________________
કુરાન અને તેને ઉપદેશ
૨૦૩
આના ભારે દંડ તમને
વિશ્વાસઘાતનું સાધન ન બનાવે મળશે ” ( ૧૯-૯૦ થી ૯૪ ).
“ ધનદોલત તથા સંતિત આ દુનિયાનાં શણગાર છે પરંતુ સત્કર્માં સ્થાયી છે. તમને તમારાં શુભ કાર્યોંનાં જ સારાં ફળે પાલનહાર આપશે. પેાતાની ઉન્નતિ ભલાં કામેાથી સધાશે. { ૧૮-૪૬ ).
..
“ જે પશુઓને યજ્ઞાર્થે વધેરવામાં આવે છે તેમનું માંસ કે લોહી ઈશ્વરને પહેાંચતું નથી. ઈશ્વર તેા તમે ખરાબ કામેાથી બચતા રહે તે જ ઇચ્છે છે. . . ” (૨૨-૩૭).
tr
વ્યભિચારી સ્ત્રીને કે પુરુષને સા કટકાની સજા કરવી જોઈ એ. તેમના ઉપર દયા ન ખાવી જોઈએ અને ઈશ્વરની આજ્ઞાના ભંગ ન કરવા જોઈએ ( ૨૪–૨). “ દયાળુ ઈશ્વરના સાચા ભક્તો દીનતા ધારીને દુનિયામાં રહે છે; અજ્ઞાનીએ તેમને આડુંઅવળું સંભળાવે છે ત્યારે તેઓ ઉત્તરમાં નમન કરે છે” (૨૫–૬૩ ).
“ લુકમાને પેાતાના દીકરાને કહ્યું, હું બેટા! ઈશ્વરની કૃપા યાચતા રહે, સત્કર્માં પ્રત્યે લોકાને વાળતા રહે અને ખરાબ કામેાથી શકતા રહે; જે કાંઈ આફતા તારા ઉપર આવે તેને ધીરજથી સહી લેજે; સાચેસાચ ઈશ્વરના આ પા આદેશ છે.
* વ્યભિચાર (ઝિના ) અર્થ એવે છે કે પાતાની પરિણીત સ્રો સિવાયની બીજી સ્ત્રી તરફ કુદૃષ્ટિ કરવી. હદીસા ( પુરાણા )માં ઉલ્લેખ છે કે મહંમદ સાહેબ પછીના ખીન્ન ખલી ઉમર સાહેબના સમયમાં ઉમર સાહેબના એક દીકરા ઉમર વ્યભિચારને ગુને સાબત થયેા. ઉમર સાહેબે ઉપરના શ્લાક પ્રમાણે સેા ફટકા મારવાનો હુકમ આપ્યા. પૂરા સે। ફટકા ખાતાં પહેલાં જ છેક મરી ગયા. એને દાટવામાં આÀા; ખાકી રહેલા ફટકા તેના બાપના હુકમ પ્રમાણે તેની કમર ઉપર મારવામાં આવ્યા. આ રીતે ઈશ્વરની આજ્ઞાનું પૂરું પાલન થયું.