________________
२०२
ગીતા અને કુરાન “હે ભક્તો! જયાં સુધી તમે કાબાની યાત્રામાં છે ત્યાં સુધી કોઈ પણ પશુને શિકાર ના કરશે . . .” (૫–૯૫).
અને જ્યારે આ આરબેમાંથી કોઈને ત્યાં પુત્રી જન્મે ત્યારે તેનું મોટું કાળું પડી જાય છે, તેને ક્રોધ ચઢે છે; તે પુત્રી જન્મને એટલી બધી ખરાબ વસ્તુ માને છે કે તે પિતાનું મોટું કોઈને દેખાડતો નથી; તેના મનમાં તર્કવિતર્ક થવા લાગે છે કે શું આ છોકરીને જીવવા દઈને કલંક સહન કરું કે એને જીવતી દાટી દઉં. ખરેખર આ વિચારે દુષ્ટ છે” (૧૬-૫૮, ૫૯).
“તેઓ ઈશ્વરના કૃપાપાત્ર બને છે જેઓ બીજાઓ પ્રત્યે ભલાઈ કરે છે” (૭-૫૬).
“હે વિશ્વાસુઓ! એ નિર્વિવાદ વાત છે કે કેટલાક ધર્મ ગુરુઓ તથા મહંતે ભક્તોનું ધન હડપી જાય છે અને ઈશ્વરના સાચા માર્ગથી અવળા ફટાવે છે. જેમાં ચાંદી સેનું એકઠું કરશે ને ઈશ્વરનાં કાર્યોમાં તેને નહીં વાપરે તેમને ભારે દંડ થશે” (૯-૩૪).
“જેઓ સહનશીલ બનશે તથા ભલાં કામ કરશે તેને ઈશ્વર ક્ષમા આપશે તથા તેને સારે બદલે મળશે” (૧૧-૧૧)
ઈશ્વરને આદેશ છે કે બીજાની સાથે ન્યાયથી વર્તો, બીજા પ્રત્યે ભલાઈ કરે, પડોશીઓને દાન આપે, અનિષ્ટ તથા પાપકર્મો ન કરે તથા એકબીજા સાથે ઝઘડે ન કરે. આ વાતનું ધ્યાન રાખે . . . અને એ સ્ત્રીની માફક કામ ન કરે કે જે પાકું સૂતર કાંતે છે, ગ્રંચ પાડે છે તથા તે ટુકડા કરી દે છે. જોકે સોગંદને ઉપયોગ વિશ્વાસઘાત કરવામાં કરે છે કારણ કે એક દળ બીજા કરતાં સંખ્યામાં વધારે છે. ઈશ્વર તમારી આ રીતે પરીક્ષા કરે છે. . . . સેગંદને