________________
૧૧૦
ગીતા અને કુરાન આ પછી શ્રીકૃષ્ણ અર્જુનને અભિમાનથી પર, કામનારહિત થઈને, જયપરાજ્યને સમાન ગણુંને, કર્તવ્યને કર્તવ્ય સમજીને તેનું પાલન કરવાને ઉપદેશ કર્યો છે. કર્તવ્યવિમુખતાને પાપ કહ્યું છે. અને બીજા પ્રત્યેની આપણી ફરજ પૂરી કરવાને “ગ” કહ્યો છે (૨–૫૦).
શ્રીકૃષ્ણના આવા ઉપદેશ છતાંયે અર્જુનની ભ્રમિત બુદ્ધિને ઠેકાણે લાવવાની જરૂર રહી છે. અને પૂછયું કે સ્થિર બુદ્ધિનાં અથવા “સ્થિતપ્રજ્ઞ’નાં લક્ષણ શાં છે? પ્રજ્ઞા” શબ્દનો અર્થ બુદ્ધિ છે. આ પ્રશ્નના ઉત્તરમાં શ્રીકૃષ્ણ બીજા અધ્યાયના છેલ્લા અઢાર લેકમાં જે કહ્યું છે તે જ ગીતાને સાર ગણાય છે. શ્રીભગવાન બોલ્યા :
“હે પાર્થ! જ્યારે મનુષ્ય મનમાં ઊઠતી બધી કામનાઓને ત્યાગ કરે છે અને આત્મા વડે જ આત્મામાં સંતુષ્ટ રહે છે ત્યારે તે સ્થિતપ્રજ્ઞ કહેવાય છે. દુઃખથી જે દુ:ખી ન થાય, સુખની ઈચછા ન રાખે અને જે રાગ, ભય અને ક્રોધથી રહિત હોય તે સ્થિરબુદ્ધિ મુનિ કહેવાય છે. બધે રાગરહિત રહીને જે પુરુષ શુભ અથવા અશુભ પામીને નથી હરખાતો કે નથી શોક કરતે તેની બુદ્ધિ સ્થિર છે. કાચબો જેમ સર્વ કોરથી અંગે સમેટી લે છે તેમ જ્યારે આ પુરુષ ઇોિને તેમના વિોમાંથી સમેટી લે છે ત્યારે તેની બુદ્ધિ સ્થિર થઈ છે એમ કહેવાય. દેહધારી નિરાહારી રહે છે ત્યારે તેના વિષયો મેળ પડે છે. પરંતુ રસ નથી જતે; તે રસ તો ઈશ્વર સાક્ષાત્કાર થવાથી શમે છે. હે કૌન્તય! ડાહ્યો પુરુષ યત્ન કરતો હોય છતાં ઈન્દ્રિયો એવી મંથન કરનારી છે કે તેનું મન પણ બળાકારે હરી લે છે. એ બધી ઈન્દ્રિયોને વશમાં રાખી યોગીએ મારામાં તન્મય થઈ રહેવું જોઈએ. કેમ કે પિતાની ઈન્દ્રિ