________________
દુનિયાના સર્વ ધર્માં એક છે
સૌના એક જ ખુદા છે. તે જ સૌના કર્તા ( પેદા કરનારા), તે જ સૌને કરીમ ( સૌનું ભલું કરનારા ), તે જ રાજિક (સૌને રાજી આપનાર ) છે. તે જ રહીમ ( સૌ પર યા કરનાર) છે. કેાઈના કાઈ જુદા ખુદા નથી. આ બધા ભેદ ખેાટા છે, ભુલાવામાં નાખનારા છે. સૌએ તે એક જ ખુદાની સેવાપૂજા કરવી જોઈએ. તે જ સૌને ગુરુદેવ છે. બધાં માણસાની સૂરતસિકલ એક સમાન છે. સૌની અંદર એક જ ખુદાની જ્યાત જલી રહી છે. જે મંદિરમાં છે તે જ મસ્જિદમાં છે, જે પૂજા છે તે જ નમાજ છે. સૌ મનુષ્યે એક છે, આપણે અલગ અલગ સમજી બેઠા છીએ તે આપણા વહેમ છે. દેવ, દાનવ, યક્ષ, ગંધર્વ, હિન્દુ, મુસલમાન એ સૌ કેવળ જુદા જુદા દેશના જુદા જુદા રીíરવાજોનું પરિણામ છે. સૌનાં આંખ, કાન, શરીર, વાચા સૌ લગભગ એકસરખાં હાય છે. સૌના દેહ એ જ પૃથ્વી, વાયુ, અગ્નિ, પાણી વગેરે પંચતત્ત્વાના અનેલા છે. જે અલ્લાહ છે તે જ અભેદ છે. જે પુરાણમાં છે તે જ કુરાનમાં છે. સૌનું એક રૂપ અને એક ઘાટ છે. ’’
७७
અત્યાર સુધી અમે
આ સંતમહાત્માઓની વાણીમાંથી એવી ચીજો આપી છે જેમાં સર્વે ધર્માંની પાયાની એકતા, ઈશ્વરનું એકત્વ અને આખા માનવસમાજના સામાન્ય અજ્ઞાનની ચર્ચા છે. આ ઉપરાંત ખાસ કરીને કખીર અને દાદુએ ઠેકઠેકાણે જુદા જુદા ધર્મોના અનુયાયીઓની એકેએક ભૂરાઈ પણ ખાળી મૂકે એવા શબ્દોમાં મતાવી આપી છે. હવે અમે એવા કેટલાક દાખલા આપીએ છીએ.