________________
હિંદુઓમાં ઘણી ગીતાઓ છે જેવી કે રામગીતા, શિવગીતા, અષ્ટાવક્ર ગીતા વગેરે. જે વસ્તુ ગાઈને કે લય સાથે કહેવાઈ હોય તેનું નામ છે ગીતા. પરંતુ ગીતા નામના ઉચ્ચારણથી ભગવદ્ગીતાને જ ભાવ ઉત્પન્ન થાય છે.
કુરાનને અર્થ એ છે કે જે વસ્તુ વંચાઈ કે જાહેરમાં કહેવાઈ હોય. ખુદ કુરાનમાં કુરાનના જુદા જુદા અંશેને તથા કુરાન પહેલાંના ધર્મગ્રંથને “કુરાન' નામ અપાયું છે. મૌલાના રૂમનો મશહુર મસાવી ગ્રંથ “ફારસી ભાષામાં કુરાન” કહેવા છે.
ગીતામાં પણ ગીતાના જુદા જુદા અધ્યાયને ગીતાનું નામ દેવાયું છે.
શ્રીકૃણે બંસરીના લચ સાથે ઉપદેશ દી છે. મૌલાના રૂમીએ બંસરીના ઉ૯લેખથી ગ્રંથને આરંભ કર્યો છે અને પોતાના ગ્રંથને અલ્લાહની બંસરીનો અવાજ કહ્યા છે.
એક બ્રહ્મનાદ સકળ બ્રહ્માંડમાં ગુંજી રહ્યા છે એ સત્ય છે. ગીતા હિંદુસ્તાનનું કુરાન છે ને કુરાન અરબસ્તાનની ગીત છે.
– ખૂબુલાલ શાહ કલંદર