________________
ગીતા અને કુરાન ગીતા કહે છે:
સર્વ ઈન્દ્રિયોનાં દ્વાર બંધ કરીને મનને અંદર રોકી રાખીને મનુષ્ય ઈશ્વરમાં પ્રીતિ જેડીને પરમગતિ(નિજાત–મોક્ષ)ને પામી શકે છે” (૮, ૧૨–૧૩). મૌલાના રૂમીની મસનવીમાં છેઃ
" चश्म बन्दो लब बे बन्दो गोश बन्द
गर नबीनी सिरै हक़ बर मन बेखन्द"
પિતાની આંખો, હેઠે તથા કાને બધાને બંધ કરી લે, પછી જે તને પ્રભુનું રહસ્ય ન સમજાય તે મારા ઉપર હસજે.”
યેગ (સલુક) ઉપરના હિંદુ કે મુસ્લિમ ગ્રંથેના અવલોકનથી એવું જણાય છે કે બંનેમાં એક જ પ્રકારના અભ્યાસની વાત થઈ છે. ભાગ્યે જ કોઈ એ અભ્યાસપ્રકાર હશે કે જે એકમાં હોય અને બીજામાં કેઈક ને કેઈક રૂપે ન હોય.
આપણે ઉપર બતાવી ગયા છીએ કે સર્વ ધર્મોની તથા તેની સાથે સાથે ગીતાની અને કુરાનની મૂળભૂત વાતોમાં તથા માર્ગપ્રણાલીઓમાં કેટલું બધું સામ્ય ઊંડે ઊંડે રહ્યું છે. આનો અર્થ એ નથી થતું કે સર્વ ધર્મોના અનુયાયીઓમાં અથવા તે હિંદુઓમાં અને મુસલમાનમાં કે જેઓ ગીતાને અને કુરાનને પિોતપોતાના ધર્મગ્રંથ માને છે તેમાં એકતા અને પ્રેમ છે. આથી વિપરીત સ્થિતિ વરતાય છે. આ દુનિયામાં એક કુટુંબભાવના પોષવાને બદલે ધર્મ નાના વાડામાં બાંધવામાં તથા વાડાઓમાં ઝઘડાઓ ઊભા કરવામાં