________________
૧૦૬
ગીતા અને કુરાન આવા પંથની જાળમાં ફસાયેલા ધોરી માર્ગ ન દેખનારા કર્તવ્યમૂઢ અને સીધે માર્ગે પિતાને વાળવાની શ્રીકૃષ્ણને પ્રાર્થના કરી છે. અર્જુનની આ પ્રાર્થનાને ઉત્તર તે ગીતાને ઉપદેશ છે.
હવે આપણે ગીતાના પ્રત્યેક અધ્યાયનું વિહંગાવલોકન કરીશું. આ અધ્યામાં કેટલેય ઠેકાણે એક જ વાતનું આવર્તન થયેલું છે ને તે ધાર્મિક ઉપદેશગ્રંથમાં સ્વાભાવિક છે.