________________
કુરાન
૧૬૩
મહંમદ સાહેબે લીલા સંકેલી ત્યા પછીનાં સેા વર્ષોની અંદર અંદર આ નવા ધર્મ ચીનની સરહદથી આટલાંટિક મહાસાગર સુધી એશિયા, આફ્રિકા તથા યુરોપ આ ત્રણે ખંડામાં પ્રસરી ગયા. આ આખાયે પશ્ચિમ એશિયામાં, ઉત્તર આફ્રિકામાં તથા અરધા યુરોપમાં આરએાની સત્તા સ્થપાઈ ગઈ, તથા જુદા જુદા હુન્નરઉદ્યોગામાં તથા વિજ્ઞાનામાં પાશ્ચાત્ય દુનિયામાં અરબસ્તાન મૈાખરે મનાવા લાગ્યું.
આજે દુનિયાના ત્રીસ કરોડથી વધારે માનવીએ કુરાનને માનવાવાળા છે તથા દુનિયાના કોઈ ભાગ એવા નથી કે જ્યાં આ પુનિત પુસ્તકથી જીવન પવિત્ર કરનાર કાઈ ન હાય. કુરાનના પ્રભાવનું તથા તેના નિર્ણયાનું વર્ણન કરતાં એક યુરેપિયન વિદ્વાન લખે છે :
“ જો કાઈ પણ પુસ્તકનું મૂલ્ય તેનાં એકંદર પરિણામાથી તથા મનુષ્ય જીવન ઉપર તેને શે! પ્રભાવ પડયો તેનાથી આંકવું હોય તેા દુનિયાના મહાન ગ્રંથામાં કુરાનનું સ્થાન છે.”
યુરેપના એક માસિક પત્રે પાશ્ચાત્ય વિદ્યાપીઠાના પ્રાધ્યાપકને તથા પંડિતાને કેટલાંક વર્ષોં પહેલાં પ્રાર્થના કરી હતી કે, તેઓ દુનિયાના સા મહાન ગ્રંથેાની યાદી તંત્રીને મેાકલાવે. સેંકડા ઉત્તરી આવ્યા; અને તે પરથી જાણવા મળ્યું કે હજરત ઈશુ પહેલાંના હજાર વર્ષ જૂના ઈલિયડ ’ને પ્રથમ સ્થાન મળ્યું; અને ખીજું સ્થાન · કુરાન ’ ને લાધ્યું. ! અભિપ્રાય આપનારાઓએ ૬ કુરાન ’ને અસલ રૂપે આ એટલે કે અરખી ભાષામાં વાંચ્યું ન હતું.
:
* • ઇસ્લામ’, લે॰ મેજર આર્થર ગ્લીન લીએનાર્ડ, પૃ. ૧૦૫-૧૦૬