________________
દુનિયાના સર્વ ધર્મો એક છે ગીતામાં ઈશ્વરને “સત્ય” રૂપે વર્ણવવામાં આવ્યું છે (૧૭–૨૩); કુરાનમાં ઉલ્લેખ છે કે “કોસ્ટ ' (હજજ, ૬૨) એટલે કે “અલ્લાહ હક (સત્ય) છે.”
ગીતામાં ઈશ્વરનું નિરૂપણ કરતાં કહેવાયું છે કે “ એના જે અન્ય કોઈ નથી” (૧૧-૪૩); કુરાનમાં કહ્યું છે કે
અને એના જેવું બીજું કોઈ નથી” (ઈખલાસ ૪). યજુર્વેદના વેતાશ્વતર ઉપનિષદમાં ઉલ્લેખ છે કે અન્ય કઈ એની તોલે આવી શકે એમ નથી અને નથી એથી કોઈ ઊંચો.” - ગીતામાં લખાયું છે કે “આ સકળ જગત ઈશ્વરથી વ્યાપ્ત છે” (૯-૪, ૧૧-૩૮) આ જ ઉલ્લેખ ઈશેપનિષદમાં છેઃ “આ દુનિયામાં જે કાંઈ છે તે ઈશ્વરથી આવરાયું છે”, એટલે કે ઈશ્વર સર્વમાં રમી રહ્યો છે. કુરાન પણ એ જ વાત કથે છે “ગિનવેલુeત્તે ર fીત” (હા મીમ, ૧૪).“અલ્લાહ સર્વ વસ્તુઓને ઘેરી રહેલે છે.”
ઈશ્વર એ સર્વ પ્રાણીમાત્રને આદિ, મધ્ય અને અંત છે” એમ ગીતા ભાખે છે (૧૦-૨૦). ઈશેપનિષદ ઉચ્ચારે છેઃ
તે ચાલતે છતાં ચાલતું નથી, તે દૂર છે. સમીપ છે; તે સર્વની અંદર તથા બહાર છે.” કુરાનનાં વચને છેઃ
તે (અલ્લાહ) જ સર્વનો આદિ છે, તે જ સૌને અંત છે; તે જ સર્વને બાહ્ય છે, અને તે જ સૌનું અંતર છે. તે સર્વ વાતોને જાણવાવાળો છે.” (હુદેદ, ૩)