________________
ગીતા અને કુરાન
ઘમંડને, બીજ જેમ પાતાની જાતને માટીમાં મેળવીને ખતમ કરી દે છે તેમ, ખતમ કરી દે છે. ત્યારે જ તેનામાંથી મુક્તિના અંકુર ફૂટી શકે છે.”
૯૦
પેાતે માંસ ખાનાર અને ખીજાએથી દૂર ભાગનાર બ્રાહ્મણાને કખીર સાહેબ કહે છેઃ
पंडित ! अचरज अक बड़ होओ,
अक मरे मुबले अन्न नहि खाओ, अक मरे सिझे रसोओ, करि सनान देवनकी पूजा, नव गुनि कांध जनेअ हंडिया हाड़ हाड़ थरिया मुख अब षट करम बनेअ धरम कथं जहां जीव वधै तहां, अकरम करे मोरे भाओ, जो तोहराको ब्राह्मण कहिये, काको कहिये कसा ? कहहिं कबीर सुनहु हो सन्ती ! भरम भूरि दुनियाओ, अपरमपार पार परसोतम, या गति बिरले पाओ.
હૈ પંડિત, મને ઘણી નવાઈ લાગે છે કે જ્યારે કાઈ ઘરનું કે મહાલ્લાનું માણસ મરી જાય છે ત્યારે તા તું સૂતક માનીને ભાજન કરતા નથી, અને મરેલા બકરા લઈને તેની રસેાઈ કરે છે! અને પછી નાહી ધાઈ ને, પૂજા કરીને, ખભે જનોઈ ભેરવીને તેને ખાવા બેસે છે! તારી હાંડીમાં પણ હાડકાં હોય છે અને તારી થાળીમાં પણ મુડદાનાં હાડકાં હોય છે. કહે આ ધર્મ કર્મ કેવાં છે? જ્યાં તું ધર્મની વાત કરે છે ત્યાં જ બીજાને જાન લે છે. હું ભાઈ, એ સારું કામ નથી. તને જો બ્રાહ્મણ કહીએ તે કસાઈ કાને કહીએ ? કબીર કહે છે, હું સંતા! સાંભળે, આ અધી દુનિયા ભુલાવામાં પડી છે. એક જ પરમાત્મા ઘટઘટમાં મેાબૂદ છે, એ વાત ઘણા ઘેાડા લેાકેા સમજે છે. ’’