________________
દુનિયાના સર્વ ધર્મો એક છે આ મહાત્માઓ – ઉન્નત તિર્ધરો – બે મોટાં કામ પાર પાડે છે. એક બાજુથી તેઓ ઈશ્વરનું સત્યરૂપ, ઈશ્વરદર્શનના સ્વાનુભવની ઝાંખી જનતાને કરાવે છે જેથી લેકે પ્રભુના સાચા ભક્ત બને; બીજી બાજુથી તેઓ એવા જૂઠા રીતરિવાજે, પૂજાપાઠના વિધિઓ, અન્યાય અને સ્વાર્થ કે જેથી સેંકડે ગોરખધંધા પ્રચલિત થાય છે તેને પિતાની આધ્યાત્મિક જ્વાલામાં ભસ્મીભૂત કરી દેવાની કેશિશ કરે છે. તેઓ પરસ્પરનાં જુદાઈ તથા શ્રેષ કે જેને પરિણામે ક્રોધ તથા લડાઈ થાય છે તેને દૂર કરે છે જેથી માનવસમાજ એકમેકને ચાહનારે થઈ એક કુટુંબ રૂપે રહે અને આપસના નાનામોટા ટંટાઓ કે જેથી સમાજને નાશ થત રહે છે તે જડમૂળથી નષ્ટ થાય તેના પ્રયાસો કરે છે.
આપણા દેશમાં પણ ઈશ્વરભક્તોની પરંપરા ચાલુ રહી છે. કબીર, દાદુ, તુકારામ, નાનક, ચૈતન્ય, મુઈનુદ્દીન ચિશ્તી, બાબા ફરીદ, મીરાં, નિઝામુદ્દીન ઓલિયા, રૈદાસ, બુલ્લેશાહ આ સર્વે ભક્તમાળાનાં અણમેલ રત્ન છે. એમણે ઈશ્વર એક હોવાના સિદ્ધાંતની ગહનતા ઉપર વધારેમાં વધારે પ્રકાશ પાડ્યો છે. ધર્મને નામે જે અન્યાય તથા અવળાઈઓ ચાલે છે તેની વિરુદ્ધ છેડેક કડકમાં કડક ભાષામાં કહ્યું છે. આ સંતની વાણીનું પાન કરવાથી મનુષ્ય માત્ર ઉરચ સિદ્ધાંતને સમજાતું નથી તે, પરંતુ સત્યજીવન તરફ, પરસેવા તરફ તથા અધ્યાત્મ જ્ઞાન તરફ તે દોરાય છે. આ સંતે માંના બેચારની વાણીમાંથી દષ્ટાંતે નીચે આપીએ છીએ જેથી મનુષ્ય અને સમાજ વચ્ચેના