________________
ગીતાધર્મ
૧૦૯ આ સ્થળે આ અધ્યાયમાં વેદોને અને તેના તત્ત્વજ્ઞાનને વિચાર આપણે કરી ગયા તેને ઉલ્લેખ થયો છે. અને વેદે ટાંક્યા નથી, શ્રીકૃષ્ણ અર્જુનની સ્થિતિને
ખ્યાલ રાખીને તથા તે જમાના અનુસાર વેદેને ઉદ્ધત કર્યા છે. અર્જુન ઉપર વેદના શિક્ષણને તે જમાના પ્રમાણેનો પ્રભાવ હતું. તેથી તેને સમજાવવામાં શ્રીકૃષ્ણને મુશ્કેલી નડી. તેમણે અર્જુનને કહ્યું:
અનેક પ્રકારના સિદ્ધાંત સાંભળવાથી વ્યગ્ર થઈ ગયેલી તારી બુદ્ધિ જ્યારે સમાધિમાં સ્થિર થશે ત્યારે જ તું સમત્વને પામીશ” (૨-૫૩). અજ્ઞાની વેદિયા, “આ સિવાય બીજું કંઈ નથી.” એવું બોલનારા, કામનાવાળા, સ્વર્ગને શ્રેષ્ઠ માનનાર, જન્મમરણરૂપી કર્મનાં ફળો દેનારી, ભેગ અને ઐશ્વર્ય મેળવવાને માટે કરવાનાં કર્મોનાં વર્ણનથી ભરેલી વાણી મલાવીમલાવીને બોલે છે; ભોગ અને ઐશ્વર્ય વિષે આસક્ત થયેલા તેમની તે બુદ્ધિ મરાઈ જાય છે, તેમની બુદ્ધિ નથી નિશ્ચયવાળી હતી, અને નથી સમાધિને વિષે તે સ્થિર થઈ શકતી (૨-૪૨, ૪૩, ૪૪). ગવાદીની નિશ્ચયાત્મક બુદ્ધિ એકરૂપ હોય છે, પણ અનિશ્ચયવાળાની બુદ્ધિ બહુ શાખાવાળી અને અનંત હોય છે (૨-૪૧). જે ત્રણ ગુણે વેદને વિષે છે. તેમનાથી તું અલિપ્ત રહે. સુખદુઃખાદિ કંકોથી છૂટો થાનિત્ય સત્ય વસ્તુ વિષે સ્થિત રહે. કંઈ વસ્તુ મેળવવા સાચવવાની ભાંજગડમાંથી મુક્ત રહે. આમપરાયણ થા (૨-૪૫). જેમ જે અર્થ કૂવાથી સરે છે તે બધા બધી રીતે સરોવરમાંથી સરે છે, તેમ જે બધા વેદમાં છે તે જ્ઞાનવાન બ્રહ્મપરાયણને આત્માનુભવમાંથી મળી રહે છે. (૨-૪૬)
જ્યાં જ્યાં વેદ શબ્દનો ઉપયોગ થયો છે ત્યાં ત્યાં આદ્ય વિધિઓ, યજ્ઞો, પૂજાપાઠ વગેરે સમજવાં (૯-૨૦, ૨૧).