________________
ગીતા અને કુરાન નવમા અધ્યાયમાં અને બીજે ઠેકાણે જ્યાં જ્યાં વેદને ઉલ્લેખ થયો છે ત્યાં ત્યાં વેદોના બાહ્ય આચારવિચારો સાથે જ સંબંધ છે, વેદના જ્ઞાનકાંડના વ્યાપક તથા સહિતકારી સિદ્ધાંતે સાથે એમને અંશમાત્ર સંબંધ રહ્યો ન હતો.
એક ઈશ્વર સિવાય તેઓ અનેક દેવદેવીની પૂજા કરતા હતા. આ દેવદેવીઓ પાસેથી વરદાન માગવામાં આવતાં હતાં, અને દુન્યવી સુખની પ્રાપ્તિ માટે પ્રાર્થનાઓ થતી હતી; દેવતાઓને પ્રસન્ન રાખવાના ઉપાયે જાતા એમને નામે યજ્ઞો થતા તથા આહુતિઓ અપાતી (૩-૧૧, ૧૨; ૪-૧૨, ૨૫૬ ૭–૨૦, ૨૩). “પત્ર, પુષ્પ, ફળ, જળ વગેરે” ચઢાવવામાં આવતાં હતાં (૮–૨૬). દેવતાઓ ઉપરાંત પિતૃઓ તથા “ભૂતો”ની પૂજાનો રિવાજ પણ હતે. સૌને નામે અલગ અલગ ય થતા હતા અને સૌને જુદી જુદી વસ્તુઓ અર્પણ થતી હતી (૯-૫, ૨૬). શુકન વગેરેના વહેમો પ્રચલિત હતા (૧–૩૧).
ચાર વર્ણો ઉપરાંત ચાર આશ્રમની પ્રથા હતી. એમાં પણ હૃદયની શુદ્ધિને બદલે વેશ, રંગઢંગ, બાહ્ય દેખાવ તથા ઉપર ઉપરના નિયમ પર વધારે ભાર મૂકવામાં આવતું હતે. જેમ કે સંન્યાસીઓએ અગ્નિને હાથ ન લગાડે, અમુક કામ ન કરવું વગેરે (૬–૧).
જેઓ એક ઈશ્વરને માનતા હતા તેઓના માર્ગો પણ જુદા જુદા હતા (૪–૧૧). સાર એ છે કે તે વેળા