________________
ગીતાધર્મ
૧૩૧ જે શુદ્ધ પુરુષ, જે આત્મા સર્વમાં રમી રહ્યો છે તે અવિકારી છે. તે જ જાણનાર છે. તે જ આ શરીરક્ષેત્રને સ્વામી છે, તે જ પરમાત્મા અને પરમ પુરુષ છે. તે નિત્ય તથા એકરસ છે (૧૩–૧, ૨, ૫, ૬, ૨૨). જાણવાવાળે તથા જાણવાની ચીજો આ બન્નેના મેળથી આ સૃષ્ટિ બની છે (૧૩-૨૬). સાચું જ્ઞાન મેળવવાને માર્ગ બતાવાય છે.
અમાનિત્વ, અદંભિત્વ, અહિંસા, ક્ષમા, સરળતા, આચાર્યની સેવા, શુદ્ધતા, સ્થિરતા, આત્મસંયમ, ઈન્દ્રિયોના વિષયોને વિષે વૈરાગ્ય, અહંકારરહિતતા, જન્મ, મરણ, જરા,
વ્યાધિ, દુઃખ તેમ જ દોષનું નિરંતર ભાન, પુત્ર, સ્ત્રી, ઘર, વગેરેમાં મેહ અને મમતાનો અભાવ, પ્રિય અને અપ્રિયને વિષે નિત્ય સમભાવ, પ્રભુ વિષે અનન્ય ધ્યાનપૂર્વક એકનિક ભક્તિ, એકાંત સ્થળનું સેવન, જનસમૂહમાં ભળવાને અણગમે, આધ્યાત્મિક જ્ઞાનની નિત્યતાનું ભાન, આત્મદર્શન – આ બધું તે જ્ઞાન કહેવાય; એથી ઊલટું તે અજ્ઞાન (૧૩- ૭, ૮, ૯, ૧૦, ૧૧). આ બધાં કરતાં વધારે જાણવા લાયક શું છે? તે છે પરબ્રહ્મ જે અનાદિ છે, તે ન કહેવાય સત કે ન કહેવાય અસત્. જ્યાં જુઓ ત્યાં તેને હાથ, પગ, આંખ, માથું, મોટું અને કાન છે. બધું વ્યાપીને તે આ લેકમાં રહેલ છે. બધી ઈન્દ્રિયોના ગુણોને આભાસ તેને વિષે થાય છે તે તે સ્વરૂપ ઈદ્રિય વિનાનું ને સર્વથી અલિપ્ત છે, છતાં સર્વને ધારણ કરનાર છે; તે ગુણરહિત છે પણ ગુણનું ભોક્તા છે. તે ભૂતની બહાર છે અને અંદર પણ છે; તે ગતિમાન છે અને સ્થિર પણ છે; સૂમ હોવાથી ન જણાય તેવું છે તે દૂર છે ને નજીક છે; ભૂતોને વિષે તે અવિભક્ત છે અને વિભક્તના જેવું પણ રહેલ છે;