________________
દુનિયાના સર્વ ધર્મો એક છે મુસલમાન સૂફી પ્રાણાયામને “હસે દમ' કહે છે. બન્નેને અર્થ એક જ છે. ક્યાંક ક્યાંક આને “હેસે નક્સ” કહેવાય છે. શાહ વલીઉલ્લાહે પિતાના અરબી પુસ્તક “અલહુલ જમીલ”માં હસ્તે દમ પ્રાણાયામના પ્રકારનું સવિસ્તર વર્ણન કર્યું છે અને તેઓ પુરવાર કરે છે કે તે કુરાનને મળતા આવે છે. જેવી રીતે હિંદુઓ પ્રાણાયામ કરતી વેળા ક્યારેક ક્યારેક જ શબ્દનું ધ્યાન ધરે છે તેવી રીતે મુસલમાને “અલ્લાહ”ના નામ ઉપર દિલને ચૂંટાડે છે. આ પુસ્તકમાં અભ્યાસ(શગલ)ના જે પ્રકારે બતાવ્યા છે તેમાંથી એકને “શગલે બિસાત” કહેવાય છે. હઠયોગની ખેચરી મુદ્રામાં જે રીતે આંખોને બંધ રાખીને જીભના ટેરવાને તાળવે લગાડવામાં આવે છે અને શ્વાસને માથાના મૂળમાં રેકવાને પ્રયાસ કરવામાં આવે છે તેવી રીતને જ આ પ્રકાર છે. આ પ્રકારનો અમલ કરવાને તથા તેથી નીપજતાં પરિણમે ધીરે ધીરે કેવાં થાય છે તે અલકલુલ જમીલ” પુસ્તકમાં સારી પેઠે દર્શાવાયાં છે. એક બીજા સૂફી ગ્રંથ “ઝિયાઉલ કુલબ'(હૃદયપ્રકાશ)માં પ્રાણયામના (હસે દમના) ઘણા પ્રકારે સેંધાયા છે. આમાંના એક પ્રકારમાં શ્વાસ રૂંધીને દૃષ્ટિને બને ભવાંઓ વચ્ચે રાખવાની વાત છે અને બીજા પ્રકારમાં દૃષ્ટિને અંતરિક્ષમાં સ્થિર કરવાની વાત છે.
ગ(સક)ની ખાસ વાત છે ચિત્તને બહારથી અંદર વાળવાની (ગસૂત્ર).