________________
ગીતા અને કુરાન “પહાડની એક ગુફામાં એલે બેસીને જે અલ્લાહનું ભજન કરે છે” (અબૂ સઈદ ખઝરી).
સૂફીઓમાં સલૂક (ગ) તથા મરાકબે(સમાધિ)ના ઘણા રસ્તાઓ બતાવવામાં આવ્યા છે. આ માર્ગોને અભ્યાસ (શગલ) કહેવાય છે. આનું અનુસરણ કરનારા કુરાનના કઈને કઈ વચનને આધાર લે છે. આવી રીતના પચાસ કરતાં વધારે માર્ગો સૂફી ગ્રંથમાંથી મળી આવે છે. આ માર્ગે હિંદુ વેગમાર્ગોને મળતા આવે છે. સૂફી યોગના એક પ્રકારનું નામ છે “સુલતાન મુબીન” અથવા “સુલતાન મહમૂદ”. નાકની અણુ ઉપર દષ્ટિ સ્થિર કરીને ટટાર બેસવાનું જે વર્ણન ગીતાના લેકમાં છે, તે જ પ્રકાર આ પણ છે. કેઈક પ્રકારમાં એવું છે કે બને ભવાઓની વચ્ચે ધ્યાન રાખવું પડે છે જેને હિંદુ ગ્રંથોમાં બ્રહ્માસ્ત્ર કહે છે. એક બીજો પ્રકાર છે હૃદયચકને એટલે કે હૃદયના કેંદ્ર ઉપર ધ્યાન રાખવું. આ પ્રકાર વિષે એક આરબ સૂફીની વાણું છેઃ
"अला बैज़ा कल्बका कुन कनक तायर फ़मन ज़ालि कल अहवाल फ़ीका तवल्लुद"
પિતાના હૃદય ઉપર એ રીતે બેસ જે રીતે ચકલી પિતાના ઈડા ઉપર બેસે છે. આથી તારામાં ચમત્કારી અવસ્થાઓ જન્મશે.”
પ્રાણાયામ એગની એક શાખાનું પરિણામ છે. આને ઉલ્લેખ ગીતામાં ઘણું વાર થયે છે (૮, ૧૨, ૪, ૨૯-૩૦).