________________
૧૦
ગીતા અને કુરાન જે વડે મનુષ્ય જુદા જુદા વહેંચાયેલા ભાવે જુએ છે તે જ્ઞાન રાજસ જાણ. જે વડે એક જ કાર્યમાં કંઈ કારણ વિના બધાં આવી જવાને ભાસ આવે છે, જે રહસ્ય વિનાનું ને તુચ્છ છે તે તામસ જ્ઞાન કહેવાય છે” (૧૮–૨૦ થી ૨૨).
આ જ ધરણે સર્વ ધર્મોને તથા સર્વ જાતેને એક સમજવાં તે સાત્વિક, સૌને ભિન્ન સમજવાં તે રાજસ અને પિતાના જ ધર્મને અથવા જાતિને ઉચ્ચ માનવી અને બીજાઓને હલકાં તથા ખેટાં માનવાં તે તામસ કહેવાય.
સુખના પણ ત્રણ પ્રકારે છે. જેના અભ્યાસથી મનુષ્ય રાચે છે, જેથી દુઃખને અંત પામે છે, જે આરંભમાં ઝેર જેવું લાગે છે, પરિણામે અમૃતના જેવું હોય છે, જે આત્મજ્ઞાનની પ્રસન્નતામાંથી ઉત્પન્ન થયેલું હોય છે તે સાત્વિક સુખ કહેવાય છે. વિષય અને ઈન્દ્રિયોના સંયોગથી જે આરંભમાં અમૃત જેવું લાગે છે પણ જે પરિણામે ઝેર સમાન હોય છે તે સુખ રાજસ કહેવાય છે. જે આરંભમાં અને પરિણામે આત્માને મૂછી પમાડનારું છે અને નિકા, આળસ અને પ્રમાદમાંથી ઉત્પન્ન થયેલું છે તે તામસ સુખ કહેવાય છે.” (૧૮-૩૬થી૩૯)
આ જ પ્રમાણે કર્તા, કર્મ, બુદ્ધિ તથા ધીરજ પણ ત્રણ ત્રણ પ્રકારનાં છે.
| સર્વ ધર્મોમાં એકતા, સદાચાર અને સર્વ ભૂતોમાં એક આત્મા નીરખવા ઉપર ભાર મૂકવા છતાં જુદા જુદા મનુષ્ય માટે ભિન્ન ભિન્ન “ધર્મો” પણ દર્શાવાયા છે. મનુષ્યમાં સ્વભાવને ભેદ છે એમ ગીતા ઉપદેશે છે. જન્મ, જાતિ, દેશ, પંથ, સંપ્રદાય વગેરેના ભેદે ગીતાને માન્ય નથી.
બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્વનાં કર્મોના પણ તેમના સ્વભાવજન્ય ગુણોને લીધે ભાગ પડયા છે. શમ, દમ, તપ, શૌચ,