________________
૧૫૦
ગીતા અને કુરાન બીજાઓ પ્રત્યે પિતાની ફરજેને અદા કરે છે (૧૮, ૯) તે જ ધર્માત્મા છે. ગીતા કહે છે કે નરકનાં ત્રણ દ્વારે છે – કામ, ક્રોધ અને લેભ (૧૬, ૨૧). સંસારીઓ માટે આ જ ગીતાધર્મને સાર છે. આને જ ગીતા સાચી ઈશ્વરભક્તિ માને છે (૧૨, ૧૩ થી ૨૦ ); ગીતાનું કથન છે કે, “ જેનાથી લોકો ઉગ નથી પામતા, જે લેાકેથી ઉગ નથી પામતે, જે હર્ષ, ક્રોધ, અદેખાઈ, ભય, ઉદ્વેગથી મુક્ત છે તે મને (ઈશ્વરને) પ્રિય છે” (૧૨, ૧૫). આથી વિરુદ્ધ–“સ્વાર્થ સારુ ઘમંડી થઈને જે મહેનત કરે છે, તપ કરે છે અને પરિશ્રમ વેઠે છે તેનાં સર્વ કામ આસુરી છે અને ઈશ્વર તેવા મનુષ્યને ચાહતે નથી” (૧૬, ૫, ૬). આ રીતે “સ્વાર્થને દૂર કરીને, બીજાઓ પ્રત્યેની પોતાની ફરજે અદા કરવામાં લાગે રહેનાર, સર્વની ભલાઈ કરનાર સાચા જ્ઞાનને પામી શકે છે.” સાચું જ્ઞાન એ જ છે કે મનુષ્ય પિતાની પરે સૌને” (૫, ૭, ૬, ૩૨), “પિતામાં સૌને” (૬, ૨૯), “સૌને ઈશ્વરમાં” અને “સૌમાં એક ઈશ્વરને” જુએ (૬,૩૦,૩૧). આ રીતે જ, “આત્મસંયમ” તથા
પર-સેવા” મારફત મનુષ્ય “પિતાના આત્માને શુદ્ધ કરતો કરતે આત્મોન્નતિને માર્ગે જઈ શકે છે, અને ત્યાર પછી પોતામાં” અને “સૌમાં” એ પરમાત્મા કે જે સર્વ
તિઓને તિ છે (૧૩, ૧૭) તથા સૌના હૃદયમાં વસે છે (૧૫, ૧૫) તેનાં દર્શન તે કરે છે તથા મેક્ષ પામી શકે છે (૩, ૧૯; ૫, ૧૬, ૧૭, ૩૦).
આ છે ગીતાધર્મને સાર.