________________
૧૩૦
ગીતા અને કુરાન
ધિરને પ્રિય છે (૧ર-૧૭). શત્રુમિત્ર, માનઅપમાન, ટાઢતડકા, સુખદુઃખ આ બધાંને વિષે જે સમતાવાન છે, જેણે આસક્તિ છેડી છે, જે નિંદા તે સ્તુતિમાં સરખા વર્તે છે તે મૌન ધારણ કરે છે, ગમે તે મળે તેથી જેને સંતેષ છે, જેને પેાતાનું એવું કાઈ સ્થાન નથી, જે સ્થિર ચિત્તવાળા છે, એવે મુનિ, ભક્ત ઈશ્વરને પ્રિય છે (૧૧-૧૮,૧૯ ). આ પવિત્ર ‘ ધર્મોંમૃત ’( અમૃતરૂપ જ્ઞાન ) જે ઈશ્વરમાં પરાયણ રહીને શ્રદ્ધાપૂર્વક સેવે છે તે ઈશ્વરના અતિશય પ્રિય ભક્ત છે ( ૧૨-૨૦ ).
-
તેરમા અધ્યાય
તેરમા અધ્યાય બધા અધ્યાયેામાં વધારે દાનિક રૂપના છે. વેદાન્તશાસ્ત્ર – બ્રહ્મસૂત્રોના ઉલ્લેખ ગીતામાં માત્ર એક જ ઠેકાણે થયા છે અને તે આ અધ્યાયમાં. આત્મા ઉપરાંત જાણવા ચેાગ્ય ખીજું શું શું છે એટલે કે જ્ઞાનનું ક્ષેત્ર કયું છે, તથા આત્મા આ સર્વેને જાણે છે તે શું છે, સાચું જ્ઞાન પ્રાપ્ત કરવાના માર્ગે કયા, અસલ વાત શી છે, તથા ખરું જ્ઞાન અથવા સાચી દષ્ટિ કઈ કહેવાય આ સઘળી વાતા આ અધ્યાયમાં આવે છે.
સામાન્ય રૂપે આ શરીર જાણવા ચેાગ્ય વસ્તુ છે અને આત્મા તેને જાણવાવાળા છે. પરંતુ શરીર તે આ સ્થૂલ છે તે જ નથી. પંચમહાભૂત (પૃથ્વી, પાણી, વાયુ, તેજ તથા આકાશ), અહંકાર, બુદ્ધિ, પ્રકૃતિ, પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય, મન તથા પાંચે જ્ઞાનેન્દ્રિયાના અલગ અલગ વિષયા, એમાં જ ઇચ્છા, દ્વેષ, સુખ, દુઃખ, સંઘાત, ચેતનશક્તિ કૃતિ આ સર્વ જાણવા લાયક છે. આ સર્વે વિકારી છે. અને