________________
દુનિયાના સર્વ ધર્મો એક છે
પ૭ કુરાનમાં એક સ્થળે ઉલ્લેખ છે કે હજરત મૂસા કે જેઓ પિતે પયગંબર હતા તેમને પણ એક સિદ્ધ ગુરુની જરૂર પડી હતી. ગુરુએ તેમને ત્રણ વાર કસોટીએ ચડાવ્યા હતા. ત્રણ વાર તેઓ નિષ્ફળ નીવડયા. આખરે એ જ ગુરુ પાસેથી તેમને સત્ય જ્ઞાન પ્રાપ્ત થયું (કડક–૬૫-૮૨).
હિંદુ ધર્મગ્રંથે આવાં ઉદાહરણોથી ભરપૂર છે. એ સર્વમાં દાખવવામાં આવ્યું છે કે ગુરુ વિના ગમાર્ગે જવું ભયભરેલું છે.
ગીતામાં કેટલેયે ઠેકાણે વેગને ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને યોગના માર્ગે – સાધનેનું વર્ણન પણ કરવામાં આવ્યું છે. ગીતા કહે છેઃ
ચિત્ત સ્થિર કરીને વાસના અને સંગ્રહનો ત્યાગ કરીને, એકલો એકાંતમાં રહીને યોગી નિરંતર આત્માને પરમાત્માની સાથે જોડે” (૬, ૧૦).
આ પછીના શ્લોકોમાં વર્ણવવામાં આવ્યું છે કે યોગી પવિત્ર સ્થાન ઉપર ખાસ આસન વાળીને કેવી રીતે બેસીને પિતાના મનને કેન્દ્રિત કરીને, નાકની દાંડી ઉપર દૃષ્ટિ ઠેરવીને શાંતચિત્ત થઈને ઈશ્વરમાં રમમાણ થાય છે. યોગને શબ્દાર્થ છે મિલન. પેગ એ ઈશ્વરનું મિલન કરવાનો સહુથી ચડિયાતે માર્ગ કહેવા છે.
ઇસ્લામમાં વેગને “સલૂક' અને ગીને “સાલિક” કહે છે. પેગ તથા સલૂક બનેનો અર્થ એક જ છે. મહંમદ સાહેબે એક ઉપદેશ કથાનકમાં યોગીનું શબ્દચિત્ર દોર્યું છેઃ