________________
ગીતા અને કુરાન ટુકડે ટુકડા કરી નાખ્યા અને આ ટુકડાઓની પરસ્પર વહેંચણી કરી. હે દાદુ ! આ બધાય તે પરિપૂર્ણ બ્રહ્મ, તે એક ઈશ્વરથી ભૂલા પડેલા, ભ્રમમાં ફસાયા છે.”
दादू अकै आत्मा साहेब है सब मांह; साहेब के नाते मिले, भेख पंथ के नांह. दादू दून्यों भरम है हिन्दू तुरुक गंवार, जे दुहवाँ थे रहित है सो गहि तत्त बिचार. अपना अपना करि लिया भंजन मांहे बांह, दादू अके कूप जल मनका भरम अठाय.
“હે દાદુ! એક જ આત્મા સર્વમાં છે. સૌમાં તે જ ભગવાન અસ્તિત્વ ધરાવે છે. તે એક પ્રભુના સંબંધથી જ આપણે એકમેકની સાથે હળતા મળતા રહેવું જોઈએ; અલગ અલગ વેશના તથા પંથના ભેદભામાં અટવાઈ ન જવું જોઈએ. હિંદુ અને મુસલમાન બને ભ્રમણામાં છે, અને અણસમજુ છે. વિવેકપૂર્વક વિચાર કરીને ખરો માર્ગ ગ્રહણ કરવું જોઈએ. આમ કરવાથી કઈ પરાયું નથી લાગતું. આ લેકોએ એક જ કૂવાના પાણીને પોતપોતાના જુદા જુદા ઘડાઓમાં ભરી લઈને એકમેકને અલગ પાડયા છે. દ્વતની આ જાળ મનમાંથી કાઢી નાખવી જોઈએ.”
વળી પોતે ઉમેરે છે:
अलह राम छूटा भ्रम भोरा हिन्दू तुरुक भेद कछु नाहीं, देखौं दरसन तोरा; सोी प्रान प्यंड पुनि सोजी, सोजी लोही मासा; सोमी नैन, नासिका सोनी, सहजै कीन तमासा; स्रवनौं सबद बाजता सुनिये, जिह्वा मीठा लागै;