________________
ગીતા અને કુરાન હિન્દુઓના સ્પર્શાસ્પર્શને ઉલ્લેખ કરીને કબીર સાહેબ કહે છેઃ
g! જૂતિ વિહુ તુજ ને ! जेहि मिटियाके घर महं बैठे, सामहं सिस्टि समानी, छपन कोटि जादव जहं भीजे, मुनि जन सहस अठासी. पैग पैग पैगम्बर गाड़े, सो सव सरिभो माटी, तेहि मिटियाके भांडे, पांडे ! बूझि पियहु तुम पानी ! मच्छ कच्छ घरियार बियाने रुधिर नीर जल भरिया, नदिया नीर नरक बहि आवे पसुमानस सब सरिया हाड़ झरि झरि गूद गरि गरि, दूध कहांते आया? सो लै पांडे ! जेवन बैठे, मटियहिं छूत लगाया. वेद कतेब छोड़ देहु पांडे ! जी सब मनके भरमा, कहहिं कबीर ! सुनहु ओ पांडे ! ओ सब तोहरे करमा.
“હે પંડિત! તું માણસના હાથનું પાણી તેની જાત પૂછીને પીએ છે. જે માટીના ઘરમાં તું બેઠે છે તે જ માટીમાં આખી સૃષ્ટિ ખપી ગઈ છે. આ જ માટીમાં છપ્પન કરોડ યાદવ અને અયાસી હજાર મુનિ મળીને એક થઈ ગયા છે. પગલે પગલે પેગંબરે દટાયેલા છે. તેઓ બધા પણ ગળીને આ જ માટીમાં મળી ગયા છે. હે પંડિત! એ જ માટીમાંથી બનેલું એક પાત્ર તું પણ છે. છતાં તું બીજા માણસની જાત પૂછીને તેના હાથનું પાણી પીએ છે. જે નદીનું પાણી તું પીએ છે તેની અંદર અગણિત માછલાં, કાચબા અને મગરે વિયાયા કરે છે. તે બધાનું લેહી અને પાણી તેમાં ભળે છે. દુનિયાભરનું નરક ઘસડાઈને નદીમાં આવે છે. માણસ અને જાનવર સૌ એમાં સડયાં કરે છે.