________________
ગીતા અને કુરાન આવાં વચનને આધારે શિયા મુસલમાનનાં ચોવીસ તડામાંથી તેર તડ* પુનર્જન્મમાં માને છે. શિયાઓનાં આ તડે સિવાયના મૌલાના રૂમ, ઈનુલકુલ, ઈનખાલન, ઈમામ ગિજાલી જેવા અન્ય મુસલમાન વિદ્વાનોએ તથા સૂફીઓએ પુનર્જન્મનો સિદ્ધાંત સ્વીકાર્યો છે. આ વિષયમાં માત્ર મૌલાના રૂમની કવિતામાંથી કંઈક ઉદ્ધત કરીએ છીએ?
__"हम चो सबजा बारहा रोजीदा अम,
हफ्त सदहफ्ताद क़ालिब दीदार अम."
હું ઘાસની પરે વારંવાર જ છું. મેં સાત સિતેર દેહ અનુભવ્યા છે.”
મૌલાના રૂમ આજના વિકાસવાદમાં પણ ઘણે અંશે માનવાવાળા હતા. એમની વાણુને કંઈક અંશ નીચે ટાંકીએ છીએ. તેઓ પિતા વિષે લખે છેઃ
"अज़ जमादी मुर्दमो नामी शुदम वज़ नुमा मुर्दम बहवां सर ज़दम
मुर्दमज हैवानिओ आदम शुदम
पस चे तरसम के ज़मुर्दम कम शवम हमलले दीगर बमीरम ओ बशर' ता बरारम अज़ मलायक बालोपर.
वारे दीगर अज़ मलक कुरबां शवम झुंचे अन्दर वह्म नायद आं शवम."
* રઝામિયા, કામલિયા, મરિયા, હમીરિયા, બાતિનિયા, કરમતિયા, જનાહિયા, ખિતાબિયા, મામરિયા, મૈમૂનિયા, મકનચા, ખલફિયા અને જનાબિયા (ઉર્દ “ગીતા અને કુરાન’ મુફ્તી સૈયદ અબ્દુલ કમ જાલંધરી).