________________
૭૯
દુનિયાના સર્વ ધર્મો એક છે જે દૂધ લઈને તું જમવા બેસે છે તે ક્યાંથી આવે છે? હાડ કરી કરીને, માંસ પીગળી પીગળીને તેમાંથી દૂધ બને છે. અને તું માટીને અભડાવે છે. હે પંડિત! વેદ અને શાના હવાલા આપવા છોડી દે. એ બધી તારા મનની કલ્પના છે. કબીર કહે છે હે પંડિત, આ બધાં તારાં કરતૂત છે.”
पंडित भूले पढ़ि गुनि वेदा, आप अपन पौं जानि न भेदा, संध्या तरपन औ षटकरमा, भी बहुरूप करहिं अस धरमा, गायत्री जुग चारि पढ़ाी, पूछहु जाभी मुक्ति किन पामी, और के छिये लेत हो सींचा, तुमते कहो कौन है नीचा? भी गुन गरब करो अधिकारी, अधिके गरब न होमी भलामी, जासु नाम है गरब प्रहारी, सो कस गरबहि सकै सहारी. कुल मरजादा खोय के, खोजिनि पद निरबान, अंकुर बीज नसायके, भये विदेही थान.
“હે પંડિત! તું વેદ ભણીગણને ભૂલી ગયો. તે ખુદ પિતાને ન ઓળખે. તે સંધ્યા, તર્પણ અને જાતજાતનાં કર્મકાંડ કરે છે, ગાયત્રી પણ જપે છે. એ કરતાં કરતાં યુગે વીતી ગયા પણ એ બધું કરવાથી તેને મુક્તિ ન મળી. કારણ કે બીજા આદમીના સ્પર્શથી પવિત્ર થવા માટે તું પોતાના પર પાણી છાંટે છે. કહે, તારા કરતાં વધારે નીચ કોણ છે, જેને અડવાથી તે દૂર ભાગે છે? તું પોતાને ઊંચ સમજે છે અને તેને ઘમંડ રાખે છે. એથી તારું ભલું નહીં થાય. જે ઈશ્વરનું નામ ગર્વપ્રહારી (ગર્વ ઉતારનાર) છે તે તારા આવા ઘમંડને ક્યાં સુધી સહી લેશે? મેક્ષ તેને જ મળી શકે છે જે ન્યાતજાત, કુળ, ઊંચનીચના સૌ