને બદલાવી નાંખશો ?” (૩–૧૪૩) મહંમદ સાહેબના દેવલોક થયા પછી અબુબક્ર સાહેબે જનતાને ઉપરની આયત સંભળાવી હતી. કહી દે કે હું (મહંમદ) તમને એમ નથી કહેતા કે મારી પાસે ઈશ્વરને પ્રજાને છે. નવી મને અગમ્યનું જ્ઞાન, કે હું નથી તમને કહે કે હું દેવદૂત (ફિરસ્ત) છું. પ્રભુએ મારા ઘટમાં જે ઉતાર્યું છે તેનું અનુસરણ જ હું કરું છું” ( ૬-૫૦). “આ લોકો ઈશ્વરને પાકા સોગંદ ખાઈને કહે છે કે અમને કોઈ ચમકારે દેખાડે તે અમે તમારી વાત માની લઈશું. કહી દે કે ઈશ્વર સિવાય બીજો કોઈ માણસ ચમકાર કરી શકતો નથી” (૬-૧૧૦). લે કે કહે છે કે અમે તમારી વાતને વિશ્વાસ નહીં કરીએ. જ્યાં સુધી તમે જમીનમાંથી પાણીનો એક ઝરે ન કાઢે અથવા ખજારાને કે દ્રાક્ષના બગીચાની વચ્ચેથી પિતાની મેળે નદી વહેવડાવે અથવા તો પરાક્રમ વડે આકાશના ટુકડા કરીને અમારા ઉપર ન ફેંકે અથવા ઈશ્વર તથા તેના દૂતને અમારી સમક્ષ હાજર ન કરો, અથવા પિતા તર છે. Page #195 -------------------------------------------------------------------------- ________________ ગીતા અને કુરાન, માટે એક સ્વર્ણભવન ન બનાવે, અથવા આકાશમાં ન ચઢી જાઓ અને ત્યાંથી એવું પુસ્તક લઈ આવો જે અમે વાંચી શકીએ. આના ઉત્તરમાં સૌને કહી દે કે પરમાત્માને સંભારી; હું એક માનવી તથા એક રસૂલ સિવાય વિશેષ કાંઈ નથી” (૧૭–૯૦ થી ૯૩). લે કે પૂછે છે કે મહંમદને તેના પ્રભુ તરફથી ચમત્કાર દેખાડવાનું કેમ કાંઈ નથી મળતું ? તેમને કહી દો કે ચમકારે માત્ર ઈશ્વર પાસે છે; હું તે દુષ્કર્મોનાં પરિણમેની ચેતવણું આપનાર છું”(૨૯-૫૦). આમાં શું આશ્ચર્ય છે કે તમારામાંના એકની મારફત તમારા પ્રભુએ તમને ધર્મનું સ્મરણ કરાવ્યું છે જેથી તે માણસ તમને સાવધ કરે, તમે બૂરાઈથી બચી જાઓ જેથી પ્રભુ તમારા ઉપર દયા દાખવે” (૭-૬૩). “લેકને કહી દો કે હું (મહંમદ) ઈશ્વરની મરજી વિરુદ્ધ પિતાને ફાયદો કે નુકસાન કરી શકું એમ નથી. જે મને અગમ્યનું જ્ઞાન હેત તે મારી પાસે ઘણું સારી સારી વસ્તુઓ હેત અને કોઈ પણ બૂરાઈ મને સ્પર્શી પણ ન શકત. પરંતુ મારું કામ માત્ર એટલું છે કે હું જનતાને દુષ્કર્મોનાં પરિણામો બતાવી દઉં અને જેઓ મારી વાત સ્વીકારે તેને ભલાં ફળોની ખુશખબર આપું”(૭–૧૮૮). કહી દે કે અગમ્યનું જ્ઞાન માત્ર ઈશ્વરને છે, રાહ જુઓ; હું પણ તમારી માફક રાહ જોનારમાં એક છું ”(૧૦-૨૦). “તમારા જેવો એક સાધારણ માનવી છું. હા, મને એવું જ્ઞાન આપ્યું કે તમારા સૌને ઈશ્વર એક છે. તેથી જે પિતાના પરમાત્માને મળવાની આશા બાંધી બેઠે છે તે સકર્મો કરે તથા એક ઈશ્વર સિવાય બીજાની આરાધના ન કરે” (૧૮-૧૧૦). Page #196 -------------------------------------------------------------------------- ________________ કુરાન અને તેને ઉપદેશ ૧૯૧ “હું તમારા જેવે મનુષ્ય છું. મને શ્વરે એવું જ્ઞાન આપ્યું કે તમારા સૌને ભગવાન એક જ છે. તેથી ભલાઈ તે રસ્તે જાએ તે જ ઈશ્વરની પાસે પૂગવાને માર્ગે છે. એ પ્રભુ પાસે પેાતાની મૂલેાની ક્ષમા માગા' (૪૧–૬ ). '' હું લેાકાને દુષ્કર્મીનાં પરિણામેાથી સાવચેત કરું એ સિવાયની મને બીજી કાઈ પ્રેરણા ભગવાન તરફથી નથી થઈ ” (૩૮-૭૦ ). યુદ્ધની પરવાનગી ઇસ્લામ ધર્મના ઉપદેશના આરંભ પછી મહંમદ સાહેબનાં તેર વર્ષોં મક્કામાં મહાન આફ્તામાં પસાર થયાં હતાં. મક્કાવાળાઓએ એમને તથા એમના સાથીઓને ભારે રાડયા હતા. આ તેર વર્ષામાં આ વિષયના કુરાનના જે જે શ્લોકા પ્રાપ્ત થયા છે તેમાં ખરાઈના બદલેા ભલાઈથી આપવાના તથા ધૈર્ય અને સચ્ચાઈથી ઝુલમાને સહી લેવાના ઉપદેશ કરવામાં આવ્યા છે. આ પછી મહંમદ સાહેમ પેાતાના કેટલાક સાથીઓ સાથે મદીના ગયા. મક્કાવાળાઆએ તેમના કેટા મેલ્યે! નહીં, મઠ્ઠીના ઉપર ચડી આવ્યા. આ ઉપરથી કુરાનમાં પહેલી વાર નીચેની આયતા દ્વારા મહંમદ સાહેબને તથા તેમના સાથીઓને સ્વરક્ષણ કાજે આક્રમણકારીઓ સાથે લડી લેવાની પરવાનગી અપાઈ છે. “ જેના ઉપર લડાઈની ખાતર ચઢાઈ કરવામાં આવે છે તેમને પેાતાના બચાવ માટે લડી લેવાની છૂટ આપવામાં આવે છે કારણ કે તેમના ઉપર જુલમ થઈ રહ્યો છે અને એમાં શક નથી કે ઈશ્વર તેમની પૂરેપૂરી સહાયતા કરશે. Page #197 -------------------------------------------------------------------------- ________________ Rec ગીતા અને કુરાને “ આ પરવાનગી તેમને માટે છે કે જેમને નાહક, અન્યાયથી તેમનાં ઘરેાધી બહાર કાઢી મૂકવામાં આવ્યા છે કારણ કુ તે એને નહેર કરતા હતા ? - ઈશ્વર જ અમા પાલક છે.' અને જો ઈશ્વર કાઈ લાકાને કેટલાક માણસેથી હઠાવડાવી ન દંત તેા બેશક આ મકાનો, સાધુઓના મઠો, ઈસાઈ એનાં દેવા, યહૂદીઓનાં પ્રાર્થનાસ્થાના અને મસ્જિદો જ્યાં લેકા ઈશ્વરભજન કરે છે, તે સર્વે જમીનદોસ્ત થઈ જાત, આ નિર્વિવાદ વાત છે કે જેઓ ઈશ્વરના કાર્યમાં મદદ કરે છે. તેને ઈશ્વર સહાયતા આપે છે. ખરેખર ઈશ્વર સર્વેશક્તિમાન તથા મહાન છે. “ માં પરવાનગી તેમને માટે છે જેમને ઈશ્વર પૃથ્વી પર વસાવી દે તે તેએ ઇશ્વરની આશિષ માગતા રહેશે, ગરીને દાન દેશે તથા લેખને ભલાં કામ કરવાની તથા ખરાબ કામેાથી બચવાનો સલાહ આપતા રહેશે. સૌ કામેાનું પરિણામ તે છેવટે ઈશ્વરના હાથમાં છે (૨૨-૭૯ થી ૪૧ ). "" આ રીતે પરવાનગી મળ્યા પછી પણ મુસલમાના લડવા તૈયાર થતા દેખાતા ન હતા કારણ કે આક્રમણુ કરવાવાળાઓની સેનામાં તેમના પોતાના ભાઈએ, કાકાએ, સામો તથા એવા ખીજા સંબંધીઓ હતા. આ પરથી નીચેની ાયતા મળી. તમને લડાઈની પરવાનગી આપવામાં આવી છે અને તખતે તે રીક નથી લાગતું. સંભવ છે કે તમને જે ઠીક નથી લાગતું તે તમારા હિતની વાત હૈ!ય અને અનવ જેંગ છે કે તમને જે પસંદ પડે તે તમારા લાભની ન હેાય. ઈશ્વર સધળું નણે છે, તમને કાંઈ ખબર નથી” (૨-૨૧૬ છે. ઈશ્વર માર્ગમાં તે લુકા ભાગ લે જેઓ પેાતાના જીવનને છેવટ સુધી ડેમવાને તૈયાર હોય. જે કાઈ ધર્મયુદ્ધમાં Page #198 -------------------------------------------------------------------------- ________________ કુરાન અને તેને ઉપદેશ લડતાં લડતાં મરી જાય કે જીતી જાય છે તેને ઈશ્વર સારો બદલે આપશે, “અને એ તે શી વાત છે કે તમે ધર્મયુદ્ધમાં નિર્બળ, સ્ત્રી તથા બાળકોના રક્ષણ કાજે લડવા નથી માગતા ? એ અસહાય પુકારે છે: “હે પરમાત્મા આ મકકા શહેરના. માનવીઓ અમારા ઉપર જુલમ કરે છે તેમાંથી ઉગાર અને અમારું રક્ષણ કરવાવાળા કેઈને મેં ક્લ. જે લેકે શ્રદ્ધાળુ છે તેઓ ધર્મયુદ્ધમાં ભાગ લે છે અને જેઓ અશ્રદ્ધાળુ છે તેઓ કેર વર્તાવનારની તરફથી લડે છે. જુલમ કરવાવાળા શેતાનના સાથી છે. તેથી શેતાનના ગઠિયાની વિરુદ્ધ યુદ્ધ કરે. ખરેખર શેતાનનો પક્ષ નબળે છે” (૪–૭૪ થી ૭૬). તેથી તમે ઈશ્વરને ખાતર યુદ્ધમાં જોડાઓ. આ વિષયમાં તમે (મહંમદ) તમારા પૂરતા જવાબદાર છે, બીજાઓ માટે નહીં; ઇતર શ્રદ્ધાળુઓની હિંમત વધારે; સંભવ છે કે ઈશ્વર સામા પક્ષના લડવૈયાઓ કે જેઓ કૃતધી છે તેમના હાથ હેઠા પડી દે. ઈશ્વર જ સર્વશક્તિમાન તથા દંડ દેવામાં સૌથી બળવાન છે. જે કોઈ ભલા કામમાં બીજાની મદદ કરે છે તેને તેને ભાગ મળે છે; અને જે ખોટાં કામમાં સાથ દે છે તેને, તે જવાબદાર લેખાય છે અને ઈશ્વર સર્વ ભાળી રહ્યો છે. “અને જ્યારે કઈ (તમારે દુશમન) તમને સલામ કરે તો તમે તેનો ઉત્તર લળીલળીને આપે. ખરેખર ઈશ્વર સર્વ લેખાં રાખે છે. - “ઈશ્વર છે, તેના સિવાય બીજો કોઈ ઈશ્વર નથી. એમાં શક નથી કે છેવટે પ્રભુ તમને સૌને એક દિવસ ભેગા Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ ગીતા અને કુરાન કરી દેશે. ઈશ્વર સિવાય અન્ય કોણ આપણી આશા પૂરી કરનાર છે?” (૪ – ૮૪ થી ૮૭) અને જે ફૂટ પાડનારમાંથી કોઈ એવા દલ પાસે સુલેહ માટે જાય અથવા તમારી પાસે આવે તથા એમની લાગણું એવી હોય કે તેઓ તમારી વિરુદ્ધ ન લડે અથવા તેઓ યુદ્ધમાંથી હડી જાય, તેઓ તમારી જોડે ન લડે અને સંધિ કરવા ઈછે તે પછી ઈશ્વર લડવાની પરવાનગી આપશે નહીં ” (૪-૯૦). “હે શ્રદ્ધાળુઓ ! જે તમે ધર્મયુદ્ધમાં ભાગ લે તો સારી રીતે નિરીક્ષણ કરી લે કે તમારી સાથે સુલેહ કરવા ચાહે તેમને એમ ન કહે કે “તમે મુસલમાન નથી એટલે તમારી સાથે સંધિ નહીં થઈ શકે.” શું તમે આ દુનિયાનાં માલમિલકત પાછળ પડયા છે ? પરંતુ ઈશ્વરની સમક્ષ તે આ પાર્થિવ ચીજો કરતાં ભલાઈની બીજી વસ્તુઓ છે. પહેલાં તમે આ રીતે હતા, પ્રભુએ તમારા ઉપર રહેમ કરી. તેથી સર્વ બરાબર તપાસી લે. તમે જે કાંઈ કરે છે તે પ્રભુની જાણુમાં છે” (૪–૯૪). “જેઓ પ્રભુની દેન માટે કૃતજ્ઞતા નથી દર્શાવતા તેમને કહી દે કે તેઓ જે હવે પણ લડાઈ બંધ કરી દે તે અત્યાર સુધી તેમણે જે કર્યું છે તે સર્વ માફ કરવામાં આવશે, અને જે તેઓ પાછા લડવા લાગે તો પાછળનાઓની સાથે જે વ્યવહાર થયે છે તે એમની સાથે પણ થશે. “અને એમની સાથે ત્યાં સુધી જ લતા રહે જ્યાં સુધી લડાઈ બંધ ન થાય; ધર્મને સવાલ તો ઈશ્વરના હાથમાં જ * કુરાનમાં આ વાત ઉપર વારંવાર ભાર મૂકવામાં આવ્યા છે કે જો મુસલમાનો તથા ઇતરે વચ્ચે પતાવટ થઈ જાય અને જે તે કોઈ બીજા મુસલમાનના હિતમાં ન હોય તે પણ સુલેહ કરવાવાળા મુસલમાનની ફર્જ થઈ પડે છે કે તે સચ્ચાઈથી તેનું (સુલેહનું) પાલન કરે. (૮-૭૨, ૯-૧,૭ વગેરે) Page #200 -------------------------------------------------------------------------- ________________ કુરાન અને તેને ઉપદેશ ૧૯૧ રહે છે એટલેકે આ વાતમાં કાઈ કાર્યના ઉપર ખળજબરી ન કરે; પરંતુ તેએ જો લડાઈ બંધ કરી દે તે તમે પણ થંભી જાઓ; તે જે કરે છે તેની પ્રભુને ખબર છે. “ અને જો તે પાછા લડવા લાગે તા વિશ્વાસ રાખજો કે ઈશ્વર તમારા સ્વામી છે, ઘણા ઉમદા માલિક છે અને તે પૂરેપૂરા મદદગાર છે” ( ૮ – ૩૮ થી ૪૦ ). “ અને જો તેઓ સુલેહનું વલણ રાખે તે તમે પણ તેમ કરી, ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખેા. ખરેખર ઈશ્વર સર્વ સાંભળે તે જાણે છે. “ અને જો તે તમને ( મહંમદ સાહેબને ) દગા દેવા ઇચ્છો તે તમારે માટે ઈશ્વર પર્યાપ્ત છે. એણે પેાતાની મદદથી તમારું બળ વધાર્યું છે, એણે જ આટલે મેોટા શ્રદ્ધાળુ જનસમુદાય ભેગા કર્યાં છે. “ તે ઈશ્વરે જ આ સર્વનાં દિલ એક કર્યાં છે; જો તમે આ દુનિયાની સર્વ સંપત્તિ ખરચત તેપણુ તમે સૌને એક ન કરી શકત, પણ ઈશ્વરે આ સૌને એક કર્યાં. સાચે જ ઈશ્વર મહાન અને સર્વજ્ઞ છે. << હે પયગંબર ! ઈશ્વર તમારે માટે તથા તમારા અનુયાયી માટે પૂરતા છે'' ( ૮ – ૬૧ થી ૬૪ ). (< - “ હું ભક્તો ! જેએ ઈશ્વરની કૃપાદૃષ્ટિને આભાર નથી માનતા તે જ્યારે તમારે સામના કરવા આવે ત્યારે પીઠ ફેરવશા નહીં. << અને જ્યારે તમે તેને હણુશા તે તમે તેને નથી હા ઈશ્વરે જ તેમને માર્યાં છે; અને તમે જ્યારે હથિયાર પણ જ્યારે હજાર કબીલાઓ એકબીનના લેાહીના તરસ્યા હતા તે સમયના એટલે કે ઇસ્લામ પહેલાંના આરબેાની માંહેામાંહાની ફૂટની તરફ આ સંકેત છે. Page #201 -------------------------------------------------------------------------- ________________ ગીતા અને કુરાન ચલાવ્યાં ત્યારે તે તમે નથી ચલાવ્યાં પણ ઈશ્વરે ચલાવ્યાં છે (૮–૧૫-૧૭). * “અને જેઓ તમારી સાથે લડે તેની સાથે તમે ધર્મયુદ્ધમાં લડે, પણ ન્યાયની હદ ન ઓળંગશે, પારેખર ઈશ્વર તેને નથી ચાહતે જે હદ વટાવી જાય છે. બયાં કયાંય એમને સામને કરવો પડે ત્યાં કરે અને તમારાં ઘરેથી તમને બહાર કાઢયાં છે તેમાંથી તેમને હાંકી કાઢે. કેઈને તેને ધર્મને કારણે સતાવ, તેની સાથે ઝઘડે કરે – જેમ તેઓ કરી રહ્યા છે, તે લડાઈ કરતાં ખરાબ વસ્તુ છે અને કાબામાં જ્યાં સુધી તેઓ તમારી સાથે ન લડે તમે તેમની સાથે ન લડે. પણ જો તેઓ લડે તો તમે પણ ઝઘડજો. જેઓ કૃતની છે તેમને માટે આ બદલે છે. પણ જે તેઓ સાચેસાચ લડાઈ બંધ કરી દે તો ઈશ્વર ક્ષમાવાન તથા દયાવાન છે. “ તમે ત્યાં સુધી જ લડજે જયાં સુધી તેઓ લડતા બંધ ન થાય. ધર્મની બાબત તો ઈશ્વરના હાથમાં છે એટલે કે ધર્મકારણે કોઈની ઉપર બળજબરી ન કરવી. પરંતુ તેઓ લડતા બંધ થાય તે જુલ્મો કરતા રહે તેમના સિવાય બીજા કોઈની સાથે તમારે શત્રુતા ન રાખવી જોઈએ. “પવિત્ર મહિને પવિત્ર મહિના માટે છે, પવિત્ર ચીજોમાં બદલાની પરવાનગી છે, તેથી જે કઈ તમારા ઉપર પહેલે હુમલે કરે, જે જેટલું નુકસાન તમને પહોંચાડે તેટલું તમે તેને પહોંચાડી શકે છે, અને ઈશ્વરને ડર રાખે. ” મતે નિતાર પૂર્વમેવ નિમિત્તાત્રમ્ મ ણવ્યાવિદ્ ગીતા એટલે કે મેં (ઈશ્વરે) પહેલેથી જ તેમને મારી રાખ્યા છે. હે અર્જન! તું માત્ર નિમિત્ત બની જા.—ગીતા Page #202 -------------------------------------------------------------------------- ________________ કુરાન અને તેને ઉપદેશ ૧૯૩ નિશ્ચિત માની લેજો કે ઈશ્વર તેમની સાથે છે જેઓ બૂરાઈથી બચતા રહે છે. ને ઈશ્વરમાર્ગમાં ધન ખર્ચતા રહે. પિતાને હાથે પોતાના પગ પર કુહાડે ન મારે, બીજાઓનું ભલું કરો; ઈશ્વર તેને ચાહે છે જે બીજાનું ભલું કરે છે (બીજા ઉપર ઉપકાર કરે છે)” (૨–૧૯૦ થી ૧૯૫). અને જે મુસલમાનોનાં પણ બે દળો પરસ્પર લડવા લાગે છે તેમાં સંપ કરાવે; પણ એક દળ બીજા ઉપર જુલમ કરે છે તે જે દળ જુલમ કરે છે તે જ્યાં સુધી ઈશ્વરની આજ્ઞાને ન માને ત્યાં સુધી તેનો સામનો કરે. પછી જે તે માની જાય તો બન્નેમાં ન્યાયયુક્ત સુલેહ કરાવી દો અને ન્યાયથી વર્તો. ઈશ્વર તેને જ ચાહે છે જે ઈન્સાફ પ્રમાણે કામ કરે છે” (૪૯-૯). મુસલમાનો તથા ઇતરે બન્ને માટે લડાઈની પરવાનગીની આટલી જ આયતો કુરાનમાં છે. ઇસ્લામ પહેલાં અરબસ્તાનમાં તથા આસપાસના પ્રદેશમાં એ રિવાજ હતું કે દુમિનેના માણસોને લડાઈ માં કેદ કરવામાં આવતા તેમને કાં તો મારી નાખવામાં આવતા હતા અથવા ગુલામ બનાવવામાં આવતા હતા. કુરાને આ રિવાજમાં ફેરફાર કરનાર નીચેને હુકમ ફરમાવ્યું છેઃ લડાઈમાં જેને કેદ કરવામાં આવે તેને દુશમન ઉપર ઉપકાર કરવાની દૃષ્ટિએ છેડી દેવામાં આવે અથવા તો જ્યાં સુધી લડાઈ ચાલુ હોય ત્યાં સુધી દરેક કેદીને જામીન ઉપર છોડી દેવામાં આવે” (૪૭–૪). ગી.-૧૩ Page #203 -------------------------------------------------------------------------- ________________ ગીતા અને કુરાન લડાઈ પૂરી થતાં કાઈ પણ કેદીને રાખવાની પરવાનગી ન હતી. સ “આ આજ્ઞા એટલા માટે છે કે જો ઈશ્વર ઈચ્છિત તા સાચેસાચ એમની પાસેથી બદલે લેત. પણુ ઈશ્વર અમુક આદમી દ્વારા અમુક આદમીએ ઉપર ઉપકાર કરાવે છે; અને જેઓ ઈશ્વરમાર્ગે માર્યાં જશે તેમની કુરબાની એળે નહીં જવા દે. તે તેમને સાચા માર્ગે બતાવશે તથા તેમની શા સુધારશે ” ( ૪૭–૪, ૫). "" આ સિદ્ધાંત અનુસાર મહંમદ સાહેબ લડાઈના કેટ્ટીઆને કાંઈ પણુ બદલે કે જામીન લીધા વિના ઉપકાર કરવા ખાતર છેડી દેતા હતા અને કાંક કચાંક કાંઈક નુકસાની લઈ ને છોડી દેતા હતા. મદ્રની લડાઈમાં સિત્તેર કેદીઓને કાંઈક લઈને મુક્ત કર્યાં હતા. જેએ ગરીખ શિક્ષિત કેદીએ હતા તેમને એવી આજ્ઞા અપાઈ હતી કે તેઓએ મદીનાના દસ દસ ભાઈ એને અક્ષરજ્ઞાન આપીને ઘેર જવું. એક વાર એમણે બની મુસ્તલિક કખીલાના સે પરિવારોને તથા બીજી વાર હવાજીન કબીલાના છ હજાર કેદીઓને કાંઈ લીધા વિના છેાડી દીધા હતા. ગુલામ રાખવાની જૂની પ્રથા આથી ઘણી ઓછી થવા લાગી. ધર્મપ્રચારની રીત “ અને હું મહંમદ ! જ્યારે તમે લેાકાને સન્માર્ગે ચાલવા કહેા છે ત્યારે તે તમારું સાંભળતા નથી; તમે જુએ છે કે તે તમારી તરફ જોઈ રહ્યા છે પણ તેઓ દેખતા નથી. “ તે એમને માર્ક કરો, એમને ભલાં કામેા કરવાનું કહેા અને છતાં જે ન સમજે તેને છોડી દે, Page #204 -------------------------------------------------------------------------- ________________ કુરાન અને તેને ઉપદેશ “અને જે શેતાન તમને ક્રોધિત કરવા લાગે તો ઈશ્વરને શરણે જાઓ; ઈશ્વર સર્વ સાંભળે તથા જાણે છે, “જ્યારે જ્યારે શેતાન ગુસ્સાની કે બદલે લેવાની ભાવનાને ઉશ્કેરે છે ત્યારે ત્યારે જે લેકે એવી બૂરાઈઓથી બચે છે અને સાવધ રહે છે તેઓ જ દેખી શકે છે” (૭ – ૧૯૮ થી ૨૦૧). “અને જે લડાઈના સમયમાં એ લકે કે જે એક ઈશ્વરની સાથે બીજાને જોડે છે તેમાંથી કોઈ તમારે આશરે આવે તો તેને રક્ષણ આપજે, અને ઈશ્વરની વાત સંભળાવજે. તોપણ જે તેમાં વિશ્વાસ ન રાખતો થાય તો તેને તેના રક્ષિત સ્થળ સુધી પહોંચાડી દેજો કારણ કે તે અણસમજુ છે” (૯-૬). અને હે મહંમદ ! જો તેઓ તમને મિથ્યા ગણે તો તેમને કહી દેજે કે તમને તમારા કર્મનાં ફળ મળશે ને મને મારાં કર્મનાં ફળ મળશે, ન તમે મારાં કૃત્ય માટે કે ન હું તમારાં કૃત્ય માટે જવાબદાર છીએ. “એમાંના કેટલાક તમારી વાતને સાંભળે છે; પણ બહેરાઓને અથવા સાંભળવાની અનિચ્છાવાળાઓને કેમ સંભળાવી શકશે ? “કોઈક તમારી તરફ જુએ છે પણ જેઓ આંધળા છે અથવા દેખવા નથી ઈચ્છતા તેમને તમે જેવડાવી શકશે ? ખરેખર ઈશ્વર મનુષ્ય ઉપર કોઈ પણ પ્રકારને જુલમ નથી કરતે, મનુષ્ય પિતા ઉપર જ દુઃખ (જુલમ) આણે છે” (૧૦-૪૧થી ૪૪). “મનુષ્યને ચતુરાઈથી તથા મીઠાશથી સમજાવીને પાલનહારને રસ્તે લાવો; એમની સાથે ચર્ચા કરે તો મીઠાશથી કરે. Page #205 -------------------------------------------------------------------------- ________________ ગીતા અને કુરાન ખરેખર જેઓ રસ્તો ભૂલેલા છે તેમને તથા ખરે માર્ગે ચાલે છે તેમને બન્નેને ઈશ્વર બરાબર ઓળખે છે. અને જે તેમની તીખી વાતને ઉત્તર આપો તો વધારેમાં વધારે તેટલી જ કડક ભાષામાં આપે. પરંતુ જો તમે એમની આકરી ભાષાને બરદાસ્ત કરી લે તે ખમી ખાનાર માટે સારાં ફળ નિયાં હોય છે. તેથી તમે સબૂરી કરે, ઈશ્વરના આશીર્વાદ વિના તેમ કરવું મુશ્કેલ છે, અને તે માટે ઉદ્વિગ્ન ન રહે અને તેઓ જે યુક્તિઓ તમારા વિરુદ્ધની જે છે તેથી કલેશ ન પામે. “ખરેખર ઈશ્વર તેને સાથ દે છે જેઓ બૂરાઈથી બચે છે ને ભલાં કામ કરે છે” (૧૬-૧૨૫ થી ૧૨૮). “ અને તમારા નિયંતાની આજ્ઞા છે કે તમે તેના સિવાય બીજા કેઈની પૂજા ન કરે અને પોતાનાં માબાપ સાથે સદાચારથી વર્તે. જો તેમાંથી કઈ એક કે બન્ને બુઠ્ઠાં થઈ જાય તે તેમને લેશ પણ માઠું ન લાગવા દે, તેમને કઈ આકરી વાત ન કહે, એમની સાથે વાતચીત કરે તે પ્રેમથી અને નમ્રતાથી કરે, એમની પાસે વિવેકપૂર્વક રહે, એમના પ્રત્યે સભાવના રાખો તથા ઈશ્વર પાસે માગો–“હે ભગવાન, એમના ઉપર દયા વરસાવ કારણ કે, એમણે મને નાનેથી મેટ કર્યો છે.' “ઈશ્વર સારી પેઠે જાણે છે કે તમારા મનમાં શું છે; જે તમે ભાઈ કરશે તે જેઓ ઈશ્વર તરફ વળેલા છે તેમના દોષ ઈશ્વર માફ કરી દે છે. પિતાના સંબંધીઓને હક માટે નહીં, ગરીબોને તથા પરદેશીઓને દાન દે, પોતાની મતાને બરબાદ ન કરે” (૧૭–૨૩ થી ૨૬ ). Page #206 -------------------------------------------------------------------------- ________________ કુરાન અને તેનો ઉપદેશ ૧૯૭ “ અને ગરીબીના ડરથી પેાતાનાં સંતાનેને સંહાર ન કરો, ઈશ્વર એમને તથા તમને ખાવાનું આપે છે, પેાતાની સંતતિ મારી નાખવી એ મહાપાપ છે. “ વ્યભિચારથી દૂર રહે, ખરેખર તે માર્ગ ગંદો તથા ખેાટા છે. “કાઈ અનાથના ધનની ઇચ્છા માત્ર ને રાખા, સિવાય કે તે જો સગીર હાય અને તેના માલનું તમે રક્ષણ કરવા ઇચ્છતા હેા; આપેલ વાયદા પાળા, તમને આખરે પૂછવામાં આવશે કે તમે વચન પાળ્યું હતું કે નહીં. << જ્યારે કાઈ ને કાઈ પણ ચીજ માપીને આપે તે બરાબર માપો, તાળીને આપે તે ત્રાજવું ને કાટલાં સાચાં રાખજો; આ જ સદાચાર છે અને છેવટે તેથી જ તમારું ભલું થવાનું છે. “ જે વાતનું તમને પૂરું જ્ઞાન નથી તેને પકડી ન રાખેા ( એટલે કે જેતે વિષે તમને પૂરી માહિતી નથી તે અંગે કાઈના ઉપર આક્ષેપ ન કરે ). ખરેખર તમારાં કાન, આંખ અને હ્રદય સૌને પૂછવામાં આવશે કે તેમણે કેવાં કેવાં અને કયાં કયાં ભલાં ભૂરાં કમેર્યાં કર્યાં હતાં. “આ સંસારમાં કાઈ થી અકડીને ન ચાલેા, કારણ કે તમે પૃથ્વી વીંધી શકતા નથી કે નથી તમે પર્વત જેટલા ઊંચા. આમ કરવું તે પાપ છે. આ જ સાચું જ્ઞાન ઈશ્વરે તમને તમારા શ્રેય માટે આપ્યું છે” ( ૧૭–૩૧, ૩૨,૩૪ થી ૩૯ ). tr * મનુષ્યના ખૂનને માટે અથવા આ દુનિયામાં ઝઘડાએ પેદા કરવાની સજારૂપે કાઈની કતલ કરવામાં આવે તે સિવાય જો કાઈ કાઈને જીવ લેશે તે તે આખી માનવજાતને હત્યારા Page #207 -------------------------------------------------------------------------- ________________ ગીતા અને કુરાન ગણાશે અને જે કઈ કઈ પણ એકને જીવ ઉગારશે તેણે સો! મનુષ્યને જીવ બચાવ્યો એમ ગણાશે. . .” (૫-૩૨). લે કોને કહે કે આ હું તમને દાખવું કે ઈશ્વરે કઈ કઈ વસ્તુઓની મનાઈ કરી છે–અલ્લાહની સાથે બીજા કેઈને ભેળો નહીં (એટલે કે બીજા કોઈની પૂજા ન કરે). પિતાનાં માબાપની સેવા કરે, ગરીબીને કારણે પિતાની સંતતિની હત્યા ન કરે, અલ્લાહ તમને, અને તેમને ખાવાનું આપે છે; ઉઘાડા કે છૂપા કાયિક કે માનસિક વ્યભિચારમાત્રથી છેટા રહે; માત્ર ન્યાયના કારણે સિવાય બીજા કોઈને જીવ ન લે, આ સર્વ ઈશ્વરના આદેશ છે તેને તમે સમજે. અને કેઈ અનાથના માલ ઉપર હાથ ન નાખે; માત્ર તમે તેની સગીર અવસ્થામાં તેના ભલા ખાતર તેના માલના રક્ષણની ખાતર તેને કબજે રાખી શકે છે. જે વસ્તુ માપ કે તળે તે બરાબર માપજે–તળ; ઈશ્વરે કોઈને એવું કામ નથી સોંપ્યું કે જે તે પૂરું ન કરી શકે. અને જ્યારે બોલે ત્યારે સાચું બોલજે, ભલે તે તમારા સંબંધીની વિરુદ્ધ જતું હોય; ઈશ્વરની આજ્ઞા માને. આ જ એને આદેશ છે તે ધ્યાનમાં રાખે. આ જ ઈશ્વરને ચીધેલ માર્ગ છે. આ જ સીધે રસ્તો છે, એના ઉપર જ ચાલે, અવળે રસ્તે ન ચાલે કારણ કે તે તમને પ્રભુમાર્ગથી દૂર દૂર લઈ જશે. આ જ ઈશ્વરને આદેશ છે જેથી તમે દુષ્કર્મોથી બચી શકશે” (૬-૧૫ર થી ૧૫૪). સત્યને અસત્યથી ન ઢાંક; જે વાત સાચી છે તેને ન છુપાવો. ઈશ્વરની કૃપા યાચે, ગરીબોને દાન આપે, ઈશ્વરને નમવાવાળાને નમે. Page #208 -------------------------------------------------------------------------- ________________ કુરાન અને તેના ઉપદેશ ૧૯૩ “શું તમે બીજાને ભલા અનવાને ઉપદેશ આપશે, કુરાનનું પારાયણ કરશે અને પેાતાને જોશેા નહીં; શું તમને સૂઝબૂઝ નથી? સહનશીલતા અને પ્રાર્થના દ્વારા ઈશ્વરની મદદ માગા. જેએ નમ્રતા અને દીનતા રાખે છે તથા જેઓ જાણે છે કે તેમને છેવટે ઈશ્વર સમક્ષ હાજર થવું પડશે. એ સિવાયના મનુષ્યો માટે આખરે કાળ કપરો આવશે.’’( ૨-૪૨ થી ૪૬ ) “ અન્યાયથી કાઈ ના માલ હડપવાના પ્રયત્ન ન કરશ તથા કચેરીઓમાં પૈસાને અને અધિકારીઓને પેાતાના પક્ષમાં લેવાની કાશિશ ન કરે અને એવું ન કરેા જેથી તમે અધર્મથી કાઈના ભાલમાંથી કાંઈ ભાગ પડાવો.” (૨-૧૮૮) tr “ ઈશ્વરનાં કાર્યોંમાં પોતાનું ધન વાવો. પેાતાને હાથે પોતાને ખુવાર ન કરા, બીજાનું ભલું કરા; ખરેખર ઈશ્વર તેને જ ચાહે છે જે બીજા ઉપર ઉપકાર કરે છે” (૨-૧૯૫ ). લે કે તમને વ્યસન તથા નૂગટા માટે પૂછશે. કહી દેજો કે આ બંને વસ્તુ પાપમૂલક છે; કાઈકને તેથી ફાયદો થતા હશે પણ એનું પાપ લાભ કરતાં અનેકગણું છે "" "" (૨–૨૧૯ ), • “વ્યસન તથા ધૃત દ્વારા શેતાન તમને એકબીજાને લડાવવા તથા તમારામાં ધુણુા ફેલાવવા ઇચ્છે છે. જેથી તમે ઈશ્વરથી દૂર રહે; તેનાથી ચેતીને ચાલે ” ( ૫–૯૧). "" rr તમે કાઈ ને દાન દઈ તેને નુકસાન પહેાંચાડે તેના કરતાં લેકે સાથે પ્રેમથી મેલે તથા તેમની ભૂલેને મા કરો તે વધારે સારું છે. ઈશ્વર સર્વને સંભાળનાર તથા દયાળુ છે. હે શ્રદ્ધાળુઓ ! જેને દાન આપે! તેનું અહિત કરીને કે તેને ત્રાસ આપીને દાનને વ્યર્થ ન બનાવી દે. તે માણસની પેડે કે જે દેખાવ ખાતર દાન આપે છે તથા ઈશ્વર ઉપર Page #209 -------------------------------------------------------------------------- ________________ છે . ગીતા અને કુરાન અને છેવટના ન્યાયદિન કે જ્યારે પિતાનાં કર્મફળો ભેગવવાં પડશે તેના ઉપર વિશ્વાસ રાખતા નથી”(૨૨૬૩, ૨૬૪ ). “હે શ્રદ્ધાળુઓ ! પોતાની સાચી કમાઈના શુદ્ધ ભાગમાંથી દાન આપે – એવી વસ્તુઓમાંથી કે જે ઈશ્વરે તમને જમીનમાંથી ઉત્પન્ન કરી દીધી છે; તમે ફરી ફરી દાન કરી શકે તે હેતુથી તમે હરામની કમાઈ તરફ દષ્ટિ ન દોડાવે.... (૨-૨૬૭). જે તમે જાહેર રીતે દાન કરી શકે તે સારું છે પણ જો તમે ગુપ્ત રીતે ગરીબોને દાન આપો તે તે વધારે સારું છે; આમ કરવાથી તમારાં બૂરાં કાર્યો એ સરતાં જાય છે; તમે જે કરે છે તેની જાણ ઈશ્વરને છે” (૨–૨૭૧). ઈશ્વર વ્યાજખોરોને બરક્ત નથી આપતો . . .” (૨–૭૬). “હે શ્રદ્ધાળુઓ - ભક્તો ! વ્યાજ ન લે, ધન ઉપર ધન ન વધારે, ઈશ્વરની આજ્ઞાનું પાલન કરે જેથી તમારું ભલું થાય” (૩–૧ર૯). કાઈને જ કરવો ખરાબ છે, ઈશ્વર તમને આ બૂરાઈથી બચા”(૧૧૩-૫). જે વસ્તુ તમને વહાલી છે તેમાંથી તમે ઉદાર હાથે દાન નહીં કરે ત્યાં સુધી તમે પોતાનું શ્રેય સાધી શકતા નથી. જે દાન આપે છે તે ઈશ્વરની જાણમાં છે” (૩–૯૧). “જેઓ અમીરીમાં ને ગરીબીમાં બન્ને દશાઓમાં છૂટે હાથે દાન દે છે, ક્રોધને વશમાં રાખે છે તથા બીજાઓના ગુનાઓને માફ કરી દે છે તેવાઓ માટે સ્વર્ગ સરજાયું છે. ઈશ્વર તેને જ ચાહે છે જે બીજાનું ભલું કરે છે” (૩–૧૩૩). Page #210 -------------------------------------------------------------------------- ________________ કુરાન અને તેને ઉપદેશ ૨૧ જેઓ અન્યાયથી અનાથેની મિલકત પચાવી પાડે છે તેઓ સાચેસાચ પિતાના પેટમાં આગ ઠાલવે છે; એમને બળતી આગમાં જ હેમાવું પડશે” (૪-૧૦). ઈશ્વર ઈચ્છે છે કે તમારા ઉપર તે દયા કરે, પણ જેઓ વાસનાબદ્ધ છે તેઓ ઈચ્છે છે કે તમે ઈશ્વરથી દૂર રહો” (૪-૨૭). ઈશ્વરે તમારામાંથી કોઈને વધારે મિલકત આપી હોય તે તમે તેની ઈર્ષ્યા ન કરે. દરેક સ્ત્રીપુરુષને ન્યાયપુર:સરની કમાઈ જરૂર મળશે, ઈશ્વરની પ્રાર્થના કરો કે તમારી કમાઈ સવાઈ થતી રહે. ઈશ્વર સર્વજ્ઞ છે” (૪-૩૨). ઈશ્વરને ભજે, એની સાથે બીજા કોઈને ન જોડે. પિતાનાં માબાપ સાથે, સગાંવહાલાં સાથે, અનાથો તથા ગરીબ સાથે, પોતાના આપ્ત તથા ઈતર પડોશીઓ સાથે, રસ્તે ચાલનારા સાથે, પ્રવાસીઓ સાથે, તમારા આશ્રિત સાથે, સૌની સાથે, ભલાઈથી વર્તે તથા નરમાઈ રાખે; ખરેખર ઈશ્વર ઘમંડીઓને તથા આપબડાઈ કરવાવાળાઓને નથી ચાહતો” (૪-૩૬). હે ભક્તો ! સદૈવ ન્યાયી બને, અને ઈશ્વરને નામે સાચી સાક્ષી પુરાવો. ભલે તે તમારી, તમારાં માબાપની કે કેઈ નજીકનાં સગાંની વિરુદ્ધ જતી હોય. આમાં અમીર ગરીબને વિચાર ન કરે...” (૪-૧૫). હે શ્રદ્ધાળુઓ ! ઈશ્વરને નામે સદા સત્યને અનુસરે. સાચી સાક્ષી પુરાવો. કેઈન પ્રત્યે ઘણું હોય પણ તેને અન્યાય ન કરે, સૌની સાથે ન્યાયથી વર્તો. આ સદાચાર પવિત્ર જીવનનું અંગ છે. ઈશ્વરનો વિચાર દૃષ્ટિ સમક્ષ રાખો. તે તે સર્વત છે તેથી તમે શું કરો છો તે તે જાણે છે” (૫–૮). Page #211 -------------------------------------------------------------------------- ________________ २०२ ગીતા અને કુરાન “હે ભક્તો! જયાં સુધી તમે કાબાની યાત્રામાં છે ત્યાં સુધી કોઈ પણ પશુને શિકાર ના કરશે . . .” (૫–૯૫). અને જ્યારે આ આરબેમાંથી કોઈને ત્યાં પુત્રી જન્મે ત્યારે તેનું મોટું કાળું પડી જાય છે, તેને ક્રોધ ચઢે છે; તે પુત્રી જન્મને એટલી બધી ખરાબ વસ્તુ માને છે કે તે પિતાનું મોટું કોઈને દેખાડતો નથી; તેના મનમાં તર્કવિતર્ક થવા લાગે છે કે શું આ છોકરીને જીવવા દઈને કલંક સહન કરું કે એને જીવતી દાટી દઉં. ખરેખર આ વિચારે દુષ્ટ છે” (૧૬-૫૮, ૫૯). “તેઓ ઈશ્વરના કૃપાપાત્ર બને છે જેઓ બીજાઓ પ્રત્યે ભલાઈ કરે છે” (૭-૫૬). “હે વિશ્વાસુઓ! એ નિર્વિવાદ વાત છે કે કેટલાક ધર્મ ગુરુઓ તથા મહંતે ભક્તોનું ધન હડપી જાય છે અને ઈશ્વરના સાચા માર્ગથી અવળા ફટાવે છે. જેમાં ચાંદી સેનું એકઠું કરશે ને ઈશ્વરનાં કાર્યોમાં તેને નહીં વાપરે તેમને ભારે દંડ થશે” (૯-૩૪). “જેઓ સહનશીલ બનશે તથા ભલાં કામ કરશે તેને ઈશ્વર ક્ષમા આપશે તથા તેને સારે બદલે મળશે” (૧૧-૧૧) ઈશ્વરને આદેશ છે કે બીજાની સાથે ન્યાયથી વર્તો, બીજા પ્રત્યે ભલાઈ કરે, પડોશીઓને દાન આપે, અનિષ્ટ તથા પાપકર્મો ન કરે તથા એકબીજા સાથે ઝઘડે ન કરે. આ વાતનું ધ્યાન રાખે . . . અને એ સ્ત્રીની માફક કામ ન કરે કે જે પાકું સૂતર કાંતે છે, ગ્રંચ પાડે છે તથા તે ટુકડા કરી દે છે. જોકે સોગંદને ઉપયોગ વિશ્વાસઘાત કરવામાં કરે છે કારણ કે એક દળ બીજા કરતાં સંખ્યામાં વધારે છે. ઈશ્વર તમારી આ રીતે પરીક્ષા કરે છે. . . . સેગંદને Page #212 -------------------------------------------------------------------------- ________________ કુરાન અને તેને ઉપદેશ ૨૦૩ આના ભારે દંડ તમને વિશ્વાસઘાતનું સાધન ન બનાવે મળશે ” ( ૧૯-૯૦ થી ૯૪ ). “ ધનદોલત તથા સંતિત આ દુનિયાનાં શણગાર છે પરંતુ સત્કર્માં સ્થાયી છે. તમને તમારાં શુભ કાર્યોંનાં જ સારાં ફળે પાલનહાર આપશે. પેાતાની ઉન્નતિ ભલાં કામેાથી સધાશે. { ૧૮-૪૬ ). .. “ જે પશુઓને યજ્ઞાર્થે વધેરવામાં આવે છે તેમનું માંસ કે લોહી ઈશ્વરને પહેાંચતું નથી. ઈશ્વર તેા તમે ખરાબ કામેાથી બચતા રહે તે જ ઇચ્છે છે. . . ” (૨૨-૩૭). tr વ્યભિચારી સ્ત્રીને કે પુરુષને સા કટકાની સજા કરવી જોઈ એ. તેમના ઉપર દયા ન ખાવી જોઈએ અને ઈશ્વરની આજ્ઞાના ભંગ ન કરવા જોઈએ ( ૨૪–૨). “ દયાળુ ઈશ્વરના સાચા ભક્તો દીનતા ધારીને દુનિયામાં રહે છે; અજ્ઞાનીએ તેમને આડુંઅવળું સંભળાવે છે ત્યારે તેઓ ઉત્તરમાં નમન કરે છે” (૨૫–૬૩ ). “ લુકમાને પેાતાના દીકરાને કહ્યું, હું બેટા! ઈશ્વરની કૃપા યાચતા રહે, સત્કર્માં પ્રત્યે લોકાને વાળતા રહે અને ખરાબ કામેાથી શકતા રહે; જે કાંઈ આફતા તારા ઉપર આવે તેને ધીરજથી સહી લેજે; સાચેસાચ ઈશ્વરના આ પા આદેશ છે. * વ્યભિચાર (ઝિના ) અર્થ એવે છે કે પાતાની પરિણીત સ્રો સિવાયની બીજી સ્ત્રી તરફ કુદૃષ્ટિ કરવી. હદીસા ( પુરાણા )માં ઉલ્લેખ છે કે મહંમદ સાહેબ પછીના ખીન્ન ખલી ઉમર સાહેબના સમયમાં ઉમર સાહેબના એક દીકરા ઉમર વ્યભિચારને ગુને સાબત થયેા. ઉમર સાહેબે ઉપરના શ્લાક પ્રમાણે સેા ફટકા મારવાનો હુકમ આપ્યા. પૂરા સે। ફટકા ખાતાં પહેલાં જ છેક મરી ગયા. એને દાટવામાં આÀા; ખાકી રહેલા ફટકા તેના બાપના હુકમ પ્રમાણે તેની કમર ઉપર મારવામાં આવ્યા. આ રીતે ઈશ્વરની આજ્ઞાનું પૂરું પાલન થયું. Page #213 -------------------------------------------------------------------------- ________________ २०४ ગીતા અને કુરાન કોઈને પિતાથી નાને માની તેની અવગણના ન કરીશ; દુનિયામાં અકડીને ન ચાલીશ. ખરેખર ઈશ્વર કોઈ પણ ધમંડીને કે ડિંગ હાંકવાવાળાને ચાહત નથી. આ દુનિયામાં ભલાઈને વ્યવહાર રાખજે, સચ્ચાઈથી રહેજે અને જ્યારે બોલે ત્યારે ધીમા સાદે બેલજે; ગધેડાની માફક બૂકનારને પરમાત્મા પસંદ કરતો નથી” (૩૧-૧૭થી ૧૯). “ઈશ્વર એવાઓને મુક્ત કરશે કે જેઓ માત્ર કહેશે કે અમે ધર્માવલંબીઓ છીએ ?! શું તેમનાં કામોને હિસાબ નહીં થાય ? બૂરાં . . . કામ કરનારા શું એમ માને છે કે તેઓ બચી જશે ? ! તેઓ એવું ધારતા હોય તો તે મિથ્યા છે... ખરેખર જેઓ ઉપદેશ અનુસાર વર્તશે, સત્કર્મો કરશે તેમને જ સત્પષની પંક્તિમાં બેસાડવામાં આવશે” (૨૯-૨, ૪, ૯). મનુષ્યને મારે (અલ્લાહને) આદેશ છે કે તે પોતાનાં માબાપ પ્રત્યે ભલાઈન વ્યવહાર કરે. કેટલાં કષ્ટ વેઠી તેની મા તેને ઉદરમાં રાખે છે, જન્માવે છે, તેને ધવરાવે તથા પોષે છે. અઢી વરસ આ રીતે વીતે છે. છોકરે પુખ્ત થતાં થતાં ચાલીસ વર્ષને થાય છે તે તે ઈશ્વરની પ્રાર્થના કરે છે હે ભગવાન! તું મને એવો લાયક બનાવ કે જેથી તે જે મને ને મારાં માબાપને આપ્યું છે તેને હું કૃતજ્ઞતાપૂર્વક સ્વીકાર કરું; હું સત્કર્મ કરી શકું જેથી તે પ્રસન્ન થાય, મારાં સંતાનેનું ભલું કરે; સાચે જ હું તારે આશ્રય ઈચ્છું છું, અને તારી આજ્ઞાને અધીન વર્તુ છું” (૪ ૬-૧૫). “હે ભક્તો ! કઈ પુરુષે બીજાને હસી ન કાઢવો; સંભવ છે કે તે હસી કાઢનાર કરતાં વધારે સારે હોય; કોઈ સ્ત્રીએ બીજી સ્ત્રીને હસી ન કાઢવી; સંભવ છે કે બીજી સ્ત્રી તેના કરતાં વધારે સારી હોય. એકમેકના દોષ ન કાઢે કે ન Page #214 -------------------------------------------------------------------------- ________________ કુરાન અને તેને ઉપદેશ ૨૦૫ એકમેકને ખરાબ નામે બેલા. શ્રદ્ધાળુઓને તેની મનાઈ છે, જેઓ આનું ઉલ્લંઘન કરશે તે પિતા ઉપર દુઃખ વહોરી લેશે. “હે શ્રદ્ધાળુઓ ! બીજાઓ ઉપર શક ન કરે; શંકા કરવી એ ક્યારેક ક્યારેક દેષ મનાય છે. બીજાઓના દે શૈધતા ન ફરે, પીઠ પાછળ કેઈની બૂરાઈ ન કરે. પીઠ પાછળ બૂરાઈ કરવી એ પિતાના મૃત ભાઈનું માંસ ખાવા બરાબર છે. શું તમારામાંથી કોઈ આ પસંદ કરશે ? ના, તમે આને અનિષ્ટ સમજે છે તેથી ઈશ્વરનું સ્મરણ કરે; એ જ તમારા તરફ પ્રેમ તથા દયા દર્શાવનાર છે. હે માનો ! ખરેખર ઈશ્વરે તમને સ્ત્રી-પુરુષથી જન્માવ્યા છે અને તમારા પરિવારે બનાવ્યા છે કે જેથી તમે એકમેકને ઓળખી શકે. ઈશ્વરની નજરમાં એ માણસની આબરૂ વધારે છે કે જે ખરાબ કામથી વધુ ને વધુ બચત રહે છે. ખરેખર ઈશ્વર સર્વ કાંઈ જાણે છે” (૪૯૧૧ થી ૧૩). કારણ કે તમને જે ન મળ્યું હોય તેથી દુઃખ ન પામે, ને જે કાંઈ મળ્યું છે તેથી હવે ન પામે;૧ ઈશ્વર કઈ પણું ઘમંડીને કે ડિંગ હાંકનારને ચાહત નથી”(૫–૨૩). જે દુષ્કર્મ કરે છે તેને પોતાના આત્મા તેને ધિક્કારે છે . . .”(૭૫-૨). “સ્વર્ગ તેઓને મળે છે જેઓ પોતાના પાલનહારને ડર રાખે છે અને પિતાની ઇચ્છાઓને વશમાં રાખે છે (૭૯-૪૦-૪૧). ૧. પ્રિય પામી સુખ માનતો નથી, અપ્રિય પામી દુઃખ માનતો નથી. (ગીતા ૫-૨૦) ૨. ઇચ્છાને નિરોધ એ જ તપ છે.—– જૈન તત્વાર્થ સૂત્ર Page #215 -------------------------------------------------------------------------- ________________ ગીતા અને કુરાન એક વાર અબ્દુલ્લાહ નામને આંધળે મહંમદ સાહેબ પાસે ગયે અને કાંઈક પૂછવા લાગ્યું. તે વેળા મહંમદ સાહેબ કુરેશના સરદાર સાથે વાતચીત કરતા હતા. તેઓને આ પસંદ ન પડયું. તેથી તેમણે એ આંધળા તરફની પિતાની દૃષ્ટિ બીજી બાજુ કરી. આ ઉપરથી કુરાનમાં નીચેની આયતે આવીઃ “ તમે (મહંમદ સાહેબે) નારાજ થઈને પોતાની દૃષ્ટિ બીજી દિશામાં વાળી હતી કેમ કે એક આંધળો તમારી પાસે આવ્યો હતો. તમને કેવી રીતે સમજાય કે એ પિતાની જાતને પોતે પવિત્ર કરી શકશે; તમારાં વચનો સાંભળીને તે સુખી થશે ? અને જેઓને તમારી જરૂર નથી તેની સાથે તમે વાત કરે છે, તેઓ પવિત્ર ન થઈ શકે તે તેમાં તમારો વાંક નથી; પરંતુ જે પરિશ્રમ કરીને તમારી પાસે આવે છે, જેને પ્રભુને ડર છે, શું તેના તરફથી તમે તમારું મોઢું ફેરવી લેશે ? ના ! તમારી મોટાઈ તેને મળવામાં જ રહેલી છે”( ૮૦-૧ થી ૧૧). “વિશેષ સંપત્તિ તમને ઈશ્વરથી વિમુખ કરે છે. એટલે સુધી કે તમે મોતના મોઢામાં જઈ પડે છે, ના, તમને જલદીથી સમજાશે; ના, ના, તમને ખબર પડી જશે. ના, તમારામાં સાચી સૂધબૂધ હોત તો તમને તમારા કર્મોનું ફળ નરક દેખાતા અને તમને તેની ખાતરી થાત. છેવટના દિને તમને પૂછવામાં આવશે કે ઈશ્વરે આપેલ વસ્તુનો ઉપયોગ કર્યો.” (૧૦૨–૧ થી ૮) તેઓનો નાશ થશે જેઓ અધર્મથી વર્તે છે. જેઓ બીજા પાસેથી માલ લે છે તે પૂરે લે છે, પણ જ્યારે બીજાને આપે કે બીજા માટે તેલે છે ત્યારે ઓછો આપે છે” (૮૩–૧ થી ૩). * સત્ય સુવર્ણના ઢાંકણાથી ઢંકાયેલું છે.– ઉપનિષદ Page #216 -------------------------------------------------------------------------- ________________ કુરાન અને તેના ઉપદેશ २०७ "" “ ઈશ્વરે સાપ ને તાલ એ માટે અનાવ્યાં છે કે તમે સૌની સાથે ન્યાયસંગત વ્યવહાર કરે; અન્યાય ન કરેા તથા કાઈના હક ઉપર તરાપ ન મારા ” ( ૫૫-૭ થી ૯ ). મનુષ્યાને ધિરે બે રસ્તા સ્પષ્ટ રીતે બતાવ્યા છે, એક જમણા હાથનેા માર્ગે જે પર્વતના ચઢાણ જેટલે કઠણુ છે; બીજો ડાબા હાથના કે જે પર્વતના ઉતાર સમાન સહેલા છે. પણ મનુષ્ય ચઢાણુથી બચવા માગે છે. તમે કેવી રીતે જાણો કે આ ચઢાણના માર્ગ તે શું છે? તે રસ્તા એટલે ગુલામેાને આઝાદ કરવાના અકાળમાં પોતાનાં સગાંસંબંધીઆને તથા ધૂળમાં લેાઢતા ગરીબેને અન્ન આપવાને; જે આ રીતે વર્તે છે તે ખરે. ધર્મનિષ્ઠ ( મેામીન ) કહેવાય છે. એવા લેાકેા જ એક્બીજાને ધૈર્યની તથા યા કરવાની સલાહ આપે છે. આ લાકા જ જમણા માર્ગે જવાવાળા હોય છે. આથી વિપરીત જે અમારું કહ્યું નથી માનતા તેઓ ડાબા હાથવાળા રસ્તે જનારા છે ને તેમના ઉપર આગ વરસે છે’ (૯૦-૧૦ થી ૨૦ ), * “ કાઈ અનાથને દુઃખ ન દે, ભિક્ષાર્થી ઉપર ગુસ્સો ન કરે અને સૌને પરમેશ્વરે આપેલ કૃપાવસ્તુના શુભસંદેશ સુણાવે ( ૯૩-૯ થી ૧૧). (6 * ગુલામીની પ્રથા લગભગ બધા પ્રાચીન દેશેામાં હતી. રામમાં આને પ્રસાર વધારે હતા અને ત્યાં એણે ભયંકર રૂપ ધાર્યું હતું. રેશમમાં જેટલેા કેર ગુલામેા ઉપર વર્તાવવામાં આવતા હતા તેટલા ખીજે કથાંય ન હતા. યુરે:ષમાં તથા અમેરિકામાં આ જંગલી રિવાજ અઢારમી સદી સુધી ચાલુ હતા. કુરાને આ જૂના રિવાજને ઘણા એછે કર્યાં, યુદ્ધના કેદીઓને યુદ્ધ પછી રાખવાનું બંધ કરવામાં આવ્યું. (૪૭-૪) અને “ ગુલામાને આઝાદ કરવાનું ’’ ઘણી આયતેામાં મહાપુણ્યકાર્ય લેખવામાં આવ્યું છે. (૯૦-૧૩ વગેરે) મહંમદ સાહેબને પેાતાના જીવનકાળમાં જેટલા ગુલામા મળ્યા તે સર્વને કુરાનની આ આજ્ઞા પ્રમાણે તત્કાલ મુક્ત કરવામાં આવ્યા હેલી કુરાન,' લે॰ મહંમદ્દઅલી, પૃ. ૧૧૯૨ હતા.— ધી Page #217 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ ગીતા અને કુરાન સમયની બલિહારી નિહાળે ! જેઓ મારી વાત ઉપર વિશ્વાસ રાખે છે, કાર્ય કરે છે, બીજાઓને સત્યને ને વૈર્યને માર્ગ બતાવે છે તેમના સિવાયના બીજા સૌ નુકસાન વેઠશે” (૧૦૩–૧થી ૩). “મનુષ્યને આ આદેશ આપવામાં આવ્યો છે– પવિત્ર મને પ્રભુનું ધ્યાન ધરે, સત્યપરાયણ તથા ધર્મપ્રિય બને, ઈશ્વરની આશિષ પ્રાર્થતા રહે તથા ગરીબોને દાન દેતા રહે; આ જ સાચે ધર્મ (દીનુલકયમહ) છે” (૯૮-૫). “શું તમને ખબર છે કે ધર્મને ખોટો બતાવનાર કોણ છે? એવા માણસ તો એ છે કે જેઓ અનાથને સતાવે છે અને જેઓ ગરીબોને સતાવે છે અને જેઓ ગરીબેને અન્નદાન દેવા ઉપર ભાર નથી મૂકતા. આવા લે કે જ્યારે નમાજ પઢે છે ત્યારે તેમના ઉપર દયા છૂટે છે. કારણ કે તેઓ નિમાજને ધર્મ સમજતા નથી; તેઓ માત્ર બાહ્ય દેખાવ કરે છે ને દાનપુણ્યમાં પાછા પડે છે” (૧૦૭-૧થી ૭). બૂરાઈને બદલે ભલાઈ “લે કેને આદમના બન્ને દીકરાઓની વાત સાચેસાચી સંભળાવે. આ બન્નેએ ઈશ્વરની ઉપાસના (કુરબાની) કરી; પરંતુ ઈશ્વરે એકની ઉપાસના સ્વીકારી, બીજાની નહીં. કથા આમ છે- આ બેઉમાંથી એકે કહ્યું કે હું તને સાચે જ મારી નાખીશ. બીજાએ જવાબ આપ્યો, ઈશ્વર તેની જ પ્રાર્થના સ્વીકારશે જે બૂરાં કામોથી બચતે રહેશે. જો તું મને મારવા * કુરબાની શબ્દ “કુર્બ' થી થયો છે, જેનો અર્થ “પાસે હોવું” અથવા પાસે જવું થાય છે. સંસ્કૃત “યજ્ઞ”ને શાબ્દિક અર્થ “મળવું થાય છે. કુરબાની કે યજ્ઞ એ એવાં કામને કહેવાય છે કે જેથી મનુષ્ય પ્રભુની વધારે નિકટ જાય છે. અથવા ઈશ્વરમય થઈ જાય છે. આ રીતે કુરબાની, ઉપાસના તથા યજ્ઞ એ ત્રણનો શાબ્દિક અર્થ એકસરખે છે. Page #218 -------------------------------------------------------------------------- ________________ કુરાન અને તેના ઉપદેશ ૨૦૯ આગળ વધીશ તાપણુ હું તને મારવા તારા તરફ નહીં ધરું. ખરેખર હું એ પ્રભુથી ડરું છું કે જે સૌને પાળેપાષે છે.’ ( ઈશ્વરે આ બીજા છોકરાની ઉપાસના માન્ય રાખી, પહેલાની નહીં) ( ૫–૨૭, ૨૮ ). દર "" “ (યહૂદીઓના ધર્મગ્રંથ ) તૌરેતમાં અમે ( ઈશ્વરે) એવા આદેશ દીધેા કે તમે જીવને બદલે જીવ, આંખને સાટે આંખ, નાર્કને બદ્લ નાક, કાનને બદલે કાન અને દાંતના બદલામાં દાંત લઈ શકે છે; એવી જ રીતે તમને સામે માણસ જેટલી ઈજા પહોંચાડે તેટલી તમે તેને પહોંચાડી શકા છે; પરંતુ જે ક્ષમા આપી શકે અને બદલે ન લે તે તે ઉત્તમ છે. આથી માર્ક કરવાવાળાનાં પાપાનું પ્રાયશ્ચિત્ત થઈ જશે૧ ” (૫-૪૫). ... તમને શ્વિરના પવિત્ર ધામ મસ્જિદમાં જતા કાઈક રાકયા તેટલા સારુ તમે તેમની સાથે શત્રુતા રાખા છે છતાંયે તમે આ દુશ્મનાવટને કારણે મર્યાદાનું ઉલ્લંધન ન કરશો. સત્કર્મ કરાવવામાં તથા દુષ્કર્માંથી બચાવવામાં જ મદદરૂપ થાઓ; ખરાબ કામેામાં તથા કાઈને તકલીફ દેવામાં સહાયભૂત ન બતા; ઈશ્વરને ડર રાખેા ઃઃ (૫–૨ ). • • " “ હે મહંમદ ! આમાંના કેટલાક માથુંસે વિશ્વાસઘાતી નીવડશે (એટલે કે એક વાર તમારી વાત માનીને પાછળથી ફરી જશે ); એમને ક્ષમા આપજો તથા જતા કરજો. ખરેખર ઈશ્વરને એ માણસ જ પ્રિય છે કે જે ખીજા સાથે ભલાઈ તથા ઉપકાર કરે છે ” ( ૫–૧૩ ). ૧. આ જ વાત ઈશુખ્રિસ્ત પણ બાઇબલમાં કહી છે. ૨. મક્કાના જે લેાકાએ મુસલમાનાને પાતાના ઘરમાંથી કાઢી મૂકચા હતા અને જેમની સાથે મુસલમાનાની લડાઈ ચાલતી હતી એમના ઉલ્લેખ છે. ગી.-૧૪ Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ ગીતા અને કુરાન જેઓ ધીરજથી સહન કરે છે, ઈશ્વરને રાજી રાખવા મથે છે, ઈશ્વરે એમને જે આપ્યું છે તેમાંથી ગુપ્ત તથા જાહેર દાન કરે છે, તથા અપકાર કરનાર ઉપર ઉપકાર કરે છે તે માણસને આ દુનિયામાં રહેવાને સારુ સ્થાન મળશે.” (૧૩–૨૨) જે કોઈ તમને રંજાડે તો તમે તેટલા જ પ્રમાણમાં તેને દુઃખ દઈ શકે છે, પણ તમે જે ખમી ખાઓ તે સહન કરવાવાળાને વધારે સારું ફળ મળશે. તે માટે સહનશીલતા કેળ. ઈશ્વરની કૃપા વિના ધીરજ નહીં ધરી શકાય. બીજાની ચિંતા ન કરો અને એવું ન વિચારતા રહે કે બીજાઓ તમારે માટે શું ધારતા હશે. ખરેખર ઈશ્વર તેમને સાથી છે જેઓ બૂરાં કામ કરતાં નથી, તથા બીજાઓ સાથે ભલાઈથી વર્તે છે”(૧૬–૧૨૬ થી ૧૨૮). ખરાબ તથા સારાં કર્મો સાથે સાથે નથી થઈ શકતાં. બૂરાઈને બદલે ભલાઈથી આપે; આથી દુશ્મન પણ તમારો પાકે મિત્ર બની જશે. અને જે કઈ દુષ્ટજન તમારું નુકસાન કરે તે ઈશ્વરનું શરણ લે. ખરેખર ઈશ્વર સર્વ કાંઈ સાંભળે તથા જાણે છે” (૪૧-૩૪, ૩૬). જે કોઈ તમારી સાથે બૂરાઈ કરે તો તેને પ્રમાણસર જ સજા કરી શકે છે; પણ જે ક્ષમા આપે છે તથા આ રીતે ખરાબ કરનારને સુધારે છે તેને પ્રભુ ઇનામ આપે છે. ખરેખર ઈશ્વર જુલમ કરવાવાળાઓને ચાહતો નથી. જેના ઉપર જુલમ થાય તે જે સ્વરક્ષણમાં કાંઈ કરે તે તે ગુને નથી. ગુને તો તેઓ કરે છે, જેઓ બીજાઓને દુઃખ દે છે તથા આ દુનિયામાં ધર્મની આજ્ઞાઓ વિરુદ્ધ જઈને ટંટાક્રિસાદ કરે છે. આવા લોકોને ઈશ્વર સખત દંડ દેશે; પરંતુ દુખિત જે પૈર્ય ધારે અને ક્ષમા આપે તે એ કામ એવું છે કે જે કરવા યોગ્ય છે અને એવી જ ભાવના રાખવી જોઈએ” (૪૨-૪૦ થી ૪૩). Page #220 -------------------------------------------------------------------------- ________________ કુરાન અને તેને ઉપદેશ ર૧૧ બૂરાઈને બદલે ભલાઈથી આપે. પ્રભુ સારી પેઠે જાણે છે કે લે કે શું ઈચ્છે છે” (૨૩–૯૬). અન્ય કેટલીક આયત તમે ઈશ્વરના અસ્તિત્વને ઇનકાર કેવી રીતે કરી શકશે? તમે મરી ગયા હતા, અને પ્રભુએ તમને જીવતા કર્યા, તે ફરીથી તમને મારી નાખશે ને જન્માવશે, અને છેવટે તમે તેની પાસે જ જશે” (૨–૨૮). “ખરેખર ઈશ્વર દાણામાંથી તથા ગેટલીમાંથી અંકુર કાઢે છે; તે મૃતમાંથી જીવંત અને જીવતામાંથી ભરેલા બનાવે છે, આ સર્વ ઈશ્વરની જ શક્તિ છે. તે તમે કેમ એને માનતા નથી ” (૬–૯૬). “ઈશ્વરે જ તમને જીવન બક્યું છે, તે જ તમને મત આપશે, અને પાછા તે જ તમને જન્માવશે, ખરેખર મનુષ્ય કૃતઘી છે.” (૨૨-૬૬) હે ભક્તો! ધીરજથી સહન કરે તથા ઈશ્વરની આશિષ માંગે, આ રીતે તેની પાસેથી સહાયતા મેળ. ઈશ્વર તેને મદદ કરશે જે સહન કરે છે. જેઓ ધર્મકાર્યમાં માર્યા ગયા તેમને મરી ગયા ન કહે. ના, તેઓ ચિરંજીવ છે. જો કે તમે તેમને દેખી શકતા નથી. અને આ નિઃસંદેહ વાત છે કે ભય, ભૂખ, તરસ તથા જાનમાલ ને ફળની હાનિ દ્વારા ભગવાન તમારી કસોટી કરશે, પણ જેઓ ધીરજથી સહન કરે છે તેમને શુભસંદેશ સુણ. “અને તેઓને શુભસંદેશ સુણાવે કે જેઓ મુસીબત સમયે કહે છે કે અમે તે ભગવાનના છીએ અને અમારે છેવટે ઈશ્વર પાસે જ જવું છે. તે આવા જ માણસ છે કે જેના ઉપર ઈશ્વર પ્રસન્ન થાય છે; એઓ જ સન્માર્ગે જનારા છે.” (૨–૧૫૩ થી ૧૫૭) Page #221 -------------------------------------------------------------------------- ________________ ક૨. ગીતા અને કુરાન જેઓ ભક્તો છે તેને રક્ષક ભગવાન છે ભગવાન તેમને અંધારામાંથી પ્રકાશમાં લઈ જાય છે”*(૨–૨૫૭). આ ધર્મગ્રંથ (કુરાન) દ્વારા ઈશ્વર એ લેકે કે જેઓ ઈશ્વરની ઈચ્છાનુસાર વર્તે છે તેમને શાંતિને માર્ગ દેખાડે છે; ઈશ્વર તેમને અંધારામાંથી પ્રકાશમાં લઈ જાય છે અને તેમને સીધે માર્ગે દોરે છે” (પ-૧૬). “ઈશ્વરે આ ગ્રંથ (કુરાન) તમારા (મહંમદ સાહેબના) ઘટમાં ઉતાર્યો છે. આની કેટલીક આયતો નિશ્ચિત આદેશ છે ને તે જ આ ગ્રંથને પાયો છે; બાકીની આયત દષ્ટાંતરૂપ છે. જેમના દિલમાં વક્તા છે તેઓ આ દૃષ્ટાંત આયતોને આધારે વર્તે છે અને તેઓ એ દ્વારા લડાઈ ઝઘડા કરવા ઉત્સુક રહે છે; તેઓ પિતાને ફાવતે અર્થ ઘટાવે છે. પરંતુ એને અર્થ ઈશ્વર સિવાય બીજા કોઈ જાણતા નથી અને જેઓ પૂરા પંડિતો છે તેઓ વિશ્વાસ રાખે છે કે આ સર્વ આપણું પાલકની કૃપા છે; દૂરદર્શીએ જ આની પરવાહ કરે છે” (૩-૬). ખરેખર ઈશ્વર મચ્છર કે તેના કરતાં નાના જીવનમાં દુષ્ટાતો આપવામાં સંકોચ નથી કરતો : જેઓ આમાં શ્રદ્ધા રાખે છે તેઓ સમજાવે છે કે આ ઈશ્વર તરફની સાચી વાત છે, અને જે વિશ્વાસ નથી ધરાવતા તેઓ કહે છે – ઈશ્વર આ દૃષ્ટાંતોથી શું કહેવા માગે છે ? આને કારણે કેટલાક સીધે ને કેટલાકે અવળે રસ્તે જશે પરંતુ ખરાબ કરવાવાળા સિવાય બીજા કોઈ ખોટે રસ્તે નથી જવાના” (૨-૨૬). અને જેમની પાસે ધર્મપુસ્તકે છે તેમાંના કેટલાક એવા લકે છે કે તેમને ધનનો ભંડાર સોંપે તે તેઓ તમને હતો તે પાછો આપી દેશે ને કેટલાક એવા છે કે જેમને * ઊંડા અંધારેથી પ્રભુ! પરમ તેજે તું લઈ જા–ઉપનિષદ: કવિ ન્હાનાલાલ Page #222 -------------------------------------------------------------------------- ________________ કુરાન અને તેને ઉપદેશ ૨૧૩ જો તમે એક દીનાર (સુવણૅ સિક્કો ) રાખવા આપશે તે જ્યાં સુધી તમે તે પાછા લેવાને! આગ્રહ નહીં રાખે, તકાળે નહીં કરો, ત્યાં સુધી તેઓ તે પાછે આપણે નહીં; આવા લે કે કહે છે કે જેમની પાસે ધર્મગ્રંથ નથી તેમની સાથે વચન પ્રમાણે ન વર્તીએ તે તેમાં પાપ નથી થતું. આવું ખેલનારા ઈશ્વર વિરુદ્ધ અસત્ય ઉચ્ચારે છે. tr ના, જે પેાતાના વચન પ્રમાણે વર્તે છે તે પૂરાં કામેા કરતા નથી તે ઈશ્વરને વહાલા છે” ( ૩–૭૪, ૭૫ ). "> “ જેએ ધર્મકાર્યમાં માર્યાં જાય છે એને મૃત ન સમજો, તેઓ અમર છે અને એમના પાલનહાર એમને પેાષે છે ( ૩–૧૬ ૮ ). ઃઃ અને આ દુન્યવી જીવન માયા સિવાય ખીજું શું છે ?” ( ૩–૧૮૪ ) ઃઃ “દુઃખ થાય છે એ માણસ માટે કે જે બીજાનું બગાડે છે તથા બીજાની અપકીર્તિ કરે છે, “ જે ધન ભેગું કરે છે અને માને છે કે તેના ખપમાં આવશે, “તે માને છે કે ધન તેને ચિરંજીવ રાખશે, ર ના, તે ખરેખર ભારે આપત્તિમાં સપડાશે, tr અને તમને શી ખબર કે મહા આžત શી છે? “ તે ઈશ્વરે પ્રકટાવેલ આગ છે, “ જે પસ્તાવા રૂપે મનુષ્યના હૃદયમાં મળતી રહે છે, ' સાચે જ આ અગ્નિ માટા થાંભલાએ રૂપે એટલે કે એવી અતૃપ્ત વાસનાઓ રૂપે તેને ઘેરી લેશે ” ( ૧૦૪–૧થી ૯ ). જાહેર કરા કે મારા પ્રભુએ ગુપ્ત કે જાહેર બચલનની ના પાડી છે, પાપની મનાઈ કરી છે, તથા સત્યની વિરુદ્ધ જવાન નિષેધ કર્યાં છે. ઈશ્વરની સાથે બીજા કાઈ ને બેસાડવાના "C Page #223 -------------------------------------------------------------------------- ________________ ગીતા અને કુરાન તમને કાંઈ અધિકાર નથી આ, અને ઈશ્વર માટે એવી વાત કરે કે જેનું તમને જ્ઞાન નથી તેની પણ મનાઈ છે” (૭–૩૩). “ખરેખર ઈશ્વરની દયાના પાત્ર એ લકે છે કે જેઓ બીજાની સાથે ભલાઈ કરે છે”(૭-૫૬). “જ્યાં સુધી કોઈ કેમ પિતાની દશાને પિતે બદલાવી ન દે ત્યાં સુધી ઈશ્વર પિતાની આપેલ ચીજો તે કેમ પાસેથી લઈ નથી લેતું કારણકે તે સર્વ સાંભળે તથા જાણે છે”(૮-૩૫). “જ્યાં સુધી કેઈ કેમ પિતાની દશા નથી બદલતી ત્યાં સુધી ઈશ્વર તેની હાલત બદલત નથી” (૧૩-૧૧). “અને જયારે ઈશ્વર કોઈ સ્થળના લોકોની વચ્ચે તેમનાં પાપોથી સાવધાન કરવા માટે કોઈ પયગંબર મોકલે છે ત્યારે એશઆરામીઓ છડેચોક કહે છે કે અમે તમારી વાત નથી માનતા. તેઓ કહે છે કે અમારી પાસે ઘણું ધન છે તથા સંતતિ છે; અમને કઈ દંડશે નહીં. તેમને સુણું કે મારે પ્રભુ જેને આપવા ચાહે તેને ઘણું ઘણું આપે છે કે જેની પાસેથી લઈ લેવા ચાહે તો તેની પાસેથી લઈ પણ લે છે; આ વાત ઘણુને સમજાતી નથી. તમારી સંપત્તિ કે સંતતિ તમને પ્રભુની સમીપ નહી લઈ જાય. ઈશ્વરની નિકટ તો તે જ પહોંચે છે કે જે વાત માને છે ને ભલાં કાર્યો કરે છે” (૩૪-૩૪ થી ૩૭). જે કઈ પટેલેકમાં સુખ ઇચ્છે છે તેને તે ત્યાં આપે છે અને જેઓ આ દુનિયામાં સુખ ઈચ્છે છે તેમને અહીં જ આપી દે છે. આ લોકોને પરલેકમાં સુખ પ્રાપ્ત નહીં થાય” (૪૨–૨૦). “પરંતુ હે મહંમદ ! જે લે કે તમારું ન માને તે મેં (ઈશ્વરે) તમને તેના ચોકીદાર બનાવીને નથી મોકલ્યા. તમારું કામ તો સંદેશ સંભળાવવા પૂરતું જ છે” (૪૨-૪૮). Page #224 -------------------------------------------------------------------------- ________________ કુરાન અને તેના ઉપદેશ ૨૫ ખેલકૂદ, વિચાર કરી આ દુનિયાનું જીવન શું છે નાટક, બીજાની પાસે પેાતાની બડાઈ કરવી. ધનદોલત તથા સંતતિ વધારવામાં ખીજાએને પરાસ્ત કરવાને પ્રયત્ન કરવા આ જ બસ આ દુનિયાની જિંદગી છે. આ તા એ વરસાદ જેવું છે કે જ્યારે હરિયાળી પથરાઈ, ખેડૂત રાજી થયા; પણુ પછીથી તે હરિયાળી સુકાઈ ગઈ ને નષ્ટ થઈ ગઈ. અને પરલેકમાં દુષ્કર્મીની સજા પણ સરજાયલી છે; ઈશ્વરની ક્ષમા પણ છે. આ દુન્યવી જીવન માયા માત્ર છે. ” ( ૫૭–૨૦) << “ હું ભક્તો ! તમારામાંથી કેટલા કા માટે સ્ત્રી ને બાળબચ્ચાં દુશ્મન છે તેથી સાવચેત રહેા. જો તમે બીજાને માફ કરશો, સહન કરી લેશે, તેને જતેા કરશે તેા ઈશ્વર ક્ષમાવાન તથા દયાળુ છે. "" “તમારાં ઘરબાર ને માલ, બાળબચ્ચાં માત્ર તમારી કસેાટી કરવાની વસ્તુએ છે; ઈશ્વર પાસે તા માટું ઇનામ છે. ( ૬૪–૧૪, ૧૫) “ ખરેખર દરેક આપત્તિ સાથે તેને ઉકેલ પણ છે. ' (૯૪–૫ ) “ હું ભક્તો ! શ્વિરનું રટણ કરા ને તેના પયગંબરનું માના, ઈશ્વર તમારા ઉપર બેવડી દયા કરશે; એક તે! તમારામાં પ્રકાશ પ્રકટાવશે જેથી તમે સીધે રસ્તે જઈ શકા અને ખીજું તમને ક્ષમા બક્ષશે. ઈશ્વર ક્ષમાવાન તથા દયાળુ છે. ” ( ૫૭–૨૮ ) "" “ ખરેખર તે મનુષ્યને ઉત્કર્ષ થશે જે પેાતાના આત્માને પવિત્ર કરશે; * रंगमहलमें दीप बरत आसनसे मत डाल री तोहे राम मिलेंगे । કર્ Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ગીતા અને કુરાન “ જે પ્રભુ સ્મરશે તથા તેની આશિષ માંગશે, “ના, તમે આ દુન્યવી જીવનને ચાહે છે; (c પણ પરલાકનું જીવન વધારે સારું તથા સ્થાયી છે; “ ખરેખર આવી જ વાતા અગાઉના ગ્રંથામાં પણ કહેવાઈ છે. (૨૮-૧૪ થી ૧૮ ). "" << હું શાન્ત તથા સંતુષ્ટ આત્મવાળાએ ! પ્રભુથી રા રહે! ને પ્રભુ તમારાથી રાજી રહે ઃ એ પ્રભુ પાસે પાછા ચાલ્યા જાએ” ( ૮૯–૨૭, ૨૮ ). “ એ ભગવાનના નામથી જે દયાળુ તે ઃઃ સૂરજ ને તેના તેજના વિચાર કરે, “ અને ચંદ્રને જે સૂર્યમાંથી તેજ મેળવે છે, << “ અને દિવસના કે જે આ સૃષ્ટિ આપણને દેખાડે છે, “ અને રાતને કે જે દુનિયા ઉપર પડદો પાડે છે, “ અને આકાશ અને તેની રચનાના, અને આ પૃથ્વી અને તેના પસારાને, cc અને આત્મા અને તેની પૂર્ણતાને, કૃપાળુ છે, << :: એ જ ઈશ્વરે દરેક જીવને વિવેકશક્તિ આપી છે જેથી પૂરાઈ અને બૂરાઈથી બચવું તે શું છે તેની સમજ પડે, ખરેખર તે માણસનું કલ્યાણ થશે જે પેાતાના આત્મા પવિત્ર રાખશે, અને તે ખાટમાં રહેશે જે પેાતાના આત્માને પતિત કરશે ' ( ૯૧૧ થી ૧૦ ), સાર છેવટે અમે સંક્ષેપમાં કુરાનના મૂળભૂત સિદ્ધાંતા તથા તેના ઉપદેશના સાર આપીએ છીએ. કુરાનના મૂળ સિદ્ધાંતા નીચે પ્રમાણે છેઃ Page #226 -------------------------------------------------------------------------- ________________ કુરાન અને તેને ઉપદેશ ૨૧૭ (૧) “અલ્લાહ એક છે” તે નિકાર છે. “તે સકળ સૃષ્ટિને સ્વામી છે,” અને સૌને પિતપોતાનાં કર્મોના ફળ દેનાર છે. એ એક અલ્લાહ સિવાય બીજા કોઈની આરાધના ન કરવી જોઈએ. (૨) સૌ મનુષ્ય એક ભગવાનનાં સંતાન છે અને પરસ્પર ભાઈભાઈ છે. “ દુનિયામાં તે માણસ સૌથી વધારે આબરૂદાર ગણાય છે કે જે બૂરાઈથી બચે છે ને ભલા કામમાં લીન રહે છે.” (૩) દુનિયાના સર્વે મહાન ધર્મોને આવિર્ભાવ એ ઈશ્વરથી થાય છે. સૌ ધર્મોને સ્થાપકોને એક જ રીતે ઈશ્વરથી પ્રકાશ મળે છે ને તેથી સૌ ધર્મો સાચા છે અને મૂળમાં “સૌ ધર્મો એક છે.” () જુદા જુદા ધર્મોમાં સ્થલ ને કાળના ફેરફારને કારણે રીતરિવાજ, પૂજાવિધિમાં તફાવત છે, મૂળભૂત સિદ્ધાંતોમાં ભેદ નથી. લેકે પોતાના ધર્મના મૂળ સિદ્ધાંતોને ભૂલી જઈને લડાઈઓ કરવા લાગી જાય છે, પરમાર્થને બદલે “રીતરિવાજે તથ પૂજાવિધિઓને વધારે મહત્ત્વનાં ગણવા લાગી જાય છે. ” (૫) « પ્રાર્થનાવેળાએ ભક્ત પૂર્વ કે પશ્ચિમમાં મેં રાખે તે ખરી વસ્તુ નથી.” ખરી વાત એ છે કે મનુષ્ય એક ઈશ્વરને માને તથા ભલાઈનાં કામ કરે. કુરાનમાં નિમાજ ને રેજા બનેને આદેશ છે. પરંતુ ન તે નિમાજને ખાસ પ્રકાર ઠરાવવામાં આવ્યો છે કે ન રોજાનો કડક Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ ગીતા અને કુરાન કાયદે. નિમાજ અને રજાને અર્થ એટલો જ છે કે “માનવ બૂરાઈથી બચતે રહે તથા ભલાં કામ કરતો રહે.” “ભલે કોઈ પણ ધર્મને હેય પણ જે એક માણસ એક ઈશ્વરમાં માનવાવાળો હેય ને પરમાર્થકાર્ય કરવાવાળો હેય તે તેને નથી રહેતે કોઈને ભય કે નથી તેને હેતે શેક.” (૬) કોઈ પણ દેશમાં કે જાતમાં લોકે પોતાના ધર્મના સિદ્ધાંતને ભૂલી જાય છે ત્યારે અલ્લા કોઈક પાયગંબર મોકલીને તેમનામાં સાચા ધર્મને સ્થાપે છે.” અને જનસાધારણને સન્માર્ગે વાળે છે. આ રીતના “પયગંબરો” સૌ જાતેમાં, દેશમાં તથા કાળમાં જન્મે છે. (૭) “ જુદા જુદા ધર્મોના સંસ્થાપકમાં ભેદ જે એટલે કે કેઈકને માન ને કઈકને ન માનો એ પાપ છે.” (૮) “કુરાન પિતાની પહેલાંના ગ્રંથની સાખ પુરાવે છે” એટલે કે તેને સત્ય ઠરાવે છે, અને મહંમદ સાહેબ પિતાની પહેલાંના “પયગંબરોની પુનરાવૃત્તિ” માત્ર છે એટલે એમને સાચા પુરવાર કરે છે. (૯) ગીતાની પેઠે કુરાન પણ ખાસ ખાસ સંજોગોમાં કઈ આક્રમણ કરે તે ધર્મરક્ષણાર્થ હથિયાર ઉપાડવાની રજા આપે છે. પરંતુ જે શત્રુ “પાછો ફરે અને તમારી સાથે ન લડે અથવા સંધિ કરવા ચાહે તે તમને યુદ્ધની રજા ઈશ્વર નથી આપતે.” કુરાનને સિદ્ધાંત છે કે “ધર્મની Page #228 -------------------------------------------------------------------------- ________________ કુરાન અને તેને ઉપદેશ ર૧૯ બાબતમાં કોઈના ઉપર બળજબરી ન કરવી જોઈએ.” દરેક વિષયમાં કુરાનની સ્પષ્ટ આજ્ઞા છે કે “ જે મનુષ્ય બીજાઓના સર્વ દેને માફ કરી દે, ખમી ખાય, બૂરાઈને બદલે ભલાઈથી આપે તે તેને માટે શ્રેયસ્કર છે,” “કારણ કે ઈશ્વર સૌને ક્ષમા આપવાવાળે તથા દયાળુ છે. અને “ખરેખર ઈશ્વર તેને જ ચાહે છે કે જે ભલાઈ કરે છે.” બીજી રીતે કહીએ તો કુરાનમાં ઠેરઠેર બે વાતને ઉલ્લેખ છે. એક “ઈમાન” (વિશ્વાસ) તથા બીજી “નેક અમલ” (સત્કર્મ). “ઈમાન”નો અર્થ એ છે કે દરેક મનુષ્ય એક ઈશ્વર અને સૌ દેશમાં તથા જાતેમાં મેકલેલ પયગંબરો ઉપર, પ્રભુપાઠવેલ ગ્રંથ ઉપર, પિતાની સદુપ્રવૃતિઓ ઉપર અને પરલોક જીવન ઉપર શ્રદ્ધા રાખે. નેક અમલ” (સત્કર્મ) ને અર્થ એ છે કે દરેક મનુષ્ય આત્માને કાબૂમાં રાખે તથા પોતાના દેહથી, ધનમાલથી, તથા દિલથી સૌની સાથે સદ્વ્યવહાર રાખે.” કુરાનના મૂળ સિદ્ધાંતોની વાત છે ત્યાં સુધી તો દુનિયાના સર્વ ધર્મગ્રંથની માફક કુરાન સૌ દેશને, જાતને તથા સૌ મનુષ્યોને વારસે છે; તથા કોઈ પણ સત્યાન્વેષીને ધર્મની તથા આત્માની ઉન્નતિનો માર્ગ દેખાડવા માટે પર્યાપ્ત છે. સદ્ભાવથી જેનારને એમ જરૂર લાગશે કે કુરાન માનવધર્મને ઉપદેશ આપે છે જે દુનિયા માટે એકસરખે છે અને સૌ ધર્મોને મણિ છે. આ માનવધર્મને હિંદુ સંતોએ પ્રેમધર્મ” તથા મુસલમાન સૂફીઓએ “મઝહબે ઈશ્ક” કહ્યું છે. Page #229 -------------------------------------------------------------------------- ________________ કંઈક વળી સ્ત્રીઓ સંબંધી સ્ત્રીપુરુષના પરસ્પર વ્યવહાર અંગે કુરાનમાં ઠેર ઠેર ઉપદેશાયું છે. આ ઉપદેશેને કારણે એ સમયના આરઓના રીતરિવાજોમાં અને ટેવોમાં ઘણે સુધારે થયે, અને તેઓ બૂરાઈઓથી બચતા રહ્યા તથા પવિત્ર જીવનની તરફ વળવા લાગ્યા. જે રીતે હિંદુઓની “નારદસ્મૃતિ” માં લખ્યું છે– “ત્રિથા: ક્ષેત્ર વોનિ નરઃ ” એટલે કે સ્ત્રીઓ ક્ષેત્ર છે તથા પુરુષ તેમાં બી વાવનાર છે, તે પ્રમાણે કુરાનમાં સ્ત્રીને ખેતીની જમીન સાથે સરખાવવામાં આવી છે (૨–૨૨૩). ભાવાર્થ એ છે કે સ્ત્રીનું કામ પુરુષોની વાસનાતૃતિનું નથી પણ વંશવેલે ચાલુ રાખ તથા સંતાનને પાળવાં એ તેમનો ધર્મ છે. મહંમદ સાહેબની પહેલાં અરબસ્તાનમાં સ્ત્રીને કઈ પ્રકારનો અધિકાર ન હત; તેમને બાપદાદાની મિલકતમાંથી કશુંયે મળતું ન હતું. એમને દરજજે જાનવરો કે ઘરવખરી જેવો લેખવામાં આવતું હતું.* કુરાને આજ્ઞા કરી કે “જે રીતે પુરુષને અધિકાર સ્ત્રી ઉપર છે તે જ રીતે સ્ત્રીને અધિકાર પુરુષ ઉપર છે” (૨–૨૨૮). “સ્ત્રી પુરુષને માટે અને પુરુષ સ્ત્રીને માટે, અને એકબીજાની શોભા છે” (૨–૧૮૭). કુરાનમાં ઠેર ઠેર સ્ત્રીઓ સાથે વ્યવહાર રાખવાને, ન્યાયપુરઃસર વર્તવાને, તેમના ઘનમાલનું રક્ષણ કરવાને * કુરાનને અંગ્રેજી અનુવાદ, મૌલવી મહમદ અલી, પ. ૧૦૫ २२० Page #230 -------------------------------------------------------------------------- ________________ ૨૨૧ કંઈક વળી ઉપદેશ કરવામાં આવ્યા છે. સ્ત્રીઓની પિતાની મિલકત ઉપર કે “સ્ત્રીધન”ઉપર પુરુષને કેઈ અધિકાર નથી (૨–૨૨૯). કુરાનના સમય પહેલાં સ્ત્રીને પિતાના બાપ, ભાઈ કે ધણી અથવા બીજા કેઈન મરણ પછી તેની મિલકતમાંથી કાંઈ પણ ભાગ મળતું ન હતું. કુરાને આદેશ કર્યો? માબાપ કે નજીકના સગા જે કાંઈ મૂકી જાય તેમને એક ભાગ પુરુષને અને એક ભાગ સ્ત્રીને મળશે, ભલેને મિલકત થોડી છે કે ઘણી, સૌના હિસ્સા ઠરાવેલા છે” (૪-૭). માબાપના કે નજીકના સગાના મરણ પછી નાનાં બાળકને પણ કાંઈ મળતું ન હતું. આરબનો જૂને કાયદે હતું કે “જે મનુષ્ય બીજા ઉપર હુમલો કરતી વેળા ભાલે બરાબર ચલાવી ન જાણે તેને કોઈ પણ મિલક્તમાંથી કશે યે હિસ્સે નહીં મળી શકે. * જેઓ રાતદિવસ લડતા રહેતા હતા તેઓમાં આ કાયદે હવે સ્વાભાવિક હતું. કુરાને ભવિષ્ય માટે પુરુષના, સ્ત્રીના તથા બાળકોના ભાગો નક્કી કરી દીધા” (૪–૧૧; ૫–૧૭૭). લગ્ન માટે કોઈ પણ પ્રકારની સગાંસંબંધી વચ્ચે મર્યાદા ન હતી, તે એટલે સુધી કે બાપના મૃત્યુ પછી તેની સ્ત્રીઓ દીકરાની મિલકત બની જતી. કુરાને આવા નિવ રિવાજને બંધ કર્યો તથા લગ્નસંબંધીની મર્યાદાઓ બાંધી દીધી તથા ક્યાં ક્યાં લગ્ન ન થઈ શકે તે નક્કી કર્યું (૪–૧૯,૨૩). * કુરાન -- મહમદઅલી, પૃ. ૨૦૧ ગી–૧૫ Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ ગીતા અને કુરાન પિતાની પરિણીત સ્ત્રી સિવાય બીજી કઈ બીજી સ્ત્રી સાથે, ભલેને તે ગુલામડી હોય, સ્ત્રીપુરુષ સંબંધ કુરાને વર્ય ગણે તથા તેને પાપ ગણાવ્યું (૪–૨પ વગેરે). “ઈશ્વર તમારા ઉપર દયા કરવા ધારે છે; પણ જેઓ પિતાની વાસનાઓથી દોરવાય છે તેઓ ઈચ્છે છે કે તમે ઈશ્વરથી આઘા રહે.” (૪–૨૭) દરેક સ્ત્રીને યંગ્ય માર્ગે ધન કમાવાને તથા તેના માલિક બનવાને પૂરો અધિકાર મળે. તમારા કરતાં બીજાને ઈશ્વરે વધારે આપ્યું હોય તો તેની ઈર્ષ્યા ન કરે. જે માણસ જેટલું કમાશે તે તેને પિતાને માલ રહેશે; અને જે સ્ત્રી જેટલું કમાશે તે તેને માલ કહેવાશે. ઈશ્વરની પ્રાર્થના કરે કે તે તમારા ઉપર કૃપા વરસાવે. ખરેખર પ્રભુ સર્વ જાણે છે” (૪-૩૨). આમ હોવા છતાંયે સ્ત્રીને તથા બાળબચ્ચાંને રહેવાને, ખાવાપીવાને બંદોબસ્ત કરે એ પુરુષને ધર્મ ગણાવવામાં આવ્યું છે, અને માતાને ધર્મ પૂરાં બે વર્ષ સુધી બાળકને ધવરાવવાને છે (૨–૨૩૩; ૪–૩૪). જે પતિપત્નીમાં કાંઈ ઝઘડો થાય તે કુરાન આદેશે છે કે એક પંચ પતિ તરફને અને એક પત્ની તરફને એમ બે પંચે આપસમાં સુલેહ કરાવી દે, કારણ કે ઈશ્વર સંપમાં સહાયક છે” ( –૩૫). અને “સંપ કર એ ઉત્તમ ચીજ છે” (૪–૨૮). આમ કરવા છતાંયે જે મેળ ન થાય તે વિશિષ્ટ સંજોગોમાં અને કડક શરતોથી છૂટાછેડાની છુટ કુરાન આપે છે; પણ ગર્ભવતી સ્ત્રીથી છૂટાછેડા ન કરી શકાય (૬૫-૪). છૂટી થયેલ સ્ત્રીના ભરણપોષણને યોગ્ય Page #232 -------------------------------------------------------------------------- ________________ કંઈક વળી ૨૨૩ પ્રબંધ છૂટા કરનાર પુરુષે કર દે છે (૨-૨૪૧). “પુરુષને ધર્મ છે કે સ્ત્રી પ્રત્યે ન્યાયનું અને સદ્ભાવનાનું વર્તન રાખે અને ન જ મેળ ખાય તે પ્રેમપૂર્વક નિખાલસ દિલે બને છૂટાં થાય”(૨–૨૩૧ વગેરે). છૂટા થવાને સ્ત્રીને પણ એટલો જ અધિકાર છે એટલે પુરુષને; પરંતુ છૂટાછેડાની છૂટ હોવા છતાંયે મહંમદ સાહેબની પ્રચલિત પ્રસિદ્ધ કથા છે. જેટલી વાતની પરવાનગી મનુષ્યને આપવામાં આવી છે તેમાંથી વધારેમાં વધારે ઘણાસ્પદ વસ્તુ છૂટાછેડાની છે.” (અબુ દાઉદ) એકબીજાના મરણ પછી સ્ત્રી કે પુરુષને પાછું લગ્ન કરવાની છૂટ કુરાને આપી છે (૨–૨૩૪). પુરુષ ચાર લગ્ન સુધી કરી શકે તેવી છૂટ કુરાન આપે છે, પણ આ પરવાનગી જે આયતોથી અપાઈ છે તે ઓહદની પ્રખ્યાત લડાઈ પછીની છે. ત્યારે ઘણાખરા મુસલમાન પુરુષે લડાઈમાં માર્યા ગયા હતા. વિધવાઓની અને અનાથોની સંખ્યા અતિઘણું વધી ગઈ હતી. વિધવાઓથી અનાથ બાળકનું પોષણ થવું મુશ્કેલ હતું. આ સૌના ગુજારાને બંબસ્ત કરવો જરૂરી હતું. સ્ત્રીઓ વધારે હતી, પુરુષે પ્રમાણમાં થોડા હતા. વળી ભવિષ્યમાં આવી લડાઈઓ થવાની હતી. આવા સંજોગોમાં જે શ્લેક મળે તે આ છેઃ અને તમને એવી શંકા થાય કે અનાથેનું પોષણ આ સિવાય નહીં થઈ શકે તે તમને યોગ્ય જણાય તેમાંથી બેની, ત્રણની કે ચારની સાથે લગ્ન કરી શકે છે. પણ જે તમને એમ લાગતું હોય કે તમે સૌની સાથે સરખી રીતે નહીં હતીં શકે. ને સૌને એકસરખે સંતોષ નહીં આપી શકે Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ ગીતા અને કુરાન તે માત્ર એક સાથે લગ્ન કરે અથવા જેની સાથે લગ્ન કર્યા ત્યાં જ અટકે. એક સ્ત્રીને પરણવું ઉત્તમ છે જેથી ધર્મમાર્ગથી ન ચળી શકે” (૪–૩). એક બીજે સ્થળે ઉલ્લેખાયું છે. અને તમે ઈચ્છો તો પણ તમારી તાકાત બહારની વાત છે કે તમે સૌ પરિણીતાઓ સાથે એકસરખો વ્યવહાર રાખી શકે” (૪-૧૨૯). આમ આરઓને વધુમાં વધુ ચાર સ્ત્રીઓ સાથે લગ્ન કરવાની પરવાનગી આપવા છતાંયે કુરાન એક સ્ત્રી સાથેના લગ્નને પસંદ કરે છે. સ્ત્રી કે પુરુષ બંને માટે વ્યભિચારને પાપ લેખવામાં આવ્યું છે. વ્યભિચાર માટેની સજા એવી છે કે જાહેરમાં સો ફટકા મારવામાં આવે. ધર્મનિષ્ઠ મુસલમાનને વ્યભિચારી સ્ત્રી કે પુરુષ સાથે લગ્ન કરવાની મનાઈ છે. તે સાથે સાથે કોઈ પણ સ્ત્રી ઉપર વ્યભિચારને ખેટે આરેપ લગાડનારને એંસી ફટકાની સજા ફરમાવવામાં આવી છે. (૨૪– ૧થી ૪) એ આદેશ આપવામાં આવ્યું છે કે પ્રભુની કૃપા યાચતા. રહેવું જેથી મનુષ્ય શેતાનની જાળથી, અપવિત્ર વાતેથી તથા વ્યભિચારથી બચતે રહે તથા જીવનને શુદ્ધ રાખી શકે (૨૪-૨૧ વગેરે). પવિત્ર જીવન અને વ્યવહાર એ બ્રહ્મચારી, વિવાહિત, માલિક તથા ગુલામ સૌને માટે આવશ્યક મનાયું છે (૨૯-૩૨, ૩૩). પડદાની બાબતમાં નીચેની આયતમાં સંકેત છે. “હે રસૂલ! પિતાની પત્નીઓને, દીકરીઓને અને અન્ય મુસલમાન સ્ત્રીઓને કહી દે કે બુરખે ઓઢી રાખે. આ Page #234 -------------------------------------------------------------------------- ________________ કઈક વળી ૨૨૫ વધારે યોગ્ય છે, આથી તેઓ ઓળખી શકાશે તથા એમને મુસીબતમાં નહીં મુકાવું પડે, ઈશ્વર ક્ષમાવાન તથા દયાળુ છે.” (૩૩–૫૯) હે મહંમદ! તમારી વાત જેઓ માને છે તે મુસલમાન પુરુષને કહી દો કે આવતાં જતાં પિતાની દૃષ્ટિ નીચી રાખે, પિતાનાં અંગે ઢાંકેલાં રાખે, આથી એમનું જીવન પવિત્ર રહી શકશે. ખરેખર તેમની સર્વ કરણીઓની જાણ ઈશ્વરને છે. “અને જે સ્ત્રીઓ તમારામાં વિશ્વાસ રાખે છે એમને કહી દો કે પિતાની દૃષ્ટિ નીચી રાખે, પિતાનાં સર્વ અંગે ઢાંકેલાં રાખે, અને પોતાના શણગારને દેખાવ ન કરે. માત્ર એ શણગાર કે જે બાહ્ય છે. બુરખો ઓઢે, પતિ, પિતા, સસરા, દીકરાઓ, સાવકા દીકરાઓ, ભાઈઓ, ભત્રીજાએ, ભાણેજે, અથવા સ્ત્રીઓ, કરે, અથવા વ્યંઢળ કે નિર્દોષ બાળકે સિવાય બીજા કોઈની પાસે પોતાના શણગારને છત ન કરે; અને પગને ઠમકે ન કરે જેથી નૂપુર વગેરે ઢાંકેલાં હોય તેની જાહેરાત થઈ જાય, અને હે ભક્તો ! તમે સૌ ઈશ્વરને શરણે જાઓ જેથી તમારું કલ્યાણ થશે.” (૨૪-૩૦, ૩૧) આમ સ્ત્રી તથા પુરુષ બન્નેને માટે નીચી દષ્ટિ રાખવાને તથા લાજમર્યાદામાં રહેવાનો એકસરખે હુકમ છે. સ્ત્રીઓને તે ખાસ કહેવામાં આવ્યું છે કે તેમણે પિતાનાં આભૂષણને દેખાવ ન કરે; પણ કુરાન પ્રમાણે તે એ જરૂરી નથી કે સ્ત્રીઓએ ઘરમાં જ ગેધાઈ રહેવું, અને હાથ, મેં કે જે સામાન્ય કામકાજ માટે જરૂરી છે તથા જે બાહ્ય અંગો છે તે ઢાંકેલાં જ રાખવાં. સત્કર્મોને બદલે સ્વર્ગ તથા મેક્ષ સ્ત્રીને તથા પુરુષને સમાન રીતે મળે છે. (૩–૧૯૪;૪-૧૨૪, ૯-૭૨; ૧૬-૯૭) Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ ગીતા અને કુરાન ખરેખર જે પુરુષે તથા સ્ત્રીઓ ઈશ્વરની ઈચ્છાને અનુવર્તે છે, જે પુરુષે તથા સ્ત્રીઓ શ્રદ્ધા રાખે છે, જે પુરુષે તથા સ્ત્રીઓ ઈશ્વરના આદેશને અનુસરે છે, જે પુરુષે તથા સ્ત્રીઓ સત્યનું પાલન કરે છે, જે પુરુષે તથા સ્ત્રીઓ પૈર્ય ધારે છે, જે પુરુષ કે સ્ત્રીઓ નમ્રતા રાખે છે, જે પુરુષે તથા સ્ત્રીઓ દાન દે છે, જે પુરુષ તથા સ્ત્રીઓ ઉપવાસ વ્રત રાખે છે, જે પુરૂષ તથા સ્ત્રીઓ કામવાસનાને કાબૂમાં રાખે છે, જે પુરુષ તથા સ્ત્રીઓ ઈશ્વરનું હરઘડી ચિંતવન કરે છે ઈશ્વર તે સૌને માટે ક્ષમા તથા મહામેલું પારિતોષિક તૈયાર રાખે છે. (૩૩-૩૫) જેહાદ (ધર્મયુદ્ધ) જિહાદ” શબ્દ કુરાનમાં જુદા જુદા અર્થોમાં વપરાય છે. એને સામાન્ય અર્થ એ છે જે વસ્તુ સારી ન હોય તેને પિતાની પૂરી શક્તિ લગાડીને સુધારવાનો પ્રયત્ન કરવો ૧ એટલે કે કોઈ પણ કામ માટે “ભારે પ્રયત્ન” કર. કુરાનમાં ઠેર ઠેર જિહાદ ફી સબીલલ્લાહ”ને પ્રયોગ થયે છે જેને અર્થ છે –“ઈશ્વરના માર્ગે પ્રયત્ન કરે.” ઈસ્લામના આરંભકાળમાં કુરેશના જુલમથી પોતાની જાતને તથા ધર્મને બચાવવા માટે જે મુસલમાને પિતાના વતન માને છેડીને ઈથોપિયા ચાલ્યા ગયા હતા તેમના આ કાર્યને “ઈશ્વરના માર્ગમાં જાનમાલને ભેગે કોશિશ કરવાનું કહેવાયું છે. (૮-૭૨,૭૪, ૭૫) ૧. મુકદાત ઈમામ રાગિબ, તાજુલઅરૂસ ૨. “ગરીબલકુરાન”-મિરઝા અબુલ ફઝલ કરા ના ગાલ પર Page #236 -------------------------------------------------------------------------- ________________ કંઈક વળી २२७ આ જેહાદના કોઈ પણ અસ્ત્રશસ્ત્ર સાથે સંબંધ નથી. તે સમય સુધી તેા લડાઈની પરવાનગી પણ અપાઈ ન હતી; ઊલટું એમ કહેવાયું હતું કે મુસલમાના શત્રુએના જુલમાને ધૈર્યથી તથા શાંતિથી કોઈ પણ પ્રકારના બદલે લીધા સિવાય સહન કરતા રહે અને અને ત્યાં સુધી ખરાઈના બદલે ભલાઈથી આપે.” '' 4 કુરાનમાં કેટલેક ઠેકાણે ખુદ મહંમદ સાહેબને કહેવામાં આવ્યું છે કે જે લેાકેા હજી તમારી વાતમાં વિશ્વાસ રાખતા નથી અથવા જેએ મુસલમાન થયા છતાં સચ્ચાઈથી તથા પવિત્રતાથી તમારી સાથે વર્તતા નથી એ સૌની સાથે “ જેહાદ' ચાલુ રાખા એટલે કે એ સૌને સમજાવવાના પ્રયત્નામાં કચાશ ન આવવા દે. (૯-૭૩; ૬૬-૯) અહીં પણુ જેહાદ ’ ના સંબંધ હથિયારબંધ લડાઈ સાથે નથી. આ આયતામાં જે મુસલમાનાના ઉલ્લેખ છે તેમની વિરુદ્ધ ન તા કદીયે શસ્ત્ર ઉગામવાની રજા અપાઈ હતી કે ન હથિયાર વપરાયાં હતાં. " આ આયતા અંગે કુરાનના અંગ્રેજી અનુવાદક મૌલવી મહંમદઅલીએ લખ્યું છે : << અહીં જેહાદ' એટલે તલવારથી લડાઈ કરવી એ . અરબી ભાષાનું અજ્ઞાન સાબિત કરે છે. ’’ એવી જ રીતે પચીસમી સૂરાની ખાવનમી આયતમાં મહંમદ સાહેબને કહેવામાં આવ્યું છે, “ લેાકેા સાથે કુરાન મારફત · જિહાદ કખીર' એટલે કે ભારે જેહાદ કરી, '’ એને અર્થ એ છે કે પાતાની પૂરી શક્તિ લગાડી લેાકેામાં Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ ગીતા અને કુરાન કુરાનને પ્રચાર કરે અને સમજાવે. આ વિષે મહંમદ અલીએ લખ્યું છેઃ “આથી સ્પષ્ટ થાય છે કે “જિહાદ” શબ્દ કયા અર્થમાં કુરાનમાં વપરાય છે. આ વાત સૌ સ્વીકારે છે કે આ સૂરા મકકાના અરસાની છે કે જેને લડાઈ સાથે કાંઈ પણ સંબંધ નથી. આ આયત પ્રમાણે સત્યને પ્રચાર કરવાને જે યત્ન કરવામાં આવે તે માત્ર “જિહાદ નહીં પરંતુ “કબીર' (ભારે) એટલે કે “બડા જિહાદ” છે...કુરાનના સર્વ ભાષ્યકારે બૈજાવી, ઈમામ અસીરુદ્દીન, અબુ ધ્યાન વગેરે-“જિહાદ” નો આ જ અર્થ કરે છે.”* જેઓ શત્રુઓના કેરથી બચવા માટે ક્યાંક બીજે ઠેકાણે ભાગી જાય પરંતુ સત્ય ન છોડે તથા વૈર્ય રાખે અને સ્વધર્મનું પાલન કરતા રહે તેમના આ કાર્યને કુરાને “જિહાદ” કહી છે. (૧૬–૧૧૦) આ પ્રમાણે દાન દેવું, અનાથને પાળવા, અન્યને સહાય કરવી, આપત્તિ સહેવી, આ સર્વને ઈશ્વરપ્રીત્યર્થે “જિહાદ” કહેવાયાં છે. મહંમદ સાહેબની એક કથા છે કે “ સૌથી મોટી જિહાદ (પ્રયત્ન) પિતાની વૃત્તિઓ ઉપર કાબૂ મેળવવાની છે એટલે કે પિતાના ક્રોધને તથા વાસનાઓને જીતવાં. આને મુસલમાન ગ્રંથોમાં “જિહાદ અકબર” એટલે કે સૌથી મોટી “જેહાદ” કહેવાઈ છે. પ્રાર્થના કરવી (નમાજ), ઉપવાસ કરવા, દાન દેવું વગેરે ધર્મકાર્યોમાં વધારે સમય આપવાને, શ્રમ કરવાને મુજાહદા” કહેવાય છે. * કુરાન-મૌલવી મહંમદઅલી, પૃ. ૭૨૧ Page #238 -------------------------------------------------------------------------- ________________ કંઈક વળી ૨૨૯ કુરાન સાથે જેટલે સંબંધ છે તે અનુસાર જેહાદ શબ્દથી ત્રણ વાતો સાફ થાય છે (૧) કુરાનમાં જેહાદ શબ્દ એ પ્રસંગે વપરાય છે કે જેને કશોયે સંબંધ લડાઈ સાથે કે હથિયાર ઉઠાવવા સાથે નથી. ધર્મકાર્ય માટેના ય “જેહાદ” કહેવાયા છે. (૨) લડાઈ કરવાના અર્થમાં જેહાદ શબ્દ આખા કુરાનમાં ક્યાંય પણ વપરાયો નથી. (૩) ખાસ સંજોગોમાં કુરાને ધર્મરણાર્થે હથિયાર ઉઠાવવાની કે લડાઈ કરવાની રજા આપી છે, પણ ક્યાંય જિહાદ” શબ્દ વપરાયે નથી. “કેતાલ” શબ્દ આવે છે. (૨–૧૯૦ થી ૧૫, ૨૧૬, ૪–૭૪, ૭૫, ૮૪, ૯૦, ૯૪; ૬૧-૪) આકેબત, આખેરત, જન્નત અને જહન્નમ (પરલોક, કર્મફળ, સ્વર્ગ અને નરક). આકેબત તથા આખેરત” એ બે શબ્દ કુરાનમાં ઠેર ઠેર મરણોત્તર જીવન માટે તેમ જ ભલાંબૂરાં કર્મોનાં પરિણામ માટે વપરાયા છે. કોઈ સ્થળે આ જીવનમાં જ કર્મફળની પ્રાપ્તિના અર્થમાં “આકેબત” શબ્દ આવ્યો છે. (૧૦-૭૩) જન્નત (સ્વર્ગ) અને જહન્નમ (નરક) આ બન્નેને ઉલ્લેખ પણ કુરાનમાં ઘણે ઠેકાણે થયું છે. સ્વર્ગમાં કે નરકમાં આત્માઓ સદા માટે કે મર્યાદિત સમય માટે * આ વિષયમાં મૌલવી ચિરાગઅલીનું જિહાદ” અને મૌલાના અબુલ કલામ આઝાદનું “અલ જિહાદ ફિલ ઇસલામ’ આ બે પુસ્તકો મનન કરવા યોગ્ય છે. હીરાલીમિક અને મીશન અલ Page #239 -------------------------------------------------------------------------- ________________ ગીતા અને કુરાન ૨૩૦ રહે છે તે વિષે મુસલમાન વિદ્વાનામાં મતભેદ છે. પરંતુ ઘણાખરા મહાન વિદ્વાનાના અભિપ્રાય આવે છેઃ kr • કાઈ પણ આત્મા હંમેશ માટે નરકમાં જ રહે એ ખ્યાલ કુરાનનેા નથી. ’૧ મહંમદ સાહેબની એવી ઉપદેશ કથા પણ પ્રચલિત છેઃ ખરેખર એક દિવસ એવા આવશે કે જ્યારે કાઈ પણ માણસ નરકમાં નહીં રહી જાય. × ૨ કુરાનની કેટલીક આયતા ઉપરથી એ સમજાય છે કે કુરાનમાં સ્વર્ગ અને નરક એ મનુષ્યને પાતાનાં ભલાંપૂરાં કર્માંનાં પિરણામાની કલ્પના આપવા માટે અલંકારરૂપે ઉલ્લેખાયાં છે. (૧૪-૨૪,૨૫,૨૬) ઉપરની આયતા અંગે મૌલવી મહંમદઅલી લખે છેઃ “ આથી અમને ઇસ્લામી સ્વર્ગનું રહસ્ય સમજાય છે. દરેક સત્કર્મ વૃક્ષરૂપે છે જે ઋતુ આવતાં કળે છે; એટલે કે સ્વર્ગમાં મનુષ્યને જે ફળ મળશે તથા જે સહજલબ્ધ રહેશે તે સત્કર્માંનાં પરિણામે સિવાય બીજું કાંઈ નથી. સ્વર્ગનાં વૃક્ષો એ મનુષ્યનાં સત્કમાં છે, જે વૃક્ષોની માર્ક આ જીવનનાં સત્કાર્યાંનાં આધ્યાત્મિક પરિણામેાને રૂપે ફળ દેતાં રહે છે. એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે કુરાનમાં સત્કર્માને સુળવંતાં વૃક્ષો સાથે સરખાવ્યાં છે તે। શ્રદ્દાની તુલના જલપ્રવાહ કે નહેરા સાથે કરી છે. આપણા પાર્થિવ દેહ પાણીથી બન્યા તથા ટકયો છે. તેથી કુરાનમાં સત્પુરુષો માટે કહેવાયું છે કે તે શ્રદ્ધાળુ છે, પરમાર્થ કરે છે; સ્વર્ગનું વર્ણન કરતાં કહેવાયું છે કે એ એક ઉદ્યાન ૧. ધી હાલ કુરાન ”, લે॰ મહમદ અલી, પૃ. ૪૭૨-૭૩ ૨. કંઝલ–ઉમાલ, ભાગ ૭, પૃ. ૨૪૫ Page #240 -------------------------------------------------------------------------- ________________ ર૭૧ કંઈક વળી છે જેમાં નહેર વહે છે. અહીં નહેશે શ્રદ્ધાના અર્થમાં છે, અને ઉદ્યાનનાં વૃક્ષો એ મનુષ્યનાં સત્કર્મો છે.”૧ કુરાનની ક૭મી સૂરામાં જ્યાં સ્વર્ગમાં જુદા જુદા પ્રકારની નહેરેનો તથા ફળનો તથા નરકમાં ઊકળતાં પાણને ઉલ્લેખ છે ત્યાં આ સર્વને માત્ર મિસલ” અથવા મિસાલ (રૂપક-દષ્ટાંત) કહ્યાં છે. (૪૭–૧૫) ક્યાંક ક્યાંક આ દુનિયામાં ભગવેલ દુઓને બૂરાં કર્મોનાં ફળ રૂપે નરકની આગ લખાવાયાં છે. (૪૦–૬) કેટલેક ઠેકાણે સત્કર્મોના પુરસ્કારરૂપે દુન્યવી વાટિકાએને સ્વર્ગ કહેવાય છે. (૫૫૪૬) મહંમદ સાહેબની ઉપદેશ કથાઓમાં તેમણે મિસરની, ઈરાકની તથા ઈરાનની સરિતાઓને “સ્વર્ગની નહેરે” કહી છે. જન્નત શબ્દની સાથે “હુર” ને ઉપયોગ કુરાનમાં ચાર ઠેકાણે થયું છે. નરજાતિવાચક “હુર” ને સ્ત્રીલિંગી શબ્દ “હીરો” છે તથા તે બન્નેનું બહુવચન પણ છે, તે રવી તથા પુરુષ બંને માટે વપરાય છે. સ્વર્ગને વાયદો સ્ત્રી તથા પુરુષ માટે એકસરખે કરવામાં આવ્યું છે. જે શબ્દોમાં “હુર” નું વર્ણન છે તે પરથી એમ સમજાય છે કે પાર્થિવ વાસના કે કામના સાથે એ “હુર” શબ્દને કાંઈ પણ સંબંધ નથી. (૪૪–૧૪, ૩૭-૪૮; પ૬–૩૬) ૧. “ધી હોલી કુરાન', પૃ. ૫૧૭, પાદટીપ ૨. “મુસલિમ ”, ભાગ ૨, પૃ ૩૫૧ Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ ગીતા અને કુરાન “બાહ્ય દૃષ્ટિએ “દૂર’ શબ્દથી સ્ત્રીનું વર્ણન હોવાનું મનાય છે પણ ખરી રીતે આ જિંદગીનાં કર્મોનાં પરિણામોનું વર્ણન છે. જે શબ્દો વપરાયા છે તે દ્વિઅર્થી છે. આ આધ્યાત્મિક વસ્તુઓને સ્થલ રૂપે વર્ણવાઈ છે. કુરાનમાં ક્યાંય એવું કહેવામાં નથી આવ્યું કે પરભવમાં પણ અહીંનાં જ રૂપ તથા સંબંધે સ્ત્રીપુરુષનાં રહેશે. જે મળશે તે બન્નેને સ્ત્રીને કે પુરુષને એકસરખું મળશે; એક વાત સ્પષ્ટ થાય છે કે પરભવમાં જે મળશે તેને ઐહિક સુખો સાથે કાંઈ જ સંબંધ નથી. ઐહિક તથા પારલૌકિક વસ્તુઓ નિરાળી છે.” મહંમદ સાહેબની એક ઉપદેશ કથા છે: ઈશ્વર કહે છે કે પિતાનાં પ્રિય ભક્તો માટે ઈશ્વરે જે મીઠાં ફળે તૈયાર રાખ્યાં છે તેને આ સ્થલ દષ્ટિ સાથે, આ કાને સાથે કે આ બુદ્ધિથી અનુભવ કરવા સાથે કશોય સંબંધ નથી.” (બુખારી) કુરાનનું મનન કરવાથી એક વાત સ્પષ્ટ થઈ જાય છે કે કુરાનમાં સ્વર્ગને તથા નરકને જે વિચાર દર્શાવાયે છે તે રૂપક રૂપે છે, સ્થૂલ સુખદુઃખ સાથે તેને સંબંધ નથી. જન્નત'ને અર્થ અરબીમાં “બાગ” અથવા આરામની જગ” થાય છે, અને “જહન્નમ' જેરુસલેમ પાસેની એક શેરી હતી કે જ્યાં અગ્નિની પૂજા કરવાવાળા રહેતા હતા. “જહન્નમ” “આગ” કે “મુસીબતનું સ્થાન એ અર્થમાં છે. “દોજખ” ફારસી શબ્દ છે જે સંસ્કૃત ધી હેલી કુરાન,” લે મહમદ અલી, પૃ. ૮૭૦, પાદટીપ Page #242 -------------------------------------------------------------------------- ________________ ૨૩૩ કંઈક વળી દુઃખ ની માફક નીકળે છે. ફારસી શબ્દ “ફિરદોસ” અંગ્રેજી “પૈસેડાઈઝ અને સંસ્કૃત “પ્રાદેશ્ય એક જ છે. જૂના ઈરાનીએ શહેર બહારના ઉપવનને “પ્રાદેશ્ય” અથવા પરદૈસ” કહેતા હતા તે પરથી “ફિરદેસ” તથા “પેરેડાઈઝ” શબ્દ બન્યા છે. Page #243 -------------------------------------------------------------------------- ________________ कोओ नहीं है गैर कोओ नहीं है ग़ैर बाबा, कोअी नहीं है ग़ैर. हिन्दू मुसलिम सिख असाओ, देख सभी हैं भाजी भाजी, भारतमाता सबकी माता : यह धरती ही सबकी माओ. भत रख मन में बैर : ग़ैर । बाबा ! कोअी नहीं है कोओ नहीं है ग़ैर, बाबा ! कोओ नहीं है और. भारत के रहने वाले कैसे काले 1 कैसे गोरे. छूत अछूत के झगड़े पाले पड गये जिससे जानके लाले. काहे का यह बैर बाबा ! कोभी नहीं है ग़ैर 1 कोओ बावा ! नहीं है ग़ैर, कोअी नहीं है ग़ैर. राम समझ रहमान समझ ले धर्म समझ श्रीमान समझ ले मसजिद कैसी मंदिर कैसा Rate अस्थान समझ ले. २३४ Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨૩૫ कोमी नहीं है और कर दोनोंकी सैर बाबा! कोणी नहीं है गैर : कोी नहीं है गैर, વાવ ! હોળી નહીં હૈ ઔર. सोचेगा किसपनमें बाबा ? क्यों बैठा है बनमें बाबा ? खाक मली क्यों तनमें बाबा ? ढुंढ ले उसको मनमें बाबा ! मांग सभोंकी खैर, વાવ! જો નહીં રે રઃ कोली नहीं है गैर, વાવા! શોર્ડ નહીં હૈ ઔર. નથી પરાયું કેઈ* નથી પરાયું કોઈ ભાઈ! નથી પરાયું કઈ હિંદુ મુસ્લિમ શીખ ઈસાઈ ગણજે સૌને ભાઈ ભાઈ, ભારતભૂમિ સૌની ભાઈ આ ધરતી જ બધાની આઈ વેર રાખવું નો'યઃ ભાઈનથી પરાયું કોઈ ભારતના સૌ રહેવાવાળા, શું ગોરા કે શું છે કાળા; છૂત અછૂતના ઝઘડા ઘાલ્યા, * “કોઈ નહીં હૈ ગૈર નો ભાવાનુવાદ, ભાઈને સ્થાને “સજજન ભાયા” કે “વહાલા” કે “બાબા પણ યોજી શકાય. Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨ ગીતા અને કુરાન એકમેકને અતિ રંજાડયા ! વેર નહિ આ હેાય : ભાઈ! નથી પરાયું કોઈ. રામ લહે રહેમાન લહે તું, ધર્મ સમજ ઈમાન સમજ તું; મંદિર મસ્જિદ દેવદાર તું, ઈશ્વરનાં સૌ ધામ સમજ તું; સૌ ચે વંદન યોગ્ય : ભાઈ! નથી પરાયું કઈ કઈ રીતે શોચે તું ભાઈ ? શીદ બેઠે વનમાંહીં ભાઈ? ભસ્મ શીદને અર્થી ભાઈ? શોધી લે તેને ઉરમાંહીં ! ભલું ઈચ્છવું હોય : સૌનું ભલું ઈચ્છવું હોય? ભાઈ! નથી પરાયું કેઈ ૪ Page #246 -------------------------------------------------------------------------- ________________ * ' : વમમત ueny oue ees peqepeuપણ 99090 USમHSB TIMLABEss * * ધર્મ એક જ છે | ' ‘મારી દઢ માન્યતા છે કે જગતના બધા મહાધર્મો : સાચા છે, બધા ઈશ્વરે નિર્ભેલા છે, અને બધા તેનો જ આદેશ ફેલાવે છે, ને તે તે વાતાવરણમાં ને તે તે ધર્મમાં ઊછરેલા લોકોની આધ્યાત્મિક ભૂખને તૃપ્ત કરે છે. હું નથી માનતો એવો સમય કદી આવે જ્યારે આપણે કહી શકીએ કે જગતમાં ધર્મ એક જ છે. એક અર્થમાં આજે પણ જગતમાં મૂળ ધર્મ એક જ છે. પણ કુદરતમાં ક્યાંયે સીધી લીટી છે જ નહીં. ધર્મ એ અનેક શાખાઓવાળું મહાવૃક્ષ છે. શાખાઓ રૂપે ધર્મો અનેક છે એમ કહી શકાય; વૃક્ષરૂપે ધર્મ એક જ છે. '' - ગાંધીજી. * ધર્મને સમજો સાત પુસ્તકોનો સંપુટ 1. હિંદુ ધર્મનું હાર્દ 40.00 2. રામ અને કૃષ્ણ 20.00 3. બુદ્ધ અને મહાવીર 15, 00 4. ગીતા અને કુરાન 30.00 5. હજરત મહમદ અને ઇસ્લામ 20.00 6. ઈશુ ખ્રિસ્ત ર૦.૦૦ 7. અશો જરથુષ્ટ્ર 5.00 આ સાત પુસ્તકો એકસાથે ખરીદનારને રૂ.૧૫૦ને બદલે રૂ. ૬૦માં આપવામાં આવશે. કિંમત : 150/- (સેટના). ISBN 81-7229-124-8(Set)