________________
ગીતાધર્મ
પહેલે અધ્યાય પહેલા અધ્યાયમાં અને પોતાની મુશ્કેલીઓ શ્રીકૃષ્ણ પાસે રજૂ કરી તેનો ઉલ્લેખ અમે આગળ કરી ચૂક્યા છીએ. અર્જુનની મુશ્કેલી આ પ્રમાણેની હતી. આ યુદ્ધથી અમારાં કુળ, જાત અને કુટુંબના જૂના રીતિરિવાજોને નાશ થશે, અમે વર્ણસંકર થઈ જઈશું, પિતઓને પિંડદાન નહીં પહોંચી શકે, આ સર્વને ધર્મ ને ક્ષય થશે અને આવા ધર્મનાશથી અમારું કુટુંબ નરકને પામશે. અને આ વાત સ્પષ્ટ રીતે કહી છે કે આ જૂના “ધર્મોના નાશથી સર્વ લેકે “નરકમાં પડશે, એ અમે અમારા પૂર્વજોથી સાંભળતા આવ્યા છીએ.
બીજો અધ્યાય શ્રીકૃષ્ણને ઉત્તર બીજા અધ્યાયથી આરંભાય છે. આ સઘળી વાતને શ્રીકૃષ્ણ અર્જુનને માત્ર “મોહ” (૨-૨), તેની ઈજજતથી ઊલટું” અને તેના “દિલની કમજોરી” (૩-૩) કહીને ટાળવા ચાહી છે. આથી અર્જુનને સંતોષ ન થયા ત્યારે શ્રીકૃષ્ણ હસતાં હસતાં કહ્યું :
“તું શક ન કરવા ગ્યને શેક કરે છે અને પંડિતાઈના બેલ બોલે છે, પણ પંડિત મૂઆઝવતાને શક નથી કરતા” (૨–૧૧).*
* જ્યાં જ્યાં ગીતાના આખા લોકોને અનુવાદ કરવામાં આવ્યો છે ત્યાં ત્યાં પૂ. ગાંધીજીના “અનાસક્તિગ' (૧૯૪૪ની આવૃત્તિ) નો ઉપયોગ કર્યો છે.
–અનુવાદક
૨૦૧૭