________________
ગીતા
૧૦૫ દેશમાં નિરનિરાળા પંથે તથા ધર્મો” ચાલુ હતા (૧૮-૬૬). કેટલાક લોકે “સિદ્ધિઓ” ની પાછળ ભટકતા હતા, અને તેને મેળવવાના બે માર્ગો માનવામાં આવતા હતા. એક યજ્ઞ વગેરેને – કર્મકાંડને માર્ગ તથા બીજે સંસારથી દૂર રહેવાને – લુખા જ્ઞાનને માર્ગ.
આવી સ્થિતિમાં સ્વાભાવિક રીતે દર્શનશાસ્ત્રની દૃષ્ટિએ બે પરસ્પર વિરોધી વિચારોનું અસ્તિત્વ હતું. બન્ને વાદોને ઉલ્લેખ ગીતામાં ઠેકઠેકાણે છે (૨-૩૯૬ ૩-૩; ૫–૨; –૧૩– ૨૪). સાંખ્ય અથવા જ્ઞાનવાળા કે જે કર્મને બદલે જ્ઞાન ઉપર ભાર દેતા હતા અને જ્ઞાનને જ મુક્તિનું સાધન માનતા હતા તેનો એક વર્ગ જે સર્વ પ્રકારનાં કર્મોને ત્યાજ્ય માનતા હતા (૧૮-૩); અને સાંસારિક જીવન ત્યાગીને સંન્યાસને મુક્તિ માટેની આવશ્યક અવસ્થા માનતા હતા. બીજો વર્ગ હતે કર્મમાર્ગીઓનો. તેઓ બાહા રીતરિવાજે, વિધિઓ તથા યજ્ઞયાગાદિ ઉપર ભાર મૂકતા હતા અને તેને મુક્તિનું સાધન માનતા હતા. ગીતામાં જ્ઞાન અને કર્મ બન્નેને “ગ” નામ અપાયું છે (૩-૨). ધ્યાન, તથા પ્રાણાયામના કેટલાયે પ્રકારો હતા (૧૩-૨૪, ૪-૨૯).
ગીતામાં સ્પષ્ટ રીતે કહેવાયું છે કે તે સમયે આ દેશમાં માત્ર પાંડવો ઉપર કૌરના જુલમ જ થયા ન હતા પણ “ધર્મની ગ્લાનિ તથા અધર્મના અદ્ભુદય ને તે કાળ હતે. “ધર્મની પુનઃસંસ્થાપના કરવાને, ગીતા જેવા અમર ઉપદેશને તથા અવતારોને દુનિયામાં આવવાને તે ગ્ય સમય હતો (૪-૭,૮).