________________
દુનિયાના સર્વ ધર્મો એક છે
૩૩ પુનર્જન્મ માટે ગીતામાં શ્રીકૃષ્ણ અર્જુનને કહ્યું છેઃ
હે અર્જુન! મારા અને તારા જન્મે તે ઘણુયે થઈ ગયા. તે બધા હું જાણું છું, અને તું તે નથી જાણતો”
કુરાનમાં પુનર્જન્મના સિદ્ધાંતની વિરુદ્ધ કઈ ઉલ્લેખ મળતું નથી. પણ ક્યાંક ક્યાંક કુરાનમાં એવાં વચનો મળી આવે છે કે જે પુનર્જન્મનું પ્રતિપાદન કરતાં દેખાય છે. એવાં જ વચનોના આધાર ઉપર મુસલમાન વિદ્વાનમાં પુનર્જન્મના વિષયમાં બે વિચારધારાઓ નીકળી છે. એક પક્ષમાં, બીજી વિપક્ષમાં. આ વચનોમાંનાં કેટલાંક નીચે પ્રમાણે છે:
“અલ્લાહે જ તમને જન્મ આપે છે, તે જ તમને મૃત્યુ આપશે. વળી પાછો તે જ તમને સજીવન કરશે. સાચેસાચ મનુષ્ય નગુણો છે” (હજજ-૬૬).
અલ્લાહ બીમાંથી તથા ગેટલીમાંથી અંકુર બહાર આણે છેઃ તે મૃતને જીવિત અને જીવિતને મૃત બનાવે છે. આ અલ્લાહનાં જ કર્યો છે, તે તું તેનાથી મુખ કેમ ફેરવે છે ?” (અનઆમ-૯૬)
“અલ્લાહને કેમ અમાન્ય કરી શકે ? તું મરી ગયા હતા, તને પાછો જીવતો તેણે કર્યો છે; વળી પાછે તે તેને મારી નાખશે અને જીવતો કરશે અને આખરે તો તે તેની જ પાસે જશે” (બકરહ-૨૮).
અને અલ્લાહે તને મરણાધીન બનાવ્યા, અને એ અશક્ય નથી કે તારા જેવા અનેકને જન્માવે અને તને એવી દશામાં જન્માવે કે જેનું તને ભાન ન હોય” (વાકે-૬૦).
ગી-૩