________________
ઉડર
ગીતા અને કુરાન તે જાણવા યોગ્ય (બ્રહ્મ), પ્રાણીઓનું પાલક, નાશક ને કર્તા છે; જયોતિઓનું તે જોતિ છે, અંધકારથી તે પર કહેવાય છે; જ્ઞાન તે જ, જાણવા યોગ્ય તે જ, અને જ્ઞાનથી જે પમાય છે તે પણ તે જ છે. તે બધાંનાં હૃદયને વિષે રહેલ છે (૧૩–૧૨થી૧૭). ધ્યાન, જ્ઞાન અને કર્મ એ ત્રણ માર્ગો તેને પામવાના છે (૧૩–૨૪). સર્વ નાશવંત પ્રાણીઓને વિષે અવિનાશી પરમેશ્વરને સમભાવે રહેલે જે જાણે છે તે જ તેને જાણનાર છે. ઈશ્વરને સર્વત્ર સમભાવે રહેલે જે મનુષ્ય જુએ છે તે પોતે પિતાને ઘાત કરતો નથી ને તેથી પરમ ગતિને પામે છે. બધેય પ્રકૃતિ જે કર્મો કરે છે એમ જે સમજે છે ને તેથી જ આત્માને અકર્તારૂપે જાણે છે તે જ જાણે છે. જ્યારે તે જીવોની હસ્તી નોખી છતાં એકમાં જ રહેલી જુએ છે અને તેથી બધો વિસ્તાર તેમાંથી થયેલે સમજે છે ત્યારે તે બ્રહ્મને પામે છે. આ
અવિનાશી પરમાત્મા અનાદિ અને નિર્ગુણ હેવાથી શરીરમાં રહે છત નથી કંઈ કરતો ને નથી કશાથી લેપાતો. જેમ સૂમ હોવાથી સર્વવ્યાપી આકાશ લેપાતું નથી, તેમ સર્વ દેહને વિષે રહેલે આત્મા લેપાત નથી. જેમ એક જ સૂરજ આ આખા જગતને પ્રકાશ આપે છે તેમ આત્મા (ક્ષેત્રી) આખા ક્ષેત્રને પ્રકાશે છે (૧૩-૨૭ થી ૩૩).
ચૌદમે અધ્યાય આ અધ્યાયમાં સત્ત્વ, રજસ અને તમસનું વર્ણન કરવામાં આવ્યું છે.
સત્વ, રજસ અને તમસ, પ્રકૃતિથી ઉત્પન્ન થતા ગુણે છે. તે જીવને દેહને વિષે બાંધે છે. તેમાં સત્ત્વ નિર્મળ હોઈ તે પ્રકાશક અને આરોગ્યકર છે; તે દેહીને સુખના ને જ્ઞાનના સંબંધમાં બાંધે છે. રજોગુણ રાગરૂપ હોઈ તે તૃષ્ણ અને આસક્તિનું